Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સુવર્ણ અક્ષરમાં ગોઠવાયેલું " ઉપ્પન્નઈવા, "વિગમેઈવા", "ધુવેઈવા" રૂપ જગત નજરે પડશે. આ ત્રિપદીમાં ત્રણે ય લોકના સર્વ પદાર્થનું પૂર્ણ જ્ઞાન સમાયેલું છે. ઉપૂઈવા' પદમાં સર્વ જીવ અને અજીવની નવી નવી અવસ્થાઓ ઉત્પન્ન થતી નજરે પડે છે.
જ્યારે 'વિગમેઈવા' પદમાં દરેક પદાર્થની અવસ્થાઓનો વિનાશ થતો નજરે પડે છે અર્થાત્ જગતમાં જોવાતા દરેક પદાર્થની નૂતન અવસ્થાઓ ઉપજે છે અને પુરાતન અવસ્થાઓ વિગમ-વિલય થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. આ બંનેનો સમન્વય કરી ધુવેઈવા' પદ તે પદાર્થના મૌલિક અસ્તિત્વને દેખાડે છે કે મૌલિક રૂપમાં પદાર્થ શાશ્વત
આ રીતે આ ત્રણ પદ ત્રણે લોકના સમસ્ત પદાર્થોના સમસ્ત સ્વરૂપને સમાવીને શોભી રહ્યા છે. તેને સમજવા આગળ વધતાં આચારાંગ સૂત્ર બહુ રંગોમાં દેખાય છે. ઉપરથી જોઈ તેના અંદર પ્રવેશતાં જીવને ભાન થાય છે કે અનાદિકાળથી આ કાયાની માયા, રાગદ્વેષ, મોહના સંગાથી બનીને સંસારમાં રમી છે. તેને નિસંગ, નિશાંત બનાવવા માટે સદાચરણમાં લાવવાનો પુરુષાર્થ કરવો અને કાયાના દરેક અવયવોને પરમાંથી ખસેડી સ્વમાં લાવવા માટે, વ્યવસ્થિત બનાવવા માટે અસદ્ વાતાવરણમાંથી પાછા વળીને સમતુલામાં મુકવાનો બહુ બહુ આયામ, વ્યાયામ, વૃત્તિના સંગ્રહ સાથે વિગ્રહ કરવો પડે, યુદ્ધ ખેલવું પડે છે. ત્યાર પછી કાયાની આક્રમક આદતનો નિગ્રહ થાય છે. નિગ્રહ કરતાં કરતાં નિરંજન નિરાકાર બનાય છે.
આવું જ્ઞાન આપતું આ સિદ્ધાંત છે. તેના બે શ્રુત સ્કંધ છે. પહેલો શ્રુતસ્કંધ જાણપણા માટે જ્ઞાન પ્રગટ કરવા માટેનો છે અને બીજો શ્રુતસ્કંધ સંપૂર્ણ આચરણ માટેનો છે. બાંધેલા કર્મ કેવા ક્યારે ઉદયમાં આવે ત્યારે ઉપસર્ગ કે પરીષહને તું કોઈને નિમિત્ત બનાવ્યા વિના સ્વકૃત છે તેમ જાણતા શીખ. આ પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયન છે. બીજા શ્રુતસ્કંધના ૧૬ અધ્યયન છે. કુલ મળી ૨૫ અધ્યયન છે. પ્રથમ નવ અધ્યયનમાં પહેલા અધ્યયનનું નામ છે "શસ્ત્રપરિજ્ઞા." શસ્ત્રને તું જાણ, તારા ત્રણ યોગ સાધન બને તેના માટે ચારેય બાજુનું જ્ઞાન કર. અત્યાર સુધી યોગ શસ્ત્ર બનીને પરિનિમિત્તને પોતાનું માની દંડિત કર્યા છે તેથી પરિભ્રમણ થયું છે. પરિભ્રમણ પૂર્વાદિ દસ દિશામાં રહેલા સર્વ જીવો સાથે જડ જગતનું મમત્વ બાંધી સંધિ કરી ભમી રહ્યો છે. તે સંધિને તું જો- નીચે જો, ઉપર જો, તીરછું જો અને વિપશ્યના-અનુપ્રેક્ષા કર. તને લાગશે કે કર્મ જુદા અને જીવ પણ જુદો. ભ્રમણ કરાવનાર તત્ત્વ અલગ છે અને ભ્રમણ કરનાર હું પણ
29 | US
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt