Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/032478/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Gિ હા$િ પૂર્વબજે લી રે | DJ 6િ99 મોહન લાલ દીપક ચંદ ચો કરી Page #2 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક – પૂર્વજોની ગૌરવગાથા લેખક– શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી મુંબઈ. શ્રી ભારતીય જન સ્વયંસેવક પરિષદ. મુંબઇની મંજુરીથી પ્રકાશકશ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. મૂલ્ય ૨-૮-૦ વિ. સં. ૨૦૦૫ છે વીર સં. ૨૪૭૫] [ સન ૧૯૪૯ છે મુદ્રકઃ શાહ ગુલાબચંદ લલુભાઈ, શ્રી મહોદય પ્રી. પ્રેસ-ભાવનગર. Page #3 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા નંબર વિષય પૃષ્ઠ નંબર વિષય પૃષ્ઠ મેરુ અને મણકા - ૧ ૧૧ ઓસવાલ જ્ઞાતિના મોહ , ૧ અમરસિંહ બરવા ... ૫ નત . • • ૫૮ ૨ આસરાજ અને આબુ ૬ ૧૨ ઓસવાલ જ્ઞાતિના ૩ સેરઠન સૂબા આંબડ ૧૪ ભંડારીઓ ને ... ૬૧ ૪ આદ્મભટ ઊર્ફે આંબા ૧૭ ૧૩ મારવાડના ભંડારીમાંના ૫ પશ્ચિમના મંડલિક આભૂ ૨૦ કેટલાક • • ૬૫ ૬ આશા શાહ . ૨૨ ૧૪ મેવાડરક્ષક ભામાશાહ ૬૯ ૭ ગદા મંત્રી ... ૧૫ રતનસિંગ ભંડારી ... ૨ ૮ ઉકેશવંશી મેહણસિંહ ૨૯ ૧૬ અજમેરને સૂબો ધનરાજ ૭૬ ૯ સિદ્ધરાજનો સમય અને ૧૭ મંત્રીશ્વર જયમલજી ... ૭૮ જૈન મંત્રીઓ ૩૧ ૧૮ સુરાણું ત્રિપુટી ... ૮૩ ૧ સજજન મંત્રી ૧ અમરચંદજી સુરાણ ૨ શાખુ મહેતા ૨ માણિકચંદજી સુરાણું 8 સેમ સચિવ ૩ શાહ કેશરીચંદજી ૪ મહામંત્રી મુંજલ ૧૯ રામસિંહ મહેતા ... ૨ ૫ મહામાત્ય આક ૨૦ મંત્રીશ્વર કર્મચંદ્ર ... ૬ ઉદયન મંત્રી બછાવત ... ... ૯૬ ૭ શાહ કુંવરજીના પૂર્વજો ર૧ બંધવ બેલડી ઊર્ફે .. ૧૦ પરમ આહંત કુમારપાળ કહીનુર હીરા . ...૧૨૬ મહારાજા • • ૩૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ Jશને અંગે થોડાક શબ્દો આ નાના ધંથ “ઐતિહાસિક પૂર્વજોની ગૌરવગાથા ” ભાઈ શ્રી મોહનલાલ દીપચંદ ચેકસીના હાથથી લખાયેલ છે, અને શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ તરફથી છપાવવામાં આવ્યા છે. સદરહુ ગ્રંથની અમુક સંખ્યાની જ પ્રતો તે સંસ્થાના સભ્યોને માટે છપાવવામાં આવેલ છે. ગ્રંથમાં આવતી ગૌરવકથાઓ અને તેનું રસમય પ્રાણદાયી લખાણ જોતાં આવા પ્રકારનું સાહિત્ય આપણું જૈન સમાજમાં વિશેષ પ્રચાર પામે અને ઘણું વાંચકને લાભ મળે એવું જણાતાં, શ્રી જૈનધર્મ પ્રસારક સભાના સભ્યોને પણ ભેટ આપવાનું વિચાર ઉદભવતાં, લેખક અને પ્રકાશક સાથે લખાણ કરી આ સભાના સભ્યોને ભેટ આપવા પૂરતી આ સભાના ખર્ચે વધારે પ્રતે છપાવવાની સંમતિ માગવામાં આવી હતી, અને તે પ્રમાણેની સંમતિ તેઓએ ઘણી ખુશીથી આપવાથી વધારે કેપીઓ કઢાવી અમારા સભ્યને અત્યારના દેશકાળને અનુરૂપ પુસ્તક ભેટ તરીકે આપવા અમે ભાગ્યશાલી થયા છીએ, તે માટે લેખક અને પ્રકાશક બંનેને અમે આભાર માનીએ છીએ. આ કથાઓના લેખક શ્રીયુત મોહનલાલ દીપચંદ શેકસી એક વિદ્વાન લેખક છે. તેઓ જૈનધર્મ અને જૈન સાહિત્યને ઊંડે અભ્યાસ ધરાવે છે, જૈન આગમ અને જૈન સાહિત્યમાં આવતી કથાઓ અને તેમાં વર્ણવેલ પ્રસંગોને અત્યારની ભાષા અને વિચારસરણીમાં રસમય વાણુંમાં મૂકવાની તેઓશ્રીમાં ઘણી સારી શક્તિ છે. શ્રી જેનધમ પ્રકાશમાં પ્રસિદ્ધ થતી તેમના હાથથી લખેલ કથાઓ રસથી અને હોંશથી વંચાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથમાં તે ખાસ વિશિષ્ટતા છે. તેમાં આવતી કથાઓ ફક્ત કથાઓ નથી, પણ ઐતિહાસિક ચરિત્રો છે. આપણા પૂર્વાચાર્યોના ગ્રંથમાંથી ઘણે ભાગે ઉધૃત કરવામાં આવેલ છે અને લખાણમાં પણ ઐતિહાસિક હકીકતો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. હિંદુસ્તાનને થોડા સમય પહેલાં જ આઝાદી પ્રાપ્ત થયેલ છે. હજારેક વર્ષની પરતંત્રતામાંથી દેશ સ્વતંત્ર થયો છે. આપણું રાજ્ય આપણે જ ચલાવી શકીએ એ રાજકીય અધિ. કાર આપણને મળે છે. આ સ્વતંત્ર થતા દેશમાં આપણે સૌએ વ્યક્તિગત અને સમૂહગત ફાળો આપવાને છે. રાષ્ટ્રની આબાદી સમાજશક્તિ ઉપર રહે છે, અને સમાજશક્તિ સમાજના એકમોની શક્તિ ઉપર રહે છે. આપણું જૈન સમાજે પણ રાષ્ટ્રની આબાદીમાં સમૃદ્ધ ફાળો આપવાનું રહે છે. જેને સમાજે ભૂતકાળમાં કાળે કાળે પલટાતા રાજકીય ક્ષેત્રમાં અને રાજ્યના સંક્રાંતિના કપરા વખતમાં પણ પોતાનું વ્યક્તિત્વ અને ધર્મભાવના સાચવી રાજ્યની આબાદીમાં કિંમતી ફાળો આપે છે. તે ફળ તન, મન અને ધનથી આપે છે. પ્રસંગ પડ્યે રાજ્ય અને ધર્મના રક્ષણ માટે હથિયાર હાથ ધરવાની પણ આપણા વિશિષ્ટ પૂર્વજોએ આનાકાની કરી નથી. તે માટે તેટલું અંગબળ પણ કેળવ્યું જોવામાં આવે છે. આ ગ્રંથમાં આપણુ આવા મહાન શક્તિશાલી પૂર્વજોની ગૌરવકથાઓ સાદી પણ સચોટ ભાષામાં આલેખવામાં આવી છે. વાચકો યથાશક્તિ પ્રેરણા મેળવશે એવી અમારી સહૃદય ઊર્મિ છે. ૨૦૦૫ શ્રાવણુ શુકલ પંચમી પર જીવરાજ ઓધવજી શનિવાર-ભાવનગર. ( પ્રમુખ, શ્રી જૈનધર્મ પ્રસારક સભા, Page #6 -------------------------------------------------------------------------- ________________ હમ પ્રા'' ઐતિહાસિક પૂર્વજોની ગૌરવ ગાથા. મેરુ અને મણકા. માળા યાને નવકારવાલીમાં મણકા હોય છે અને ગણવાની પૂર્ણતા મેર યાને મેરુ આવતાં થાય છે. આ માળા શબ્દશ: તેવા પ્રકારની નથી, છતાં આપવામાં આવેલ ઉપમા સાવ અસ્થાને પણ નથી જ. ભગવંત મહાવીરદેવે શ્રમણ અને શ્રાદ્ધરૂપે બે પ્રકારે ધર્મની સ્થાપના કરી છે. જૈનધર્મ યાને વીતરાગનો સ્વાદુવાદમાર્ગ આત્મશ્રેય ઉપર જ ભાર મૂકે છે છતાં પગલિક સુખ કિવા સંસારી આનંદ-પ્રમોદને સાવ ઇંદ્રજાળરૂપે નથી કહેતો. કર્મની સત્તા માનનાર એ ધર્મ, આત્માઓની અવનતિ-ઉન્નતિ અથવા તે અસ્તેય નજર સામે ભજવાતો નિરખી, એવા સુંદર માર્ગનું નિરૂપણ કરે છે કે જેથી સર્વ પ્રકારના છો એનું પાલન કરી શકે અને સાથોસાથ સ્વઉન્નતિના પથ પર કૂચ લંબાવી શકે. આજના વિજ્ઞાન સાથે પણ આ જાતની ગોઠવણને સુમેળ સધાય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [૨] એતિહાસિક પૂર્વજોની શ્રી જિનેશ્વરદેવને સિદ્ધાન્ત કહે છે કે સંસાર અસાર છે અને સસાર પણ છે. માનવભવની પ્રાપ્તિ મહામુશ્કેલી થાય છે, અને એ વાત ધ્યાનમાં રાખી જેઓ સાચે જીવન, વિલાસ અને આરંભ-સમારંભમાં વ્યતીત કરે છે તેઓ માટે આત્મિક નજરે જોતાં અહીંનો ફેરે ફેગટ ગયા જે હોઈ, તેઓ માને કે નહીં પણ સંસાર અસાર જ છે. એથી ઊલટું જેઓ જન્મ લઈને, પિતાના વ્યવસાયમાંથી અવકાશ મેળવી, જાગ્રત રહી, સ્વાર્થ સાથે પરમાર્થ સાધવા ઉઘુક્ત રહે છે, તેઓ કંઈ ને કંઈ પ્રગતિ સાધે જ છે એ નજરે સંસાર અસાર છે. અલબત્ત, સાધનામાં ઘણું ઘણું તરતમતાઓ રહેલી છે. એટલે જ શ્રમણ અને ગૃહસ્થરૂપ બે વિભાગ દષ્ટિગોચર થાય છે. ઉભયમાં મૂળ તત્ત્વોની વિચારણા સરખી હોવા છતાં, આચરણમાં મૂકવાની બાબતમાં ભિન્નતા ઓછા પ્રકારની નથી જ. જ્ઞાનપૂર્વક આંતરિક ઉલ્લાસથી જે આત્મા માનવજીવન પામી સંસારના પ્રલોભનોને ત્યજી દઈ અનગારત્વ યાને સાધુપણું વીકારે છે, તેને માટે પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મિથુનવિરમણ અને પરિગ્રહવિરમણરૂપ પાંચ મહાવ્રતનું પાલન કાયમી બને છે અને આમરણાંત ઉપસર્ગોને સામનો કરી એ પાલનમાં અડગતા ધરવાની શિક્ષા અરિહંત દેવે આપેલી છે. આ વાતમાં જ શ્રમણ ધર્મની વિશિષ્ટતા છે. શ્રાવક ધર્મમાં આવી કડકાઈ નથી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ કે જે ઉપર દર્શાવેલા મહાવ્રતના શબ્દાર્થો જ છે એ કહેવાયા તે છે પણ પાલનમાં ઘણા ઘણા પ્રકારની છૂટછાટ મૂકવામાં આવી છે અને એ કારણે એ દરેકની આગળ સ્થળ શબ્દ જોડવામાં આવ્યા છે. એ સાથે ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાત્રત પણ દર્શાવાયા છે કે જે ઉપરના પાંચ Page #8 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૩] અણુવ્રતના પાલનમાં પુષ્ટિ કરતા રહી, સંસારરક્ત જીવને જાગ્રત રાખે છે. અહીં જે માળા અર્પણ કરવાની છે તે શ્રમણ ધર્મના સુગંધિત કુસુમોની નહીં, પણ શ્રાદ્ધધર્મના અનુયાયી એવા પ્રતિભાસંપન્ન પુષ્પોની છે. અલબત્ત, એમાં શ્રમણના ઉદાહરણ સમાવાયા છે પણ એ અપવાદરૂપે છે. વર્તમાનકાળના કેટલાક સાક્ષાએ–અન્ય લેખકેએ-જાણે અજાણે જૈન ધર્મની, ઉપર દર્શાવી એ વિશિષ્ટતાને ન્યાય આપ્યા વગર લખી નાંખ્યું છે કે “ભારતવર્ષમાં ગુલામી આવી હોય તે એ જૈન ધર્મના દયાના અતિરેક પણાને આભારી છે અને ગુજરાતમાં એ દયાને ધવજ એટલા જોરશોરથી ઊડ્યો કે જેથી ક્ષાત્રતેજ યાને શૌર્ય ઓસરી ગયા. પરાધીનતા ઘર કરી બેઠી!” આમ કહીને કેટલાકે તો પિતાની કલમને સ્વેચ્છાપૂર્વક દેડાવી જૈનધર્મ પાળતા રાજવીઓની અને વણિકવર્ગની ઠેકડી કરવામાં મર્યાદા પણ મૂકી દીધી છે! જેની પાછળ ઈતિહાસનું નામનિશાન પણ નથી જડતું એવી વાયકાઓ ખણેખાંચરેથી શોધી લાવી, અથવા તો કપોલ કલપનાથી સજાવી એને એતિહાસિક વૃત્તાનો તરીકે વહેતી કરી મૂકી છે ! અસૂયાને પારે એ મહાશયેના મગજમાં એટલી હદે વિકૃત સ્વરૂપ ધારણ કરે છે કે જ્યારે તેમની ચક્ષુ સામે યુતિપુરસર બનાવ આવે, અરે ! જે વાતને આજને વિજ્ઞાન યુગ પણ સ્વીકારવામાં આનાકાની ન કરે, પણ જે એ જૈનધર્મના અનુયાયીની હેય ત્યારે તેઓ ક્યાં તે એના ચિત્રણમાં તદ્દન ફિક્કાશ અને રસહીનતા દાખવશે અથવા તે આંખ આડા કાન ધરી એ પ્રસંગને જ જતે કરશે! બધાએ આમ કર્યું છે એમ કહેવાને ઈરાદે નથી. નિષ્પક્ષ રીતે કેટલાક વિદ્વાનેએ જૈન સાહિત્યના વૃત્તાન્તને ન્યાય જરૂર Page #9 -------------------------------------------------------------------------- ________________ [૪] ઐતિહાસિક પૂજન આપે છે અને મહાત્મા ગાંધીજીએ અહિંસા યાને દયા જેવા અમોઘ ગુણને રાજકારણમાં અપનાવી એ દ્વારા કેવી અપૂર્વતા સિદ્ધ કરી શકાય છે એ સ્વઆચરણથી પુરવાર કરી આપ્યું છે કે જેથી એ સામે મજાક ઉડાવનારાના મુખ સહજ શ્યામ પડી ગયા છે. જેનધર્મ પાળનારા માત્ર વણિક જ હતા અને તેઓ બીકણ વા ભીરુ હતા, અર્થાત શસ્ત્રો ધારણ કરી જરૂર પડયે શૌર્ય દાખવી શકતા નહોતા.” એવા કેટલાકના પ્રલાપ સામે અહીં મણકારૂપે કેટલાક એતિહાસિક વૃત્તાન્ત રજૂ કરી એ પ્રલાપ કેવા ખોટા અને મેં માથા વિનાના છે એ બતાવવા, તેમજ જૈનધર્મ પાળનાર વર્ગમાં પણ ક્ષત્રિયવટ રાખનારા ક્ષત્રિય થયા છે એ દર્શાવવા પ્રયાસ સેવ્યા છે. જૈન સમાજ પિતાના પૂર્વજોની ગૌરવગાથા વાંચી, દેશ-કાળને અનુરૂપ જીવન ઘડતો થાય એવી મનેકામના છે. આ પુસ્તકમાં જુદા જુદા વીસ અંક હેઠળ જૈનધર્મ પાળનારા પણ સાથોસાથ રાષ્ટ્રપ્રેમ તેમજ માનવતા ઘડીભર પણ વિલી ન મૂકનારા પરાક્રમશાળી આત્માઓના જીવનની ઝાંખી કરાવવામાં અભિલાષા તો એ જ છે કે એ વાંચી વર્તમાન કાળના જેને પોતાનામાં દેશકાળને અનુરૂપ ચેતના પ્રગટાવે. આ પ્રયાસને સફળતા વરશે તો આ જ ધોરણ-વિમલશા, દયાલશા આદિ શૂરવીરોની યશરેખા દોરવાની ઈચ્છા છે. - અંતમાં એટલું જણાવવું ઉચિત લેખાશે કે-આમાં સંપૂર્ણ જીવનચરિત્ર આલેખાયા નથી, પણ માત્ર અગત્યના પ્રસંગે વાનકીરૂપે અને ઐતિહાસિક દષ્ટિ નેત્ર સામે રાખી ગુંચ્યા છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧. અમરસિંહ બરવા ? -~આ પ્રસંગ મેવાડના સિંહાસન ઉપર દ્વિતીય રાજસિંહ મહારાણા તરીકે બિરાજતા હતા તે સમયને છે. નગરરક્ષાને સર્વ ભાર રાણાજીએ સલુબ્રા સરદાર ભીમસિંહના હાથમાં સેં યે હતો. તેઓ જાતે વરવર જયમલના વંશજ રાઠેડવીર, બેદરપતિની સાથે આવા સંકટના સમયમાં નગર અને રાજ્ય તથા પ્રજારક્ષા કરવા માટે ભયંકર રણભૂમિમાં ઉતરી ચૂકયા હતા. એમના જે ચુનંદા અને વફાદાર સહાયકો હતા એમાંનાં એક અમરચંદ બરવા પણ હતા. એ પરાક્રમશાળી વૈશ્યપુત્રે એ વેળા જે ઉત્સાહથી કાર્ય કર્યું તે રાજસ્થાનના ઈતિહાસમાં આજે પણ સુવર્ણાક્ષરે શેભે છે. અમરચંદ બરવાનો જન્મ વૈશ્યકુળમાં થયો હતો. તેઓ મેવાડ રાજ્યમાં મંત્રીપદે હતા. તેમના સરખા ચતુર અને દક્ષ અમાત્ય વિરલ જોવાય છે. સલુબ્રા સરદાર ભીમસિંહને માત્ર તેઓ ન્યૂહરચના દર્શાવી બેઠા નહેાતા રહ્યા, પણ સાથેસાથે શસ્ત્રો ધારણ કરી, રણમેદાન પર પણ પહોંચ્યા હતા. સંગ્રામભૂમિ પર બતાવેલી શૌર્યતાના પ્રતાપે જ અમરચંદમાંથી તેઓ અમરસિંહ બન્યા હતા. ત્યારથી જ કલમ ચલાવનાર સમય આવે કટાર યાને તલવાર પણ ચલાવી જાણે છે એ વાત જનતાના હૃદયમાં ઉતરી ચૂકી હતી અને વધુ જોર તો એ માટે પકડી રહી હતી કે વીરતા સાથે બુદ્ધિમત્તાને વેગ સાંપડે ત્યારે કેઈ અનેરી જમાવટ થાય છે અને વિજય નિશ્ચિત બને છે. ઉપર કહ્યું તેમ પિતાની તેજસ્વિતાના જોરે આગળ વધેલા અમાત્ય અમરસિંહ પણ રાજ્યખટપટનો ભોગ બન્યા. રાણા ઉરસીના સમયમાં એમનું મંત્રીપદ છીનવી લેવામાં આવ્યું. એક તરફ આ દીર્ધદશી પુરુષની સલાહને અંત આવ્યું અને બીજી તરફ ઉપદ્રથી મેવાડ ઘેરાવા માંડયું. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨. આસરાજ અને આબુ વિશ્વમાં કેટલીક વાર સંતાનની કીર્તિમાં એટલી હદે વિશાળતા અને વિસ્તાર વધી પડે છે કે જે વેળા એમને જન્મ આપનાર પિતાની યશગાથા સહજ ભુલાઈ જાય છે. “બાપ કરતાં બેટે સવાયો થાય” એ સે કે વડિલોને ગમતી વાત છે. આમ છતાં એ સવાઈ પણું પ્રાપ્ત કરવામાં વડિલેને વારસો સંસ્કારરૂપે પરિણત થયેલું હોય છે ત્યારે જ એ ફળ બેઠું હોય છે, એ વાત હેજ પણ લક્ષ્ય બહાર થવા દેવી ન ઘટે. વર્તમાન કાળના, ભારતવર્ષના મહાઅમાત્ય પંડિત જવાહર લાલજીના ઘડતરમાં પંડિત મોતીલાલ નહેરૂજીને ફાળે ચક્ષુ સામે હોવાથી એના વધુ ઊંડાણમાં ન જતાં મૂળ વાતમાં આગળ વધીએ. આસરાજ જમાઈ અને આબુ એમના સસરા થાય. વસ્તુપાલ તેજપાલના ચરિત્રમાં અવગાહન કરનારા ભાગ્યે જ આ વાતથી અજાણું હેય. આસરાજનું ખરું નામ અધરાજ હતું. અણહિલપુર પાટણમાં ચાવડા યાને ચૌલુકય વંશના રાજાઓના સમયમાં પોરવાડ (પ્રાગવટ) વંશના માન સારા પ્રમાણમાં રાજ્યકારભારમાં ભાગ લેતા. એ વેળા વૈશ્ય માત્ર વ્યાપારી જ નહોતા. રાજકારણમાં ઊંડા ઉતરતા અને બુદ્ધિબળે મંત્રી-મહામંત્રી તરીકેની Page #12 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા | [ ૭૩ ] ધૂરા પણ વહન કરતા. જરૂર પડે ભાલા-તલવારના દાવ પણ ખેલવા રણમેદાનમાં દેડી જતા. પોરવાડ જાતિના પ્રખ્યાત વંશમાં ચંડપ મંત્રી થયા. તેમને ચંડપ્રસાદ નામનો એક તેજસ્વી પુત્ર થયે. ચંડપ્રસાદને સમ નામને પુત્ર થયો. એ પોતાની આવડતના જોરે સિદ્ધરાજ જયસિંહના સમયમાં મંત્રીપદે પહોંચે અને તેમને પ્રીતિપાત્ર તેમજ વિશ્વાસપાત્ર બન્યું. એ સેમ મંત્રીના પુત્રનું નામ અશ્વરાજ, એ જ આપણા નાયક આસરાજ. આસરાજના સમયમાં આબુ નામના મંત્રીધર વધુ ખ્યાતિ પામ્યા હતા. માત્ર રાજદરબારમાં જ એ માનતા હતા એમ નહીં પણ જેન સંઘમાં અગ્રેસર અને કત્તીકારવતા ગણાતા. સૌ કોઈની નજર કંઈક મહત્ત્વને પ્રશ્ન ઊભું થતું ત્યારે ખાસ કરી તેમના પ્રતિ વળતી. પોતાની પ્રજ્ઞાના જોરે એને ઊકેલ પણ એ સુંદર રીતે આણતા. રાજા અને પ્રજા વચ્ચે એ સાંકળરૂપ લેખાતા. એમને કુમારદેવી નામની એક સૌન્દર્યશાળી પુત્રી હતી. માબાપના ગુણે તેને વારસામાં મળ્યા હતા. એની વયની અન્ય કુમારિકાઓ કરતાં એ ઘણી રીતે ચઢિયાતી હોવાથી સૌમાં અગ્રપદે આવતી. વાદ્યપિ ર્તિ પ્રા એ નીતિકારના કથન મુજબ, તેનામાં બુદ્ધિબળ એવું તે પ્રશંસાપાત્ર હતું કે ભલભલા પ્રૌઢને પણ એ સલાહ લેવાના સ્થાનરૂપ મનાતી. ધાર્મિક તેમજ વ્યવહારિક અભ્યાસમાં તે મોખરે રહેતી. વૈશ્ય કુળમાં જન્મ છતાં ક્ષત્રિય બાળાઓ સાથના સહીયરપણાથી શસ્ત્રા ફેરવવાના ઘણા દાવો તે શીખી હતી. સૌ કોઈ માનતા કે કુમારદેવી પરણને શ્વસુરગૃહે ગયા પછી પોતાના આચરણ દ્વારા નીતિકારને નિમ્ન લેક અક્ષરશ: સાચો કરી દેખાડશે. Page #13 -------------------------------------------------------------------------- ________________ [૮] ઐતિહાસિક પૂર્વજોની कार्येषु मंत्री, करणेषु दासी, भोज्येषु माता, शयनेषु रंभा। मनोऽनुकूला क्षमया धरित्री, गुणैश्च भार्या कुलमुद्धरन्ति । પણ વિધાતા, માનવની ધારણાઓ ભાગ્યે જ બર આવવા દે છે! સંસારી જીવોની પાછળ પૂર્વકર્મોને વળગાડ જીવતેજાગતો પડ્યો હોય છે. તક મળતાં જ એ પિતાની લીલા વિસ્તારે છે. રંગમાં ભંગ પાડતાં એને વિલંબ થતો જ નથી. આબુ મંત્રીશ્વરના સુખભર્યા ગૃહસંસારમાં કુમારદેવીના લગ્નદિનને આનંદ હજુય ભુલાયે ન હોતે ત્યાં વિધાતાએ વિષાદની વર્ષો વરસાવી! સાસરીના આવાસમાં જતાં પૂર્વે કુમારદેવી બાળવિધવા બની ! પ્રધાનજીના આવાસમાં શોકની કાલીમા પથરાઈ ગઈ ! દુઃખનું ઓસડ દહાડા” એ સૃષ્ટિના ક્રમ પ્રમાણે કુમારદેવીવાળું દુખ પણ ભુલાતું ગયું. યૌવનના આંગણે આવી ઊભેલી કુમારદેવી પણ કુલીન ઘરના સંસ્કારે જાણે કંઈ બન્યું જ નથી એમ મન મનાવી, પિતાને સમય દેવદર્શન અને ગુરુજીના વ્યાખ્યાનશ્રવણમાં તેમજ ધાર્મિક વ્રત-નિયમ કરવામાં વ્યતીત કરવા લાગી. એકદા મંત્રી ગૃહે આસરાજનું અતિથિરૂપે આવવું થયું. મંત્રીપુત્રી કુમારદેવી અચાનક નજરે ચઢી. ખીલતી કળી જેવી તરુણીને શ્યામ વેશ જોઈ એને કુતુહળ જગ્યું. મંત્રીશ્વર સાથે એ ગુરુજીના વ્યાખ્યાનમાં ગયે છતાં એની દષ્ટિ ત્યાં પણ નારીગણમાં બેઠેલી કુમારદેવી તરફ વારંવાર ખેંચાવા માંડી. વધુ આશ્ચર્ય તે ત્યારે થયું કે ખુદ ગુરુજીને એ લલનાના ચહેરા પ્રતિ અવારનવાર ચક્ષુ ફેરવતા નિહાળ્યા. સામાન્યત: સંસારત્યક્ત સંતે સરાગ નજરે સ્ત્રીગણ તરફ જતાં જ નથી. Page #14 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ 4 ] અરે ! ગાચરી જેવા પ્રસંગે પણ નજર નીચી રાખે છે. અહીં તે ખુદ આચાય પોતે જ સનાતન કાનૂનના ભ`ગ કરી રહ્યા છે. એ પાછળ જરૂર કંઇ રહસ્ય હાવું જોઇએ. આ જાણીતા શ્રમણમાં વિકારના ઉદ્ભવ તે સંભવે જ નહીં. દેશના પૂરી થતાં જ બુદ્ધિશાળી આસરાજ એકાંત સાધી ગુરુ સન્મુખ ઉપસ્થિત થયા અને પાતે જે જોયું હતુ તે પાછળનું કારણ જાણવા આતુર બન્યા. ગુરુજી યુવકના લલાટ પરથી કળી ગયા કે આ કોઇ સામાન્ય માનવી નથી. તરતજ સમજ આપતાં કહેવા લાગ્યા કે “ વત્સ ! હું હાલ સામુદ્રિક શાસ્ત્રનુ અવલેાકન કરું છું. એમાં નર–નારીના જુદા જુદા લક્ષણ્ણા સંબંધી અધિકાર ચાલે છે. એના ઉપરથી ફળપ્રાપ્તિ કેવી રીતે થાય છે એ પણ પૂર્વપુરુષાએ પેાતાની જ્ઞાનગરિમાથી દર્શાવ્યું છે. કાળા પાશાકે મારી નજર અચાનક કુમારદેવીના ચહેરા પ્રતિ વાળી. એ ઉપર રમતા ચિન્હા અને લક્ષણુશાસ્ત્રના શબ્દો વિચારતાં મને લાગ્યું કે સૂર્ય ચંદ્ર જેવા પ્રતાપશાળી પુત્રાની એ માતા થવી જોઇએ. ખાતરી કરવા પુન: ષ્ટિ ફેંકી તેા કપાળ કુંકુમ તિલક વિનાનું અને દેહલતા સાભાગ્યવતીને શાલતા અલંકાર વગરની જોઇ. મન હીંડાળે ચઢ્યું. શાસ્ત્ર સાચું કે વ્યવહાર સાચા ’ એ પ્રશ્ન સહજ ઉદ્દભવ્યેા. વેશ પરથી કુમારદેવી ખાળવિધવા છે એમ નક્કી થયું, તેા પછી પુત્રવતી થવાના સંભવ કેવા ? અંતરમાં ઉઠેલ આ સભ્રમ દષ્ટિપાતામાં કારણરૂપ છે. ” · 66 પૂજ્ય ગુરુદેવ, આપ આખરે શા નિર્ણય પર આવ્યા ? ’’ “ વત્સ ! ભલે વર્તમાનમાં જુદું નજરે ચઢે, પણ શાસ્ત્રવચનમાં મને શંકા છે જ નહીં. કોઈવાર અપવાદ જોર:કરી જાય છે. ‘ ધર્મમાં વિચિત્રા ગતિઃ ' અર્થાત્ કની ગતિ ન્યારી છે. ” 9 Page #15 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] ઐતિહાસિક પૂર્વજોની આસરાજ કોઈ મામૂલી માણસ નહેાતેા. સાહસ અને શૈા થી ભરેલા હતા. આવી રત્નકુક્ષી કુમારિકાનું જીવન વેડફાઇ જાય એ વાત તેને ન જ રુચી. સમય સાધી સારાયે ન્યુતિકર એણે આણુમંત્રીને જણાવ્યેા. સમાજમાં ણિ અને પરપરાથી ચાલતી આવેલી રીતમાં પૂરી શ્રદ્ધા રાખનાર પ્રધાનજીએ જણાવ્યુ` કે— “ ભાઇ, લક્ષણશાસ્ત્ર સાચું હોય, તે પણ અહીં તે દૂધ ઢાળાઇ ગયું છે. તે પાછું આવવાનું નથી જ. વિધવા કુમારદેવી સધવા ત જ મની શકે. મને એવા વિચાર પણ ન જ ઉદ્ભવે, છતાં ધાર કે હું એને ફરીથી પરણાવવા તૈયાર થઉં, તા તેણીને હાથ પકડનાર કાઇ વીરલે! નીકળશે ખરા ? કદાચ આવેગમાં આગળ આવશે. તા આ સમાજ સામે ટકી શકશે ખરા ? આ લેાઢાના ચણા ચાવવા જેવી વાત છે. સમાજમાંથી સદાને માટે ફૂંકાઈ જવાનું કાર્ય છે. ભલભલા ચમરબંધીને ગજ પણ મહાજનમાં ન વાગે. એવું જોખમ ખેડવા કરતાં જે થયું તે ન થયું નથી થવાનું માની ચાલે છે એમ ચાલવા દેવુ' એ જ ઠીક છે. આ વાતની ગંધ સરખી પણ પુત્રીને કાને ન જાય. આ વાત અહીં જ દાખી દેજે. ” આસરાજ વડીલ એવા મંત્રીશ્વર પાસે'માન રહ્યો, છતાં કેાઇ પણ પ્રકારે એના મનનું સમાધાન ન થયું. જેની કુક્ષીમાં રત્ન જેવા પુત્રા પાકવાના હાય અને ગુરુવચન પ્રમાણે જૈનશાસનની પ્રભાવના કરવાના હાય, એવું સત્ય અવધાર્યા પછી સમાજભયથી હાથ જોડી બેસી રહેવુ એ મારા સરખા સાહસિકને ન શેાલે. વિધવા પુનર્લગ્ન ન કરે એ સમજાય તેવી વાત છે પણુ આ તા ખાળરાંડ છે. પતિના કર ગ્રહણ કર્યા સિવાય એણે. ખીજું કંઇ જ અનુભવ્યુ નથી. અપેક્ષાથી વિચારતાં કઇ જ મગડી ગયુ નથી. Page #16 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૧ ] વિચારધારાના અંતે મન મક્કમ બનાવી, એકાંત સાધી, તેણે કુમારદેવી સાથે મેળાપ કર્યા. શરૂમાં તા સ*સ્કારી રમણીએ કુળની કીતિને લાંછન લગાડે અને ધર્મની દ્રષ્ટિએ ઢાષિત ગણાય એવા ફ્રીવારના લગ્નના વિરોધ કર્યાં, એટલું જ નહીં પણ કાને હાથ દઈ, પુન: પેાતાની સમક્ષ આવી વાત ઉચ્ચારવાની મના કરી અને તેણી મ્હાં ફેરવી ચાલી ગઈ. આસરાજ આથી જરાપણ અકળાયા વિના પોતાના હેતુ ખર લાવવાના કાર્ય માં મડ્યો રહ્યો. એ વેળા તે પાછે અને મન સાથે નિશ્ચય કર્યો કે વિધવા કુમારદેવીને પરણવા કાઇ મળનાર નથી માટે પાતે જ એ કાર્ય કરવું. જ્યાં ધર્મની નજરે દોષિત, વ્યવહારની નજરે ટીકાપાત્ર અને મહાજનની નજરે અહિષ્કારરૂપ ત્રિવિધ વિધા સામે નાચી રહ્યાં હાય ત્યાં હાથ નાંખવાની હિ ંમત કાણુ કરે ? એક જ તમન્ના લાગી કે ગમે તેમ કરીને પણ આ ગુજર ભૂમિને એ રત્નાથી વંચિત ન રાખવી. ભલેને એ માટે ગમે તેવા કષ્ટોમાંથી પસાર થવું પડે. ભલેને જનસમૂહ તિરસ્કાર વર્ષાવે. ઘટતી તૈયારી કરી, આસરાજ પુન: મંત્રીશ્વરના મહેમાન અન્ય. તક સાધી કુમારદેવીને ગુરુમહારાજે કહેલી વાત કહી સંભળાવી અને ઉમેર્યું કે-આવુ ભાગ્ય સૌ કેાઇનું નથી હાતુ માટે અન્ય સર્વ ભચે છેડી દઇ, મારી સાથે ચાલી નીકળવાની હા ભણું. કુમારદેવી—“ તમા ખાનદાનના સંતાન છે. તમારી વીરતા મારી જાણ મહાર નથી જ. વળી ધર્મની પણ સમાનતા આપણા વચ્ચે છે, તેા પછી શા સારુ આવી ઉંધી લેાકવિરુદ્ધની સલાહુ આપે છે! મારા અને તમારા આ ભવ અને આવતા ભવ મગાડવાના માર્ગ બતાવેા છે? Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧૨] ઐતિહાસિક પૂર્વજોની . “મને તે એમાં મારા તરફની તમારી કામ લાલસા જોર કરતી જણાય છે કિંવા તો મારા રૂપ પાછળ ઘેલા બન્યા છે. મારા કરતાં સૌન્દર્યમાં અને ગુણમાં ટપી જાય એવી સ્ત્રીઓને ટેટા નથી. ગમે તે એકને હાથ ગ્રહણ કરી સુખી થાવ. મારા લલાટમાં માતૃપદ લખાયું હોત તો શા સારુ પરણતાં જ રંડાપો આવત ?” “પ્રમદા, કર્મના પ્રપંચ તે પૂર્ણજ્ઞાની જ પારખી શકે. હારા કે મહારા જેવા પ્રાકૃત માનવનું એ કામ નહીં. હું નથી તો રાગથી આકર્ષાય કે નથી તો મોહથી ઘેલ બને. ફક્ત તું રત્નગર્ભા છે એ વાત નિશ્ચિત જાણ્યા પછી મારી માતૃભૂમિ એવા રત્નથી વંચિત રહેવા ન પામે એ જ મારી મનોકામના છે. “લાંબી ચડી જવા દઈ, એક સલાહ સ્વીકાર અને તે એટલી જ કે કોઈ ખાસ ભક્ત મારફત મહારાજશ્રી પાસેથી જાણું ત્યે કે મેં કહી એ વાત સાચી છે કે બનાવટી. ગંભીર અને અંગત ગણાય તેવા ભકત વિના ત્યાગી સંત આવી વાત ઉચ્ચાર પણ નહીં કરે. એ તે કળથી જાણું લેવી જોઈએ.” કુમારદેવીને વાત પાછળ તથ્ય જણાયું. પાકા પાયે સમાચાર મેળવ્યા અને આખરે મહામહેનતે આસરાજ સાથે લગ્ન કરવાની હા ભણી. જગત જ્યારે મધરાતની મીઠી નિદ્રા માણ રહ્યું હતું ત્યારે આ યુગલ સાંઢણી પર સ્વાર થઈ પસાર થઈ ગયું. પ્રાતઃકાળ થતાં જ આ વાત બહાર આવી. જનતામાં એ પાછળ મનગમતા અકૅડા સંધાયા. કુમારદેવીના માબાપને પણ દુખ તો થયું. પ્રથમ તો આસરાજ પર અતિશય ગુસ્સો આવ્યે પણ દિવસના વહેવા સાથે વાત વીસારે પડી અને એક વાર ગુરુદેવે પ્રધાનજીને બેલાવી કહ્યું કે : Page #18 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૭ ] સમજુ આત્માઓ કર્મરાજના નાચ જોઈ દુઃખ ન ધરે, સમતાથી એ તમાસા જોતા રહે અને તટસ્થવૃત્તિ કેળવે. ” ગુરુદેવના કથન પછી કુમારદેવીના માતપિતાએ આ વાત પર પડદો પાડી દીધે. કેટલાક સમય પર્યત ગુર્જરભૂમિ આ યુગલ કયાં ગયું અને શું કરે છે અગર તો કેવી રીતે સંસાર–શકટ ચલાવે છે એ સર્વ સમાચારથી વંચિત રહી. લુણિગ, વસ્તુપાળ અને તેજપાળ જેવા પુત્રરત્નોની કીર્તિ જેમ જેમ વિસ્તરતી ગઈ, તેમ તેમ જનતાના મ્હોંએ એ વધુ ને વધુ રમવા લાગ્યા. ત્યારે જ એ સંતાને તો કુમારદેવી અને આસરાજના છે એ પ્રગટ થયું. શૌર્ય, સાહસ અને પ્રતિભાના મેળ વિના જગતમાં નામ કાઢે એવા વીર સંતાનો સંભવ ક્યાંથી હોય ? કીર્તિની લાલસા. આ એક સાધુ પોતાના શિષ્ય સાથે ધનની અને કીર્તિની જ લાલસા વિષે વાત કરતા હતા. તેણે કહ્યું: “ધનની લાલસા કરતાં કીર્તિની લાલસા પર વિજય મેળવવો મુશ્કેલ છે. નિવૃત્ત થયેલા સાધુઓ અને વિદ્વાને સુદ્ધાં પિતાના પરિચિતમાં જ નામના અને પ્રતિષ્ઠા મેળવવા વછે છે. તેમને મોટી મોટી સભાઓ સમક્ષ પ્રવચન કરવાનું મન થાય છે, પરંતુ અત્યારે હું આ તારી સમક્ષ કરી રહ્યો છું તેમ નાના મઠમાં રહી પિતાના છે એક માત્ર શિષ્ય પાસે પ્રવચન કરવાનું ગમતું નથી. ” છે. શિષ્ય જવાબ આપે–ખરેખર ગુરુજી, કીર્તિની લાલસા મેળવ્યો હોય એવા એક આપ જ દુનિયામાં છે. ” ને સાધુના મુખ પર મંદ મંદ સ્મિત ફરકી રહ્યું. ! Page #19 -------------------------------------------------------------------------- ________________ - N : ૩. મેરઠનો સૂબા આંબડ જૂનાગઢની સમીપ આવેલ ગિરનાર પહાડ ચઢાવમાં અતિ કઠિણ હતો. એ ઉપર માત્ર જેનેના જ પવિત્ર મંદિરો આવ્યા છે એટલું જ નહીં પણ વૈદિક સંસ્કૃતિ મુજબ પણ એ પવિત્ર હેઈ, હિંદુ ધર્મના મંદિરે પણ છે જ. શહેરથી પહાડના માર્ગે જતાં જ વચમાં જેની પાછળ ઐતિહાસિક શૃંખલાઓ જોડાયેલી છે એવા કેટલાક સ્થાને આવેલાં છે એમાં અશોક નૃપનો શિલાલેખ અને દામોદરકુંડ મુખ્ય છે. આ રીતે વિચારીએ તે ભારતવર્ષની ત્રણે પ્રાચીન સંસ્કૃતિઓ-જેન, હિંદુ અને જૈદ્ધને અહીં આકસ્મિક મેળ સધાયા છે. પહાડ ભિન્ન ભિન્ન પ્રાસાદ અને એમાં શિલ્પકળાના જે આલેખને કરાયેલા છે એથી રમણિય અને આકર્ષણરૂપ તે છે જ. એ સાથે વિવિધ વનસ્પતિની શોભા અને જડીબુટ્ટીના આકરરૂપ હોવાથી સવિશેષ ખ્યાતિ પામેલ છે. જૈન ધર્મના ચાલુ અવસર્પિણું કાળના ચાવીશ તીર્થકરોની કલ્યાણક ભૂમિઓ અથોત જન્મ, દીક્ષા અને નિર્વાણ સ્થાને પૂર્વ પ્રદેશમાં આવેલાં છે. આ એક જ ગિરનાર પર્વત ભાગ્યવંત છે કે જ્યાં બાળબ્રહ્મચારી બાવીસમા તીર્થપતિ શ્રી અરિષ્ટનેમિ ઊર્ફ નેમિનાથ ભગવંતના પાંચ કલ્યાણકમાંના દીક્ષા, કેવળ અને મોક્ષગમનરૂપ પાછળના ત્રણ કલ્યાણક થયા છે. પોતાના આંગણે વધુ નહીં એક તીર્થકરનું આ પ્રકારનું મહાસ્ય પ્રગટ થયું એવા સુપ્રસંગથી ગૂર્જરભૂમિ આજે પુન્યવંતી ગણાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૧૫] ભગવંત નેમનાથ અને વાસુદેવ શ્રી કૃષ્ણ પિતરાઈ ભાઈએ થાય એટલે એ સમયના બીજા પણ પ્રસંગમાં નિમિત્તરૂપ બનવાનું આ ગિરિનું સદ્દભાગ્ય. પાછળનો રાણકદેવી રા'ખેંગારને બનાવ તો અતિ નજીકન ને ઐતિહાસિક ગણાય. આવા કૈક પ્રસંગે આ ગિરિરાજની યશકલગીમાં ઉમેરાયેલા છે અને એ કારણે સ્થાન તીર્થરૂપ છે. ચઢવાની કઠણુશ ને કપરાશ ટાળવા, અને યાત્રિકે સુખે લાભ લઈ શકે એ હેતુએ પગથી બાંધવાનું કાર્ય સં. ૧૨૨૨-૨૩ માં આરંભાયેલ પણ એને સંપૂર્ણતારૂપી કળશ ચઢાવવાનું માન તે આપણે નાયક આંબડના ભાગ્યમાં સજા ચેલું. શ્રીમાળી જ્ઞાતિમાં રાણિગ નામના વ્યવહારીને ત્યાં એને જન્મ થયેલ. “પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” એ કહેતી અનુસાર વયમાં વૃદ્ધિ પામતા આ બાળકમાં સાહસ, હિંમત અને પ્રજ્ઞાના દર્શન થવા માંડયા. એના લક્ષણે વાક્પટુ વેપારી થવાના બદલે પરાક્રમશાળી અધિકારીની દિશામાં વધુ ઢળેલા જણાયા. એમાં કુદરતે યારી આપી. એ સમયના જાણીતા મહાકવિ શ્રીપાળ સાથે એને મિત્રતા બંધાઈ. કવિની નજરમાં આંબડની શક્તિમત્તાએ, અનેરું સ્થાન જમાવ્યું. એક સમયની વાત છે. રાજવી કુમારપાળ સોરઠના પ્રવાસે આવેલા. રાજ્યચિંતાના કામનું દબાણ હોવા છતાં ભગવંત શ્રી નેમિનાથને ભેટવાની ભાવનાથી હાંશભેર તળાટીમાં આવી ચઢયા. કવિ શ્રીપાળ સાથમાં હતા, પણ ગિરિરાજ પર જવાની પગથી યાને પાજ વ્યવસ્થિત ન હોવાથી મનની મુરાદ બર ન આવી. દેવ દર્શન કર્યા વગર ઉતાવળ હોવાથી ખેદપૂર્વક પાછા ફરવું પડયું. તે અણહિલપુરમાં જ્યારે પાછા ફર્યા ત્યારે ગિરનારની યાત્રા ન થવા બદલ જે એક મનદુ:ખ ઉદ્દભવ્યું હતું તે અચાનક સભા સમક્ષ મુખદ્વારા બહાર પ્રગટ થયું. એવો કઈ વીરલે છે કે જે Page #21 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] એતિહાસિક પૂરની સેરઠની સૂબાગીરી પણ સાચવી શકે અને સાથોસાથ ગિરિરાજ ગિરનાર પર ચઢવાનું સુગમ બને એવી પાજ પણ બાંધી શકે ? - રાજવીના પ્રશ્નના જવાબમાં શ્રીપાળ કવિએ હા ભણતા કહ્યું કે–રાજ્યવહીવટમાં ગૂંચ ન પડવા દે અને ભક્તિભર હદયથી તીર્થનો માર્ગ સરળતાથી તૈયાર કરાવે એ પુરુષ મારી ધ્યાનમાં આપણું રાણિગશેઠને આંબડ જણાય છે. અને એનામાં ઉભય શક્તિના દર્શન થાય છે. તરત જ આંબડને તેડાવવામાં આવ્યું. મહારાજા કુમારપાળે એના શીર પર સોરઠના સૂબા તરીકેની જવાબદારીને ભાર મૂક અને બનતી ઉતાવળે ગિરનારને પગથિયાથી અલંકૃત કરવાની આજ્ઞા પણ આપી. પિતાનામાં વિશ્વાસ મૂકી રાજવીએ જે કાર્ય સેપ્યું હતું તે એણે સં. ૧૨૪૧ માં પૂર્ણ કર્યું. રાજકીય અને આર્થિક ઉમય વહીવટ પ્રમાણિકપણે જાળવ્યા. વિશેષ વૃત્તાન્ત જાણવાની અભિલાષાવાળાએ શ્રી સોમપ્રભસૂરિકૃત “કુમારપાળપ્રબોધ” નામને ગ્રંથ જે. B%BBEBકામા આરોગ્યની ચાવી, જે માણસ પોતાનું આરોગ્ય બરાબર સાચવવા માગત તો હોય તેણે સ્વાદને કાબૂમાં રાખવા, ચિંતાને દેશવા દે, તો કામનાઓને અંકુશમાં રાખવી, લાગણીઓ પર લગામ રાખવી, હજી વીર્યનું જતન કરવું, મિતભાષી થવું, મૂર્ખાઇભરી મહત્ત્વકાંક્ષાઓને દૂર કરવી, દષ્ટિ તથા શ્રવણને શાંત રાખવાં. જે માણસ પોતાના મનને થકવી ન નાખે અને જીવને ચિંતાગ્રસ્ત કર બનવા ન દે તે માંદે શી રીતે પડે? ભૂખ લાગે ત્યારે જ જ ખાવું પણ અતિશય ન ખાવું તેમજ તરસ લાગે ત્યારે જ જ પીવું પણ અતિશય ન પીવું. Page #22 -------------------------------------------------------------------------- ________________ . ૪. આઝભટ ઊ આંબડ મહારાજા સિદ્ધરાજ જયસિંહના પ્રસિદ્ધ મંત્રીશ્વર ઉદાયનના પુત્ર, વાડ્મટના ભાઈ અને ખુદ રાજવીના સેનાપતિ આદ્મભટના નામથી ભાગ્યે જ કોઈ અજ્ઞાત હોય. ગુજરાતના ઇતિહાસમાં મહામંત્રી ઉદાયન તેમજ તેમના શૂરવીર સંતાને વાડ્મટ, આમૃભટ આદિને સમય પરાક્રમ અને યશગાથાથી પૂર્ણ છે. ઘણાખરા ઉલેમાં આમ્રભટને સ્થાને આંબડ નામ જેવામાં આવે છે. જાતે વણિકપુત્ર હોવા છતાં સેનાપતિ તરીકે ગૌરવસંપન્ન અધિકાર ભેગવવામાં એમણે જરા પણ ઊણપ દાખવી નથી. બુદ્ધિશાળી પિતાની વારસાગત પ્રજ્ઞા ઉપરાંત શસ્ત્રાસ્ત્રો વાપરવાની જે તાલીમ બાળવયમાં પ્રાપ્ત કરી હતી અને એમાં દક્ષતા મેળવી હતી અને જે તે જોતજોતામાં આગળ આવી ગયા અને જૂદા જૂદા યુદ્ધમાં મહારાજા સિદ્ધરાજની પડખે રહી, અરિદળને પરાજય કરવામાં હરકેઈ ક્ષત્રિયને ૌરવ લેવા જેવું પરાક્રમ બતાવી આપ્યું. સ્વશક્તિના આ પ્રકારના આવિષ્કારથી અણહિલપુર જેવા મહાન રાજ્યનું સેનાપતિ પદ તેમના પગમાં આવી પડ્યું. સેનાપતિ તરીકેની કારકિદ પણ પ્રશંસાપાત્ર છે. કપરા અને બળવાન એવા શત્રુ મલિકાર્જુનની સામે જઈ, યુદ્ધમાં Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ઐતિહાસિક પૂર્વજોની પરાજય પમાડી, બંદીવાન બનાવી લાવી રાજવીના ચરણમાં ધર્યો. એ કાર્યથી સિદ્ધરાજ બહુ પ્રસન્ન થશે. ભૃગુકચ્છ યાને આજના ભરૂચમાં પોતાના પિતાની ઈચ્છાને અનુસરી જિનમંદિર બાંધવા માટે ભૂમિધનના કામને આરંભ કર્યો. સમી પવતી કઈ વ્યંતર તરફથી મજૂરોને વિડંબના થવા માંડી. ખોદવા માંડેલા પાયામાં મજૂરે ગબડી પડવા લાગ્યા. આ વાત કાને પડતાં જ સેનાપતિ આદ્મભટ જાતે દોડી આવ્યા એટલું જ નહીં પણ “સુવ્યંત દુઃ” એ ઉકિત મુજબ પોતાની જાતને એ ખાડામાં હામી દીધી ! આ સાહસથી પ્રસન્ન થયેલ વ્યંતરે, તેમને ખાડામાંથી બહાર આવ્યું, આસન પર બેસાડી, માત્ર પ્રાસાદ બાંધવાની છૂટ આપી એટલું જ નહીં પણ એ રસ્થાનને લગતું સિંહલદ્વીપની રાજકુમારી સુદર્શનાનું વૃત્તાન્ત કહી સંભળાવી, પ્રાસાદનું નામ સમલિકાવિહાર” રાખવાની પ્રાર્થના કરી. પોતાના તરફથી દરેક પ્રકારની હાય આપવાની ખાતરી પણ એ સાથે આપી. જોતજોતામાં રમણીય પ્રાસાદ બંધાઈને તૈયાર થયે. સેનાપતિના આગ્રહથી કળિકાળસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય ત્યાં પધાર્યા અને શુભ મુહૂર્તમાં વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામીની મનહર ને પ્રભાવિક મૂર્તિની એમાં પ્રતિષ્ઠા કરી. પોતાના પિતાની અંતકાળની ઈચ્છા આ રીતે બર આણુનાર પુત્ર બડે એ વેળા યાચકને પુષ્કળ પ્રમાણમાં દાન દઈ સંખ્યા. મંગળદીપ ઉતારતી વેળા બત્રીસ લાખ ટ્રમ્પ સુધી ચઢાવે કર્યો અને દેવદ્રવ્યની વૃદ્ધિ કરી કે જેથી પ્રાસાદ અંગે નિભાવમાં તૂટ ન પડે. એક વેળા મૂળનાયકની સન્મુખ રહી, સેનાપતિ આંબડ નૃત્ય Page #24 -------------------------------------------------------------------------- ________________ - ગૌરવગાથા [ ૧૮ ] કરતા ભાવનામાં લીન બન્યા હતા, ત્યાં પૂર્વભવની કે શત્રુત્વ ધારણ કરનારી સિંધવા નામની વ્યંતરીએ ધ્યાન ચુકાવી છળ્યા અને આ રીતે વ્યંતરીના પ્રવેશથી, તે ભાન ભૂલી ગમે તેમ બકવા લાગ્યા. આ સમાચાર ઉપાશ્રયસ્થિત સૂરિપુંગવ હેમચંદ્રસૂરિને પહોંચતાં જ તેઓએ પોતાના પટ્ટ શિષ્ય યશશ્ચંદ્ર ગણિને બોલાવી કેટલીક સૂચના આપી પિતે કાયોત્સર્ગમાં લીન બન્યા. ગણિ મહારાજ મંદિરમાં આવી પહોંચ્યા. આમૃભટ તેમની સામે પણ ચાળા કરવા લાગ્યા અને મુનિશ્રીને ડરાવવા માંડ્યા. ગણિ મહારાજે શ્રાવકના ઘરમાંથી મુશળ મંગાવ્યું અને મંત્રોચારપૂર્વક જ્યાં એના પ્રહાર ઉંબર ઉપર આરંભ્યા ત્યાં તો આબડના શરીરમાં પ્રવેશ પામેલી સેંધવી વ્યંતરી ભયથી ઘજી ઊઠી. દેહ છોડી બહાર આવતાં જ સેનાપતિ તો ઢીલાઢપ બની બેસી ગયા અને આ બધું જોઈ વિસ્મય પામ્યા. ગણિ મહારાજની મુદ્રા જોઈ વ્યંતરી ધ્રુજવા લાગી અને પગે પડવા જ્યાં નજીકમાં આવે છે ત્યાં તે કરડે સ્વર સંભળાયો. “પ્રભુ ભક્ત આત્માને છળ કરી પીડવાનું કાર્ય કરનાર દુષ્ટા તને તો સખત નિશિયત કરવાની જરૂર છે.” મહારાજ માફ કરે. પુનઃ આવું આચરણ નહીં કરું.” એમ કરગરતી સંધવી બોલવા લાગી. ગણિજી-જે આ પશ્ચાત્તાપ સાચા હૃદયને હોય તો સત્વર આચાર્યશ્રી પાસે પહોંચી જા અને તેઓશ્રીની માફી માગ. આદ્મભટની શુદ્ધિ ઠેકાણે આવી ગઈ અને પૂર્વવત પિતાના વ્યવસાયમાં રક્ત બન્યા. Page #25 -------------------------------------------------------------------------- ________________ s, -- , * * * - *, * *', K D R ai - ૫. પશ્ચિમના મંડલિક આભુ સંવત્ ૧૩૦૦ થી ૧૩૪૦ આશરેના સમયમાં આ ગૃહસ્થ થારાપદ્રયાને (થરાવ?) થરાદ નગરમાં થયેલા છે. તેઓ શ્રીમાળી જ્ઞાતિમાં શિરમણ હતા એટલું જ નહીં પણ રાજ્યમાં મંત્રીશ્વરના માનવંતા અધિકાર ઉપર હોઈ, રાજા પ્રજાની પ્રીતિનું એટલી ઉચ્ચ કક્ષાએ ભાજન બન્યા હતા કે આસપાસના પ્રદેશમાં પશ્ચિમના મંડલિકના બિરુદથી ઓળખાતા. તેમની પાસે પૂર્વજોના વારસામાં મળેલ, તેમજ પોતાના આપબળે કમાઈ પ્રાપ્ત કરેલ કોડે ગમે દ્રવ્ય હતું. પ્રધાન પદના માનવંતા હોદ્દા પર આવતાં પૂવે એક નામીચા શાહ સેદાગર અને લાખાના વ્યવહારી તરીકે વ્યાપારી સમાજમાં જાણીતા હતા. સત્તાના સૂત્રે હાથમાં ધારણ કર્યા પછી સ્વબુદ્ધિબળ અને અડગ હિમ્મતના જોરે થોડા સમયમાં સારાયે રાજ્યમાં એવી સુંદર છાપ બેસાડી દીધી કે પ્રજાને ન તો ચાર લૂંટારાને ભય કે પરરાજ્યને ચઢી આવવાનો ભય રહો. શાંતિ એટલી હદે પથરાઈ અને સ્થિર બની કે વેપારવણજ સારા પ્રમાણમાં વધી પડ્યા અને થારાપદ્રની ગણના ધંધાના ધીકતા ધામમાં થવા માંડી. પાછલી અવસ્થામાં મંત્રીશ્વરે લક્ષમીને સદુપયોગ કરી આત્મશ્રેય સાધવાના ઈરાદાથી શ્રી શત્રુંજય મહાતીર્થને છરી પાળા સંઘ કાઢ્યો. સંઘમાં સાત સે જિનમંદિર, ચાળીશ હજાર ગાડાં, પંદર સે ઘેડા, બાવીસ સે ઊંટ આદિની સામગ્રી Page #26 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૨૧ ] હતી. વિસામાના મુકામમાં સામૈયાથી વધાવાતા આભુ સંઘવીએ દાન દેવામાં કચાશ ન રાખી. શ્રી શત્રુંજય ગિરિના પ્રથમ દર્શન કરવાની ખુશાલીમાં સંઘના સર્વ મનુષ્યમાં વસ્ત્રાભૂષણની કહાણી દ્વારા પહેરામણી કરી, પવિત્ર તીર્થ શ્રી શત્રુંજયની ભાવપૂર્વક યાત્રા કરી, સંઘ સાથે ગિરનાર તરફ પગલા માંડ્યા. આ સંઘ યાત્રામાં તેમણે બાર ક્રોડ સોનામહોરે ખરચી. યાત્રામાં માંડવગઢના પ્રસિદ્ધ મંત્રી ઝાંઝણ શેઠના સંઘને મેળાપ થયો હતો. પ્રથમ દર્શને આભુ સંઘવીની સંપત્તિએ ઝાંઝણ મંત્રીને આશ્ચર્ય ઉપજાવ્યું હતું. ચંચળ એવી લક્ષ્મીને વાસ પૂર્વભવની પૂન્યા ઉપર અવલંબે છે અને સન્માર્ગે વ્યય કરનારને ત્યાં એ વચ્ચે જાય છે. મંત્રીશ્વરે ૧૫૧૦ નવી જિનપ્રતિમાઓ, સંખ્યાબંધ જિનપ્રાસાદો બંધાવ્યા. ત્રણ ક્રોડ સુવર્ણ મહોરે ખરચી આગમ ગ્રંથની પ્રતા સેનાની શાહીથી લખાવી અને પ્રાપ્ત થતાં દરેક ગ્રંથની મશીન અક્ષરવાળી પ્રતિ લખાવી. ત્રણસો ને સાઠ શ્રાવકેને ધન આપી પોતાના સરખા સમૃદ્ધ બનાવ્યા. સાચી સ્વામીભકિતને આ જવલત નમૂને વર્તમાન કાળમાં હદયમાં કતરી રાખવા જેવું છે. અંતકાળ નજીક જોતાં સાત છોડ સોનામહોરોનું દાન દઈ, શુભ ધ્યાનપૂર્વક સંથારો ક્યા યાને આત્માને સર્વ આરંભથી સરાવી દીધા–ધર્મધ્યાનમાં લીન બની સ્વર્ગે ગયા. આજના યુગમાં ઉપર વર્ણવ્યા તેવા સ્વામીવાત્સલ્યની ખાસ અગત્ય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ /WW. ' ', - છે It :/ . ' . Se ૬. આશા શાહ. મેવાડના સિંહાસન પર વિરાજતા સમરસિંહ ભૂપનું મૃત્યુ થયું. રાજગાદીને વારસ એ વેળા પારણામાં ઝૂલતો હતો એ તકનો લાભ લઈ અનૈરસ રાજકુમાર વનવારે રાજ્યમાં એવી તે ધાક બેસાડી દીધી કે સાચા વારસના રક્ષણમાં કઈ અધિકારીઓ ઊભા રહેવાની હિંમત ન દાખવી શકયા. આ વાત રાણીવાસમાં પ્રસરતાં જ રાજકુંવરની માતા કંપી ઊઠી. પાસે બેઠેલી દાયણ પન્નાએ હિંમત આપતાં કહ્યું કે રાણીમાતા જરા પણ ગભરાશે નહીં. મેં તમારું લૂણ ખાધું છે અને મારા જીવનના ભાગે હું લૂણ હલાલ કરી રાજપુત્રનું રક્ષણ કરીશ.” આ વાત પૂરી થઈ ત્યાં તે સમાચાર આવ્યા કે વનવીર ઊઘાડી તલવાર સાથે કુંવરનું શીર છેદવા રાણીવાસમાં આવી રહ્યો છે. પન્ના દાઈ તરત જ કુમારને સુવર્ણ જડિત પારણામાંથી ઉઠાવી લઈ બહાર દોડી ગઇ અને અલ્પ સમયમાં પાછી ફરી. કુંવરના સ્થાને પોતાના પુત્રને સુવાડી હાલા ગાવા લાગી ગઈ. વિકરાળ ચહેરાવાળે વનવીર આવી જુસ્સાથી બોલ્યા. દાસી! ક્યાં છે બાળ રાજકુંવર?” પન્ના કંઈ પણ બેલ્યા વિના નત મસ્તકે પારણાની દેરી ખેંચી રહી. રાણું કંઈ બોલે તે પૂર્વે પારણામાં સૂતેલ બાળક Page #28 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૨૩] વનવીરની અસિને ભેગ બન્ય. આ રીતે સાચા હકદારને ઉખેડી નાંખ્યાનો આનંદ માનતો વનવીર તરત ત્યાંથી પાછા ફર્યો. રાણીથી બેલી જવાયું–“પન્ના! તું ખરેખર દાસી નથી પણ દેવી છે. પોતાના પુત્રના ભાગે તે મહારાણાના વંશને લીલ રાખે, બહેન ! તારા આ અપૂર્વ બળિદાનનો બદલે હું શો આપું ?” કુંવર મેટ થઈ ગાદીએ બેસશે ત્યારે એ વાત વિચારીશું. હજુ સામે ભયની પરંપરા ખડી છે. તમે હિંમત રાખી જે થાય તે જોયા કરે. હું કુંવરને સુરક્ષિત સ્થળે મૂકી આવું. વનવરની નજરે એ મરી ગયેલ છે એટલે મારું કાર્ય પાર ઉતારવામાં તાત્કાલિક અગવડ નહીં ઊભી થાય.” પન્ના દાસી સાથમાં વિશ્વાસુ ભીલને લઈ, પુષ્પના કરંડકમાં કુંવરને સંતાડી, વનવારના રક્ષકેની ચકી વટાવી અરવલ્લી પહાડને દુર્ગમ માર્ગમાં ચાલી નીકળી. શૈલમાળાને વટાવતી અને ફૂટ માર્ગોને ઓળંગતી કેટલાયે મંડલિકેના ગામમાં ભ્રમણ કરી વળી! વનવીરના કપરા ભયથી એક પણ મંડળિકે કુંવરને ગુપ્તપણે પોતાના પ્રદેશમાં રાખી ઉછેરવાનું સાહસ ન કર્યું. પૈસાની અને બીજી ત્રીજી મદદ આપવાની હા ભણી પણ રક્ષણ આપવા સંબંધમાં તે સ્પષ્ટ ના સંભળાવી! નારી જાતિમાં રત્ન સમી દાસી પન્ના ક્ષત્રિયામાંથી–રાજપુત વંશમાંથી આટલી હદે ક્ષાત્રતેજ નષ્ટ થયેલું નિરખી હતાશ બની! શરણે આવેલાને રક્ષણ આપવામાં ધર્મ માની ધન-સંપત્તિ અને રાજ્ય સુદ્ધાં ખુવાર થવા દેનાર રાજવીઓ ક્યાં અને અત્યારના આ ભીરુ મંડળિકે કયાં? કેટલું અધઃપતન ! આવી ડરપકતા આ રાજસ્થાનમાં ઘર ઘાલતી જોઈ એ બહુ મુંઝાઇઆમ છતાં હિંમત ન હારી રાજકુમારને Page #29 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક પૂર્વજોની [ ૨૪ ] લઇ કમલમેરના દુ માં જઇ પહોંચી. આખરે અહીં તેના પરિશ્રમને ફળ બેઠું. દ્વિપ્રા નામના વણિક કુળમાં ઉત્પન્ન થયેલ આશા શાહ નામના તેજસ્વી અધિકારીના હાથમાં રાજ્ય વ્યવસ્થા હતી. કમળમેરમાં અને આસપાસમાં તેની સાહસિકતાની હાક વાગતી હતી. એના પરાક્રમ સામે ભલભલા રાજપૂતા હારી જતા-આ જાતની શૌર્યકથા લેાકમુખે સાંભળી પન્નામાં અહીં રક્ષણ મેળવવાની આશા અંધાઈ. પ્રયાસ કરી તેણીએ આશા શાહની મુલાકાતના ચાગ સાચ્ચેા. શાહ પેાતાના વિશ્રામગૃહમાં બેઠા હતા, નજિકના ઉઘાડા કમરામાં તેમના વડિલ-યેાવૃદ્ધ માતુશ્રી બેઠા હતા. એ વેળા દાસી પન્નાએ પ્રવેશ કરી, પેાતાના ખભેથી રાજકુ ંવરને ઉતારી, શાહના ખેાળા આગળ ગાદી ઉપર મૂકયા. કઈ સવાલ પૂછાય તે પૂર્વે જ પન્નાએ કેવા સંયેાગામાં મહારાણાના આ ખરા વંશજનુ રક્ષણ થયું એ સર્વ નમ્રતા પૂર્વક કહી બતાવ્યું. એ માટે રક્ષણ મેળવવા સારુ પેાતાના માથે વીતેલા વીતકાની કહાણી પણ વર્ણવી અને રક્ષણુ આપવાની પ્રાર્થના કરી. આશા શાહુ—માઈ ! તેં કહ્યા એવા ચમરબધીએ જ્યાં રક્ષણ આપવામાં પાછા પડયા ત્યાં મારા સરખા અને નાનકડા દુના અધિકારીનું ગજું શું ? એમ કહી કુંવરને ગાદી પરથી લઇ જ્યાં પાછા આપવા જાય છે ત્યાં કમરામાં રહી, વાત સાંભળી રહેલા વૃદ્ધ માતુશ્રી મહાર આવ્યા અને જીસ્સાથી ખેલ્યા. દીકરા તું શું કરવા જાય છે? તુ કૈાની કૂખે જન્મ્યા છે તે યાદ છે ને ? તારી નાડીમાં ટ્ઠિાવંશનુરક્ત વહે છે એ Page #30 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૨૫] જાણે છે ને? સ્વામીના શુભેચ્છકોને ધર્મ પોતાના સર્વસ્વના ભેગે સ્વામીના સંતાનનું રક્ષણ કરવાનું છે. બીજા ભલે એ ફરજ ભૂલ્યા હોય, એવા કાયરને દાખલ શા સારુ લે? સાચા રે વિપત્તિ કે વિદતપરંપરાથી ડરે જ નહીં. જિન ભગવંતના ઉપાસકને કાયરતા કેવી ? આત્માની અમરતા માનનાર પરોપકારમાંથી પાછા ડગ ન ભરે ત્યારે અહીં તો ખુદ સમરસિંહના કુંવરના રક્ષણને સંબંધ છે. એ બાળક છે છતાં આપણે સ્વામી છે. એને વાંકો વાળ આપણુ જીવતાં ન થાય એવું કરવાનો આપણે ધર્મ. દાસી પન્નાથી પણ આપણે ગયા? ધન્ય છે એ અબળાને કે જેણે પોતાના પેટના જાયાને ભોગ આપી કુંવરનું રક્ષણ કર્યું. માતાના હદયદક વચન સાંભળી આશા શાહના ચક્ષુ પર છવાયેલા પડળ ખસી ગયા. એણે કુંવરના સંરક્ષણને ભાર પિતાના શીર પર સ્વીકારી લીધો. ધન્ય છે એ માતાને ! ધન્ય છે જેન કુળદીપક આશા શાહને ! અને ધન્ય છે એ સમયની શ્રી સેવિકા પન્નાને! મેવાડના ગૌરવવંતા ઈતિહાસમાં જૈનધમી “શાહ” નો ફાળો નાનોસૂને નથી જ. * = = * * દw.. Page #31 -------------------------------------------------------------------------- ________________ - ? 13 તા તા ' : 1, : કાર ? ૭. ગદા મંત્રી આહમદશાહે અમદાવાદ વસાવ્યાની વાત સુપ્રસિદ્ધ છે. એ વેળા કર્ણાવતીથી જે ગુર્જર વણિકે આવી ત્યાં વસ્યા એમાં ગદાશાના પૂર્વજે પણ હતા. આ વણિકે વ્યાપાર-વણજમાં એક્કા ગણાતા. તેમના કરીયાણુથી લદાયેલા વહાણે, સફરી જહાજો દૂર દેશાવર સુધી સફર ખેડતાં, લાખો નૈયાને કયવિક્રય કરતા. ભારતવર્ષની વિવિધ ચીજો વેચી તેઓ સેનિયા લાવતા એ કારણે આ ભૂમિ “સુવર્ણ ધરતી'ની ઉપમા પામેલી. વહાણવટું ધંધામાં અગ્રપદે હેવાથી, ખરૂં નામ “વહાણીઆ” હતું. કાળાંતરે “વાણિઆ’ નામ અપભ્રંશમાં આવ્યું. આવા એક ગુર્જર આગેવાનને પુત્ર નામે ગદાશા. પોતાની આવડત, સાહસિકતા અને કાર્યદક્ષતાને જેરે ટૂંક સમયમાં ગદાશ રાજનગરના સુલતાન મહમદ બેગડાના પ્રીતિપાત્ર થઈ પડયા; અને મંત્રીપદના અધિકાર સુધી પહોં. ચા. અહિંસા ધર્મના ચુસ્ત ઉપાસક છતાં, શ્રાવક ધર્મની મર્યાદા બરાબર સમજતા અને રાષ્ટ્રના કાર્યમાં પરાક્રમ બતાવવાના સમયે કદી પણ પાછી પાની કરતા નહીં. પ્રત્યેક માસની પર્વણુએ પૌષધોપવાસ કરતા અને બીજા દિવસે પારણું કરવા રસવતી-ગૃહમાં પ્રવેશતા ત્યારે સાથમાં પાંચ-પચાશ નહિ પણ લગભગ બસો-ત્રણસો સ્વયમી બંધુઓ તેડી જતાં. તેમની ભકિત કરી સ્વામીવાત્સલ્ય જેવા ભગવંતકથિત અપૂર્વ ને પવિત્ર Page #32 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૨૭ ] કાર્ય ના આનંદ માણતા. ચુસ્ત શ્રાવકને શાલે તેવી આ કાર્યવાહી નિરખી કાઇક વાર પાદશાહને વિસ્મય થતું. એકાદ વાર તેા એ ખેાલી પણ ચૂકેલા કે > ન સત્રીશ્રીએ નમ્રતાથી એ વેળા જવાબ વાળેલા કે • એક તરફ નાનામાં નાના જીવની ક્રયા ચિંતવવાના દાવા કરવા, અને બીજી તરફ્ સમરાંગણમાં સંખ્યાબંધ આદમીએના માથા વાઢી નાંખવા? એના મેળ શી રીતે મળવાના ? એવું કરવા કરતાં એવી ઝીણી દૃયાના દંભ ન કરવા એ વધુ સારું' લેખાય. સ’સારસ્થ માનવ ત્યાગી શ્રમણ જેવી દયા ન પાળી શકે છતાં વિના કારણે એણે હિંસામાં હાથ એળ્યા જ કરવા એ શું વ્યાજખી છે? શકિત અનુસાર, નાનામાં નાના અને નિરપરાધી જીવની યા પાળવી એમાં દંભ જેવુ છે શુ? એક જૈન ધર્મના અનુયાયી તરીકે મારે મારા શ્રાવક ધર્મની આવશ્યક કરણી પ્રતિદિવસ કરવી જોઇએ. એ જ ધેારણે ગુજરભૂમિના સંતાન તરીકે, આપશ્રીના વફાદાર સેવક તરીકે, જો મારા દેશ પર સંકટ આવ્યું હાય અથવા તેા મારા રાજવીની આખરૂના પ્રશ્ન ખડા થયા હાય, તે મારામાં જે કંઈ શકિત હાય એ દાખવીને પણ એમાંથી સંરક્ષણ કરવું જોઇએ. એમ કરવા જતાં જરૂર હિં'સા લાગવાની છતાં એના બંધ પાતળા પડવાના. અંતરમાં ક્રજના ખ્યાલ સિવાય અન્ય કલુષિત વૃત્તિ ન હેાવાથી ચીકણા કર્મ નહિં. ખ ધાવાના કેમકે બંધના આધાર તેા અંતરના પરિણામ પર અવલંબે છે. મારા ધમ આત્મિક શ્રેયને અગ્રપદ આપતા હાવા છતાં રાષ્ટ્ર પ્રત્યેની કે સમાજ પ્રત્યેની ફરજ અદા કરવામાં જરા પણ આડી લીંટી દારતા નથી. .. મહમદશાહ માઁત્રીશ્રીની વાણી સાંભળી ખુશ થયેા અને કહેવા લાગ્યા કે—ગદાશા, તમારા સરખા દેશભકતા માજીદ છે ત્યાં સુધી ગુરભૂમિ વિજયવંતી છે. જે ધર્મ પાતાના હમ Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] ઐતિહાસિક પૂવ જોની શરીકેાને આવી સુંદર શિક્ષા આપે છે એ માટે મારા જેવા તરફનું કંઈ કામ હાય તા સુખેથી કહેજો. આ જાતના પરાક્રમશાળીપણાથી મંત્રી ગઢાશાએ રાષ્ટ્રની સેવા તેા કરી, પણ સાથેાસાથ જૈન ધર્મની પ્રભાવના વિસ્તારી. એમણે પરિકર યુકત એકસે ને આઠ મણુ વજનવાળી પિત્તળની એક રમણિય શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિ તૈયાર કરાવી અમદાવાદથી હજારો માણસાના સધ સહિત મંગળ ચાઘડીયે વાજતેગાજતે શ્રી આખુ ગિરિરાજ પ્રતિ પ્રયાણ કર્યું. મુકામ કરતા અને સંઘ ભિકિત સાચવતા મંત્રીશ્રી પવિત્ર તીર્થ પર આવી પહોંચ્યા. ભીમશીશાહે કરાવેલા મનેાહર દેવાલયમાં પેલી મૂર્તિની સંવત ૧૫૨૫ ફાગણુ શુટ્ઠ ૭ ને શનિવારે તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિજીના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. મહમદ બેગડાના આ મંત્રીની ચાતરફ એવી સુંદર પ્રતિષ્ઠા જામી હતી કે તેઓ સ ંઘ સહિત આવી રહ્યા છે એવા સમાચાર મળતાં મિપના પ્રદેશના ભાનુ અને લક્ષ નામના રાજવીઓ, સન્માન અર્થ કેટલાક મુકામ પૂર્વે સામે આવેલા અને સંઘને કાઇ પણ જાતની તકલીફ ન પડે એની કાળજી રખાવેલી. મંત્રી ગદાશાએ પણ્ છૂટા હાથે લક્ષ્મી ખરચી હતી. હાથનુ ભૂષણુ જે દાન કહેવાય છે, એ દેવામાં કચાશ નહેાતી રાખી. એક લાખ સેાનામહારા એ પ્રસંગે વપરાણી હતી એવી નોંધ પ્રાપ્ત થાય છે. ઉપરાંત જાણવા મળે છે કે ત્રીશ હજાર દુશ્મ ખરચીને ચાતરમાં આવેલા સેાજિત્રામાં નવું જિનમ ંદિર અંધાવ્યું હતું. જનની જણ કાં ભક્તજન, કાં દાતા, કાં શૂર; નહીં તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. ગદાશાનુ જીવન જોતાં આ કવિવચન અક્ષરશ: સાચુ જણાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૮. ઉકેશવશી માહણસિંહ વર્તમાન કાળના માપે માપતાં, સાક્ષીને, વિચારકેાને અને કેટલાક લેખકાને એમ લાગે છે કે જૈના એટલે વાણિયા, માત્ર કરીયાણાના વેપારીએ ! દયાના એથા હેઠળ ભીરુતાને વરેલા માનવીએ ! પણ ઇતિહાસના ઊંડાણમાં અવગાહન કરતાં આ માપ સાચું જણાતું નથી એટલું જ નહીં પણ એ જૈનાને અન્યાય કરનારું છે એમ નિઃશ ંકપણે કહી શકાય. છેલ્લા સ। દાઢસા વર્ષથી જૈના રાજકારણમાં આછે રસ ધરાવી, ઘણુંખરું વેપાર-વણજમાં લયલીન બન્યા છે એ સાચુ છે પણ તેથી એમનામાં મુસદ્દીગીરી કે ડહાપણુનું દેવાળું નીકળ્યુ છે એ જેમ સાચું નથી તેમ એ પણ સાચુ નથી જ કે તેઓ દયાના એથા નીચે મીકણુ અન્યા છે. પેાતાના ધનવડે ભારતવર્ષના ભિન્ન ભિન્ન પ્રદેશમાં શિલ્પ-કળાના અનુપમ ધામ સમા જે રમણિય પ્રાસાદો તેઓએ સાવ્યા છે એ જોતાં સહજ કપી શકાય છે કે-લક્ષ્મી પરતુ મમત્વ તા એમણે ત્યજેલુ છે જ અને સાથેાસાથ જે વિષમ સંચેાગામાં આ ધામેા ઊભા કર્યા છે એ જોતાં રાજદરબારમાં પણ તેમની પ્રતિષ્ઠા ઓછી નહાતી જ સચેાગેાના પ્રવાહમાં પૂર્વજોનું ક્ષાત્રતેજ કમી થવા માંડેલું પણુ દાન ગુણ તેા અગાઉના જેવા જ કાયમ રહેલા ષ્ટિગેાચર થાય છે. પેાતાના દીદી કાર્યદ્વારા તેઓએ હજારા કારીગરને પાષણ આપેલુ છે અને ભારતવર્ષની કીતિ-પતાકા સૃષ્ટિના દૂર દૂર ખૂણા સુધી ફરકાવવામાં ફાળા નેાંધાગ્યેા છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ T! ' [ ૩૦ ] ઐતિહાસિક પૂર્વજોની જેસલમેર જેવા એકલવાયા નગરમાં, ગાદી પર જ્યારે લક્ષમણસિંહ રાજા વિરાજતા હતા ત્યારે વાતનાયક મેહસિંહ સૌકેઈની નજરે ચઢે છે. રાંકા શેત્રની અટકવાળા શેઠ કુટુંબમાં એ થયા. સાહસના બળે લક્ષ્મી સંપાદન કરી અને પરિવારમાં ધન્નાશા અને અજયસિંહ જેવા પુત્રરત્નનો વેગ સાંપડ્યો. પુન્યવંતને ત્યાં ભૂત રળે” એ ઉક્તિ અનુસાર પરિવાર–વૃદ્ધિ થતી ચાલી અને લક્ષમી દેવીની લીલા પણ વિસ્તરી. પોતાના નગરમાં આવે આગેવાન વેપારી અને જરૂર પડયે ધનના ઢગલા કરી નાંખે એવો શ્રીમંત છે એ સાંભળીને લક્ષમસિંહ મહારાજે એને તેડાવી, આદરસત્કાર કરી, રાજ્યમાન્ય બનાવ્યા. ઉભય વચ્ચે સ્નેહ ગાંઠે મજબૂત બનતી ચાલી. ધન-ધાન્યના સદ્દભાવવાળા એ સમયમાં ત્યાં વિચરતા ખરતરગચ્છીય શ્રી જિનવર્ધનસૂરિ પધાર્યા. પ્રાપ્ત થયેલ લક્ષમીનો વ્યય કરી ધર્મપ્રભાવના કરવાના હેતુથી મેહસિંહે રાજવી પાસેથી સુંદર સ્થળ પસંદ કરી જગ્યા મેળવી, એ ઉપર રમણિય દેવાલય બંધાવ્યું અને પધારેલ સૂરિજીના