________________
-
N :
૩. મેરઠનો સૂબા આંબડ
જૂનાગઢની સમીપ આવેલ ગિરનાર પહાડ ચઢાવમાં અતિ કઠિણ હતો. એ ઉપર માત્ર જેનેના જ પવિત્ર મંદિરો આવ્યા છે એટલું જ નહીં પણ વૈદિક સંસ્કૃતિ મુજબ પણ એ પવિત્ર હેઈ, હિંદુ ધર્મના મંદિરે પણ છે જ. શહેરથી પહાડના માર્ગે જતાં જ વચમાં જેની પાછળ ઐતિહાસિક શૃંખલાઓ જોડાયેલી છે એવા કેટલાક સ્થાને આવેલાં છે એમાં અશોક નૃપનો શિલાલેખ અને દામોદરકુંડ મુખ્ય છે. આ રીતે વિચારીએ તે ભારતવર્ષની ત્રણે પ્રાચીન સંસ્કૃતિઓ-જેન, હિંદુ અને જૈદ્ધને અહીં આકસ્મિક મેળ સધાયા છે. પહાડ ભિન્ન ભિન્ન પ્રાસાદ અને એમાં શિલ્પકળાના જે આલેખને કરાયેલા છે એથી રમણિય અને આકર્ષણરૂપ તે છે જ. એ સાથે વિવિધ વનસ્પતિની શોભા અને જડીબુટ્ટીના આકરરૂપ હોવાથી સવિશેષ ખ્યાતિ પામેલ છે.
જૈન ધર્મના ચાલુ અવસર્પિણું કાળના ચાવીશ તીર્થકરોની કલ્યાણક ભૂમિઓ અથોત જન્મ, દીક્ષા અને નિર્વાણ સ્થાને પૂર્વ પ્રદેશમાં આવેલાં છે. આ એક જ ગિરનાર પર્વત ભાગ્યવંત છે કે જ્યાં બાળબ્રહ્મચારી બાવીસમા તીર્થપતિ શ્રી અરિષ્ટનેમિ ઊર્ફ નેમિનાથ ભગવંતના પાંચ કલ્યાણકમાંના દીક્ષા, કેવળ અને મોક્ષગમનરૂપ પાછળના ત્રણ કલ્યાણક થયા છે. પોતાના આંગણે વધુ નહીં એક તીર્થકરનું આ પ્રકારનું મહાસ્ય પ્રગટ થયું એવા સુપ્રસંગથી ગૂર્જરભૂમિ આજે પુન્યવંતી ગણાય છે.