________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૮૭
પરગણાઓમાં ગામે ગામ જુદી જુદી રીત છે. આ મામુલી દર વીઘાને હીસાબે ઉપજના પ્રમાણમાં મુકરર થયેલ છે. કેટલીક જમીનમાં વર્ષે દિવસે બે મેલ થાય છે. કેટલીકમાં ત્રણ થાય છે અને શેતુર પાન, તમાકુ, શેલડી વિગેરે કિંમતી મેલ આપનારી જમીનની કિંમત પ્રમાણમાં વધારે છે.
જેઓ પોતાના જ ગામની જમીન ખેડે છે તેમને સાધારણ રીતે વગર મુદતન પટા કરી આપવામાં આવે છે, અને બે વર્ષ સાથ આપવાની સરતે તમને જમીન આપવામાં આવી છે, એ ચોખ્ખો લેખ હેાય છે. આમાંથી કબજાનો હક ઉત્પન્ન થાય છે.
જેઓ બહારગામથી આવીને જમીન ખેડે છે, તેમને વધારે ચેકસ પદ્ધતિથી પટા કરી આપવામાં આવે છે. એટલે તેમના પટામાં મુદત ઠરાવેલી હોય છે, જે તેમને પ્રતિકૂળતા જણાય છે તેઓ બીજે ગામ જાય છે. મિ. શેર પોતાની નોંધના છેવટના ભાગમાં નીચે પ્રમાણે સાર આપે છે.
હવે પછીના મહેસુલના બંદોબસ્તની ભારી દરખાસ્તનાં બે મુખ્ય ધોરણો છે.
સરકારને ઉપજની અને લોકને રક્ષણ અને મિલકતની કાયમની સલામતી.
પહેલી વાત જમીનદાર સાથે અચળ જમાબંદી કર્યાથી સારી રીતે સિદ્ધ થશે, અને જમીન જે તેમની મિલકત છે, તે સરકાર માટે જામીનગિરીમાં
બીજી, કરવિધિના નિશ્ચિત ધારણા પ્રમાણે વહીવટ કર્યાથી સિદ્ધ થશે. દરેક જણને જે કર આપવાનું હોય તે નિશ્ચિત હોવો જોઈએ, અનિયત નહીં; તેમજ કર ભરવાને વખત, કર ભરવાની રીત, કરની રકમ એ તમામ બાબતે સર્વને ખબર પડે તેવી રીતે સ્પષ્ટ અને પ્રસિદ્ધ હોવી જોઈએ.
તે પછી હાલ દસ વર્ષ માટે પણ પાછળથી નિયપૂર્વક અચળ કરવાના ઈરાદાથી જમાબંદીને બંદેબસ્ત કરે જોઈએ.”