વરદ હસ્તે એમાં ધામધૂમપૂર્વક કરુણાનિધાન શ્રી તીર્થકર પ્રભુ શાંતિનાથના મનહર બિંબની પ્રતિષ્ઠા કરાવી. સારાયે નગરમાં જય જયકાર થયે. જેના ધર્મની પ્રભાવના વિસ્તરી સંઘના અન્ય ભાઈઓમાં આ પ્રસંગ નિરખી એવી તીવ્ર ભાવના ઉદ્દભવી કે તેઓએ ફાળા કરી બીજું એક જિનમંદિર બંધાવ્યું. સૂરિમહારાજ વિહાર કરી ગયા હોવાથી પ્રતિષ્ઠા ટાણે ખરતરગચ્છીય શ્રી સાગરચંદ્રસૂરિજીને આમંત્રણ કર્યું. વિધિ-વિધાન અને આડંબર સહિત એ નવીન પ્રાસાદમાં પુરુષાદાની શ્રી પાર્શ્વનાથની મૂર્તિ પધરાવી. આ રીતે રાજપુતાનાના એકાંતભાગમાં પડેલા નગરમાં રાજા અને પ્રજાના સુમેળથી આનંદના પૂર વહી રહ્યા. આજે પણ એ મંદિરે પૂર્વકાળની કીર્તિગાથા ઉચારતા ઊભા છે. અણીના સમયે ધનના ઢગલા કરી રાજ્યની વટ રાખનાર એ કુટુંબનું નામ પ્રજાના હદયમાં રમે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૯. સિદ્ધરાજને સમય અને જૈન મંત્રીઓ (૧) સજજન મંત્રી સિદ્ધરાજના એક મંત્રી સજન નામે હતા. આ નામ ઈતિહાસના પાને અંકિત થયેલ છે. અણહિલપુરપાટણની સ્થાપના રાજવી વનરાજ ચાવડાથી થઈ છે અને એ વેળા જેન ધમી મુસદ્દીઓ મંત્રીપદ ધરાવતા આવ્યા છે. જેવા તેઓ સાહસિક વ્યાપારી હતા તેવા જ તેઓ સમય આવે શસ્ત્રો પણ ફેરવી જાણતા હતા અને રાજ્યના વહીવટી તંત્રમાં કલમ પણ ચલાવી શક્તા હતા. એમાં શ્રીમાળી વંશના જાબ અને ચાંપાના નામ અગ્ર પદે આવે છે. મંત્રી સજજન એમાંના એકને વંશજ હતો. એ કાળે સૌરાષ્ટ્રને કેટલાક પ્રદેશ સિદ્ધરાજના તાબામાં હતો છતાં ત્યાં વારે કવારે છમકલા થતાં. સજજનની બાહોશી અને આવડત જોઈ એ મહત્ત્વના સ્થાનમાં દંડનાયક તરીકે સિદ્ધરાજે એને મૂક્યું હતું. રાજવીએ મૂકેલા વિશ્વાસ પ્રમાણે સજજન મંત્રીએ પોતાના બુદ્ધિબળથી એવું તે ચતુરાઈપૂર્વક કામ લીધું કે ત્યાં શાંતિ પથરાઈ અને વર્ષો જૂની લહેણુની રકમ વસુલ થઈ. દરમીયાન જૂનાગઢમાં ભદ્રેશ્વરસૂરિ મહારાજના પગલા થયા. ગિરનાર પરના દેવાલયમાં યાત્રા કરતાં તે મહાત્માને તાત્કાલિક જીર્ણોદ્ધારની અગત્ય જણાઈ. વ્યાખ્યાનમાં એ સંબંધી ઉલ્લેખ કરતાં કહ્યું કે Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] ઐતિહાસિક પૂર્વજોની સજન જેવા જેનધમી દંડનાયકની હાજરી છતાં આ તીર્થમાં જીર્ણોદ્ધાર અંગે મારે વિવેચન કરવું પડે એ જૈન ધર્મની પરંપરા જોતાં શોભાસ્પદ નથી જ. પૂર્વનો ઈતિહાસ સ્વયં બોલી રહ્યો છે કે-જ્યારે જ્યારે શાસનરક્ષાના કાર્યો આવ્યા છે ત્યારે ત્યારે જેમ પૂર્વાચાર્યોએ કમર કસી છે તેમ તીર્થ કે મંદિર આદિના ઉદ્ધાર વેળા શ્રદ્ધાસંપન શ્રાવકોએ જરા પણ પીછેહઠ નથી કરી.” તેજી તુખારને ઈશારાની જ અગત્ય લેખાય. એને માટે ચાબૂકના સપાટા ન જ હોય. સગોની સાનુકૂળતા નહતી એ છતાં સજજન મંત્રીએ ગિરનારના જૈન મન્દિરને જીર્ણોદ્ધાર સં. ૧૧૮૫ માં કરાવ્યું. એમાં સૌરાષ્ટ્રની ઉપજને ઘણેખરે ભાગ ખરચાય. આ વાત પાટણમાં રાજવીને કાને પહોંચી. સિદ્ધરાજ કાનને કાશે નહોતો છતાં એ પ્રસંગે તપાસ કરવાનું મનમાં નક્કી કરી, તક મળતાં એ જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે ખાસ ગિરનાર પર મંત્રીને લઈ ચઢ. જાણે હમણું જ ન બંધાવ્યા હોય એવા રમણિય મંદિરે જોયા પછી એને સમજાયું કે આ પાછળ હજારોને ખર્ચ સંભવે જ, એ ક્યાંથી આવ્યા તે જાણવું જરૂરી છે. તરતજ મંત્રી સજજનને ઉદ્દેશી સવાલ કર્યો. અહીં તાજો જ જીર્ણોદ્ધાર થયા છે નહિ વારૂ? ખરચ તે ઠીક ઠીક થયે હશે, છતાં એ સાથે કારીગરોએ કામ પણ સાચે જ મન મૂકીને કર્યું છે. ધન્ય છે એના કરાવનારને! મહારાજ ! અન્યને ધન્યવાદ આપવાની અગત્ય નથી. મહારાણી મીનળદેવીના લાડકવાયા એવા આપશ્રીની અહીં જે ઉપજ આવી હતી તેમાંથી જ મેં એ કાર્ય કરાવ્યું છે. એમ કહી ભદ્રવરસૂરિવાળા પ્રસંગની વાત કરી અને અંતમાં જણાવ્યું કે Page #38 -------------------------------------------------------------------------- ________________ નાગાથા [૩૩ ] આપની એમાં સંમતિ હોય તે જ એ ખરો રાજ્યના દફતરે ઉધરાવું નહિં તે એ રકમ ભરપાઈ કરવાનું મારા શીરે છે. મંત્રી સજજન ! આ રમણિય સ્થાનમાં આ પ્રકારની દીર્ધદશિતા વાપરી માત્ર એક વેડફાઈ જતાં વારસાને તેં બચાવ્યો છે એટલું જ નહીં પણ સાથે સાથે મારી કીર્તિને દિગંત વ્યાપી બનાવી છે. (૨) શાતુ મહેતા સિદ્ધરાજના આ અમાત્ય શાન્ત મહેતા ઉપરાંત શાસ્તુક કે સંપન્કર નામથી ઓળખાયેલા દષ્ટિાચાર થાય છે. “વિકમાંકદેવ ચરિત, ચૌરપંચાશિકાના કર્તા તેમજ રાજવીના પિતા કર્ણદેવના સમકાલીન પ્રસિદ્ધ કાશ્મીરી કવિ બિહણ પોતાની નાટિકા “કર્ણસુન્દરી ”માં જણાવે છે કે-કર્ણદેવના વખતમાં શાનું મહાઅમાત્યપદે હતા. મહામાત્ય સંપન્કરે પાટણમાં વર્તાવેલા શ્રી આદિનાથની યાત્રા-મહત્સવ વેળા એ નાટિકા ભજવાવેલી એ ઉલ્લેખ એની પ્રસ્તાવનામાં છે. બિહણે “કર્ણસુન્દરી”માં શાસ્તુને “વાસવદત્તા” માં વર્ણવેલા વત્સરાજના મહામાત્ય યૌગંધરાયણ સાથે સરખાવ્યું છે. તેની ચતુરાઈ, ધર્મપ્રેમ અને શૈર્ય અંગેની અનેક વાતે પ્રબન્ધચિંતામણિ કારે નેંધી છે. કવિ બિહણ બ્રાહ્મણ હેવા છતાં આ નાટિકાના મંગળાચરણમાં જિનેશ્વરની સ્તુતિ કરે છે તે વિચારતાં એ કાળે સાંપ્રદાયિક્તાનું ઝેર નહતું પ્રસર્યું અને પરસ્પરને સદ્દભાવ સંગીનતાસૂચક હતું એમ અનુમાની શકાય છે. આ ઉપરાંત અન્ય સંખ્યાબંધ એતિહાસિક તેમજ અર્ધએતિહાસિક પ્રબન્ધાત્મક ગ્રન્થોમાં શાંતુ મંત્રી વિષેના જે Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] ઐતિહાસિક પૂર્વજોની ઉલ્લેખે અને હકીકતે મળી આવે છે એ ઉપરથી મંત્રીશ્વરની મહત્તા અને પ્રભાવિતા કેવી સચોટ હતી એને કયાસ કાઢી શકાય તેમ છે. અભયદેવસૂરિના ઉપદેશથી શાનું મંત્રીએ ભચના સમલિકાવિહારમાં સુવર્ણ કળશે ચઢાવ્યા હતા એવો ઉલ્લેખ શ્રી ચંદ્રસૂરિકૃત પ્રાકૃત “મુનિસુવ્રતચરિત્ર'માં છે. ધમી આત્માઓ રાજકારણમાં પણ ઉમદા ભાગ ભજવી શકે છે એ ઉપરના વૃત્તાંતથી સમજાય તેમ છે. નેધ–સજજન તેમજ શાતુરૂપ મંત્રી યુગલે વડઉદયમાં વિસ્તૃત રથયાત્રા કરાવી એ ઉલ્લેખ પ્રશસ્તિમાં છે. આ વડઉદય તે હાલનું વડોદરા હોય એ સંભવિત છે. (૩) સેમ સચિવ વિશ્વને આનંદ આપનાર, હંમેશાં ગુરુ પ્રત્યે પ્રેમ રાખનાર તથા મેઘના જેવી લીલાને ધારણ કરનાર સામ” કે જેની ધર્મોરાતિ વિકાસ પામતી જાય છે તથા માંગણેના હાથરૂપી છીપમાં દાનરૂપી સ્વાતિવૃષ્ટિ કરી હોવાને કારણે જેને યશ દિશારૂપી સ્ત્રીઓનું મંડન કરનાર મેતીના જેવો નિર્મળ અને પવિત્ર છે. તે સેમ સચિવ ચંદ્ર જેવા શુભ ગુણેથી યુક્ત હતો. તેણે સિદ્ધરાજને મૂકીને બીજા કેઈને પોતાને સ્વામી બનાવ્યો નહોતે. લેખના આલેખનમાં કવિ પ્રશ્ન કરે છે કે – લક્ષમીના નિવાસસ્થાનરૂપ કમળ પોતાને ઉલસિત કરવા માટે ભાસ્કર સિવાય બીજા કોઈ તેજની વાંછના શું કરે છે ખરું? ઉપરના લખાણ ઉપરથી તેમજ અન્ય અનેક પ્રશસ્તિઓ Page #40 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૩૫] અને ગ્રન્થ ઉપરથી જાણી શકાય છે કે “એમ” એ સિદ્ધરાજને મંત્રી હતા, તેની સ્ત્રીનું નામ સીતા હતું. ગુજરાતના મહામંત્રી વસ્તુપાલના પૂર્વજોની વંશાવલિમાં જણાવેલ છે કે પ્રાગુવાટ વણિક ચંડપને પુત્ર ચંડપ્રસાદ, તેને પુત્ર સમ, તેને આશરાજ અને તેના પુત્ર વસ્તુપાલ-તેજપાલ હતા. આમ એ વસ્તુપાલ-તેજપાલને પિતામહ હતે. (૪) મહામંત્રી મુંજાલ મંત્રીશ્વર મુંજાલ એ કેવલ સિદ્ધરાજના સમયને ન કહી શકાય. કર્ણદેવના રાજ્યકાળમાં એ દાખલ થયેલ. પોતાની બુદ્ધિમત્તાના જોરે આગળ વધેલ અને સિદ્ધરાજ બાળઅવસ્થામાં હતે ને રાજકારભાર રાણી મીનલદેવી ચલાવતા હતા ત્યારે એ પિતાની કુશાગ્રબુદ્ધિના બળે, રાણીના જમણા હાથરૂપ બની ગયો એટલું જ નહીં પણ અણહિલપુર રાજ્યની પ્રતિભા વિસ્તારવામાં આગળ પડતો ભાગ એણે લીધા. મહાઅમાત્યના ગૌરવ સંપન્ન પદે વિરાજ્યો અને ગુજરાતના ચાણકયની ઉપમા મેળવી. સં. ૧૧૪૬માં “કર્ણદેવ’ના રાજ્યમાં મહામાત્ય મુંજાલની વસતિમાં રહી પાટણમાં તાડપત્ર ઉપર હરિભદ્રસૂરિકૃત યોગદષ્ટિસમુચ્ચય સટીકની પ્રત લખાઈ. સમરક્ષેત્રમાં વિજય પ્રાપ્તિના અને રાજ્યમાં સુંદર વહીવટના જે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે એ જોતાં મહામાત્ય મુંજાલની પ્રતિભા અદ્વિતીય હતી. એનું જૈનત્વ સંકુચિત દશામાં નહોતું. એની પ્રમાણિક્તા માટે બે મત પણ નહોતા. Page #41 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ]: ઐતિહાસિક જજોની . (૫) મહામાત્ય આશુક મહામાત્ય આશુકની મંત્રણાથી સિદ્ધરાજ જયસિંહે શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી તેની પૂજા માટે બાર ગામનું શાસન કરી આપ્યું હતું. સં. ૧૧૭૯ થી સં. ૧૧૮૧ માં મહામાત્ય પદ શોભાવનાર, આ આથક મંત્રી વાદીદેવસૂરિ તથા કુમુદચંદ્ર વરચે વાદ થયે ત્યારે હાજર હતા. સં૧૧૭૯ માં કર્ણાવતીમાં આશુક મહામાત્ય પદે હતા એ વેળા ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત તાડપત્ર પર લખાઈ. સિદ્ધરાજે દેવસૂરિને જયપત્ર આપવા સાથે તુષ્ટિદાન તરીકે એક લાખ સોનામહોરો આપવા માંડી, પણ તે જૈન સાધુના આચાર પ્રમાણે અસ્વીકાર્ય થતાં આથક મહામાત્યની સંમતિથી એ રકમ સિદ્ધરાજે જિનપ્રાસાદ બંધાવવામાં ખરચી. સં. ૧૧૮૩ના વૈશાખ સુદ ૧૫ ને દિને એમાં શ્રી કષભદેવની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી. (૬) ઉદયન મંત્રી મારવાડથી વખાના મારેલા ઉદયન શ્રાવકે પોતાની પ્રજ્ઞાના જેરે પાટણમાં વસવાટ કર્યો એટલું જ નહીં પણ જોતજોતામાં એ ધનવાન બન્યા અને સાથોસાથ રાજમાન્ય બન્યા. સિદ્ધરાજના સમયમાં એ મંત્રીના અધિકારે પહોંચ્યો. ઘડીભર મહામાત્ય મુંજાલને લાગ્યું કે પિતાને આ સ્વામીભાઈ પિતાને ઊંઠા ભણાવે તે નિવડશે અને આ મહાપદ પર બેસી જશે. રત્નપરીક્ષક મહામાત્યે ઉદયનની તેજસ્વિતા પિછાની લીધી અને પ્રસંગ પ્રાપ્ત થતાં “રાજમામા”નું બિરૂદ અપાવી, એને ખંભાતના સૂબાના પદે બેસાડી દીધો. આ રીતે અણહિલપુર પાટણથી અને રાજવીની નજરથી દૂર રાખી થંભતીર્થને એ કાળે વિષમ ગણાતા વહીવટે એને સ્થાપી એક કાંકરે બે પક્ષી Page #42 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા | [૩૭]. મારવા જેવું કર્યું. ઉદયન મંત્રીએ ઝીંઝુવાડાનો કિલે બંધાવ્યો હતા. આ થંભતીર્થ એ સમયમાં ગુજરાતનું નામીચું બંદર હતું એટલું જ નહીં પણ રાજકીય દૃષ્ટિયે અતિ મહત્વનું સ્થાન ગણાતું હતું. ઉદયનના મંત્રીપણામાં એમાં સર્વદેશીય વધારો થયે. દીર્ઘદશિતાભરી રાજનીતિથી એની રિદ્ધિસિદ્ધિમાં વધારો થ. બખેડા નામશૂન્ય થયા અને વ્યાપાર ભયમુક્ત બને. એટલે જ ઉદયન મંત્રી એ પદ પર કાયમ જેવા થઈ ગયા. સિદ્ધરાજ કઈ પણ રીતે ભાવી વારસ કુમારપાલનું કાટલું કાઢવા માંગતા હતા. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ સ્વજ્ઞાનબળે પાટણની ગાદી કુમારપાલને મળનાર છે એ નિશ્ચિતપણે કહ્યું હતું. શ્રદ્ધાસંપન્ન મંત્રીએ સૂરિજીના વચન ઉપર શ્રદ્ધા રાખી એવી ચાલાકીથી કામ લીધું કે ભાવિ નૃપતિના જીવનની રક્ષા કરી છતાં સિદ્ધરાજની જરા પણ ઈતરાજી ન વહોરી “રાજમામા” ગણાતા આ બુદ્ધિમાને પાછળથી “રાજપિતા”નું બિરૂદ પોતાની આવડતના બળે મેળવ્યું હતું. કુમારપાળે પૂર્વને ઉપકાર ધ્યાનમાં રાખી ઉદયનને મહામાત્ય બનાવ્યા. એમની સલાહ લીધા વિના એ ડગલું પણ ન ભરતા. સૌરાષ્ટ્ર જીતવા એમને જવાનું થયું. જીવનના ભેગે જયશ્રી મેળવી. (૭) શાહ કુંવરજીના પૂર્વજો અણહિલપુર પાટણના શૃંગારરૂપ, ઈલાહી સંવત્ ૪૧ (વિક્રમ સંવત ૧૬૫ર) વર્ષે વૈશાખ વદ ૧૫ ને ગુરુવારે રેવતી નક્ષત્રમાં શુભ મુહૂર્ત કુંવરજી શાહે, સ્ત્રી સભાગદે, બહેન વાછી, પુત્રી જીવાણું આદિના પરિવારયુક્ત શ્રી વાડીપાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા સુરગિરિ સમ ભાતા ચતુર્મુખ ચૈત્યમાં કરી. શાહ Page #43 -------------------------------------------------------------------------- ________________ 2.. [૩૮] ઐતિહાસિક પૂર્વજોની મહીપતિને અમરી ભાર્યાથી વસ્તુપાલ નામા પુત્ર થયે. એની પત્નીનું નામ સિરિયાદે. એ ઉભયને તેજપાળ નામા પુત્ર થયો. વસ્તુપાળ અને તેજપાળ બને એ મંત્રીપદા સાચવ્યા. વીરધવળના સમયમાં થયેલ વસ્તુપાળ તેજપાળ નામના વિખ્યાત બંધોથી આ જૂદા છે એ સહજ સમજાય તેમ છે. તેજપાળની સ્ત્રીનું નામ ભાનુ હતું. આથી જનોના મનોરથ પૂરવામાં ક૯વૃક્ષ સમાન, જિનધર્માનુરક્ત અમરદત્ત નામનો પુત્ર તેમને થયો. ઉકેશ વંશમાં એ મુખ્ય ગણાતો. એની સ્ત્રીનું નામ રતનાદે. કુંવરજીશાહના એ માતપિતા. છconomic Sex મનનીય ઉદ્દગાર પંચાસરના રાજકુલને જેનસૂરિએ જીવાડ્યું હતું. અણહિલપુર છે પાટણની પાટનગરીની સ્થાપનાને મહાવસરે સાચા આચાર્ય શ્રી છેશીલગુણસૂરિ હતા. સૈકાઓ સુધી ગુજરાતની જૈન સંસ્કૃતિનું તીર્થ છુ પાટણ હતું. પાટણના