________________
પ્રકરણ ૨ જું.
પસંદગી આપવાની સર-મંજુર કરી. આ પ્રમાણે બંદેબસ્ત અમલમાં મૂકાય; જમીનની મહેસુલમાં છવીસ લાખ રૂપિયાનો વધારો થશે. - બંગાળાના તમામ જમીનદારો, તમામ જમીનદાર ખાનદાનો, આ વાર્ષિક પટાની, વારંવાર વધારા કરવાની, અને સખ્ત ઉઘરાણીની પદ્ધતિથી કોઈ દિવસ નહિ જોયેલું એવા કષ્ટને સ્વાધીન થયા. જૂનાં ખાનદાનના વંશજોને પિતાની જમીને કલકત્તાના શાહુકારો અને સટ્ટાખોરોના હાથમાં જતી પોતાની નજરે જોવી પડી. વિધવાઓ અને સગીર જમીનદારોને કલકત્તેથી નીમાયેલા ખાઉધર વહીવટદારોને હાથે પિતાની ગરીબડી રૈયત ઉપર જુલમ થતા જેવા પડયા. એવું બન્યું કે આ વખતે બંગાળાની ત્રણ મોટામાં મોટી બાર મહીને ત્રણ ત્રણ લાખ પાઉંડની જમા આપનારી જાગીરે ત્રણ આબરૂદાર સ્ત્રીઓના હાથમાં હતી; જેમનાં નામ આપણું હૃદયમાં કોરાઈ રહ્યાં છે. બર્દવાન, પ્રસિદ્ધ તિલકચન્દ્રની વિધવા અને તેટલી જ પ્રસિદ્ધિવાળા તેજચંદ્રની માતાના હાથમાં હતું. તેની ઉપજ પાંત્રીસ લાખ રૂપિયાની. રાજશાઈ, પવિત્ર રાણી ભવાની-જેનું નામ હજી સુધી આખા હિંદમાં મશહુર છે, તેના હાથમાં હતું. આ બાઈ ઊંચી પાયરીવાળાં અને શક્તિવાળાં હોવાની સાથે પવિત્ર જીંદગી ગુજારતાં અને ધર્મદાન બહુ કરતાં. રાજશાઈની ઉપજ છવીસ લાખ રૂપિયાની હતી. અને દિજનાપુર જેની ઉપજ ૧૪૦૦,૦૦૦ ચાદ લાખ જેટલી હતી, ત્યારે રાજા ૧૭૮૦ માં ગુજરી જતાં તેમની વિધવા એક પાંચ વર્ષની ઉમરના કુમારના વાલી તરીકે તેનો વહીવટ કરતાં હતાં. વૈરન હેસ્ટિંગ્સની સખ્ત અને હમેશ બદલાતી મહેસુલી રાજ્યનીતિના પરિણામમાં કેટલું કષ્ટ પડતું તેને દાખલે આ ત્રણ જાગીરોના ઇતિહાસથી મળી શકે છે.
દિજનાપુર સહુથી વધારે દુ:ખ પામ્યું. સગીર પણાને લીધે દેવીસિંગ નામનો એક ખાઉધર અને અધમ વહીવટદાર કલકત્તેથી નીમવામાં આવ્યો હતો. દેવીસિંગે પુર્ણઆ અને રંગપુરમાં તે ત્રાસ વર્તાવ્યો હતો. ત્યાંથી તેને ખસેડવામાં આવ્યો હતો અને કમ્પનીના દફતરમાં એના નામ ઉપર કાળી