________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૪૭ પિતાની વાર્ષિક રવાનગીમાં વધારે ક્યાં જાય છે અને આ ઈલાકાની સમૃદ્ધિમાં એક રૂપિયો પણ ઉમેરાતો નથી.”
આ ઇલાકા ઉપર દરેક દિશામાંથી નાણાંની માગણીઓ થાય છે, જેથી આપની તીજોરી બહુજ ઊડી જતી રહી છે; અને આ દેશમાંથી આવા બહોળા નિકાસનાં જે અનિષ્ટ પરિણામો અવશ્ય આવવાનાં તેનો વિચાર કરતાં અમને ભય ઉપજે છે.
જે દેશમાંથી વાર્ષિક પેદાશના ત્રીજા ભાગ જેટલે પૈસો વર્ષોવર્ષ પર દેશ તણાતો જતો હોય, અને તેના બદલામાં તેને કંઈજ મળતું ન હોય, તેવો દેશ ગમે તે આબાદ હોય છતાં ઝાઝીવાર ટકી શકે નહિજ; અને આબાદ થવાની તો વાત જ શી ? પરંતુ, આ સિવાય બીજા પણ એવા પ્ર સંગો છે કે જેથી આ દેશની સમૃદ્ધિ ઓછી થતી જાય છે, અને જો તેનો ઉપાય નહિ થાય તે દેશ છેક ખાલી થઈ જશે. મેં જોયું છે કે પહેલાં આ દેશને એક મોટો લાભ એ હતું કે જુદાં જુદાં કુટુંબોને મોટી રકમની બક્ષિસો મળવાથી અને રાજ અમલદાર વગેરેના પરચાળ મોજશોખથી દેશનો પૈસો દેશમાં જ વહેચાતો હતો. પણ હવે તો જમીનની મહેસુલને બધે ભાગ આપણી તીજોરી રૂપ મોટા અખાતમાં પડે છે અને તેમાંનો કંઇપણ ભાગ દેશમાં ફરવા પામતો નથી—આપણી રવાનગીમાંથી જે ભાગ નીકળે તે અને આપણાં આવશ્યક ખરચ સિવાય.
આ રવાનગી એટલે શું? આ સવાલનો ખુલાસો હાઉસ ઓફ કોમન્સના ૧૭૮ ૩ ના નવમા હેવાલમાંથી આપણને મળે છે.
બંગાળાની ઉપજનો નિયત ભાગ, ઘણાં વર્ષથી ઈગ્લેંડ મોકલવાના માલની ખરીદી સારૂ વર્ષોવર્ષ કોરાણે મૂકાય છે. આને Investment “કમાણી” એવું નામ આપવામાં આવ્યું છે. આ “ કમાણુ’ના વધારાના પ્રમાણમાં
* પત્ર તારીખ ૨૬ સપ્ટેમ્બર ૧૭૬૭. જે પત્ર તારીખ ૨૪ માર્ચ ૧૭૬૮.