રાજસિંહાસને સૈકાઓ પર્યત રાજ છત્ર છે જેનેએ ધર્યું હતું. વિમળ શાહ, જગડું શાહ, હેમચન્દ્રાચાર્ય અને છે હીરવિજયસૂરિ ગુજરાતની જેન અમરવેલનાં એ સર્વોત્તમ અમૃતફેલ. બીજ એ કાળનો કપરો અવસર આવ્યો હતો મહારાજ આ સિદ્ધરાજ જયસિંહના મહાકીર્તિવત્તા રાજયુગમાં. અણહિલપુર E પાટણની ઈતિહાસયશરિવતાને એ સુવર્ણયુગ. પૂર્વે માળવા, પશ્ચિમે આ ગિરિનાર, ઉત્તરે ઝાલેર ને દક્ષિણે શૂપરક ને તેલંગાણું પર્યન્તનું ચારે ઇ દિશામંડળ જીતતા ગુજરાતને યધ્વજ હારે ફરકતો હતે. R ગુર્જરનાં જહાજો સાગર ખેડતાં હતાં. દ્વયાશ્રય મહાકાવ્યના ને પાણીની સમેવડ પ્રાકૃત અષ્ટાધ્યાયીના લિ પ્રણેતા શ્રી હેમચંદ્રાચાર્યું ત્યારે પાટણમાં વિરાજતા, ને કલિકાળ સર્વજ્ઞના બિરુદધારી હતા. મહા જયવછ જૈનેતર સિદ્ધરાજ મહારાજ : છે પણ હેમચંદ્રાચાર્યને વન્દતા-પૂજતા. –મહાકવિ શ્રી હાનાલાલના વ્યાખ્યાનમાંથી. oses)&ree) Ess stee) Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પરમ આહંત કુમારપાળ મહારાજ ચાલુક્ય રાજ્યને પાયે મૂલરાજના હાથે નંખા સન ૯૪૧ માં. ગુજરાત જીતીને એણે પિતાની ગાદી અણહીલવાડ પાટણમાં સ્થાપી ત્યારથી સમૃદ્ધિમાં અને વિસ્તારમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી. એક સમયે હિંદુકુશની ડુંગરાળ ભૂમિથી માંડી મહારાષ્ટ્રના મેદાન પર્યત એની હકુમત પથરાઈ હતી. કલ્યાણના સામંતો, સૌરાષ્ટ્રના રાજાઓ, ચિતોડને રાવળ, સપાદલક્ષને રાવ, માળવા અને મારવાડના રાજવીઓ એ સૌ અણહીલવાડના મહારાજ્ય જોડે નિકટ સંબંધ રાખતા અને ખંડણી ભરતા. ભીમ પહેલાના રાજ્યમાં સન ૧૯૨૪ માં મહમદ ગઝનીએ ગુજરાત પર ચઢાઈ કરી સોમનાથનું મંદિર તેડયું અને પાટણ લૂંટયું ત્યારે જે જબરી લૂંટ એના હાથમાં આવી અને એ સંબંધમાં ઈતિહાસકારોએ જે નોંધ લીધી છે એ જોતાં અણહીલવાડના વ્યાપારી કેન્દ્ર તરીકેના મહત્તવને અને પ્રજાની ધનસંપત્તિને ખ્યાલ આવે છે. યુરોપમાં જે સ્થાન વેનીસ (Venice ) ભગવતું તે ભારતવર્ષમાં અણહીલપુરપાટણનું હતું. મહમદ ગઝનીની ચઢાઈએ જે ફટકો માર્યો હતો તે જોતજોતામાં ભૂતકાળને વિષય બન્યા અને મહારાજા કુમારપાળના સમયમાં પુનઃ એક વાર ગુજરાતનું આ પાટનગર સમૃદ્ધિના શિખરે પહોંચ્યું. ગુજરાતની પડતી મહારાજા કુમારપાળની અહિંસાને આભારી નથી. ઊલટું એ સમયે તે ગુજરાત સર્વ કુંવરજીની વંશાવળી તરફ નજર માંડતા નીચે મુજબ ક્રમ જણાય છે. ઓસવાળ જ્ઞાતિના મંત્રી ભીમના વંશમાં, મંત્રી ચાંપા થયો. સ્ત્રી સુહદે. તેમને પુત્ર મહીપતિ નામને એ પણ મંત્રી થયે. Page #45 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ]. ઐતિહાસિક પૂર્વજોની રીતે સંપત્તિશાળી હતું. એ પ્રતાપી પુરુષના પછી જે રાજાએ થયા અને એમનામાં રાજવી તરીકે હોવું જોઈએ એ ખમીર ન દેખાયું તેથી જ પડતીનાં પગરણ મંડાયા. ચાલુકય વંશને છેલ્લે રાજા ત્રિભુવનપાળ માત્ર નામને જ રાજા હતા. વહીવટી તંત્રની કુલ લગામ ધૂળકાના વાઘેલાવંશી અધિકારી વિશળદેવના હાથમાં હતી. સન ૧૨૪૩. તેના વંશજોએ સન ૧૨૯૮ સુધી એ ટકાવી રાખી. એને અંત બ્રાહ્મણ દીવાન માધવના હાથે દિલ્હીના બાદશાહ અલાઉદ્દીને મોકલેલા સરદારો ઉલધખાન અને નસરતખાનની ચઢાઈથી આવ્યો. વિલાસી રાજવી કરણઘેલો હારીને નાસી ગયો અને એની રૂપવતી દીકરી દેવળદેવી શત્રુના હાથમાં સપડાઈ, દીલ્હીના દરબારમાં પહોંચી એ ઇતિહાસકારોથી અજાણ્યું નથી. સન ૧૧૪૩ માં સિદ્ધરાજ જયસિંહનું મરણ થયું અને એની ગાદીએ રાજવી કુમારપાળ બેઠા. એમના રાજ્યકાળમાં ચાલુક્યવંશ પૂર્ણ રદ્ધિ-સિદ્ધિએ પહોંચ્યો અર્થાત્ સામ્રાજ્યને વિસ્તાર સવિશેષ થયે. તેમજ સર્વત્ર સુલેહ અને શાંતિ સુપ્રમાણમાં ચાલુ રહી. અલબત્ત, શરૂઆતમાં થોડા લડાઇના પ્રસંગે બનેલા છે છતાં એ વેળાએ મહારાજા કુમારપાળે અપ્રતિમ શૌર્ય દાખવી જયશ્રી પોતાના તરફ વાળી હતી. કુમારપાળ પ્રબંધ પ્રમાણે ઉત્તરમાં તુરૂક અથવા તુર્કના પ્રદેશ પર્વત, પૂર્વમાં પવિત્ર ગંગાના કાંઠા પર્વત, દક્ષિણમાં વિધ્યગિરિની હારમાળા સુધી અને પશ્ચિમ દિશામાં મહાનદી સિંધુ સુધી રાજ્યની હદ વિસ્તરેલી હતી. - એક નિષ્ણાત શોધક કહે છે કે –“મહારાજા કુમારપાળની એક મહાન રાજવી અને વિજેતા તરીકે જે કીર્તિ વિસ્તરેલી છે એ જોતાં જે ઐતિહાસિક સાધને ઉપલબ્ધ થયાં છે તે અધૂરાં અને અપૂર્ણ છે. એ સંબંધમાં શેાધી ચાલુ રાખવી ઘટે Page #46 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૪૧ ] અને એમ કરવામાં આવતાં મને ખાત્રી છે કે-એવી સામગ્રી અવશ્ય પ્રાપ્ત થશે કે જે મતાવી આપશે કે આ રાજવીની શક્તિ કેવી આશ્ચય કારી હતી; અને કીર્તિ દૂર દેશ પ``ત પથરાએલી હતી.’ કુમારપાળ સન ૧૦૯૩ માં દધિસ્થલી ( દેથલી ) મુકામે જન્મ્યા હતા. મેરુત્તુંગાચાર્ય કે જેમણે સન ૧૩૦૪ માં ચિરત્રની રચના કરી હતી તે જણાવે છે કે તેમના દાદા રિપાળ અ ભીમ પહેલાની રાણી ચૌલાદેવીથી થએલા સંતાન હતા. હિરપાળના પુત્ર અને કુમારપાળના પિતા ત્રિભુવનપાળ થયા જે કાશ્મીરા દેવીને પરણ્યા હતા. તેમને ત્રણ પુત્રા અને બે પુત્રીએ હતી. પુત્રામાં કુમારપાળ મુખ્ય થયા જ્યારે પુત્રી પ્રેમાળદેવીને જયસિંહૈં સિદ્ધરાજના સેનાપતિ કાન્હડદેવની સાથે પરણાવવામાં આવેલી અને પુત્રી દેવળ સપાદલક્ષના રાજા કે જેની રાજ્યધાનીતુ મુખ્ય શહેર શાક ંભરી-સભર હતુ તે અણ્વરાજને આપવામાં આવી હતી. સિદ્ધરાજ જયસિંહને ગાદીવારસ ન હાવાથી એમના પછી પાટણની ગાદી પર ત્રિભુવનપાળ અને તેમના પુત્રાના હક્ક હતા છતાં આમ થવા દેવાની મરજી સિદ્ધરાજની ન હેાવાથી મ`ત્રી ઉદયનના પુત્ર ચાહઢને પેાતાની પછી આવનાર ગાદીવારસ તરીકે જાહેર કર્યાં અને એના માર્ગમાં કાંટા ઊભા ન થવા પામે એ સારુ ત્રિભુવનપાળનું ખૂન કરાવ્યું. આ મનાવે ચાલાક કુમારપાળની આંખા ઊઘાડી નાંખી. પિતા પછી સિદ્ધરાજની ખૂની નજર પાતા પ્રતિ વળવાની એ વાત તે સમજી ગયા અને તેથી અણુહીલપુર પાટણની હદ છેડીને દૂર ચાયા ગયા. એણે ઘણા વર્ષો સુધી જુદા જુદા દેશમાં ભ્રમણ કર્યું અને જાતજાતના અનુભવા મેળવ્યા. એક વેળા છુપા વેશે પાટણમાં શુ બની રહ્યું છે તે જાણવા આણ્યે. જાસુસ મારફતે આ વાતની સિદ્ધરાજને જાણ થઇ તરત જ કુમારપાળને પકડી લાવવા માણસા Page #47 -------------------------------------------------------------------------- ________________ [ કર] ઐતિહાસિક પર્વની દેડાવ્યા. આ વેળા કુમારપાળને શરૂમાં અલીગ કુંભારની અને પાછળથી ખંભાતમાં પ્રભાવિક આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિની મદદ ન મળી હતી તે એનું જીવન મરણુભયના કાંઠે હતું. - ભાગ્યેજ ઈતિહાસને કોઈપણ અભ્યાસી આ બધા બનાવે જે રીતે બન્યા છે તેનાથી અજ્ઞાત હશે. એ ઉપરથી અનુમાન કરી શકાય તેમ છે કે એક જબરા મહારાજા સામે ભાવી ગાદીવારસ કુમારપાળને પોતાની જાતને છુપાવીને કેટકેટલી ચાતરાઈથી માર્ગ કાઢ પડ્યો છે અને કેવા કેવા દારૂણ ને હૃદય હચમચાવે એવા સવેગોને સામને કરવો પડ્યો છે. - કુમારપાળ જ્યારે ખંભાતમાં હેમચંદ્રસૂરિને મળે છે ત્યારે તે એટલી હદે નિરાશ બની જાય છે અને બેલે છે કે આટઆટલી રખડપટ્ટી વેક્યા છતાં ગાદી મળે તેવી નિશાની જણાતી નથી તો એ આશા પર પૂળે મૂકી શા સારુ જીવનને અંત ન આવે ? પણ એ વેળા હેમચંદ્રસૂરિ મહારાજ પતે છાતી ઠોકીને ભવિષ્ય કહે છે અને પાટણની ગાદી મળશે જ એવી ખાત્રી આપે છે. વળી ધીરજ આપી જણાવે છે કે ઘણું વર્ષો દુઃખ સહન કર્યું ત્યારે થોડા સારુ હિંમત ન હાર. ત્યાંથી નીકળી તે ઉજજૈન તરફ સીધાવે છે. એ વેળા આચાર્યશ્રીના શબ્દ પર એને પૂરે વિશ્વાસ પણ બેસતું નથી. ક્ષત્રિયનું બીજ હોવા છતાં અત્યારસુધી જે હાડમારીઓ ભેગવવી પડી હતી અને સિદ્ધરાજના લાંબા રાજ્યકાળથી તેમજ એની ખફગીથી બચવા સારુ જે રીતે ભટકવું પડયું હતું અને કપરા સંજોગોને સામને કરવું પડ હતો એ ભલભલાને નિરાશ અને નાસીપાસ બનાવે તેવાં હતાં તેથી જ તે નિરાશાની ઊંડી ખાઈમાં ઉતરી પડયે હતે. આમ એક તરફ આશાનું અંતિમ બિંદુ આવી ચૂકયું હતું ત્યાં રણમાં જેમ તૃષાતુર મુસાફરને મીઠા પાણીનું સરોવર દષ્ટિગેચર થાય તેમ કુમારપાળને શ્રી હેમચંદ્રસૂરિને મેળાપ થયે; એટલું જ નહી Page #48 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૪૩ } પણ એમની કૃપાથી અભયદાન મળ્યું. નહિ તે મંત્રી ઉદયન સિદ્ધરાજની ખફગી વહોરી આ કાર્યમાં પડત જ નહી. વિશેષતા તે “સૂરિમહારાજ તરફથી નજીકમાં જ રાજ્યગાદી મળશે અને હાડમારીને અંત આવશે માટે નિરાશ થવાની અગત્ય નથી” એવી આગાહીની હતી. કેવળ પરમાર્થ દષ્ટિથી અપાએલ આ સહાય જ-કઈ પણ જાતના સ્વાથી હેતુ વગર માત્ર કરુણાના દષ્ટિબિંદુથી કરવામાં આવેલ આ કૃપા જ-ભવિષ્યમાં કુમારપાળના ધાર્મકિ જીવનમાં પલટે આણનાર નીવડી. કુમારપાળ ઉજજૈનમાં થોડા સમય સુધી રહ્યો ત્યાં તે ખબર આવ્યા કે સિદ્ધરાજનું અવસાન થયું છે એટલે સીધે તે અણહીલપુર પાટણ આવી પહોંચ્યા. માર્ગમાં જ એને આચાર્યશ્રીએ ભાખેલ ભવિષ્યની સત્યતા માટે ખાત્રી થઈ ચુકી. એણે એ વેળા મનમાં એ મહાન પ્રભાવિક સંતને પોતાના ભાવી જીવનમાં એક માર્ગદર્શક ગુરુ તરીકે સ્થાપવાની ગાંઠ વાળી. કુમારપાળે પિતાને શિવધર્મ છોડી જૈનધર્મ કેમ સ્વીકાર્યો એના અન્ય કારણેમાં ઉપરને બનાવ અગ્રસ્થાન ભોગવે છે. વ્યક્તિના જીવનમાં કેઈ ને કઈ પળ એવી આવી જાય છે કે જે વેળાના સંજોગોની અસર એટલી ભારે થાય છે કે એના વડે જીવનપલટ થતાં વાર લાગતી નથી. કુમારપાળ રાજગાદીએ બેઠા પછી કેટલાક સમય સુધી હેમચંદ્રસૂરિવાળે પ્રસંગ વીસરી ગયે. એમના સિવાય બીજા જે જે માણસેએ ઉપકાર કર્યા હતા તે સર્વને યાદ કરી તેમને ભેટ-ઈનામથી નવાજ્યા. ઉદયનના પુત્ર વાક્ષટને મુખ્ય સચિવ બનાવ્યું. ત્યાર પછીનો સમય આંતરિક અસંતોષને અને પાડેશના રાજાઓના વિરોધને શમાવવામાં ગયે. ખુદ પિતાના દરબારના સામે તેમાં જ કાવત્રુ ગોઠવાએલું હતું. ગાદીએ બેઠે ત્યારે કુમારપાળની વય પચાસ વર્ષની હતી. તેના અધિકારીઓ Page #49 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] એતિહાસિક જેની -આ વૃદ્ધ રાજવીને પોતાની મોરલીએ નચાવવા માંગતા હતા. ખુદ કાન્હડદેવ તો એમજ માનતો હતો કે પિતાની સહાય વિના પિતાને આ સાળો રાજા થઈ શકત નહીં એટલે ઘણીવાર અપમાન પણ કરી બેસતો! કુમારપાળ જે પ્રતાપી ક્ષત્રિય જેણે જિંદગીને ઘણો સમય જુદાજુદા દેશમાં ભ્રમણ કરવામાં ગાળ્યો હતો અને નવા નવા અનુભવ મેળવ્યા હતા એ આમ કેવી રીતે ચલાવી લે? * No wonder that a man of his experience, should insist upon looking himself into the affairs of realm and allow no one to arrogate his authority.' ગ્રંથકારના ઉપરના શબ્દમાં મહારાજા કુમારપાળની શક્તિ વિષેને સુંદર ઈશારે છે જે સંબંધે હવે પછી ટૂંકમાં જોઈશું. પાટણની ગાદી કુમારપાળને મળી તેથી સિદ્ધરાજે દત્તક તરીકે સ્વીકારેલ ઉદયનને પુત્ર ચાહડ નિરાશ થઈ પિતાના સંબંધીઓના પણ ટેકાને અભાવ જોઈ, અણહીલવાડને ત્યજી દઈ, સપાદલક્ષના રાજવી અરાજની પાસે ગયે. એ રાજાએ એને પોતાના દરબારમાં માનવતે હો આપી, એના કારણને પોતાનું બનાવ્યું, અર્થાત્ મહારાજા કુમારપાળ સાથે વેર બાંધ્યું. કુમારપાળના સૈન્યમાં અસંતોષ પેદા કરવાના ચિત્રવિચિત્ર ઉપાય આદર્યા અને પૈસાની રૂસ્વતથી તેમને જીત્યા પછી ઊંચા અધિકાર આપવાની લાલચથી રાજવી કુમારપાળના કેટલાક સરદારને ફાડી પોતાની બાજુમાં ખેંચ્યા. આ જાતના દાવ નાખ્યા પછી જબરું લશ્કર લઈને ગુજરાતની સરહદ પર તે ચઢી આવ્યા. આમ શરૂઆતમાં જ મહારાજા કુમારપાળની કટીની પળ આવી ચુકી. જેવી દીહીપતિ બાદશાહ અકબરની દશા ગાદી Page #50 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૪૫]; નશીન થતાં થઈ હતી તેવી જ કુમારપાળની થઈ ! અકબરને જેમ બહેરામખાન જેવા નિષ્ણાત સરદારને તેની અસભ્ય અને ઘાતકી વર્તણુકથી ગુમાવે પડ હતા અને દરબારના કેટલાક ઉમરા અન્યમનસ્ક થઈ બેઠા હતા તેમ કુમારપાળને પણ આ વેળા રાજ્યપ્રાપ્તિમાં પૂર્ણ સહાય દેનાર પોતાના બનેવી કાન્હડદેવને મગરૂબી અને તે છડાઈ યુક્ત વર્તણુકને લીધે ગુમાવો પડયે હતું અને ઉપર કહી ગયા તેમ સૈન્યમાંના કેટલાક સરદારાને અસંતોષ વહોર પડ હતું. તે પિતે સારી રીતે જાણતો હતો કે પોતાના સિન્યને કેટલોક ભાગ ફુટમાં ભળે હતો, આમ છતાં તેણે હીંમત ન ગુમાવતાં મૂહની રચનામાં જાતે ભાગ લીધો અને એણે રાજને સખત હાર આપી. ઈતિહાસકાર કહે છે કે –Kumarpal with his superior generalship and hero-boldness managed to defeat the enemy and inflict heavy loss on him. અર્ણોરાજ અને ચાહડ કેદી તરીકે પકડાયા. ઉદારદિલ રાજવીએ અર્ણોરાજ પાસે માફી મંગાવી તેને પોતાના રાજ્યમાં પાછો જવા દીધો અને ચાહડને માફી મંગાવી દરબારમાં માનભર્યો હોદ્દો આપે. આમ કુમારપાળે પિતાની વીરતાના જોરે જયશ્રી મેળવી અને