________________
પ્રવેશક
રાખી શકાય. પણ શારીર (Anatomy and Physiology) દ્રવ્યગુણશાસ્ત્ર (Materia Medica, Pharmacy), કાયચિકિત્સા, રોગવિજ્ઞાન (Pathology), શલ્ય અને શાલાક્ય તંત્ર ( Surgery ), ad' (Midwifery & Gynaecology ), 3724174 ( Paediatrics !, 24=15, ((Toxicology ), પશ્વાયુર્વેદ (Veterinary Science) વગેરે અનેક વિષયોનું થોડું ઘણું જ્ઞાન પ્રાચીન વૈદ્યોને હતું એમ આયુર્વેદિક સાહિત્ય જતાં જણાય છે. આ ભૌતિકશાસ્ત્રોનું પ્રાચીન સ્વરૂપ આજના પાશ્ચાત્ય ધોરણથી માપવું ન જોઈએ. એ જમાનામાં બીજા દેશોએ આ વિષયોમાં કેટલી નિપુણતા મેળવી હતી એ ધ્યાનમાં રાખતાં અને એ વખતની સાધનસંપત્તિ જેમાં પ્રાચીન આર્યોએ કેટલી વૈજ્ઞાનિક ગ્રહણશક્તિ (Scientific insight) કેળવી હતી એ જ જેવાનું છે. આપણાં દુર્ભાગ્યે પાછળથી વૈજ્ઞાનિક શોધખોળની બુદ્ધિ આપણા પૂર્વજેમાં ઓછી થઈ ગઈ અને પંડિત વૈદ્યોએ જૂના ગ્રન્થોના અધ્યયનમાં જ સંતોષ માનવા માંડ્યો એટલે ઉપર કહેલાં આયુર્વેદાંગભૂત શાસ્ત્રોને વિશેષ વિકાસ થયે નહિ; પણ વૈદ્યકને લગતા દરેક વિષયમાં બે હજાર વર્ષ પૂર્વે આયુર્વેદના આચાર્યો કેવા ઉત્સાહથી શોધખોળ કરતા હતા, એમનું અવલોકન કેટલું વિશાળ તથા સૂક્ષ્મ હતું, અને અવલોકનને પરિણામે તેઓ કેવા પ્રમાણપુર:સર સચોટ સિદ્ધાંતે બાંધતા, એ સમજવા માટે પ્રાચીન આયુર્વેદિક ગ્રન્થ ઉત્તમ સાધન છે.
પ્રાચીન ભારતીય આર્યોની બુદ્ધિની ઉન્નતિ અને અવનતિને ક્રમ આયુર્વેદના ઈતિહાસમાં અતિ સ્પષ્ટ દેખાય છે. કેટલાક ઈતિહાસ પર્યેષકેના મત પ્રમાણે વૈદ્યકવિદ્યાની ઉન્નતિ–અવનતિ ઉપરથી અને એ વિદ્યાની પ્રજામાં થતી કદર ઉપરથી તે તે પ્રજાની સભ્યતાનું માપ નીકળે છે. આ ધારણ યથાર્થ છે કે ન હે, પણ