________________
પ્રવેશક
[૭ ( Rhinplasty) હિંદુસ્તાતમાંથી આધુનિક કાળમાં જ શીખ્યા છે એ ઇતિહાસપ્રસિદ્ધ હકીકત છે. પણ આ એક જ કળા અકસ્માત કેમ ઉદ્ભવે? એની પછવાડે શારીર વગેરે શાસ્ત્રોનું જ્ઞાન હેવું જોઈએ, એટલો પણ વિચાર મેડોનલ સાહેબને આવ્યો નથી-- કારણ કે હિંદુઓમાં ભૌતિક શાસ્ત્રોનું જ્ઞાન સંભવે જ નહિ એ દઢ માન્યતા. આવા પૂર્વગ્રહને જ બીજો દાખલ જેવો હોય તો “હિંદુઓની વૈદ્યકવિદ્યાને દશમાથી સોળમા શતકમાં વિકાસ થયે છે અને વાભદ, માધવ તથા શાળધરના ગ્રન્થમાં ચરક અને સુકૃતનાં બીજ છે” એવો જર્મન પ્રાતત્ત્વવિદ્ હાસનો મત છે. આ અનુમાન કેટલું હાસ્યાસ્પદ છે એ કહેવાની જરૂર જ નથી. આ દેશના સામાન્ય વૈદ્યો પણ ચરક સુકૃત મૂળ ગ્રન્થો છે અને એ ઉપરથી વામ્ભટ્ટ માધવે ગ્રન્થ લખ્યા છે એટલું જાણે છે. વાગભટ્ટ અને માધવ ચરક સુશ્રુતને વારંવાર નામથી નિર્દેશ કરે છે. ડે. હર્નલ પોતે હાસના ઉપર કહેલા મતને એક મશ્કરી જ ગણે છે. મેકડોનલ અને હાસના મતે પાશ્ચાત્ય વિદ્વાનોની આ વિષયની સામાન્ય વૃત્તિના નમૂનારૂપ છે. પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી જોલી હર્નલ જેવાના પ્રયાસોને લીધે આ વલણમાં સુધારે થયો છે. અને એ શુદ્ધ થયેલી દષ્ટિના દાખલારૂપે ન્યુબર્ગર (Neuberger)ને અભિપ્રાય ટાંકી શકાય. એ વિદ્વાન કબૂલ કરે છે કે “હિંદુઓનું વૈદ્યક કદાચ એ લોકોની ઉત્તમોત્તમ સિદ્ધિઓને નહિ પહોંચતું હોય, પણુ એ શિખરની નજીક તો પહેચે જ છે. અને જ્ઞાનની સમૃદ્ધિ, તર્કની તલસ્પર્શિતા અને વ્યવસ્થિત વિચારણને લીધે પ્રાય વિદ્યમાં અગ્રસ્થાન લે છે.”૧
૧. “The medicine of the Indians, if it does not equal' tbe best achivements of their race,' at least nearly approaches them, and owing to its wealth of knowledge, depth of speculation and systematic considora