________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧ લીટી મારેલી હતી. પણ જ્યારે સગીરપણમાં મહેસુલ ચૂસવાની કામગિરી આવી ત્યારે લાયક કારભારી તરીકે એને પસંદ કરવામાં આવ્યું હતું. દેવીસિંગે પોતાની લાયકાત બરાબર બતાવી. અઢારમા સૈકામાં, બંગાળામાં પણ જેનો જોટો નહિ હોય એવી ક્રૂરતાથી એણે મહેસુલ વધારવા માટે જમીનદારોને કેદ કર્યા અને ખેડુતોને ફટકા માર્યા. આ જુલમમાંથી સ્ત્રીઓને પણ બાતલ કરવામાં આવી ન હતી, અને અપમાન અને બળાત્કાર ઉમેરવામાં આવ્યાં.
દેવીસિંગના જુલમે દિજનાપુરની રૈયત ઘરગામ છોડી નાશી ગઈ. રૈયત પ્રાંત છોડીને ચાલી જવાની તૈયારી કરતી હતી તે વખતે હથિયારબંધ સિપાહીઓની ટુકડીઓએ તેને હાંકીને પાછી વાળી. ઘણું લેકે જંગલમાં નાશી ગયા; અકૃત્યે દુનિયામાં સૌથી વધારે શાંત અને તાબે રહેનાર ખેડુતોને બળ કરવાની સ્થિતિમાં મૂક્યા. બળ દિજનાપુર અને રંગપુર સોંસરો ફેલાયો, સૈન્યને બેલાવવું પડયું અને પછી શિક્ષાઓ અને ફૂર ફાંસીએ લટકાવવાનાં કુર કૃત્યો ચાલુ થયાં. આ જીલ્લાનો અંગ્રેજ અમલદાર મિ. ગુડબેંડ-આ બળવાને બંગાળામાં કદી નહીં થયેલ અને મોટામાં મોટો અને વધારેમાં વધારે ગંભીર ગણે છે; જે ક્રૂર સખ્તાઈથી એને દાબી દેવામાં આવ્યો તે પણ કદાચ બંગાળામાં અભૂતપૂર્વ હતી.
બર્દવાનને ઈતિહાસ આટલો દુઃખદ નથી. કારણકે ત્યાં રાજકુટુંબ ઉપર જ કષ્ટ પડ્યું હતું, અને લેક ઉપર એટલે ત્રાસ નહેતે પડ્યો. મહારાજા તિલકચંદ્ર ૧૭૬૭માં દેવ થયા અને સગીર તેજચંદ્રને વારસે મંજુર થયો અને કાયમ કરવામાં આવ્યું. મહૂમ જમીનદારે રાજ્યકુટુંબના એક દસ્ત લાલા અમીચંદને જાગીરના કારભારી તરીકે નીમ્યો હતો, પણ જીલ્લાના ઈગ્રેજ અમલદાર જૉન ગ્રેહામે એક વ્રજકિશોર નામના અધર્મી અને ખાઉધર મનુધ્યને રાણીની મરજી ઉપરાંત, કારભારી તરીકે બેસાડી દીધો. રાણીએ-એક