Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આ દેડકો વિશાળ વિશ્વના દર્શન કરે છે. એ જ રીતે અહીં જીવને કર્મરૂપી સેવાળના દળમાં શુધ્ધ ઉપયોગ રૂપી છિદ્ર થતાં ચંદ્રરૂપ શીતળ પ્રભાવી આત્માના દર્શન થાય છે ત્યારે તે દેહરૂપી પરિગ્રહની નાની દુનિયાથી બહાર નાકળી અસંખ્ય પ્રદેશી લોકાકાશને સ્પર્શી શકે તેવી જ્ઞાનાત્મક આત્મારૂપી દુનિયામાં પ્રવેશ કરી સમ્યકભાવને પ્રાપ્ત કરે છે. જેમ-જેમ આ શાસ્ત્ર વાંચતા જઈએ છીએ તેમ-તેમ તેના એક-એક શબ્દ રણભૂમિમાં લડતા યોધ્ધાને શૂરાતન ચડાવે છે. આવા શબ્દો કર્મશત્રુ સાથે લડતા આત્મારૂપી યોધ્ધાને શૂરાતન ચડાવી અરિ કહેતા દુશ્મનના સંહાર કરવાની કળા શીખવી અરિહંત બનાવે છે. આચારાંગ શાસ્ત્ર એ, સમગ્ર જૈનતત્ત્વજ્ઞાનનો પાયો છે. તેમાં જૈન સંપ્રદાયની શાખાનો ઉલ્લેખ મળતો નથી. તેમજ પરસ્પરનો કોઈ પ્રતિભાવ પણ પ્રગટ થતો નથી. સમગ્ર જૈન સમાજ નહીં માનવમાત્રને સ્પર્શી જાય તેવી અલૌકિક સિધ્ધાંતોની માળા શાસ્ત્રકારે અર્પણ કરી છે.
શ્રી લીલમબાઈ મહાસતીજીએ ગુરુપ્રાણ ફાઉન્ડેશનના નામે એક વિરાટ ઐતિહાસિક કાર્યમાં પગલા ભરવા શરૂ કર્યા છે અને સૌભાગ્યથી વિદ્વાન શિષ્યા રત્નાઓ મહાસતીજીઓએ આ કાર્યના સંપાદન કાર્ય માટે ભેખ લીધો છે. તપસમ્રાટ શ્રી રતિલાલજી મહારાજની કૃપા મેળવી ધનાધ્ય શ્રાવકોને માર્ગદર્શન આપી કરોડોના ખર્ચે આ આગમમાળા ઊભી કરી છે. અરીસા જેવા નિર્મળ સ્વચ્છ અક્ષરો અને ઉત્તમ સંપાદન દ્વારા શાસ્ત્રો પ્રકાશિત થઈ રહ્યા છે, તે સમાજનું અહોભાગ્ય છે અને ગોંડલગચ્છનું મહા ગૌરવ છે. આ વર્તમાન કાળે પ્રમાદ અવસ્થાને ખંખેરી તપશ્ચર્યાનું અવલંબન કરી ત્રિલોકમુનિ જેવા સંતનું આવશ્યક માર્ગદર્શન મેળવી જે જ્ઞાનનો રાજમાર્ગ તૈયાર કર્યો છે તે ખરેખર પરમાનંદ આપે તેવો અવસર છે.
આ સ્થળે અમે આચારાંગ શાસ્ત્રનો સંક્ષિપ્ત આમુખ લખ્યા પછી આપણા સાધનારત મહાસતીજીઓને હૃદયના આશીર્વાદ આપી તેઓ આગળના બધા આગમોનું સંપાદન સુંદર રીતે સ્વસ્થ રહી કરી શકે તેવી ભાવના પ્રગટ કરતા અપાર હર્ષ થાય છે....... આ આગમના કાર્યને શબ્દોથી ન્યાય આપી શકાય તેમ નથી. અદ્વિતીય મૌનભાવે હર્ષિત હૃદયે બિરદાવી શકાય તેવું છે. આગમરૂપી સમુદ્રમાં સ્નાન કરી ડૂબકી મારી આ રત્નાકરમાંથી રત્નો પ્રગટ કરી સમાજને અર્પણ કરવાનું ભગીરથ કાર્ય ખરેખર આપણા સંપ્રદાયની કીર્તિનો સાર્વભૌમ ધ્વજ ફરકાવશે નેનિઃશંક છે. પુનઃ ધન્યવાદ.
જયંતમુનિ પેટરબાર.
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg