________________
" અનાદિની રખડપટ્ટી કોઈ કારણ જન્ય છે કે સ્વતઃસિદ્ધ છે એ માખત વિચાર કરવાની આવશ્યકતા જણાવી દેવળ પ્રત્યક્ષ પ્રમાણનેજ માનનાર ચાર્વાક દર્શન અને રહ્યં ગા, ગળમિથ્ય” કહેનારા વેદંતીઓના સિદ્ધાતમાં જણાતા દાષા તરફ આપણુ' લક્ષ્ય ખેં'ચી, સત્, સત્ અને અસારની વ્યાખ્યા સમજાવી સંસારમાં આપણી રખડપટ્ટીનું મૂળ કારણ કર્મોપાર્જન છે, અને કર્મોના નાશમાં રખડપટ્ટીના નાશ છે એ બહુ સુંદર રીતે પ્રતિપાદન કર્યું છે. રખડપટ્ટીનું કારણ જાણવા છતાં પણ તે કારણ દૂર કરવા આપણે આચરણુ કેમ કરી શકતા નથી તેના કારણેા જણાવતાં (૧) આપણેા સંસાર વ્યવહાર, (૨) આપણી સ્વાર્થવૃત્તિ, (૩) વાસ્તવિક સ્વતંત્રતા તરફ આપણી બેદરકારી અને (૪) આપણા નાકર સદેશ આપણાં શરીરની વધુ પડતી સંભાળ લેવા કરવાની, પાંચેન્દ્રિચેના વિષયમાં રાચી માચી રહેવાની, આત્માના ધર સમાન શરીરમાં લુચ્ચા અને ભાડુ' આપ્યા સિવાય ઉલટી ચારી કરીને ઘરધણીને પાયમાલ કરનારા ક્રેાધમાન-માયા-લાભ-રાગદ્વેષ-વિષચારભ જેવા ભાડુતાને આપણી પેાતાની ખાનદાનીની મહત્તા તરફ નજર ન કરતાં ઘરમાં ભાડે રાખવાની આપણી કુટેવા અને (૫) આપણી અનેક ભૂલા આપણા લક્ષ્યમાં લાવવામાં આવે અને તે આપણને સમજાય છતાં પણ તેને વળગી રહેવાની આપણી કદાગ્રહવૃત્તિ વિગેરેનું અસરકારક શબ્દોમાં દિગ્દર્શન કરાવ્યું છે, અને આપણા આત્માના વિજય થાય તેવા માર્ગ મતાન્યેા છે. તેની સાથે આપણા સંતાનેામાં ધાર્મિકવૃત્તિ ખીલવવા અને તેમના આત્માનું પાષણ કરવા પ્રયાસ કરવાની આવશ્યકતા વિષે સુંદર ઉપદેશ આપી, જે આત્માના વિજય વાતા હા તા “દ્વિચાના વિજયમાં આત્માના પરાય છે અને ક્રિયાના પરાજ્યમાં આત્માના વિજય છે” એ સૂત્રને આપણું જીવનસૂત્ર મનાવવા, અનાદિકાળથી જીવને પાપાચરણ અને ક્ષણિક સુખ માણવાની જે ટેવ પડી છે તે અટકાવવા, અને શ્રીજીનેશ્વર ભગવાને બહુજ ઉત્તમમાર્ગ બતાવ્યા છે તે માર્ગના ઉપર ચાલવા મજબૂત ભલામણુ કરેલી છે.
૮ આગળના વ્યાખ્યાનામાં જીવ અનાદિ, કર્મ અનાદિ, અને ત્રુને કર્મના સંચાગ પણ અાદિ એ ત્રિપદીને જેનપણાની સાચી ગળથુથી જણાવી બાળકને ન્હાનપણમાંજ એ ત્રિપદીની માન્યતા કરાવવાની જરૂરીઆત દર્શાવવામાં આવી છે. એજ વિષય ઉપર આઠમાં વ્યાખ્યાનમાં વિશેષ વિવેચન કરવામાં આવેલું છે. આ સંસ્કાર બાળપણથીજ પાડવામાં આવે તે તેનું પરિણામ ભવિષ્યમાં એટલું સરસ આવે કે જૈનપણાની અસર ગમે તેવી કફોડી પરિસ્થિતિ વચ્ચે પણ કાયમ રહેવાની; કેટલાકા શંકા ઉઠાવી જણાવે છે કે આાળકને જીવ શું, કમઁ શું, અનાદિ શું એ ખામતની સમજણ હાતી નથી, તે આ ‘અનાદિમય’ ખરાબર સમજ્યા વગર ગાખી નાંખવાથી શું ય ? આ શંકાનું સમાધાન કરવા જણાવવામાં આવ્યું છે કે સંસાર વ્યવહારમાં આપણે જ્ઞાન વગર ાિના ઇન્કાર કરતા નથી અને સમજ્યા વગર અનેક કાર્યો કરીએ છીએ અને તેનું સારૂ માઠું ફળ પ્રાપ્ત કરીએ છીએ, તેા ધાર્મિક બાબતમાં તે નિયમ લાગુ કેમ ન પડાય ? એકલું જ્ઞાન ક્રિયા વગર ફળ આપતું નથી, પણ એકલી ક્યા તા કુળવંતી થતી આપણે અનુભવીએ છીએ. ખરી વાત તા ધ્યાનમાં રાખવાની એ છે કે એક બીજાની ક્રિયાના ફાયદો એક બીજાને મળી શક્તા નથી, પરંતુ એક ખીજાના જ્ઞાનના દૃાયદો એક બીજને એક યા બીજી રીતે મળી શકે છે, અને આપણે જ્યારે તીર્થંકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com