________________
૫૦
પ્રકરણ ૨ જી.
તેમની સાથે એક જ પ્રકારનો સમાગમ થાય છે, એટલે જ્યારે એકદમ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની હોય ત્યારેજ અને એટલેજ. અને તે સમૃદ્ધિનો પણ ઉપયોગ પાછે પરિણામે પરદેશમાં જ કરવાનો. ઘડપણનો લાભ અને જુવાનીનો જેસ એ બેવડા ચેતનથી પ્રેરાતા તેઓ એક પછી એક દરિયાના મોજાની પેઠે ધસે છે; અને દેશીઓની આગળ તે, દરરોજ ક્ષીણ થતા અન્નને માટે, નવી નવી સુધાવાળા, ભૂખાળવા, ચાર લેવા નીકળેલાં શિકારી પક્ષિઓનાં નવે નવાં ટોળાંની અનન્ત મુલાકાતોનો દેખાવ થાય છે;–જેમાંથી કોઈ દહાડે છૂટવાની આશા તેમને દેખાતી નથી. અંગ્રેજે જે નફે પેદા કરે તેમને રૂપીયે રૂપિયે હિંદનો તે હમેશને માટે ખોવાય.”
ગવર્નર વર્લ્સ અને એડમન્ડ બર્કના કાળ પછી તો હિંદુસ્તાનને રાજ્ય વહીવટ ઘણો સુધર્યો છે. હિંદુસ્તાનના આખા ખંડમાં અર્ધા સૈકા સુધી અનવછિન્ન, અઢારમા સૈકામાં કદી નહિ રહેલી એવી શાતિ રહી છે. વેપાર વણજ અણગમતી અને બાધક જકાતોથી મુકત થયેલ છે. ન્યાયનો વહીવટ અને જાનમાલનું રક્ષણ પ્રથમ કરતાં વધારે સંગીન થયાં છે અને કેળવણીના પ્રસારે લોકોમાં નવું જીવન રેડયું છે તથા તેમને વધારે ઊંચાં કામ માટે અને વધારે ભારે જવાબદારી માટે લાયક કર્યો છે. પણ, વર્સ્ટ અને બર્ક જે આર્થિક અપવાને માટે ફરિયાદ કરે છે તે જ તો હરહમેશ વધતાં જતાં પાણી સાથે હજી વહ્યાંજ કરે છે અને હિંદને દારિદ્રથ અને દુષ્કાળની ભૂમિ બનાવી મૂકી છે.
ખરી વાત છે કે હિંદમાં વાર્ષિક વરસાદની ખાટ, એ દુષ્કાળનું પ્રત્યક્ષ અને તાત્કાલિક કારણ છે; પણ આવા દુકાળની ભીંસ અને જીંદગીની ખુવારી તે લોકના દારિદ્રશ્યને લીધે જ થાય છે. જે જનસમુદાય આબાદ સ્થિતિમાં હોય તો સ્થાનિક પેદાશની ખોટ જોડેના દેશમાંથી ખરીદી કરીને પુરી પડાય, અને જીંદગીને નાશ ન થાય. પણ લેકે જ્યારે તદન સાધન