________________
પ્રકરણ ૨ જુ.
વ્યવસ્થા કરવાની જરૂર જણાઈ. તેમણે રન હેસ્ટિંગ્સના ઉત્તરાધિકારી તરીકે ઊંચી શીલસંપત્તિવાળા અને વિપુલ દયાવૃત્તિવાળા એક ઉમરાવને પસંદ કર્યો; અને સને ૧૭૮૬ ના એપ્રિલની ૧૨ મી તારીખે તે ઉમરાવ ઉપર એક પત્ર લખી તેને કેમ વર્તવું તે બાબત ખુલાસેથી સૂચનાઓ આપી.
આ પત્રમાં તેમણે અત્યાર સુધી ચાલતી વારંવાર ફરતી મહેસુલી રાજ્યનીતિ તરફ પિતાની નાપસંદગી જાહેર કરી અને કાળજીપૂર્વક દેખરેખ નીચે ગમે તે એક રીતે પકડવાની પોતાની ઈચ્છા દર્શાવી. જમીન ઉપરનો કર હરહમેશ વધાર્યા કરવાની અને જૂના જમીનદારોને કહાડીને તેમને બદલે ઇજારદારે, શાહુકારો અને અમીનોના, જેવા ખેડુતોના કલ્યાણમાં જેમને હમેશનો સ્વાર્થ ન હોય તેવા સાહસિક માણસેના, હાથમાં જમીન સોંપવાની રીત વિરુદ્ધ પોતાને અભિપ્રાય બતાવ્યો અને મહેસુલના ભરણામાં ચૂક ન થાય તેને સારૂ વાજબી ધોરણે “કાયમને માટે અચળ જમાદી ” ની પધ્ધતિ પસંદ કરી; અને જમાન તરીકે જમીનદારના પરંપરાના હક જેવું ફળદાયક બીજું કાંઈજ નથી એ અભિપ્રાય બતાવ્યો. તેમણે સૂચના કરી કે જ્યાં જ્યાં બની શકે ત્યાં ત્યાં જમીનદારો સાથેજ બંદોબસ્ત કરો, અને લખ્યું કે સખ્તાઈ અને ત્રાસદાયક રીતે અધુરી વસુલ કરી શકાય તેવી ચઢાવી દીધેલી જમાબન્દી કરતાં વખતસર નિયમિત રીતે આવી જાય તેવી માફકસર જમાબન્દીમાં આપનું સ્વાર્થ અને લોકનું કલ્યાણ તથા જમીનદારોની નિર્ભયતા વથારે સારી રીતે સચવાય છે.” અને પરિણામે અચળ બન્દોબસ્ત કરવાની ઈચ્છા બતાવવાની સાથે પ્રથમ માત્ર દશ વર્ષનો બંદોબસ્ત કરવાની ભલામણ કરી ” તે પત્રના આ ટુંક સારથી વાંચનારને સમજાશે કે ફિલિપ કાન્સિસે દશ વર્ષ ઉપર નીતિમય ભલામણ કરીને જે બીજ વાવ્યું હતું તે આજ ઊગ્યું. દશ વર્ષના કડવા, લેકની અપેક્ષાએ કડવા, અનુભવ પછી હેસ્ટિંગ્સની નિર્દય અને વર્ષોવર્ષ બદલાતી જનાઓએ હાર ખાધી અને ફિલિપ ફ્રાન્સિસની દરખાસ્તોનું ડહાપણુ વિજય પામ્યું.