________________
જન્મના કારણે કયાં છે અને તેથી બચવાનો માર્ગ કરે છે તે વિચારવું જોઈએ.
૪ ચેથા વ્યાખ્યાનમાં જૈનપણનું પગથીઉં કયું? તે બાબત ચર્ચવામાં આવી છે, અને એ વ્યાખ્યાનનું મથાળું “જૈનત્વનું મૂળ શું ?” એ નામનું યોગ્ય રીતે રાખવામાં આવ્યું છે “આત્માએ એવી માન્યતા ધારણ કરવી કે (૧) હું આત્મા છું, (ર) અનાદિ છું, (૩) અનાદિથી જન્મ અને કર્મ કર્યા કરું છું. આ માન્યતાને પંચસૂત્રકારે જૈન શાસનને પહેલા પાઠ જણાવે છે. એ ત્રણે વાત જૈનેએ ગળથુથીમાં લેવાની છે. આ ત્રણે વાત આપણા હૃદયમાં સચેટ રમી રહે તેટલા માટે અનેક દાખલા દલીલોથી તેનું દૃઢ સમર્થન કરેલ છે. પ્રથમ તો આત્માના અસ્તિત્વમાં જ કેટલાકને શંકા છે. જ્યારે બીજાઓ તેને કોઈ પ્રબલ સત્તાએ ઉત્પન કરેલા માને છે. તેઓની શંકાના સમાધાનમાં મનુષ્યના અનુભવ અને તે પરથી થતી કલ્પનાઓ બાબતમાં વિવેચન કરી જણાવવામાં આવ્યું છે કે “મનુષ્ય જેની કલ્પના કરી શકે છે તે વસ્તુ તેણે એક કે બીજા પ્રકારે અનુભવેલી હોવી જ જોઈએ; આપણે જીવ ક્યારે ઉત્પન્ન થયે એ આપણા ખ્યાલમાં નથી એનું કારણ એ છે કે એ સ્થિતિ આપણે અનુભવી નથી, મનુષ્ય “મારુ શરીર’ એમ કહે છે. શરીરને અનેક કાર્યોમાં પ્રવર્તાવે છે એ ઉપરથી લાગે છે કે શરીરને પ્રવર્તાવનાર કઈ વસ્તુ જુદી હોવી જોઈએ. જે વસ્તુ શરીરને ગતના વ્યવહારમાં પ્રવતવે છે તેનું જ નામ આત્મા છે” કેટલાકે એમ કહે છે કે જન્મદાતા માતાપિ- . તાના રકત વીર્યથી છવ ઉત્પન્ન થાય છે અને એનું જુદું અસ્તિત્વ નથી, તેના ઉત્તરમાં જણાવ્યું છે કે પાણી અને માટી ઝાડની ઉત્પત્તિ માટે જરૂરી વસ્તુ છે છતાં પણ મુખ્ય વસ્તુ તો બીજ છે, તેમ રકત વીર્યની સાથે એવી કઈ મુખ્ય વસ્તુ હોય છે ત્યારે ગર્ભ ઉત્પન્ન થાય છે. જેમ બીજના પગલે વૃક્ષ બનવાની ક્રિયામાં અદશ્ય થાય છે અને વૃક્ષપે પરિણામી જાય છે, તેમ શરીરમાં આત્માના પ્રદેશો એવા તો પરિણમી. જાય છે કે બીજ પ્રમાણે આપણે એ પરમાણુઓને દેખી શકતા નથી. વિશેષ દ્રષ્ટાંત એનછન અને ડાઈવરનું આપી શરીરથી આત્માનું અસ્તિત્વ જુદું છે અને તે અનાદિ છે એમ સાબીત કરી બતાવ્યું છે.
જન્મ અને કર્મના અટપટા અને ગુંચવણ ભરેલા પ્રશ્નો ઉકેલ પણ વૃક્ષ અને બીજનું દૃષ્ટાંત આપી સુંદર રીતે કરવામાં આવ્યો છે, અને એ બંનેની શ્રેણી અનાદિ છે એમ બીજી અનેક દલીલ આપી સમજાવેલું છે.
આ ત્રણ બાબતમાં અન્ય દર્શનકારોના વિચાર શું છે તે આગળ જણાવવામાં આવ્યા છે, કેટલાક જીવને સાદિ માને છે અને કેટલાકે તેને અનાદિ માને છે, કેટલાક ઇશ્વર જગતને કર્તા છે એમ કહે છે, કેટલાક કહે છે કે પાપ કરાવનાર અને તેનું ફળ આપનારે ઈશ્વર છે, કેટલાક કહે છે કે પાપ કરવામાં અને કર્મ ભોગવવામાં જીવ સ્વતંત્ર છે પણ ઈશ્વર તો માત્ર તેને સજા કરાવે છે. આ વગેરે માન્યતાઓને આ વ્યાખ્યાનમાં ઉલ્લેખ કરી તે ઉપર ખુબ અજવાળું નાંખી આ માન્યતાઓમાં કેટલી કેટલી દોષાપત્તિઓ આવી પડે છે, અને ઈશ્વરને કેટલા ખેટા સ્વરૂપમાં આપણે મુકી દઈએ છીએ તેનું પ્રત્યક્ષ ભાન કરાવવામાં આવ્યું છે, અને ઘણીજ અસરકારક રીતે સાબીત કરી બતાવ્યું છે (1) આત્મા અનાદિ છે (૨) કર્મ અને જન્મ પણ અનાદિ છે, અને (૩) આત્મા કર્મ અને જન્મની પરંપરામાં અનાદિકાળથી રખડ્યા કરે છે. આ ત્યાખ્યાન દરમ્યાન એક સુંદર સલાહ પણ આપવામાં આવી છે. કાનઠારા વિચારરૂપી જે ઝેર મનુષ્યના શરીરમાં પ્રવેશે છે તે કાઢી નાંખવાનો કેઈપણ માર્ગ જગતમાં વિજ્ઞાન શાસ્ત્રીઓને પણ નજો થી, તેથી જ્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com