એક કાર્યકુશળ રાજવી તરીકે સુંદર છાપ બેસાડી. આમ છતાં એનો માર્ગ નિષ્કટક નહોતો. એ જ્યારે અર્ણોરાજને હમલો હઠાવી રહ્યો હતો ત્યારે ચંદ્રાવતીના વિક્રમસિંહે તેને મારી નાખવાનું કાવત્રુ યોર્યું, પણ “પાપ છાપરે ચઢીને બોલે છે ” એ ન્યાયે વખતસર એ વાતની જાણ થઈ ગઈ અને પાટણ માથે પડનારી મહાન આફત ટળી. આના પરિણામે વિક્રમસિંહની જાગીર ખુંચવી લેવાઈ અને તેના ભત્રીજા યશોધવળને સોંપાઈ. પછીથી કુમારપાળે માળવાના “બલાલને જીતી ચિતોડગઢ Page #51 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ]. ઐતિહાસિક પૂર્વજોની તાબે કર્યો, અને ઠેઠ પંજાબ સુધી પહોંચે. ચિતોડને તેના સાતસો ગામ સહિત આખાય પ્રદેશ અલીગને જાગીર તરીકે સુપ્રત કરવામાં આવ્યા. આ જીત ચિતોડગઢના લેખમાં વિ. સં. ૧૨૦૭ ઈ. સન ૧૧૫૦ માં સેંધાઈ છે. કુમારપાળના કેટલાક બિરૂદમાં એક અવંતીનાથનું બિરૂદ ગણાય છે જેને અર્થ માળવાન સ્વામી એ થાય છે તે ઉપરના બનાવને આભારી છે. આ દરમીયાન સપાદલક્ષમાં ફરી સળવળાટ ઉદ્ભવ્ય એટલે એમાંથી પરવારતાં જ કુમારપાળને પોતાની નજર એ તરફ વાળવી પડી. ખુદ ચાહડની સરદારી હેઠળ મોટું સૈન્ય મોકલવામાં આવ્યું. એણે સપાદલક્ષના અંભેરા નામના શહેર પર હુમલો કરી શત્રુને સખત પરાજય પમાડ્યો અને ચાલુક્ય રાજવીની મહત્તા સ્થાપી. આ યુદ્ધમાં પુષ્કળ દ્રવ્યસામગ્રી હાથ આવી. ઈ. સન ૧૧૫૦ લગભગ કુમારપાળને પિતાના બનેવી અર્ણોરાજ સાથે કલહ જન્મ્યા. રાજાએ પાસાબાજીની રમત રમતાં કુમારપાળની ભગિની રાણું દેવળદેવીનું અપમાન કર્યું. રાણું રીસાઈને પિતાના ભાઈને ઘેર ચાલી આવી. કુમારપાળે આ અપમાનને બદલે સખત હાથે લીધે અને અર્ણોરાજને રમતમાં એણે કર્યું હતું એવું ધાર્મિક ઉદ્દેશને લગતું અપમાન પુનઃ કરે નહી એ સારૂ શિકસ્ત આપી બેધપાઠ શીખવ્યું. પછી તેને રાજ્ય પાછું આપી પોતાના ખંડીયા રાજા તરીકે કાયમ કર્યો. ઈ. સન ૧૧૫૬ ના અરસામાં એણે પિતાનું ધ્યાન ઉત્તર કંકણું જીતવા તરફ દોર્યું. આંબડને મેટું સૈન્ય આપી તે તરફ મેક. જ્યારે લશ્કર “કાલવીની ઓળંગતું હતું ત્યારે પાછળથી આવી ઉત્તર કોંકણના સ્વામી મલિકાને સખ્ત છાપે માર્યો અને Page #52 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૪૭ ] આંખડને ઘેરી વન્યા. આમ હારના સમાચાર મળ્યા છતાં રાજા કુમારપાળે ગભરાયા સિવાય સખ્ત તૈયારી આદરી અને થાડા જ સમયમાં પુન: આંખડની સરદારી હેઠળ જખરૂ સૈન્ય માકહ્યુ, આ વેળા ચાલુકયાને વિજય થયા. હાથેાહાથની લડાઈમાં મલ્લિકાર્જુનને કેદી બનાવવામાં આવ્યે અને ઉત્તર કાંકણને ખડિયા રાજ્ય તરીકે અણુહીલવાડ સાથે જોડવામાં આવ્યું. આમ કુમારપાળને રાજ્યગાદી ઉપર આવ્યાના શરૂઆતના કાળ લડાઇએ જીતવામાં અને પેાતાનામાં રહેલ ક્ષાત્રતેજના અને વીરતાના પરચા ખતાવવામાં વ્યતીત થયેા છે. એ વખતે સ્થભતીર્થમાં શ્રીમદ્ હેમચદ્રસૂરિ પાસે ઉચ્ચારેલ વચના યાદ સરખાં આવ્યા નથી ! અલબત એટલું સાચું છે કે રાજ્ય મળતાં પૂર્વેની સ્થિતિ યાદ કરી પૂર્વકાળના ઉપગારીઓને તેણે નવાજ્યા એ વેળા શ્રી ઉડ્ડયન મ ંત્રીને અને તેમના પુત્ર આંખડને એ નથી જ ભૂલ્યા. એક રીતે કહીએ તે પ્રસંગ જ એવા બની રહ્યા હતા કે જે વેળા રાજવીને શ્રી હેમચંદ્રસૂરિ સાથે ધર્મચર્ચા કરવાના ચાગ જ ન મળે ! આમ છતાં એના હૃદયમાં દયાએ જે સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે થ્રુપુ નથી રહી શકયું. વિજયપ્રાપ્તિ પછી એ જે જાતનુ વતન ચલાવતા હતા અને જીતાએલી પ્રજા સાથે જે રીતે વતતા હતા એ પરથી સહજ પૂરવાર થાય છે કે એ ઉદારદિલ રાજા હતા. રાજાના પેાતાના ધર્મ શૈવ હતા એ વાત પ્રબંધકાર ને ચરિત્રલેખક જૈન આચાર્યા પણ પેાતાના હાથે લખે છે પણ પાછળથી રાજ્યમાં નોંધ લેવા લાયક શાંતિ પથરાય છે અને શ્રીમદ્ હેમચંદ્રસૂરિ સાથેના પરિચય વધે છે. તેમના ઉપદેશામૃતથી કુમારપાળના જીવનમાં પલટા થાય છે અને કારણુાગે પોતે જૈનધમ સ્વીકારે છે, એમાં વધુ રસ લે છે અને પ્રજાકલ્યાણના કાર્યો હાથ ધરે છે, એ પણ હવે પછી જોઇશુ. એ સ્થિતિ થયા પછી જ એ પરમ આહ ત તરીકે ઓળ Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮] ઐતિહાસિક પૂર્વજોની ખાય છે. અહીં એ વાતની યાદ આપીએ કે જેઓ ગુજરાતના પતનને ટેપ રાજા કુમારપાળની દયાને આભારી છે એમ કહેવા બહાર પડયા છે તેઓ કેવી ભીંત ભૂલ્યા છે એ ઉપરના વિજય ને યુદ્ધો પરથી સહજ સમજી શકાશે. શ્રીમદ્દ હેમચંદ્રસૂરિના સહવાસથી કે જૈન ધર્મના બોધથી કુમારપાળ રાજા જરૂર કૃપાપરાયણ અને પ્રજાપ્રેમી બન્યો છે. પણ તેથી તેનામાં કાયરતા આવી કિંવા ગુજરાતના પાટનગરને અધઃપતનના માર્ગે લઈ ગયા એ કહેવું તે માત્ર એક પ્રકારની ધષ્ટતા જ નથી પણ ઊઘાડી આંખે ઈતિહાસનું અજ્ઞાન સૂચવે છે, અને એથી સત્યનું ખન થાય છે. જેની નમાં સાચી દયા ઝળકતી હોય છે એ કાયર તો હોઈ શકે જ નહી કારણ કે દયા દાખવવામાં ઓછા સત્વની જરૂર નથી પડતી. આત્મશક્તિના સાચા દર્શન જેને થાય છે એવા આત્માઓ જ અહિંસા જેવી વિરલ વસ્તુને પૂર્ણપણે સાક્ષાત્કાર કરાવી શકે છે. સામાન્ય કક્ષાના માનવીનું એ ગજું નથી. દયાની ઠેકડી કરવી એ સહેલી વાત છે પણ એને સાચી રીતે પીછાનવી એ કપરું કાર્ય છે. કુમારપાળના જીવનમાં પલટો થયે તે પૂર્વે એ શિવમ હતા અને માંસ, મદિરા પણ વાપરતો. જ્યારથી એણે જેને ધર્મના ચુસ્ત ઉપાસક એવા મંત્રીશ્વર ઉદયન અને તેમના પત્રો આંબડ, વાહડ અને ચાહડ આદિને ચડાઈ વેળા પૂર્ણ સહકાર સાધ્યા ત્યારથી એના મનમાં એ વિચારને ઉદ્દભવ થઈ ચૂક્યો હતો કે “દયાધમી તરીકે ઓળખાતા અને જૈન ધર્મના ચુસ્ત ઉપાસક લેખાતા આ વણિકવીરે એક તરફ ધર્મનું પાલન પણ કરી શકે છે અને બીજી બાજુ સમય પ્રાપ્ત થયે પરાક્રમ બતાવી સમરાંગણ ભાવે છે ત્યારે એ જૈનધર્મના તત્વમાં કંઈ વિલક્ષણતા અવશ્ય હોવી જોઈએ. દયા અને શૂરવીરતાને મેળ ન બેસે એમ કહેનારા જરૂર ભ્રમમાં છેઃ આ વિચારપ્રવાહમાં Page #54 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૪૯ ] જ્યારે એ પેાતાના પૂર્વજીવન પ્રતિ દૃષ્ટિપાત કરતા ત્યારે એમને સ્પષ્ટ જણાતુ કે પેાતે સિદ્ધરાજના ભયથી ભ્રમણમાં હતા ત્યારે રાજવીનેા ખેાફ વહેારીને પણ જેમણે પેાતાને સહાય કરી એમાં જૈનધર્મ પાળનાર વર્ગોના કાળા અગ્રપદે આવે છે. સૌ સ્હાયકે!માં શ્રીમદ્ હેમચંદ્રસૂરિએ અપાવેલી સહાય મેાખરે જણાતી, કારણ કે વર્ષોની અથડામણુ અને હાડમારીમાં એ એટલી હદે નિરાશ થઇ ગયા હતા અને જીવન વેડી દેવાની તૈયારીમાં હતા તેવી અણીની વેળાયે તે સહાય પ્રાપ્ત થઇ હતી, નિષ્કારણુ બસમા આ મહાત્માની સહાય એના અંતરમાં એટલી હદે જડાઇ ગઇ હતી કે એ ગમે તેવા સ’જોગામાં કાયમને માટે ભૂલાઇ જાય તેમ હતું જ નહીં. રાજ્યાસન પર આવ્યા પછીના પ્રારંભના વર્ષે સ્થિર થવામાં ગયાં અને ઘેાડાં સમય માટે શ્રી હેમચંદ્રસૂરિ વિસ્મૃતિના વિષય થઇ ગયા છતાં શાંતિ સ્થપાતાં અને નિમિત્ત મળતાં જ ખંભાતના મેળાપની સ્મૃતિ તાજી ખની અને તરત જ આચાર્ય મહારાજને બહુમાનપૂર્વક અણુહિલપુરપાટણમાં નિમંત્રવામાં આવ્યા. રાજવીને ગુરુદેવ સાથેના પરિચય વધી ગ્યા. દેશદેશના પાણી પીનાર અને હુન્તરે ભિન્ન ભિન્ન પ્રકારના ભેજા એના પરિચયમાં આવનાર મહારાજા કુમારપાળ એટલે ભેટ ન હતા કે માત્ર આચાર્ય શ્રોના કડેવાથી વંશઉતાર આવેલ શૈવધર્મ ને છેડી દે. તેમ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિ પણ આવા પ્રકારના ઉપરછલ્લા પરિવર્તનમાં જૈનધર્મની પ્રભાવના માનતા નહાતા. વર્તમાનયુગના કેટલાક લેખક પિડે તેવુ બ્રહ્માંડે કલ્પી લઇ શ્રીમદ્ હેમચંદ્રના જીવન ઉલ્લેખ સમયે મનગમતા વાઘા સજાવવાની ધૃષ્ટતા કરી ચૂકયા છે અને હજી રાખે છે! પેાતાના જેવી જ નમળાઈએ એ વિરલ સંતમાં << ક X 29 Page #55 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ] ઐતિહાસિક પર્વની હતી એમ દર્શાવવા કલ્પનાના ઘડાઓ દેડાવે છે! અરે, કપિત પાત્રો સજી જે વસ્તુ બની નથી એવા વિષય પૂરી ચિત્રણ આલેખે છે અને ઐતિહાસિક પાત્રને, એક ઉદાર અને ઉમદા ધર્મના જબરદસ્ત ને પ્રભાવિક આચાર્યને અને તેમના અનુયાયી એવા કીર્તિશાળી પ્રધાનને મનકલ્પિત ગુંથણીઓ દ્વારા એવા મિશ્રણમાં મૂકી દે છે કે જેથી સાચા ઈતિહાસનું તો ખૂન થાય છે જ પણ એ ઉપરાંત ઊગતી પ્રજામાં ચારિત્રશથિલ્યની ખાટી છાપ પડે છે. જે યુગમાં ભિન્નભિન્ન ધમ પ્રજાઓ વચ્ચે ગાઢ સંપર્ક સાધવાની ખાસ આવશ્યકતા છે તેવા બારીક સમયે આવા પ્રખર અને પ્રતાપી પુરુષ સામે ચેડા કાઢી અંતર વધારે છે ! - કુમારપાળ રાજાને જેનધમ બનાવવામાં જાણે શ્રી હેમચંદ્રસૂરિએ કઈ મુસદ્દીગીરીના દાવ ન ફેંક્યા હોય કિવા ચાણક્ય નીતિનું અવલંબન ન ગ્રહ્યું હોય તેવો ભાસ ખડો કરે છે. કલિપત મંજરીના પ્રણેતા હજુ પિતાના મંતવ્યનું પૂર્ણ પણે પ્રમાર્જન કરી નથી રહ્યા ત્યાં તો બીજા એક સાક્ષરે મહારાજા કુમારપાલના સંબંધમાં પરમ આહંત કે પરમ માહેશ્વરનો વંટોળ ઊભો કર્યો છે. મનમાં ઘડીભર એ પ્રશ્ન ઊઠે છે કે-ઈતિહાસના નામે બડી બડી વાતો કરનારા આ સાક્ષરે સાચે જ સત્યના પક્ષપાતી છે કે કેવળ માની લીધેલા મંતવ્યના ? * પ્રાસંગિક આટલી વિચારણું પછી મૂળ વાત પર આવતાં કહેવાનું કે રાજવી અને ગુરુદેવની ચર્ચાઓમાં કંઈ કંઈ તો, કંઇ કંઇ ધર્મો અને જાતજાતના પ્રશ્નોની છુટથી દલીલપુરસ્સર છણાવટ થઈ. એને વિસ્તાર કરવાનું આ સ્થળ નથી. એ વાતની વાનગી પીરસતાં સંખ્યાબંધ પુસ્તકો ઉપલબ્ધ છે. એ પર ચઢેલા અતિશયેક્તિ કે સ્વધર્મપ્રશંસાના વધુ પડતા પડળો દૂર કરીને પણ જિજ્ઞાસુ નિતરું સત્ય શોધી શકે તેમ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૫૧ ] એનું પરિણામ એ જ આવે છે કે માત્ર સૂરિમહારાજ પ્રત્યેને ઉપકાર વાળવાના દષ્ટિબિન્દુથી પ્રેરાઈને નહીં, પણ જૈનધર્મના ઉમદા સિદ્ધાંત, એમાં સમાએલ ઉદાર ભાવ અને અહિંસામાં રહેલી અદ્ભુત શક્તિની પીછાન કર્યા પછી જ મહારાજા કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો. એ બધું કંઈ એક દિવસમાં નથી બની ગયું! તેમ નથી તો એ સારુ શ્રી હેમચંદ્રસૂરિને કોઈ જાતની કુટિલતા ચલાવવાની કે કોઈ પ્રકારની ભૂરકી નાંખવાની જરૂર પડી. અલબત્ત, જૈન ધર્મના પ્રખર અભ્યાસી અને વિદ્વાન જ્ઞાતા તરીકે શ્રીમદ્ હેમચન્દ્રસૂરિએ જૈન ધર્મના તત્વનું, અહિંસા અને અનેકાંત જેવા તત્વજ્ઞાનનું, આચરણમાં ઉતારવા જેવા શ્રાવકધમ ઉચિત બાર પ્રકારના વ્રતનું વિસ્તારથી સ્વરૂપ સમજાવવા યોગ્ય પ્રયાસ સેવ્યું છે. પિતાનામાં રહેલી વિદ્વત્તાને પૂરેપૂરે ઉપયોગ કર્યો છે. જરૂર પડયે ચમત્કાર બતાવવા પણ ચૂક્યા નથી. મહારાજા કુમારપાળે પણ એ બધામાં નવીન અભ્યાસક તરીકે પ્રવેશ કરી શ્રદ્ધાવંત આત્મા તરીકે એનો તાગ મેળવી પૂર્ણ જિજ્ઞાસુ તરીકે એ સર્વને પચાવી અંતે અંતરના ઉમળકાથી એનો સ્વીકાર કર્યો છે. એક પ્રબળ પ્રતાપી રાજવી તરીકે જે જે કાર્યો ક્યને ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે એમાં જૈનધર્મના ઝળહળતા સિદ્ધાંતની છાયા દષ્ટિગોચર થાય છે તેથી જ પરમહંતના બિરુદની પ્રાપ્તિ થાય છે. પાટણની ગાદી પર પૂર્વ થઈ ગએલા રાજાઓની કાર્યપ્રણાલીથી જુદી રીતે મહારાજા કુમારપાળે પ્રજાપાલન કર્યું અને જનતાને ઉત્કર્ષ સાથે. ઈતિહાસની નોંધ કહે છે તેમ સને ૧૧૫૯ માં તે પૂરેપૂરો જૈનધમી તરીકે પ્રકટ થયો અર્થાત્ શ્રાવકના બાર વ્રત તેણે ગ્રહણ કર્યા. ત્યાર પછી બનારસના રાજા જયચંદ્ર પર તેના રાજ્યમાં ચાલતી હિંસા બંધ કરાવવાનું સૂચન કરવા સારુ પ્રતિનિધિમંડળ મોકલવાનો ઉલ્લેખ કુમારપાળ પ્રબંધમાં મળે છે. જૈનધર્મના અભ્યાસ અને પાલનથી તેમના જીવનમાં જે ફેરફાર થયા તેની નોંધ આ પ્રમાણે ટૂંકમાં લઈ શકાય. Page #57 -------------------------------------------------------------------------- ________________ [ પર ] - ઐતિહાસિક પૂર્વજોની મહારાજા કુમારપાળે માંસભક્ષણ સદંતર છેાડી દીધું અને મદિરાપાન ત્યજી દીધું એટલુ જ નહી પણ સાતે વ્યસનાને ત્યાગ કર્યા. પેાતાના પાડેાશી રાજ્ય સાથે સ્નેહસંબંધ વધાર્યાં, નબળા રાજ્યાને ઘટતી મદદ આપી ઊભા રાખ્યાં અને ખાસ કારણ વિના કેવળ રાજ્યવિસ્તારના લેાભથી કે પેાતાના ગર્વને પાષવાની વૃત્તિથી લડાતી લડાઇએ બંધ કરી. ફ્રાંસી કે મૃત્યુ જેવી ભયંકર સામે દૂર કરી. બળતણ પર અને ગાડા પર લેવાતા કરા રદ કર્યા. રાજ્યમાં અપુત્રિયાનું ધન લેવાતુ તે કાઢી નાખ્યું. દારૂમ'ધી સખ્ત રીતે કરી. જુગાર પર અંકુશ મૂકીને અટકાવ્યે અને દેશભરમાં અહિંસાનું વાતાવરણુ પ્રગટાવ્યું. આ જાતના સુધારાના મૂળ જૈનધર્મના સિદ્ધાંતામાં મળી આવે છે. મહારાજા કુમારપાળના જીવન પર એ તત્ત્વજ્ઞાનની જે ઊંડી અસર પડી તે આપણને ઉપરના સુધારા જોવાથી મળી આવે છે. એ સુધારણાના પ્રતાપે જ રાજવીને ‘ પરમઆ ત્ ’તું. બિરુદ પ્રાપ્ત થયું. અર્હત્ પ્રભુના અનુયાયીમાં સાધુ અને શ્રાવકે અને એ વર્ગ અતર્ગત સાધ્વી અને શ્રાવિકાઓના સમાવેશ થાય છે. અને એ ગણુમાં જે વ્યક્તિના કાર્યાં ધર્માંની શે।