Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આત્માના મૂળમાં જવું પડે છે. તેમાં જવાની રીતોને અપનાવવાની કળા જેમાં છે તે અધ્યયનનું નામ સાતમું 'મહા પરિજ્ઞા' રાખ્યું. મહાપરિજ્ઞા પામે તે જ કષાયનો નાશ કરી શકે છે તેથી આઠમા અધ્યયનનું નામ 'વિમોક્ખ = વિમોક્ષ' રાખ્યું. આ વિકારમાંથી સ્વસ્થ બની મોક્ષમાં કેમ જવાય તેના માટે તપ કેવા કરાય તેની વાતો બતાવતા ખુદ ભગવાને જ પ્રયોગ સિદ્ધ કરી પોતાની જ ચર્યા બતાવી. અહીંથી કરેલા જ્ઞાનને ક્રિયાન્વિત બનાવવા માટે ઉપધાન નામનું નવમું અધ્યયન બતાવ્યું. અહીંથી જ જ્ઞાનપૂર્વકની આરાધના સાધકની ચાલુ થાય છે. લાગે છે કે સાધકે પોતાની જ વસંતઋતુ ખીલવવી હોય તો તેઓને પાંચે ય ઋતુમાંથી પસાર થવું પડે છે. જેમ કે ગ્રીષ્મ ઋતુમાંથી જ વર્ષાઋતુ બને છે, વર્ષોમાંથી શરદ અને શરદમાંથી શિશિર અને તેમાંથી હેમંત અને ત્યાર પછી જ વસંતૠતુ બને છે. એવી રીતે જ્ઞાનબળીઓ આત્મા પૂર્ણ જ્ઞાન મેળવી, સંવેગ વૈરાગ્યપૂર્વકનો અટલ નિર્ણયવાન બની પરાક્રમપૂર્વક કર્મ ક્ષય કરવા ઝંપલાવે છે. તે કાયાને પંપાળતો નથી પરંતુ કાયક્લેશ તપ દ્વારા સમજણપૂર્વક ધ્યાન યોગી બની ઝૂઝે છે, યુદ્ધ કરે છે. ગમે તેવા કર્મના નિમિત્તે દેવ, મનુષ્ય, તિર્યંચના ઉપસર્ગ આવે તોપણ ઉપધ્યાન—આત્માનું ધ્યાન ધરતો હોવાથી તે સર્વનો સાક્ષી જ રહે છે. અનાદિકાળ થી લેપાયેલાં કર્મો તપરૂપી ગ્રીષ્મૠતુ દ્વારા પીગળી ઊઠે છે. આત્મપ્રદેશથી કર્મ જુદા પડી પ્રવાહિત થાય છે. જાણે કે શરીરમાં ગરમી થતાં પસીનો છૂટતો ન હોય ! વર્ષાઋતુની જલધારાથી ધરતી નિર્મળ બને તેમ જ્ઞાનામૃત રૂપી વર્ષાથી કર્મમળ ધોવાતાં આત્મા નિર્મળ શરદઋતુ સમાન બની જાય છે. શરદઋતુ સમાન બનેલા આત્માને શાંતિ શીતળતાનો અનુભવ થાય છે. જાણે કે શિશિર ઋતુએ વાસ કર્યો. જેમ ખેતરોમાં વાવેલા ધરતી પરનાં ધાન્ય બધાને પકાવી શીતળતાના ગુલાબી રંગે રંગી નાખે. અંકુરમાંથી થડ, શાખા, પ્રશાખા, કૂંપળો, ધાન્ય, બીજ પાકીને લાલ બની જાય તેમ સાધકના ગુણો વિકસિત થવા લાગે. સહિષ્ણુતાના સહારે સાધક ઉત્કૃષ્ટ વૈરાગ્યના રંગે રંગાઈ તેમાં રસ તરબોળ બની આગળ વધતાં આત્મ સ્વરૂપમાં લીન થઈ અને આરોગે અર્થાત્ હેમંતમાં પ્રવેશ કરે ત્યારે અશુભ આદતો વિનાશ પામી જેમ વિષ્ટામાંથી મિષ્ટાન પાકે તેમ આત્મા અશુભમાંથી નીકળી મહાવ્રતીરૂપ હેમંતમાં પ્રવેશ કરી અષ્ટ પ્રવચન માતાના ખોળામાં ખેલવા કુદવા યોગ્ય રસનાં રસાયણવાળી વસંતને પ્રગટાવે છે. અષ્ટ પ્રવચન માતાની કાળજી રાખનારો સાધક આત્માની વસંત ખીલાવી સ્વરૂપમાં વાસ કરે છે અને સદાને માટે જન્મ મરણ કરાવનારા કર્મથી છૂટકારો પામે છે. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કરાવતું આ આચારાંગ સૂત્ર છે. તો ખોલો અને સાધક બની વસંતૠતુમાં રસ તરબતર
31
Personal
"Woolnel bangjo |