Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
|
અભિગમ
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જૈન વાડમયના પ્રાચીન સાહિત્યમાં આગમ એ જૈનધર્મમાં એક પ્રકારના વેદ જેવા છે. અને તે આગમોનું ઘણા આદરપૂર્વક અક્ષરશઃ શ્રધ્ધાન કરી તે પ્રમાણે આચરણ કરવા માટે જૈન મુનિવર્યો અને સાધ્વીજીઓ પ્રયાસ કરે છે તદનકૂળ આચરણ ન કરી શકે તો, તે માટે પ્રાયશ્ચિત પણ કરે છે. આચારકાંડ એ જૈનધર્મનો પ્રાણ છે. સમગ્ર જ્ઞાનતત્ત્વને આચાર રૂપે પરિણા કરવા માટે આગ્રહપૂર્વક સચોટ ઉપદેશ આપવામાં આવ્યો છે. આ વાતને અનુમોદન આપે, તેવું જૈન આગમોનું પ્રથમ પ્રમાણ સુપ્રસિદ્ધ પ્રથમ આગમ આચારાંગસૂત્ર છે. આ શાસ્ત્રનું નામ પ્રથમ અંગ તરીકે “આચારાંગ” રાખવામાં આવ્યું છે. ઘણું જ વિલક્ષણ અને પ્રાચીન ભાવોથી ભરેલું આ શાસ્ત્ર દિવ્ય પ્રકાશ આપી જાય છે. વ્યવહારમાં કે ભારતમાં ધર્મને નામે પ્રચારિત થયેલી છે, જેના મૂળ મજબૂત થયેલા છે તેવી હિંસાઓ પ્રત્યે પ્રતિકાર કરવામાં આવ્યો છે, એક પ્રકારે અહિંસક ક્રાંતિનું બ્યુગલ બજાવ્યું છે. પદે-પદે ક્રાંતિકારી શબ્દોના ચમકારા જોવા મળે છે. આચારનો પાયો મજબૂત થાય તો જ્ઞાન-દર્શનનો વિકાસ અનુકુળ થાય છે. સવાર: શ્રષ્ટા નિર્વથા ન શોભન્ત &િ#ા ૫ | અર્થાત્ આચારહીન માણસો ગમે તેવી જ્ઞાનની વાતો કરતા હોય તે શૈભતા નથી. જેમ રૂ૫રંગવાળા કેશુડાનાફૂલ ગંધ રહિત હોવાથી મૂલ્યવાન બનતા નથી.
આ શાસ્ત્રના પ્રથમ અધ્યયનમાં જ હિંસાનો ઘોર વિરોધ કરી અબુધ માણસોને કે પરંપરાથી હિંસામાં બંધાયેલા ધર્મગુરુઓને અથવા એવા ત્યાગી વર્ગને પડકારવામાં આવ્યા છે કે જેઓ ધર્મના નામે લોહીનો વ્યાપાર કરીને દુર્ગતિ પ્રાપ્ત કરે છે. આમ તો આખું શાસ્ત્ર જ પ્રધાન રૂપે અહિંસકભાવોથી ભરેલું છે. હિંસા ન કરવી એટલું કહીને શાસ્ત્રકાર અટક્યા નથી પરંતુ જે હિંસા ચાલી રહી છે તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે અને અહિંસાનો ધ્વજ ફરકાવવા કોશિષ કરી છે, પરંતુ આ અહિંસાની બળપૂર્વક સ્થાપના કરી નથી. તેમાં અભુસાને ઉપદેશાત્મક રીતિથી સમજાવવા માટે પૂરો પ્રયાસ કર્યો છે. જો બળપૂર્વક હિંસાને રોકવામાં આવે તો એક નવી હિંસાનો જન્મ થાય, તેથી જૈન સિધ્ધાંતો આ બાબતમાં ઘણા જ સચેત છે અને બહુ સાવધાનીપૂર્વક અહિંસાના બગીચામાં પ્રવેશ કરે છે.
આ સિવાય શાસ્ત્રમાં વિશ્વ સંબંધી પણ જે કાંઈ વિજ્ઞાન છે તેનો પણ ખ્યાલ
KC 23
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg