________________
શારીમ વાતોથી પુરેપુરી રીતે માહીત થાએ નહિં અને જૈન દર્શનથી ઉલટી માન્યતાને ખરા સ્વરૂપમાં સમજવાની શક્તિ પ્રાપ્ત કરે નહિ ત્યાંસુધી એ વિષ કાનમાં ન પડે તેની સંભાળ રાખવી. છેવટમાં ભારપૂર્વક ઉપદેશ્ય છે કે ઉપર જણાવેલી ત્રિપદી જેનપણાનું પ્રથમ પગથીયું છે, અને “જૈનત્વને પહેલે પગથીએ ચલ્યા, આત્મા અને કર્મને અનાદિના માન્યા અને કર્મ સંગથી આત્મા ભવપરંપરામાં રખડે છે એમ માન્યું, તો હવે છેલ્લી વાત એ છે કે એ રખડપટ્ટી મટાડવાને માટે તમારે કાંઈ ઉપાય શોધવો જ રહ્યો અને તે ઉપાય એજ છે કે તમારે કોઈપણ પ્રકારે ઉપર જણાવેલી ત્રિપદી હૃદયમાં દઢ કરવી અને તે પછી જે કર્મને કચરે આત્માને વળગેલે છે તે દૂર કરવાને માટે બીજું કંઈજ ન બને તો દઢ સંકલ્પ તો જરૂરજ કરવો.”
પાંચમાં વ્યાખ્યાનમાં જૈન સંઘના અંગભૂતનું સાચું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે બહુ બોધક રીતે દર્શાવ્યું છે. ગયા વ્યાખ્યાનમાં જે ત્રિપદીનું વિવેચન કર્યું છે, તે ત્રિપદી જેન બનવાને તૈયાર હોય તેણે હદયમાં ધારણ કરવી જ જોઈએ. એ ત્રિપદી જેના બાળકને આપવાના આત્મિક ખોરાકમાં ગળથુથી સમાન છે. બીજો આત્મિક રાક “વ્યાખ્યાનશ્રવણ, સામાયિક, પ્રતિક્રમણ ઈત્યાદિ” શીખંડ, લાડુ ઇત્યાદિ ક્રિલિક રાકની પેઠે મીઠો જરૂર લાગે, પણ બાળકને તો તેના શરીરનો બાંધા મજબૂત થાય તેટલા માટે ગળથુથીમાં સાકરનું પાણીજ અપાય અને બીજે ખેરાક તેને પચી શકે નહિં અને પરિણામે તેનું હિત કરવાને બદલે વિશેષ અહિત કરે, તે મુજબ એના આત્મિક વિકાસને માટે પણ ખ્યાલ રાખીને એને પચે તે આત્મિક રાક આપ જરૂરી છે. આ મુજબની શરૂઆતમાં ચેતવણી આપીને જેને માતાપિતાનું પોતાના બચ્ચાં તરફ શું કર્તવ્ય છે તે સમજાવ્યું છે, અને જે તેઓ બચ્ચાંના જડ શરીરને શણગારવા માટે પ્રયત્ન કરે છે તેમ તેમના આત્માને શણગારવા પ્રયત્ન કરે નહિ તો તેઓ જેના માતાપિતા થવાની લાયકાત ધરાવતા નથી, એટલું જ નહિ પણ એક અપેક્ષાએ પોતાનાં બચ્ચાંના વિશ્વાસઘાતી છે, એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે. આ મુજબ ફકત કથન જ કર્યું છે એમ નહિ, પણ તે કથન દલીલ પુર:સર સાબીત કરી બતાવ્યું છે. ત્યારબાદ સાચા જેન થવાને માટે જે કુળમાં જન્મ લેનારાની શીશી ફરજો છે તેનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. તેમાં ભગવાન શ્રી મહાવીર દેવે સાધુ અથવા શ્રમણ, સાધ્વી અથવા શ્રમણી, શ્રાવક અથવા શ્રમણોપાસક, શ્રાવિકા અથવા શ્રમણે પાસિકા એ પ્રમાણે ચાર યુથોને સંધ માન્યો છે તેની કેટલી મહત્તા છે, તેનું શું કર્તવ્ય છે, તેના પ્રત્યેક અંગ ભૂતાની પરસ્પર
ને એ પ્રત્યેક અંગ જ્યારે સંઘને વફાદાર રહે છે અને જ્યારે બેવફા થઈ જાય છે એ બાબતને ઉત્તમ રીતીએ ઉલ્લેખ કરી બાળકેમાં આરંભથી ધાર્મિક સંસ્કાર કેળવવાની જરૂરીઆત તરફ આપણું ધ્યાન ફરી ખેંચવામાં આવ્યું છે, અને તેમ કરવામાં ક્યા માર્ગે કામ લેવું તે વિષે પણ ઘટતી સૂચનાઓ કરી દીધી છે. ધાર્મિક કેળવણીની આવશ્યક્તાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે તેને લીધેજ પશુ કરતાં મનુષ્ય ઉત્તમ ગણી શકાય. પશુઓમાં અને મનુષ્યમાં આત્મા એકજ છે. એ આત્મા જે આત્મભાન ન મેળવે તો પછી તેની દેહ મનુષ્ય હોવા છતાં તે પશુ છે, અને જો એ આત્મા કર્મ અને જીવનું ભાન મેળવે તો તે તેજ ઘડીએ સાચા મનુષ્યત્વથી યુક્ત બને છે. છેવટે જીવના જૈન શાસકારોએ બતાવેલા સણી અને અસંસી એવા બે ભેદો તરફ આપણું ધ્યાન ખેંચી જણાવ્યું છે કે વિષયોથી ભરેલું મનુષ્યપણું એ મનુષ્યપણું નથી, પણ જાનવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com