Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
**
Jan Boucation Inte
અથાગ્ પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર જૈન તત્ત્વજ્ઞાનનો પાયો તે ‘આત્મા’ છે અર્થાત્ બ્રહ્મતત્ત્વ છે. આચારાંગ શાસ્ત્રના આરંભમાં જ તેનો ઉલ્લેખ કરીને મૂળભૂત વિષયની સ્થાપના કરી છે. ત્યારબાદ બીજા અધ્યયનોમાં તે કાળમાં પ્રવર્તમાન મતાંતરોનું પરોક્ષભાવે નિરાકરણ કર્યું છે. ખાસ કરીને હિંસાવાદને ધિકકારવામાં આવ્યો છે. જૈન પરંપરમાં ઉદ્ભવેલાં તીર્થંકર અને એવા જ મહાન જ્યોર્તિવિદ્ અરિહંતોને ધર્મમાં પ્રવેશેલી હિંસા કાંટાની જેમ ખટકી છે. આંખમાં પડેલું કણું જેમ દુઃખદાયી છે તે જ રીતે જ્ઞાનનેત્ર આપતા ધર્મમાં કે ધર્મશાસ્ત્રમાં પ્રવિષ્ટ હિંસા ઘણી જ પીડાદાયક છે. આચારાંગ શાસ્ત્ર આ પીડાની સ્પષ્ટ અભિવ્યક્તિ કરે છે.
આ જ રીતે નવમા ‘ઉપધાન શ્રુત’અધ્યયનમાં પ્રભુની ચર્યાના વિવરણમાં એકાંત વિહારી વીર પરમાત્મા ક્યાં ક્યાં બેસતાં, ઊભા રહેતાં કે ધ્યાન કરતાં હતાં તેનો ઉલ્લેખ વાંચીને આંખમાંથી ભક્તિના અશ્રુ વહેવા માંડે છે. પરમાત્મા ક્યારેક સ્મશાન ઘાટમાં, ક્યારેક સૂના ઘરોમાં, ક્યારેક ઘાસના ઝૂંપડા નીચે અથવા વૃક્ષની નીચે ઊભા રહીને કાઉસ્સગ કરી આત્મનિષ્ઠ થઈ જતાં. તેઓ એકાંતમાં ઊભા રહીને ‘અન્નતથં ચિંતફ' અધ્યાત્મમાં પ્રવેશ કરી જતાં. વાસનાના મૂળ ક્યાં છે? કર્મ બંધન કેવી રીતે થાય છે ? તેનું આંતર નિરિક્ષણ કરીને આવા વિભાવોથી પર થઈ શુધ્ધ સ્વભાવમાં પ્રવેશ કરી સાધનાના અંતે અરિહંત બની તીર્થંકર પદ પામી ગયા.
નવમું ઉપધાનશ્રુત અધ્યયન, તે આ શ્રુતસ્કંધનો સુવર્ણકળશ છે. કોઈ પ્રકારનો આડંબર કે અતિશયોકિત વિના પ્રભુના નિર્મળ ત્યાગને જ તેમાં સ્પર્શ છે. ૭૦ ગાથામાં ફક્ત તેમના ત્યાગની ચર્યાનું વર્ણન છે. સમી સાંજના હેમંતૠતુમાં ઘરેથી ચાલી નીકળ્યા. આ રીતે આરંભ કરીને તેમની શ્રમણવૃત્તિને દિપ્યમાન કરી છે. જે લોકો આ અધ્યયન ધ્યાનથી વાંચશે તેને નિગ્રંથ મુનિઓના કઠોર ત્યાગમય જીવનની ઝાંખી થાય છે.
આવા ઘણા ભાવો આમુખમાં આલેખવા માટે મન લલચાય પરંતુ આપણા વિદ્વાન સાધ્વીજી મહારાજોએ ભાષાંતર કરીને ઘણા ભાવો સ્પષ્ટ કર્યા છે જેથી એ પ્રસંગોને ફરીથી ન આલેખતા તેમની ભવ્યતા વિષે જ બે શબ્દો કહ્યા છે. સમ્યગ્દર્શન વિષે જે સચોટ ઉદાહરણ મૂક્યું છે. સેવાળના ઘર નીચે રહેતો દેડકો ક્યારેક તે ઘરમાં છિદ્ર થતાં ઉપર આકાશમાં ચંદ્રના દર્શન કરી નવાઈ પામે છે અને કૂવામાં જ પોતાની દુનિયા સમજી બેઠેલો
25
For Private & Personal Use Only
wwwww.jainelibramborg