________________
૫૭
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. મુસલમાન નોકરને વિશ્વાસ અને જવાબદારીની સ્થિતિમાં મૂકવાને, તેમને પૂરતા પગાર આપવાનો, અને રાજ્યવહીવટને કામમાં તેમની સહાયતા સ્વીકારવાનો કંઈપણ યત્ન કરવામાં આવ્યા ન હતા.
૧૭૭૪ માં વૈરન હેસ્ટિંગ્સ રેગ્યુલેટિંગ એકટ પ્રમાણે ગવર્નર જનરલ છે. જમીનની મહેસુલાનો પાંચ વર્ષને બંદેબસ્ત નિષ્ફળ નીવડ્યો હતો. વંશપરંપરાના કબજેદાર જમીનદારોના હક ડુબાવીને હરાજીથી બંદોબસ્ત કર્યો હતે. હરાજીમાં માગણી કરનારાઓએ ચડસા ચારણીમાં માગણીઓ ચઢાવી દીધી. તેમણે ખેડુતોને નીચોવ્યા પણ હજી ઠરાવેલી મહેસુલ આપી શક્યા નહોતા. બંગાળાની જમીન પદ્ધતિની છેક જ ગેરસમજણ થઈ હતી. જાના ખાનદાન નાશ પામ્યાં; અને ખેતી કરનાર રૈયતના ઉપર ત્રાસદાયક જુલમ થઈ પડ્યો. ૧૭૭૪ માં યુરોપિયન કલેકટરને કામગિરીમાંથી મુક્ત કર્યા અને કલકત્તા, બર્દવાન, ધોકા, મુર્શીદાબાદ, દીનજપુર, અને પટનામાં પ્રાન્તિક સભાઓ સ્થાપી તેમને મહેસુલની ઉઘરાતની દેખરેખ રાખવાનું સાંપવામાં આવ્યું.
૧૭૭૬માં ન્યાય પુરસર જમાનન્દી કરવાની નીતિની ચર્ચા કલકત્તામાં થઈ હતી. વોરન હેસ્ટિંગ્સ એવો અભિપ્રાય આપો કે તમામ જાગીર હરાજીથી વેચવી અથવા ઈજારે આપવી અને જમાનો બંદોબસ્ત જીદગીની અવધિના પટાથી કરે. ઈગ્રેજી સાહિત્યમાં “ જુનિઅસના પત્રો” ના કર્તા તરીકે પ્રસિદ્ધ થયેલા ડાહ્યા રાજપુરુષે આના કરતાં વધારે ન્યાયી અને દૂર અંદેશી અભિપ્રાય બાંધ્યો. તેણે “ સ્થાયી જમાલન્દીના બન્દોબસ્ત ” ( Permanent settlement ) ની દરખાસ્ત મૂકી. એક સમર્થ દફતરી શેરામાં એ લખે છે કે –
“ ઘણું જમીનદારો પાયમાલ થઈ ગયા છે, તેમની પાસેથી જમીનના વહીવટ ખુંચવી લેવામાં આવ્યા છે; અને પ્રતિષ્ઠિત ખાનદાનોમાંથી કે પૂર્વ