________________ પ્રકારનો ઉદય કરાવે છે. પરંતુ તેવા પ્રકારના કર્મોની ક્ષીણતા થયા પછી જ આત્મામાં સત્ય સમજાય છે. જેન બીજાઓ કેવળ કલ્પના કહે છે, તે જ પ્રસંગોમાં (જન્માભિષેક આદિ પ્રસંગોમાં) શ્રી તીર્થકર ભગવંતનું પરમ દિવ્ય રહસ્ય રહેલું છે, જે ભક્તિ વિના કદાપિ આત્મામાં પ્રકાશિત થતું નથી. ભગવંતની એક એક બાબત, ભગવંતનું એક એક વર્ણન, ભગવંતના વિષયમાં કવિઓએ કરેલી એક એક ઉ—ક્ષા કે ઉપમા વગેરે બધું જ અત્યંત સાર્થક છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે જિનભક્તિથી પરિકર્મિત બુદ્ધિની જરૂર છે. જિનભક્તિના અંતરંગ અને બહિરંગ સ્પર્શ વિના દેવતત્ત્વને જાણવાનો પ્રયત્ન તે કેવળ નિરર્થક પરિશ્રમ છે. શ્રી જિનેશ્વર ભગવંતો, વીતરાગ અને સર્વજ્ઞ હોવાથી અને પૂર્વાચાર્યો, ભગવંત પ્રત્યે સર્વથા સમર્પિત હોવાથી અસત્ય વચનનો કોઈપણ પ્રસંગ જ ઉપસ્થિત થતો નથી. સંપૂર્ણ સત્ય વાણી વડે જીવમાત્રનું હિત કરનારા ભગવાન, જે અતિશયો નથી તેને શા માટે વર્ણવે ? ભગવંતનું પ્રત્યેક નિરૂપણ સંપૂર્ણ યથાર્થ છે, વાસ્તવિક છે અને પરમાતિપરમ સત્ય છે. તેમાં શ્રદ્ધા મૂકવી તે જ સ્વાર કલ્યાણનો સાચો માર્ગ છે. જો કે આ વિષયમાં ઘણું ઘણું કહેવાની અંત:પ્રેરણા થઈ રહી છે, પણ આ વિષયનો વિસ્તાર કરવા અહીં ઉચિત નથી. અતિશયો અને પ્રાતિહાયના વિશેષ સ્વરૂપને સમજવા માટે શ્રી સમવાયાંગ સૂત્ર, મહાનિશીથ સૂત્ર, વીતરાગ સ્તવ, અભિધાન ચિંતામણિ, લોકપ્રકાશ વગેરે ગ્રંથોમાં આવતું પ્રસ્તુત વિષયના સ્વરૂપનું મનન મેં ચાલુ રાખ્યું, પ્રયત્ન કરતાં કરતાં આ વિષયનું કાંઈક રહસ્ય સમજાતું ગયું. નીચેની ગાથાનું મનન ઉપયોગી થયું : चउतीसअइसयजुआ, अठुमहापाडिहेरकयसोहा / तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तेणं / / - તિજયપહત્ત સ્તોત્ર, ગા. 10 - ચોત્રીશ અતિશયોથી સહિત, આઠ મહાપ્રાતિહાર્યોથી શોભતા અને નિર્મોહ શ્રી તીર્થકર ભગવંતોનું ધ્યાન પ્રયત્ન પૂર્વક કરવું જોઈએ. આ ગાથામાં સંપૂર્ણ ધ્યાન પ્રક્રિયા છે. ધ્યાન માટે શ્રી તીર્થંકરની આટલી વસ્તુઓ પરમ ઉપયોગી છે : (1) 34 અતિશયો, (2) 8 પ્રાતિહાર્યો અને (3) મોહરહિતતા. આ ગાથામાં રૂપસ્થ ધ્યાનનું સ્વરૂપ સ્પષ્ટ છે. બીજા પણ અનેક શાસ્ત્રોમાં રૂપસ્થ વિશેષ સાધના દ્વારા સમજાયું કે ચૌદ પૂર્વના સાર શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ અરિહંતના અતિશયો