________________
[ ૧૪૬ ]
ઐતિહાસિક પૂર્વજોની
સાધુ મહારાજથી ભૂલ થઈ જ નથી, પણ ધારી લઈએ કે એકાદ ક્ષુલ્લક સાધુએ ભૂલ કરી દીધી, તેા એ અંગે પૂછપરછ કર્યાં વિના એકદમ શિક્ષા કરવી એ વ્યાજબી ગણાય ખરૂ ?
તમાચા મારવારૂપ ઉતાવળીયું પગલું ભરી મામાએ એક વફાદાર સેવકને-રાજ્યના સાચા હિતચિ ંતકને વિના કારણે રાષે ભરાજ્યેા છે. સામાન્ય કક્ષાના માનવી પણ પેાતાના દેવ-ગુરુધર્મનું અપમાન ન સહી શકે તે! આ તે મહામંત્રી વસ્તુપાલ, તેજસ્વી સેનાનાયક તેજપાલ એ મુંગા રહી સહન કરે એવા ડરપેાક વિષ્ણુકા છે કે ? સમરાંગણમાં આ જોડીએ કેવા કાર્યો કર્યાં છે એ ‘કાઠીમામા’ કદાચ ન જાણતા હોય પણ આ રાણીમાતા અને આપના કે મ્હારાથી શું સાવ અજાણ્યા છે?
શું આપ ધારા છે તેમ સેનાપતિ, દંડનાયક એવા તેજપાલના હૂકમ વિના આપની આજ્ઞાથી સૈન્ય તૈયાર કરશે ? ખૂદ દડ
નાયકના સામના કરશે?
હું ખાતરીપૂર્વક કહું છું, મહારાજ! એ કદી બનનાર નથી. સેનાપતિ સૈનિકા સહિત હથિયાર હેઠા મૂકશે પણ તેજપાલ સામે હરગીજ જશે નહીં. એના સૈન્ય પરના પ્રેમ અને પ્રભાવ જગજાહેર છે. માંદા, આજારી અને ઘાયલ થયેલા સૈનિકેાની સ ંભાળ લેનાર દંડનાયક અને પાટા પીંડી કરવામાં કે આશ્વાસન આપવામાં, અરે! તેમના ઘર સંસારમાં પેાતાની અનુભવી સેવાથી સુખ પાથરનાર તેજપાલભાર્યાં દેવી અનુપમાને તેા દરેક સૈનિક પેાતાના પિતા અને માતા સમ માને છે. એમના સારું પ્રાણ પાથરવા તૈયાર છે. તેઓ જાતે સામે શસ્ત્ર તેા નહીં ઉગામે પણ પેાતાના જીવતાં સુધી વાંકા વાળ પણ નહીં થવા દે.
મહારાજ ! હું મારી સગી આંખે આ બધુએ માટે પ્રજાને કેવુ બહુમાન છે તે જોઇને આવું છું. તેજપાળ એક હુંકારા