________________ બુદ્ધિ એની પરમ હદે પહોંચી જાય, શબ્દો વર્ણવતાં વર્ણવતાં થાકી જાય અને તે છતાં ય એ સાતિશય રૂ૫ અનિરીક્ષ્ય, અચિત્ય અને અવર્ણનીય જ રહી જાય ! એનો અર્થ એ પણ નથી કે શબ્દો દ્વારા તે એકાંતે અવાચ્ય જ છે. શ્રી ગણધર ભગવંતાદિના શબ્દો સામર્થ્યવાળા છે. તેઓએ તે શબ્દોમાં રૂપને જ કરી લીધું છે. તે શબ્દોમાં તે જ તે રૂપને પામી શકે કે જેની પાસે સમ્યગ્દર્શન હોય. આજે પણ આપણી પાસે પૂર્વાચાર્યોના જે શબ્દો છે, તે તે રૂપને સમજવા માટે પર્યાપ્ત છે. માત્ર જોઈએ સાચી શોધ. કોઈ જો એમ કહે કે પૂર્વાચાર્યોના શબ્દોના આલંબન વિના જ હું તે રૂપને શોધીશ, તો હું તેને કહીશ કે “મહાનુભાવ ! એ મૃગજલ છે, તારો બધો શ્રમ વ્યર્થ જશે !' માટે હે ભવ્ય જીવો ! પૂર્વાચાર્યોના શબ્દોની કદર કરો. વિજયાદશમી (સં. ૨૦૨૭)ના સવારમાં ચાર વાગે સ્વપ્ન આવ્યું તેમાં મેં મારી સામે ત્રણ અમૃતના મોટા મોટા નીલ રત્નમય કુંભ જોયા. મારા હાથમાં સોનાની કલમ હતી અને સુંદર કાગળ ઉપર હું શ્રી તીર્થકર ભગવંતની વિશેષતાઓ લખી રહ્યો હતો. ઊંઘ ઊડી ગઈ, આનંદનો અને પ્રમોદભવનો પાર ન હતો. મેં સ્વપ્નની વાત સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રી લક્ષ્મણસૂરીશ્વરજી મ. સા. પાસે રજૂ કરી. તેઓ પ્રસન્ન થયા. મેં કહ્યું, “આજથી ભગવંત અંગે યથાશક્તિ લખવાની શરૂઆત કરવી છે, આપ શુભ આશીર્વાદ આપો.' તેઓના શુભાશિષ અને વાસક્ષેપ સાથે મેં લેખનની શરૂઆત કરી. તે દિવસે અઠ્ઠમનો તપ કરવાનો વિચાર હતો પણ સ્વ. પૂ. આચાર્યદેવે કહ્યું, “આયંબિલ કરો,' એટલે શુદ્ધ આયંબિલ કર્યું. સર્વ પ્રથમ ચોત્રીશ અતિશયો અને આઠ પ્રતિહાર્યોનું વર્ણન લખવાની શરૂઆત કરી. ઉલ્લાસ અપૂર્વ હતો. શ્રી વીતરાગસ્તવનું ભાવવાહી પારાયણ ચાલુ હતું. સ્વ. પૂ. આચાર્ય દેવની કૃપા હતી અને શ્રી તીર્થકર ભગવંત હૃદયમાં વસી રહ્યા હતા, તેથી ક્રમે ક્રમે બધી અનુકૂળ સામગ્રી ગોઠવાતી ગઈ. આ લખાણ માટેના કાગળો, પેન, ફાઈલો વગેરે બધું જ અલગ રાખેલ અને જ્યારે કોઈ પણ જાતનો સૂક્ષ્મ પણ કાપાયિક ભાવ આત્મામાં દેખાય, ત્યારે આ લખાણ કર્યું નથી, પણ જ્યારે સંપૂર્ણ ભક્તિ હૃદયમાં હોય, ત્યારે જ આ લખ્યું છે. જેમ જેમ અતિશયોનું વર્ણન લખાતું ગયું તેમ તેમ રહસ્ય પણ સ્પષ્ટ થતું ગયું. આ પુસ્તકમાં જે ગ્રંથોના નામનિર્દેશ કરેલ છે, તે સિવાયના કેટલા ગ્રંથોમાં આ વિષયનું વર્ણન મળે છે, પણ તે વર્ણન, આ પુસ્તકમાંના વર્ણનને મળતું હોવાથી, અહીં લીધેલ નથી, બીજું કારણ એ પણ છે કે પુસ્તકનું કદ બહુ મોટું થઈ જાય. આ બધું લખાણ સંપૂર્ણ શાસ્ત્રીય છે. તેમાં કોઈ પણ સ્વકલ્પના નથી. પૂર્વાચાર્યોનું જ બધું છે. એમાં મારું પોતાનું કશું જ નથી. છતાં છબસ્થતાદિ દોષોના કારણે મારાથી કાંઈ પણ અનુચિત લખાઈ ગયું હોય તો તે અંગે ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડે. - મુનિ તવાનંદવિજય અરિહંતના અતિશયો