________________
૯૬
પ્રકરણ ૩ જી.
માંડવા, અને તેથી કદી નહીં અનુભવેલું એવું દબાણ ખેડુતેાએ અનુભવ્યું. ખીજી તરફથી નવા જ્યાં સુધી એ ઉપજ ભોગવતા ત્યાં સુધી તે ઉપજ દેશમાંજ વપરાતી, અને એક અથવા બીજા સ્વરૂપમાં દેશમાંતે દેશમાંજ હાથ બદલા કરતી; પણ માંડી આપેલા મુલકની તમામ ઉપજ જ્યારથી બ્રિટિ શના હાથમાં જવા લાગી ત્યારથી તે દેશ છેડીને હમેશને માટે ચાલી ગઇ. દેશ ગરીબ થતા ગયા. વેપાર અને ઉદ્યોગ ઉતરી જવા માંડયા. હિંદુસ્તાનમાં ઇન્સાફના વહીવટની તપાસ કરવા બેઠેલી મિટીએ તપાસેલા સાક્ષીની જુબાનીઓમાં આને પુરાવા આપણને મળી આવે છે. જ્યાર્જ સ્મિથ એકવાયર સવાલના જવાબમાં લખાવેછે કેઃ—
rr
હું ૧૭૬૪ માં હિંદુસ્તાનમાં પહેચ્યા. ૧૭૬૭ થી ૧૭૭૯ સુધી મદ્રાસમાં રહ્યા. જ્યારે હું મદ્રાસ પડેલા પહાચ્યા તે વખતે મદ્રાસના વેપાર આબાદ સ્થિતિમાં હતા, મદ્રાસની હિંદુસ્તાનના પહેલા દરજ્જાના બજારમાં ગણત્રી હતી. જ્યારે મેં છોડયુ ત્યારે મદ્રાસમાં બીલકુલ વેપાર નહાતા, અથવા નહિ જેવા હતા અને આખા શહેરના વેપાર માટે આખુ` એક વહાણ હતું. જ્યારે હું ત્યાં પહાચ્યું! ત્યારે ખેતીની બાબતમાં કણાટકની સ્થિતિ સારી હતી. ખેતી ઠીક થતી, લેાકાની વસતિ જામેલી હતી, અને વેપારના માલની ઘણી ખરી ચીજો ત્યાં ખપતી હતી, પણ જ્યારે મેં મદ્રાસ છેડયુ ત્યારે ખેતીની બાબતમાં દેશ બહુજ ઉતરી ગયા હતા, વસતિ ઘણી ઘટી ગઇ હતી; અને વેપાર બહુજ સંકુચિત થઇ ઞયેા હતેા.” +
કમ્પનીના નાકા, મદ્રાસની રાજ્યસભાના સદસ્યા સુદ્ધાંત નવાબને નાણાં ધીરીતે મેટી સમૃદ્ધિ ભેગી કરતા હતા; અને કમ્પનીના રાજ્ય કાર્યાધ્યક્ષે તે પોતાનાં કૃત્યોની ખબર આપવાને ઇંતેજારી રાખતા નહાતા. → નવમે રિપેાર્ટ ૧૬૮૩ મે. પા ૧૨૦.