________________
[ ૧૪૪]
ઐતિહાસિક પૂર્વજોની છે ત્યાં તે પ્રજાજનોમાંથી એક વૃદ્ધ ગૃહસ્થ આગળ આવી બાલ્યા.
ભાઈ, ગાદીએ આવેલ આ નવા રાજાને ભાન નથી કે ધોળકાની સમૃદ્ધિ આ બંધવ-એલડીના કૌશલ્ય-પરાક્રમને આભારી છે પણ અમે પ્રજાજને તે સારી રીતે એ વાત જાણીએ છીએ. એ કાઠીયાવાડીના ભરોસે ચાલનાર રાજવીને મારે આ સંદેશે જઈને કહે કે: - આવા વગરવિચાર્યા હૂકમ કાઢતાં અટકે—કાઈ શાણપુરુષની સલાહ લ્ય. મંત્રીવરને આવાસ તો દૂર છે. ત્યાં પહોંચતાં પહેલાં તે કંઈકના લેહી રેડાશે. મહામંત્રી વસ્તુપાલને પકડનાર કોઈ જગ્યા જ નથી. એમ થતાં અગાઉ તો અમે બધા કંઈ હાથે ચૂડીઓ પહેરી નથી ઊભા. દેવી અનુપમાએ જેમનામાં ચેતના પ્રગટાવી છે એ પેલી શક્તિના અવતાર સમી નારીઓ પણ સામનો કરવા આતુર છે. એ બધાને જીતીને માર્ગ કહાડ પડશે. જા, જા, હારા એકલાનું કામ નથી. એ રાજાને સૈન્ય લઈ મોકલ.
અશ્વારોહી સૈનિક જાતનો કાઠી હતો. એ તે મહાજન અગ્રેસરના આવા તીખા-તમતમતા શબ્દો સાંભળી આભે બની ગયો! સત્વર ઘેડો પાછો વાળે અને બનેલી વાત કહી સંભળાવી અંતમાં ઉમેર્યું કે-મંત્રીશ્વરને પકડવા એ બચ્ચાના ખેલ નથી મહારાજ. એ તો લોખંડના ચણા ચાવવા જેવું કપરું કાર્ય છે. આખી પ્રજા આપની સામે ઉટી છે અને મારા માલિક (સિંહઠાકર) સામે તે એટલી હદે રોષે ભરાયેલી છે કે એ જે હાથમાં આવશે તે એમના સો એ વર્ષ પૂરાં થઈ જશે.
વિશલદેવે આ જાતને સામને અને તે પણ પ્રજાજન તરફથી સ્વપને પણ કપેલે નહીં. રાણીમાતા અને એને ભાઈ તો જાણે પાષાણના પૂતળાવત્ સ્થિર બની ગયા!