________________
[ ૮૦ ]
ઐતિહાસિક પૂર્વજોની તથા પ્રજાને પ્રેમ સંપાદન કરે એ કપરું કામ ગણાય છે. એ સર્વ તબક્કા મંત્રીશ્વરે પોતાની કાર્યદક્ષતાથી પસાર કરી દીધા.
દરમીઆન તેમને બાડમેરમાં જવું પડયું. વિ. સં. ૧૬૮૪ આસપાસની સ્થિતિ બગડી ગઈ હતી. બાગી સરદારે ભરણું મોકલવામાં દાદ દેતાં નહતા. રાજ્યની લગામ હાથમાં લઈ સૌપ્રથમ કાર્ય જયમલજીએ એ સરદારને દબાવવાનું કર્યું. પિકરણ, રાઉદડા અને મેવાસાના નાયકે પાસેથી દંડ વસુલ કર્યો અને વર્ષો જૂની દાણુ ઉઘરાવી લીધી,
વિ. સંવત ૧૬૮૬માં જયમલજીની આ કાબેલીયત જોઈને. રાજ્ય પ્રત્યેની એકધારી વફાદારી અને અજોડ પ્રમાણિકતા નીરખીને મહારાજા ગજસિંહજીએ તેમને પિતાના દિવાનપદે નિયુક્ત કર્યા. આ મહત્વને અધિકાર તેઓશ્રીએ જીવનના અંત સુધી ગૌરવભરી રીતે સાચવ્યા.
વિક્રમ સંવત ૧૬૮૭ માં મારવાડ અને ગુજરાતમાં અતિ ભયંકર દુકાળ પડ્યો. અન્નને અભાવે માનવગણ અતિ વિષમ દશામાં આવી પડ્યો. એ વેળા મંત્રીશ્વર જયમલજીએ પરોપકાર વૃત્તિથી અનાજ દૂર દૂરથી મંગાવી આમજન સમૂહને પહોંચાડવાને પ્રબંધ કર્યો અને કપરી દશામાં આવી પડેલ ભાઈબહેનોને એક વર્ષ પર્યત મફત અન્ન-પાણી તેમજ વસ્ત્રો પૂરા પાડ્યાં.
તપાગચ્છની સમાચાર આચરનાર આ મહામાત્યે જેમ રાજ્ય ધર્મમાં શૌર્યતાના દર્શન કરાવ્યા, દાનશીલતાથી જનસમૂહમાં અગ્રણું પદ પ્રાપ્ત કર્યું તેમ ઉદાર વૃત્તિના જોરે ધાર્મિક કાર્યોમાં પણ લક્ષ્મીને વ્યય કરવામાં જરા પણ કચાશ નથી રાખી. “કીર્તિકેરા કોટડા પાડ્યા નહીં રે પડત” એ ઉક્તિ અનુસાર જાલૌર, સાંચૌર, નાડેલ, શત્રુંજય અને જોધપુર આદિ