________________
[ ૧૦૪ ]
ઐતિહાસિક પૂર્વજોની બીકાના વંશજ પ્રત્યેની ભક્તિ અને સંસ્થાન તરફના ગાઢ પ્રેમથી આકર્ષાઈ મંત્રીશ્વર કર્મચંદ્ર રાજવીને એની આ આદતમાંથી ઠેકાણે આણવા સારુ નિશ્ચય કર્યો. એ પાછળ એને આશય શુદ્ધ હતા, છતાં એનું પરિણામ ધાર્યા કરતાં જુદું આવ્યું. પિતાના માટે એ ભયંકર નિવડયું. જો કે આ સંબંધમાં ઇતિહાસકારમાં તેમજ તે વિષયના અભ્યાસીઓમાં ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. એતિહાસિક બાબતના અભ્યાસી એક મુનિશ્રી તરફ થી આ સંબંધમાં મારું લફય ખેંચવામાં આવ્યું. મારે અહીં કહેવું જોઈએ કે આ સંબંધમાં મેં વધારે કંઈ વાંચ્યું નથી, છતાં કર્મચંદ્ર મંત્રીનો રાસ અને આ સંબંધને લગતાં જે કાંઈ બે, ત્રણ ગ્રંથો જોયા છે એ ઉપરથી મંત્રીશ્વર કર્મચંદ્રનું કાર્ય તદ્દન ઊલટી દિશામાં હતું કિંવા કઈ કઈ માને છે તેમ જૈન કહેવાતા અમીચંદ જેવું હતું એમ મને લાગતું નથી. અમીચંદ જૈન હતો એ વાત એક કાળે જોરશોરથી પકારાતી હતી, પણ મને યાદ છે ત્યાં સુધી રા. સુશીલે એ મંતવ્ય કેવું ગલત છે એમ દર્શાવવા ગ્ય સાબિતીઓ એક સ્થળે (આત્માનંદ પ્રકાશ માસિકમાં) દર્શાવેલ છે. આ વિષયમાં પણ પૂર્ણ શોધખોળને અંતે એવું કેમ ન પરિણમે? જે ઇંગ્લીશ પુસ્તકને દષ્ટિ સમુખ રાખી હું આ પરાક્રમ ગાથાઓ આલેખી રહ્યો છું એના લેખક શ્રીયુત યુ. એસ. ટાંક જેમ આવે તેમ લખે તેવા લેખક નથી. વસ્તુનું તેલન કરીને તેમજ પ્રસંગની આસપાસની બાબતની વ્યાજબી છણાવટ કરીને જેટલું ચોગ્ય જણાય તેટલું આલેખે તેવી પ્રકૃતિને છે. આ સંબંધમાં તેમના અભિપ્રાય પર વજન મૂકી તેઓશ્રીએ જે રીતે આ બનાવની નોંધ લીધી છે તે તેમના જ શબ્દોમાં ટાંકવી ઉચિત માની છે–
It has been alleged that in A. D. 1595 Rai Singh learnt that Karanıc hand had formed a