________________
૪ ]
આયુર્વેદના ઇતિહાસ
પેાતાની આસપાસના જગતમાં શું ચાલે છે એનું સૂક્ષ્મ અવલેાકન કરતા અને પેાતાનાં અવલાકનાનાં ફ્ળાને, સાહિત્યારા, ઉપદેશદ્વારા તથા વ્યવહારમાં સાક્ષાત્ ઉપયેાગદ્વારા જગતને લાભ આપવા આ દેશમાં સર્વાંત્ર ઘૂમતા ઉત્સાહી આર્યાંનું ચિત્ર ખડું થાય છે.
વર્તમાનકાળમાં પ્રયાગપદ્ધતિથી તથા સૂક્ષ્મદર્શોકયંત્ર, દૂરદકય ત્ર વગેરે ઉપકરણાની મદદથી જે અનેક વિજ્ઞાનશાસ્ત્રોના અપૂર્વ વિકાસ થયા છે તેના તેા પ્રાચીનકાળમાં સંભવ જ નથી. પણ નરી આંખે કરેલાં સૂક્ષ્મ અને વિશાળ અવલોકના તથા એ ઉપરથી તીક્ષ્ણ મ`ગ્રાહી બુદ્ધિ વડે પ્રાપ્ત કરેલા અનેક તલસ્પશી સિદ્ધાન્તા આયુર્વેદિક સાહિત્યમાં સ્થળે સ્થળે ચતુર જોનારને દેખાય છે.
કોઈ પણ દેશના પ્રાચીન કાળનાં મુખ્ય વિજ્ઞાનશાસ્ત્રો છે : (૧) વૈદુ (Science of Medicine) અને (ર) જ્યાતિષ. આ ખે મુખ્ય શાસ્ત્રોમાં કેટલાંક અવાંતર શાસ્ત્રોને સમાવેશ થઈ જાય છે. મૂળજ્યાતિષને બાજુએ રાખીએ, એમાં કાંઈ તથ્યાંશ છે કે નહિ એ પ્રશ્નને અનિશ્ચિત માનીએ, પશુ ખગાળ અને ગણિત વિષયમાં આ દેશના પ્રાચીન આર્યાએ જે જ્ઞાન મેળવેલું તે જ્યાતિઃશાસ્ત્રના પ્રથામાં જળવાઈ રહ્યું છે. ૧
આયુર્વેČમાં પણ એકથી વધારે વિજ્ઞાનેાને સમાવેશ થાય છે. અત્યારે પાશ્ચાત્ય વૈદ્યશાસ્ત્રમાં પારંગત થવા માટે જેટલાં શાસ્ત્રોનું જ્ઞાન આવશ્યક ગણાય છે, તેટલાની જૂના વખતમાં આશા ન
૧, ન્યાતિ શાસ્ર આ દેશમાં કેટલું ખેડાયું હતું તે જાણવા માટે જુઓ શ્રી, રા, ખા. દીક્ષિતે રચેલ ‘ભારતીય યૈાતિઃશાસ્ર ’ (મરાઠી), તેમ જ ન્યાતિ શાસ્ત્રના ગ્રંથેામાં કેવું ઊંચી કક્ષાનું ગણિત છે તે જોવા માટે જીએ આ વિદ્યા વ્યાખ્યાનમાળા ’-(પુરાતત્ત્વમંદિર ગ્રન્થાવલી)માં અ. શ્રી. સ્વામીનારાયણનું વ્યાખ્યાન.
"