Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 153
________________ [ ૧ ઐતિહાસિક પૂર્વજોની સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. તેમની સરભરામાં તેમને પુત્ર ક્ષેત્રપાલ, ભાઈ તેજપાલ તથા કુટુંબીજન હાજર હતા. મુનિશ્રીની હાજરીમાં આરાધના કરી, પાપ ખમાવી અહંતને નામે ચાર કરતાં તેઓ સ્વર્ગે ગયા. સન ૧૨૪૧માં આ બન્યું. ધોળકામાં સમાચાર પ્રાપ્ત થતાં રાજવીએ શાક જાહેર કર્યો. તે પૂર્વે પ્રજાના નાના મોટા દરેકે સ્વયમેવ શેકના ચિહ્નો ધારણ કરી, બજારમાં પાખી પાળી. તેમની સ્મૃતિમાં શ્રી કષભદેવનું દેવાલય તૈયાર કરાવવામાં આવ્યું. આ પછી તેજપાલ લગભગ દશ વર્ષ જીવ્યા અને રાજ્યની સેવા પૂર્ણ વફાદારીથી બજાવતા રહ્યા, છતાં મોટાભાઈના મરણ થી જમણી બાંહ્ય તૂટી ગઈ તેનું દુ:ખ તે ન જ ભૂલાયું. ઘણુંખરૂં તેઓ પોતાને મળેલ ગામ ચંદ્રાણામાં જ રહેતા. રાજ્ય પરના ખાસ સંકટ કે જરૂરી કારણે તેઓ છેલકામાં હાજરી આપતા. પોતાનું પાછળનું જીવન દેવી અનુપમાની સલાહથી લગભગ આમસાધનમાં જ ગાળ્યું અને સાદા શ્રાવક તરીકે સમાધિપૂર્વક મરણને વધાવી લીધું. આભૂ-દેલવાડાના દેવાલય શિલ્પકળા અને અભુત કેરણીમાં મંત્રીશ્વર વિમલશાનું શ્રી આદિજિનનું અને વસ્તુપાળ-તેજપાળે પવિત્રશીલા બુદ્ધિમતી અમદા અનુપમાની સલાહથી બંધાવેલું શ્રી નેમિજિનનું દહેરૂં અદ્વિતીય છે. અને અજોડ છે. દેશદેશાંતરથી હજારો યાત્રિકો એના આકર્ષણે 3. ખેંચાઈ આવે છે. કારણમાં કેવળ કમળ કે પશુ-પંખીના ચિત્રો # નથી પણ એમાં જૈન સાહિત્યનો ઈતિહાસ આલેખાયે છે. – મુંબઈ જેને સ્વયંસેવક મંડળને રજત મહે ત્સવ અંક.

Loading...

Page Navigation
1 ... 151 152 153 154