Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આપવામાં આવ્યો છે. આખું વિશ્વ ભૌતિક રીતે શબ્દ, રૂપ, રસ, ગંધ રૂપી વિષયોથી આબદ્ધ રહી પરિવર્તન પામી રહ્યું છે. અર્થાત ભૌતિક જગતનો અને તેના સૂક્ષ્મ-સ્કૂલ પરિવર્તનનો આભાસ આપી સાધક મુનિવરો કે આત્મસાધક આત્માઓ ફક્ત તે પરિવર્તનના દુષ્કા બની તેનાથી દૂર રહી પોતાના સ્વભાવમાં સ્થિર થાય તેવો ‘લોકસાર ઈત્યાદિ અધ્યયનોમાં અંગૂલી નિર્દેશ કર્યો છે. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયન છે. તેમાંથી સાતમું અધ્યયન વિચ્છિન છે, તેમ શાસ્ત્રના અધ્યેતાઓ જણાવે છે. આ આઠ અધ્યયનો ઘણા-ઘણા ઊંચ કોટિના સિધ્ધાંતો અને ઉપદેશોથી ભરપૂર છે. તેમાં પણ નવમું અધ્યયન - ભગવાન મહાવીરની મૌનચર્યા ઉપર અલૌકિક પ્રકાશ નાંખે છે, તેમની ઘોર તપશ્ચર્યાનું ચિત્ર નજર સામે ઉપસ્થિત કરે છે. ભગવાન મહાવીરનું તિતિક્ષામય જીવન અને તેમનો આભાસ આ સૂત્રમાં કરવામાં આવ્યો છે. આ દિવ્ય આત્માએ જે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે અને જે જાતના પરિષહોને જીતીને કઠોર સાધના કરી છે, તે તો બેજોડ છે. આ શ્રુતસ્કંધના બધા અધ્યયનો સ્વતંત્રરૂપે ઉચ્ચારેલા ચમકતા હીરા-મોતી જેવા છે અને સાથે-સાથે સળંગ વિચાર શ્રેણી જેવો સૂત્રો પણ છે જેમાં એક વિષય ઉપર સ્પષ્ટ પ્રકાશ નાંખવામાં આવ્યો છે.
આચારાંગ સુત્રની અને ખાસ કરીને આ શ્રુતસ્કંધની ભાષા બીજા અન્ય શાસ્ત્રો કરતા થોડી નિરાળી દેખાય છે અને તેમાં પ્રાચીન ઐતિહાસિક ભાવોની સૌરભ પણ અનુભવાય છે. આ શાસ્ત્રમાં દષ્ટાંત કયા નથી પરંતુ સ્વયં સમજી શકે તેવા વાકયો છે. આચારાંગશાસ્ત્રની પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકના પ્રથમ વાક્યથી જૈન વારી:મયનો શુભારંભ થાય છે તેમાં આત્મવાદની પ્રતિષ્ઠા કરી છે. માણસ સ્વયં પોતે પોતાની જાતથી કેટલા અનભિજ્ઞ છે, તેનું સર્વ પ્રથમ દર્શન કરાવવામાં આવ્યું છે. માનો કે આ જ પેરેગ્રાફનો ભાવ શ્રીમદ્ રાજચંદ્રજીએ ‘બહુ પુણ્યકેરા પુંજથી' કવિતામાં સાક્ષાત ઉપાડી લીધો છે.
‘હું કોણ છું, કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?”
માનો આ જ વાક્યનોજ વિસ્તાર આચારાંગ સૂત્રમાં છે અને હું પૂર્વ-પશ્ચિમઉત્તર-દક્ષિણ કે કંઈ દિશા - વિદિશામાંથી આવ્યો છું તેનું જેને ભાન નથી અને પોતે પોતાના વિષે સર્વથા અજાણ છે તેવા જીવને લક્ષમાં રાખીને ઉપદેશનો આરંભ કર્યો છે. અર્થાત્ 'કોડહં હું કોણ છું? તેના ઉપર પ્રકાશ પાથરી આત્મતત્વની સ્થાપના કરવાનો
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg