Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 106
________________ ગૌરવગાથા [૧૦૧ ] મહિમા ફેલાવ્યું અને સાથોસાથ કળમોબાત પણ કર્યા. કર્મવશાત જેઓ તંગદશામાં આવી પડ્યા હતા તેમને ગુપ્ત રીતે સહાય પહોંચાડવામાં પાછી પાની નથી કરી. ટૂંકમાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે-અછાવતવંશની ચડતી એ આસપાસના માણસ માટે કે સાથે રહેલાં પડોશીઓ માટે કિવા સમાજના સ્વામીભાઈઓ સારુ મહાન આશીર્વાદ સમાન નિવડી. બછાવત વંશને અંતિમ પરાક્રમી પુરુષ કરમચંદ એ રાવ કલ્યાણસિંગજીના મંત્રી સંગ્રામનો પુત્ર થાય. જ્યારે (ઈ. સ. ૧૫૭૩ માં ) રાયસિંગ ગાદીએ આવ્યું ત્યારે એણે કરમચંદને પિતાનો દીવાન નીપે. કરમચંદમાં જેવી કાર્યદક્ષતા હતી તેવી જ દીર્ધદર્શિતા અને વિશાળ અનુભવ પણ હતાં. દેખાવમાં તે એટલે બધો સુંદર કે સામાન ઉપર છાપ પાડે તે નહોતો લાગતો. કુદરતે શારીરિક સૌન્દર્ય અર્પવામાં સાચે જ ઊણપ દાખવી હતી, પણ એને બદલે તે જે માનસિક શક્તિ ધરાવતો હતો તેમાં બરાબર વળી જતું હતું. મજબૂત મનના આ માનવીમાં રાજ્ય ચલાવવામાં જોઈતાં ડહાપણ અને બુદ્ધિભવ ભારોભાર ભર્યા હતાં. એ માટે કહેવાતું કે જે એ Prudent Statesman sal aai a Wise Administrator પણ હતા. રાયસિંગના ગાદીનશીન થયા પછી અલ્પ સમયમાં જયપુરના રાજા અભયસિંગે બીકાનેર પર ચઢાઈ કરી. સમય ને સંયોગે એવાં હતાં કે એની સામે લડાઈનું જોખમ ખેડી શકાય નહિં. આ કપરી મુશ્કેલીમાં સલાહ લેવા ગ્ય સ્થાન રાજવી માટે મંત્રીશ્વર કરમચંદનું હતું. તરતજ. એને બોલાવી સારીયે પરિસ્થિતિને વિચાર કરવામાં આવ્યા. ગણત્રીબાજ ને ચાલાક મંત્રીની સલાહ સંધિ કરવાની મળી. રાજાને ગળે એ વાત

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154