________________
૩૬
પ્રકરણ ૨ જી.
મટે ત્યાં જબરાઈથી પૈસા કઢાવવામાં પોતાના અધિકારને ઉપયોગ કરે તેમાં કાંઈ જ નવાઈ નથી. જ્યારે ઉપરીઓ આવી રીતનો દાખલો બેસાડે ત્યારે પિતાના ગજા પ્રમાણે તાબાના માણસો પણ તેમને પગલે પગલે ચાલે એ સ્વાભાવિક છે. આ બદી ચેપી હતી અને વહીવટ તેમજ લશ્કરી ખાતાના નાનેથી મોટા અધિકારી સુધી અને ખાનગી વેપારી સુધી પણ ફેલાઈ હતી.
આ પ્રસંગે મને બે રસ્તા સૂઝયા. એક સીધો અને સરળ; જેમાંથી મને પણ અઢળક સમૃદ્ધિ અને બીજા મેટા લાભ મળી શકે; બીજે ન અને ડગલે ડગલે વિદ્ધથી ભરપૂર. જે ધોરણે કાર્યભાર-વ્યવસ્થા ચાલતી હતી તેજ ધેરણે હું પણ રાજ્યતંત્ર હાથમાં લઉં તો તે બની શકે તેવું હતું એટલે નામનો ગવર્નર રહી તે જગાનાં માન પ્રતિષ્ઠાનો નાશ થતો ચાલુ રહેવા દેવાને ધોરણે ૪ ૪ પણ એક બીજો પ્રતિષ્ઠાવાળો રસ્તો પણ મારી આગળ ઉભો હતો; તે એ કે મને લલચાવવાની અસંખ્ય યુકિતઓને લાત મારીને મારે શુદ્ધ રહેવું; સુધારો કરવા જનારની જાત સામે ષ અને ક્રોધના આવેશમાં જે જે હુમલા થાય છે તે હુમલાને માટે મારી જાતને મેદાનમાં મુકવી અને આખા સંસ્થાનની અપ્રિયતા વરી લેવી; જો આમ કરું તો મારી જગાની ફરજ બજાવવાની મારામાં શકિત છે તેનું મને ભાન હતું. આ બેમાંથી કયો રસ્ત પસંદ કરવો તે બાબત મને ક્ષણ પણ આનાકાની થઈ નહિ. નિશ્ચય ખંત અને ખમીરની જેમાં ઘણી જરૂર પડે તે ભાર મેં મારા ખભા ઉપર ઉઠાવ્ય, અને આ પ્રમાણે પસંદગી કરીને જે ફતેહ મળે તે મારા જાતિભાઈઓની પ્રતિષ્ઠા અને કમ્પનીનું અસ્તિત્વ સ્થિર થશે એવા વિચારમાં આનંદ માની સર્વ યત્ન કરવાનો મેં નિશ્ચય કર્યો.
“૧૨ કમ્પનીના નોકરોની સત્તાથી કામકાજ કરતા યુરોપિયન અને કાળા આરતીયાઓએ જુલમ અને ત્રાસનાં જે દ્વાર ઉઘાડ્યાં છે તેને માટે ઈંજના નામને આ દેશમાં હમેશને માટે બટ્ટો રહેશે. પરંતુ હવે આ બાબતને અંત લાવે અને આપણને હજી સુધી નહિ મળેલા એવા લાભનું મૂળ થાય, એવી એક