________________
આયુર્વેદને ઈતિહાસ આ દેશના ઈતિહાસમાં તે વૈદ્યકવિદ્યાની ઉન્નતિ સાથે આપણી સભ્યતાની, અનેક વિદ્યાઓની તથા કળાઓની પણ ઉન્નતિ થતી દેખાય છે, અને એની અવનતિ સાથે અવનતિ થતી દેખાય છે. ખરી રીતે સર્વ ઉન્નતિનું મૂળ પ્રજાની જીવનશક્તિ છે; અને એ શક્તિના વૃદ્ધિહૂાસની વૈદ્યકવિદ્યા સારી નિદર્શક છે એટલી વાત નિર્વિવાદ લાગે છે.
“સંસ્કૃત સાહિત્યના ઈતિહાસ'ના લેખક તરીકે પ્રસિદ્ધ એ. એ. મેકડોનલનાં નીચેનાં વચન ઉપરથી પાશ્ચાત્ય સંસ્કૃતિની વૃત્તિ સ્પષ્ટ દેખાશેઃ * “પ્રાચીન હિંદીઓના વૈદ્યગ્રંથેની ખરી કીમત વિશે જે તોએ એ પુસ્તકે તપાસ્યાં છે તેમને અભિપ્રાય ઊંચે નથી. હિંદુઓની બુદ્ધિએ આ દિશામાં કોઈ મહાન કર્યું હોય એ સંભવિત નથી, કારણ કે તેણે ભૌતિક વિજ્ઞાન વિશે કદી પણ વલણ બતાવ્યું નથી. શસ્ત્રવિદ્યામાં કાંઈ પણ કીમતી કામ કર્યાને દાવ હિંદ રાખી શકે તો તે કૃત્રિમ નાક બનાવવાનું છે. ”
આ વચનેની પ્રેરક વૃત્તિ સ્પષ્ટ છે. એને વિવેચનની અપેક્ષા નથી. છેલ્લી વાત કબૂલ કર્યા વગર છૂટકો નહોતો, કારણ કે યુરોપીય શસ્ત્રચિકિત્સકે કાપેલાં નાકમાન સાજા કરવાની શસ્ત્રક્રિયા
. ?. ‘With regard to the intransic value of the works of the old Jodian writers on medicine, the opinion of competent judges wbo bave bitherto examined tbem is not favourable. Nor is it likely that the Indian mind, since it never showed any aptitude for natural science, should bave accomplisbed anything great in this direc: tion. Probably oply valuable contribution to surgery to which India cap lay claim is the art of forming artificial noses.'
- Imperial Gazetteer of India, Vol. II, p. 266