Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સુત્રકતાંગ તથા વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ જેવા આગમોને બીજા તથા પાંચમા સ્થાને રાખીને આચારપ્રધાન શાસ્ત્રને પ્રથમ સ્થાન આપ્યું છે. તેનાથી આચાર ધર્મની મહત્તા સ્વયં પ્રગટ થાય છે. આચારાંગ સૂત્રમાં જૈન પરંપરાનો અખૂટ ખજાનો છે અને સ્વસ્થ આચારદર્શન છે.
આચાર્ય શ્રી ભદ્રબાહુના કથનાનુસાર સંપૂર્ણ અંગ સૂત્રોનો સાર આચાર છે, આચારનો સાર સમ્યક ચારિત્ર, સમ્યક ચારિત્રનો સાર નિર્વાણ અને નિર્વાણનો સાર આત્માનું અવ્યાબાધ સુખ. આ પ્રમાણે અવ્યાબાધ અનંત સુખ પ્રાપ્તિનું મૂળભૂત કારણ બને છે સમ્યક્ આચાર. સમ્યક્ આચારનું પ્રતિપાદન કરનાર પ્રથમ અંગ "આચારાંગ" છે. આ દષ્ટિથી પણ આચારાંગ સૂત્રની સ્વાધ્યાય, આત્માના અવ્યાબાધ સુખોનું આધારભૂત કારણ સિદ્ધ થાય છે.
આવુ આ 'આચારાંગ' પરમેષ્ટિ મુનિ પુંગવોના પરમ પ્રસાદે પરમ કૃપાળુ પરમ ઉપકારી ગુરુદેવશ્રી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની જન્મશતાબ્દીના શુભ નિમિત્તે પ. પૂ. તપોનિધિ ગુરુદેવની અસીમકૃપાએ તેમજ ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંત ગુરુદેવની નેશ્રાએ પૂ. વાણીભૂષણ ગિરીશ ગુસ્વર્યોના માર્ગદર્શન બળે, પૂ.ત્રિલોકમુનિવર્યના સિદ્ધાંતના શુદ્ધિકરણપૂર્વકના અવલોકન સહયોગે, ગુજરાતી ભાષામાં અનુવાદ લખવાનો અમે સતીવૃંદ અલ્પ પ્રયાસ કરી રહ્યા છીએ. વિશ્વાસ છે કે તે જ્ઞાની પુરુષના પ્રભાવયોગથી પરમાર્થ રૂપમાં દરેક સાધકવૃંદને પરિણમન થશે. ધન્ય હો કણાનિધિ અનન્ય શરણદાતા નિગ્રંથ ગુસ્વર્યોને, જેના કૃપાબળે મારા સમી પામર સાધ્વીને આજે આગમ અવગાહન કરવાનો અણમોલ અવસર પ્રાપ્ત થયો, તેથી મારી સંયમ યાત્રા કૃતાર્થ બની રહેશે.
પ્રિય સાધકવૃંદ–વાચકગણ !
તમારા કરકમળમાં કલ્યાણકારી, મંગલકારી, બીયારણમાં રહેલ આત્માનું ઉદ્ભવન કરવાના કેન્દ્રરૂપ પ્રથમ અંગ આચારાંગ સૂત્ર પ્રેષિત કરવામાં આવે છે. નયન કમળ ખોલીને "આગમ"ના ઉપરનું કવર તું ફક્ત દ્રશ્યનો દષ્ટા બની, અન્ય વિચાર કર્યા વિના, સંકલ્પ વિકલ્પના તરંગો શાંત કરી, વિલીન કરીને જોવાનું જ કાર્ય કરજે. તો પ્રથમ નજરે આભા મંડળમાં પ્રસન્ન, નિર્મળ, અવ્યયી, અચિંત્ય, તીર્થકર દેવાધિદેવનો દેદીપ્યમાન મુદ્રાયુક્ત ચહેરો દેખાશે. તેમાંથી જ દ્રવિત થતું અદ્ભુત ત્રિપદીના રૂપમાં
28 | US
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt