________________
પ્રકરણ ૨ જુ.
છે તે હેળા અનુભવથી, ન્યાયી નથી એમ હું ખાત્રીથી કહું છું. અને ઉમેરવાની રજા લઉં છું કે જે આપણા લોકે ધણી થઈ પડવાની અને પ્રજાને પીડવાની દાનત ન રાખતાં વાજબી અને પ્રમાણિકપણે વેપાર કરે અને નવાબીની વાજબી સત્તાને તાબે થાય તે તેમને માન મળે અને તેમની ચાહના થાય; અને અંગ્રેજનું નામ ઠબકાને પાત્ર થવાને બદલે સર્વત્ર માન પામે. આપણા વેપારથી દેશને ફાયદો થાય અને આપણી સત્તાને ગરીબ પ્રજાને નુકસાન અને જુલમને તાબે કરનાર એક “હાઉ તરીકે ન ગણતાં, અભયદાતા અને આશીર્વાદ રૂપ ગણવામાં આવે.”
કલકત્તાની સભાએ કરાર નામંજુર કર્યાનું મીરકાસમે સાંભળ્યું. અને કરાર પ્રમાણે જે હુકમ તેણે કહાડેલા તેને અમલ થતો અંગ્રેજોએ અટકાવ્યું. આ વખત થઈ આવેલા અમારી ક્રોધમાં મીરકાસમે પૂર્વ કોઈ પણ રાજાએ ન કરેલું એવું એક પગલું ભર્યું. એણે પિતાની ઉપજનું બલિદાન કર્યું અને તમામ મુલકી જકાત રદ કરી; તે એવા હેતુથી કે પિતાની રૈયત ઈસ્ટઈન્ડિયા કમ્પનીના નેકરોની સાથે સરખા હકથી વેપાર કરી શકે.
હવે શું થયું ? માનતાં આંચકો ખાવા જેવું છે પણ વાત ખરી છે કે કલકત્તાની રાજ્યસભાએ આ પગલું બ્રિટિશ સાથે વિશ્વાસઘાત જેવું છે એમ જણાવી વાંધો લીધે! જેમ્સમિલ એના હિંદુસ્તાનના ઈતિહાસમાં લખે છે કે “આ વખતની કમ્પનીના નેકરની વર્તણુંક, ન્યાય અને શરમના ભાનને પણ ભુલાવી નાંખવાની જે સતા, સ્વાર્થના અંગમાં રહેલી છે, એનો એક નામ દાખલ છે; અને વિલ્સન આના ઉપર ભાષ્ય લખે છે કે “ આ કામના સંબંધમાં કંઈપણ મતભેદ હોઈ શકે નહિ. વેપારના લેભથી જન્મેલી અયંત ટુંકી નજરના સ્વાર્થિપણાથી, કાઉન્સિલના સભાસદોએ વિવેક-વિચાર ન્યાયબુદ્ધિ અને રાજ્ય નીતિનાં સ્પષ્ટ વચનને પણ હઠીલાઈથી પોતાની પાસે