ભામાં વૃદ્ધિ કરનાર હાય છે તે પરમ અને અગ્રેસર મનાય છે. આમ એ બિરુદ પાછળ જે ભાવ સમાએલા છે તેના જૈનેતર લેખકેાએ વિચાર કરવાના છે. આપણે જોઇ ગયા કે જૈનેતર લેખકેામાંના કેટલાક માને છે તેમ રાજવી કુમારપાળ પાછળની જિંદગીમાં પરમમાહેશ્વર નહાતા પણ પરમ આત્જ હતા. તે જૈનધર્મને ચુસ્તપણે પાળનાર છતાં અન્ય ધર્માં પ્રતિ સમભાવધારી હતા કેમકે જૈનધર્મમાં ધર્મા ધતા કે ધમ ઝનૂન કેળવવાનું કહ્યું જ નથી. માર વ્રતે ગ્રહણુ કર્યાં પછી મહારાજા કુમારપાળને “ Master of the Order '' યાને સંઘપતિ થવાની અભિલાષા ઉર્દૂભવી. શ્રીમદ્ હેમચંદ્રસૂરિ Page #58 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૫૩] સાથે એ સંબંધમાં વિચારણા કર્યા પછી શત્રુંજયને સંઘ લઈ જવાનું ચક્કસ થયું. છ “રી” પાળતા આ સંઘમાં રાજવી સાથે મિત્રો અને સ્વજને, મંત્રીઓ અને વેપારીઓ, સાધુ અને સાધ્વીઓ સારી સંખ્યામાં જોડાયા હતા. અત્રે મહારાજા કુમારપાળનું આખું ચરિત્ર આલેખવાને ઉદ્દેશ ન હોવાથી તેમજ એ વસ્તુના જિજ્ઞાસુઓ માટે સંખ્યાબંધ ચરિત્ર, પ્રબંધો અને રાસાઓ મેજુદ હોવાથી એટલું કહેવું કાફી છે કે કાઠીયાવાડમાં આવેલ બે મહાન તીર્થો શ્રી શત્રુંજય અને રૈવતાચળ રમણીય પ્રાસાદોથી અલંકૃત છે અને એમાં મહારાજા કુમારપાળના દેવાલ તરીકે ખ્યાતિ ધરાવતા જે પ્રાસાદે આજે પણ ખડા છે એ સર્વ ઉક્ત સંઘ વેળા ખરચેલી પુષ્કળ લક્ષમીને આભારી છે. ભારતવર્ષના જુદા જુદા ભાગેમાં ઘણાખરા પ્રાચીન અને શિલપકળાના સુંદર નમૂનારૂપ જે રમણીય દેવપ્રાસાદે આજે દષ્ટિગોચર થાય છે એની બાંધણીમાં મુખ્ય ભાગ ભજવનાર તરીકે બે મહારાજાઓનાં નામ અગ્રપદે આવે છે. જ્યાં તે અશોકપૌત્ર સંપ્રતિ મહારાજ અને કયાં તે મહારાજા કુમારપાળ. એ ઉભય ઉપર વર્ણવેલાં દેવગૃહોના નિર્માતા ગણાય છે. મહારાજા કુમારપાળે ૧૪૪૦ નવીન જિનપ્રાસાદ બંધાવ્યા હતા અને ૧૬૦૦૦ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અણહીલપુરપાટણમાં શ્રી નેમિનાથ ભગવાનને મનહર પ્રાસાદ બંધાવ્યું અને પિતાના સ્વર્ગસ્થ પિતાની યાદમાં એને “ત્રિભુવનવિહાર'નું નામ આપવામાં આવ્યું. આવી જ રીતે જુદાજુદા હેતુઓને આશ્રયી કરંબવિહાર, મૂષકવિહાર અને યૂકાવિહાર બંધાવ્યાની નેધ મળે છે. કેટલાક લેખકે જેનધર્મ, જૈનધર્મના કાનને કે એનાં તત્વે પૂરા સમજ્યા વગર કે એ સંબંધમાં જાણકારને પૂછ્યા વિના કેવળ કર્ણોપકર્ણ સાંભળેલી વાતેથી કે ભારતવર્ષની સંસ્કૃતિથી Page #59 -------------------------------------------------------------------------- ________________ [૫૪] ઐતિહાસિક પૂર્વજોની અજાણ્યા એવા કેટલાક આંગ્લ લેખકના સંગ્રહિત કરેલા ઉતારાએ ઉપરથી જરા પણ બુદ્ધિ વાપર્યા સિવાય, મનમાન્યું ચિત્રણ કરવા મંડી જાય છે અને એ રીતે ઈતિહાસને હાનિ પહોંચાડે છે એટલું જ નહીં પણ જનતામાં ખેટે ભ્રમ પેદા કરે છે. ઐતિહાસિક બાબતમાં આ જાતની ઉતાવળ કરવી કે મનમાન્યા અનુમાને દોરી આગળ વધવું એ બીલકુલ વ્યાજબી નથી. એવા આચરણથી તે ઊગતી પ્રજાના માનસ પેટે માર્ગે વળે છે અને જે ઈતિહાસ એમાં સાહસિકતા અને શાર્યતાના પ્રાણ વાયુ પૂરનાર તરીકે હાયભૂત બનનાર હોય છે તે કેવળ શંકાના વમળો અને વિસંવાદ પ્રગટાવે છે. યૂકાવિહાર પાછળની જનવાયકા જોઈએ છે ત્યારે વાત તદ્દન નાની જણાય છે. મહારાજા કુમારપાળે પિતાના રાજ્યમાં નાના કે મોટા કેઈપણ જીવને ઘાત ન થાય એ પ્રબંધ કરી અહિંસાનો વિજયધ્વજ ફરકાવ્યું હતું. વાતાવરણ એટલી હદે અહિંસામય બનાવ્યું હતું કે કઈ વ્યક્તિ જીવ-વધ તો નહોતી કરી શકતી પણ સોગટાબાજી રમતા સોગઠી “મારી” એ શબ્દપ્રયેાગ પણ ભૂલી ગઈ હતી. જે સમયમાં આ રિથતિ પ્રવર્તતી હતી તે સમયમાં એક વણિકે ઈરાદાપૂર્વક એક જીને મારી નાંખી અને ઉપરથી અહિંસા જેવા ઉમદા તત્ત્વની ઠેકડી કરી! એક રાજા આ જાતના વર્તનને મૂકપણે ચલાવી લે તે જે વાતાવરણ તૈયાર કર્યું હતું એ જોતજોતામાં નાશ પામી જાય અને કાનૂનપાલન પ્રતિ જનતાનું હેજે દુર્લક્ષય થાય એટલે દાખલો બેસાડવા સારૂ ફરીથી કોઈ એવું કામ કરવાની હામ ન ભીડે એવી છાપ પાડવા માટે એ વણિકને એક વિહાર બંધાવવાની આજ્ઞા કરી. વિહાર જતાં જ પેલી વાત સ્મૃતિમાં તાજી થાય અને રસવૃત્તિઓ થતાં આચરણ પર સહેજે અંકુશ મુકાય. આવા શુદ્ધ હેતુથી થએલ કાર્ય પર એક મરાઠી પત્રે કાગને વાઘ બનાવી મૂ! સમજુ Page #60 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા વર્ગ તે આવા કલમબાથી નથી છેતરાતે પણ વાચકના વિશાળ સમુદાયમાં પહેલી તકે ખાટી છાપ બેસે છે એ તો ઊઘાડી બાબત છે જ. લેખકે એટલે વિચાર કરે જોઈએ કે જે ધર્મ એક કીડીને પણ ઈજા કરવાની ના પાડે છે તે ધર્મ મનુષ્યવધ કરવાની રજા આપે ખરે? એ ધર્મના એક વિદ્વાન આચાર્ય પિતાની સામે એ થવા પણ દે? આજે જેનેને જે દુઃખ જન્માવે છે તે આ જ વસ્તુ છે કે જેનેતર સાક્ષરોમાંના કેટલાક અને ઘણાખરા લેખકો અધૂરા અભ્યાસે કે ચિરકાળસેવિત અસૂયાના ઉકળાટે ઘણાખરા પ્રસંગમાં જેને ન્યાય આપતા નથી. એમના રૂંવાડા ખડા કરે તેવી વાતો વગરવિચાયે લખી મારે છે. મહારાજા કુમારપાળે ખંભાતમાં પણ જે સ્થળે આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રની આશાપ્રેરક મુલાકાત થઈ હતી એ સ્થાનનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી સોમનાથ મહાદેવના જીર્ણ પ્રાસાદને ઉદ્ધાર શ્રી ગૌડબૃહસ્પતિની સૂચના અને શ્રી હેમચંદ્ર સૂરિના ટેકાથી કરાવ્યું. આ ઉદ્ધારના કાર્યથી એક જૈનેતર મહાશય એમ લખી રહ્યા છે કે–કુમારપાળ પરમ માહેશ્વર હતે. તે ભૂલી જાય છે કે જેને કે જેનધમી રાજાએ ઘણાખરા સમભાવવાસિત હૃદયના હોય છે અને પિતાના જૈનધર્મ પર પૂર્ણ શ્રદ્ધા સેવવા છતાં અન્ય ધર્મની નિંદા હરગીજ કરતા નથી. ધર્મસ્થાનો ભલેને હરકે ધર્મના હોય છતાં એની મરામતમાં વિના રોક ટેકે દ્રવ્ય વાપરે છે. ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે ચુસ્ત જેનધામ એવા મંત્રીશ્વર વસ્તુપાળ મકકાની મસીદમાં આરસનું તેરણ ભેટ કર્યું હતું. ધર્મને રંગ એ કંઈ ઉપરછલો નથી હોઈ શકતે. એ પાછળ તે સાચા હૃદયના બહુમાન જરૂરી છે. કુમારપાળ મહારાજા પરમ મહેશ્વર કહેવાય કે પરમ આત કહેવાય એ કાંઈ મોટો પ્રશ્ન નથી. સવાલ ખડે થાય છે તે એ છે કે-જે જાતના જીવન જીવ્યાના પુરાવા મળે છે, જે Page #61 -------------------------------------------------------------------------- ________________ [ પ ] ઐતિહાસિક પૂર્વોની જાતની કાર્યવાહી એમના તરફથી કરવામાં આવી છે, અને જે કીંમતી સંભારણાં તે મૂકતા ગયા છે, એ મધાના નિષ્પક્ષપણે વિચાર કરવામાં આવે તે એમાંથી એક જ સાર તારવી શકાય છે કે રાજવી કુમારપાળના ખાપિકા ધર્મ શૈવ હાવા છતાં તેમનુ હૃદય જૈનધર્મ ના ઉમદા સિદ્ધાંતાથી સંપૂર્ણ પણે આતપ્રાત થઈ ગયું હતું. તે જૈનધર્મ ના ચુસ્ત અનુયાયી તરીકે જીવ્યા અને એ ધર્માંના પાલનથી આત્મશ્રેય સાધ્યું. મારવાડમાં આવેલ જાલેાર ૬ માં બૃહત્ ગચ્છના શ્રી દેવચંદ્રાચાર્યના ઉપદેશથી કુમારિવહાર નામા રમણિય દેવમ ંદિર બંધાવ્યું. એ ઉપરાંત રાજવીએ દવાખાના અને આરાગ્યમંદિરા ઊભા કર્યા, જ્યાં દદીઓને દવા તેમજ આરામ સહજ પ્રાપ્ત થઈ શકતા હતા. અનાથાશ્રમે પણ સ્થાપ્યા હતા જ્યાં દીનદુ:ખી અને અપ'ગાને ખારાક અપાતા હતા. આ સિવાય ધર્મક્રિયા અંગે પૌષધશાળા અને ઉપાશ્રય ખંધાવ્યા હતા. એ ગાદી પર બેઠા ત્યારે સમ્રાટ્ અકબર માફ્ક નિરક્ષર હતા પણ્ કપ મંત્રીની સૂચના અને શ્રીમદ્ હેમચંદ્રસૂરિના સતત પરિચયથી તેમજ જ્ઞાન મેળવવાની તીવ્ર ઉત્કંઠાથી થાડા સમયમાં તે અભ્યાસમાં એટલે આગળ વધ્યેા કે જેથી માત્ર લખતાં-વાંચતા જ નહીં પણ કવિતાએ રચતા અને એ ઉપર ટીકા ટીપ્પણ કરતાં આવડી ગયું. વળી તે વિદ્વાનાની સભામાં છૂટથી ભાગ લેતા થઇ ગયા. The poet, the pandit and the priest all frequented his court and were freely and liberally pat ronised by him. શ્રીયુત્ U. S. Tankનું ઉપરનું લખાણ અક્ષરશઃ સત્ય છે. શ્રીમદ્ હેમચન્દ્રસૂરિએ મહારાજા કુમારપાળના રાજ્યકાળમાં પેાતાની નિમ્ન અલૌકિક કૃતિઓની રચના કરી Page #62 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૭ ] યેગશાસ્ત્ર, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, દ્વયાશ્રય, શબ્દાનુશાસન વિ૦ તેમના વિદ્વાન શિષ્ય રામચંદ્ર કેટલાક પ્રખ્યાત નાટકો આ સમયમાં જ રચ્યાં. એ કાળે શ્રી પાળ રાજકવિ તરીકે અને સોલાક પ્રખ્યાત સંગીતવિશારદ તરીકે જાણીતા હતા. રાજવીએ જુદાજુદા એકવીશ સ્થાને પુસ્તકાલય સ્થાપ્યા અને જૂના ગ્રંથોનું શોધન કરી, નવી પ્રત તૈયાર કરવા સારુ સંખ્યાબંધ લહીઆઓ રોક્યા. કુમારપાળ ભૂપને પલદેવી રાણીથી થયેલી એક કુંવરી હતી. એનું નામ લીલાવતી હતું. તેણીને પ્રતાપમલ્લ નામા પુત્ર હતો. આ રીતે નૃપની ગાદી પર એક તરફ ભત્રિજા એવા અજયપાળને અને બીજી તરફ પ્રતાપમલ્લને હક હતો. અજયપાળ શિથિલ આચારને તેમ પૂર અને વ્યસની હોવાથી રાજવી તેમજ અન્ય સલાહકારોની નજર પ્રતાપમલ્લને ગાદીએ આણવાની હતી. ભવિતવ્યતાના કારણે એ શક્ય ન બન્યું. શ્રી હેમચંદ્રસૂરિના સં. ૧૨૨૯ માં સ્વર્ગગમનથી રાજાને ઘણે આઘાત થયા અને પછી છ માસમાં તેમનું મૃત્યુ થયું. અજયપાળ ગાદીએ આવ્યું. રાજ્ય વફાદારો પ્રત્યે વૈર લીધું અને ત્રણ વર્ષમાં કમોતે મર્યો. ટાંક મહાશયના નિમ્ન શબ્દ ટાંકી આ પ્રખ્યાત રાજવીની જીવનઝાંખી પૂર્ણ કરવામાં આવે છે– Kumarpal belonged to that class of rulers whose best-known representatives among the Jainas are Samprati, Amoghavarsh & Kharavella. He managed to combine in him the benevolence of a monk with the wisdom of a statesman. He was just impartial and laborious pure and above reproach in his private life, simple and frugal in his habits, regid and strick in the observance of bis religious vows. Kumarpal was a perfect model of Jaina purity and piety. - (P. 12-13 Some Distinguished Jains ). Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ઓસવાળ જ્ઞાતિના માહનાત. - 6 આપણે એશવાળ જ્ઞાતિમાં થયેલ ‘મેાહનાત’(Mohanots) સંબ ંધી ટૂંકમાં વિચારીશું. The Mohanots form an important seet of Osval community. ' શ્રી ઉમરાવસીંગ ટાંક B. A, LL. B. એમના સંબંધી લખતા ઉપર મુજમ મથાળુ ખાંધે છે. ‘ મેાહનાત ’ તરીકે આળખાતા આ વતુ મૂળ વતન તે। મારવાડ છે, છતાં કીશનગઢ અને ઉદયપુરમાં તેમની વસ્તી જણાય છે. અને તેઓએ જોધપુર દરબારમાં કેટલાક જવાખદારીભર્યાં એદ્ધા ભાગન્યા છે. અધિકારી વર્ગોમાં તેમની લાગવગ નાનીસૂની નહેાતી, તેના મુખ્ય વ્યવસાય રાજ્યની નાકરીના કહી શકાય આમ છતાં એમાંનાં કેટલાકાએ વેપાર અને શરાફીમાં પણ ઝુકાવેલું છે. અહીં એક વાતની ચેાખવટ કરવી આવશ્યક છે કે જૈનધમી વીરામાં પરાક્રમા વર્ણવવાના આશય હિંસાના કાર્યને મહત્ત્વ આપવાના કે જૈનધર્મ પણ શસ્ત્રો વાપરવામાં કે યુદ્ધો ખેડવામાં બહાદુરી માને છે એ પ્રતિપાદન કરવાના હરગીજ નથી. જૈન ધર્મના પાયામાં તા કેવળ નિર્ભેળ અહિંસાને જ પ્રતિષ્ઠા અપાયેલી છે. સાચા જૈન કે સંપૂર્ણ દયાધી' સચરાચર જગતના એકાદ ક્ષુદ્ર જં તુને પણ દુઃખ ન પહોંચાડે. એની દયા ભાવના ચારાશી લક્ષ જીવયેાનિ સાથે હાય. આ જાતનું જીવન જીવનારા મહાત્માએ જ પૂજનીય, વંદનીય અને પ્રશસનીય Page #64 -------------------------------------------------------------------------- ________________ ગૌશ્યગાથા [ ૫૯ ] લેખાય. તેથી જ જૈનધર્મમાં જે અણુમૂલું મહત્ત્વ શ્રી તી કરા કે કેવલી ભગવાને છે તે અન્ય છદ્મસ્થને નથી જ. સાચું પરાક્રમ કે ખરી બહાદુરી તા એ પુણ્યશ્ર્લેાક આત્માઓની જ કહેવાય. તેમના માર્ગ નિ:શસ્ત્ર રહી, ઊઘાડી છાતીએ પરિસહાના સામના કરી કેવલ દયાવર્ડ જનતાના પ્રેમ જીતવાના, એને સાચા રાહ બતા વવાના અને આત્મસાક્ષાત્કાર કરવાના છે. એટલા માટે જ તેઓ આરાધનાને પાત્ર બન્યા છે. જ્યાં અહિંસાને આટલી હદે ગૌરવભર્યું સ્થાન હેાય ત્યાં હિ સાદ્વારા સમરાંગણમાં પરાક્રમ ફૈારવનારને કે શસ્ત્રો મારફત અન્યના પ્રાણ હરનારને વીરાની કક્ષામાં મૂકી આ જાતના ગુણુકીત ન કેમ કરી શકાય એ પ્રશ્ન સહજ સભવે. એના ઉત્તર એ છે કે–ચાલુ યુગની દષ્ટિએ જૈનધમ હિં સાજનક કાર્યાંમાં વીરતા માને છે તે વાત જ નથી. અહીં તે! આ જાતના ઉલ્લેખા એટલા સારુ કરવામાં આવે છે કે જેએ એક કાળે એમ કહેતા હતા અને હજુ કેટલાક કહી રહ્યા છે કે હિંદની કિવા ગુજરાતની પરાધીનતામાં જૈનધર્મની અહિંસા કારણભૂત છે, અને જૈના દયાના હિમાયતી હાઇ યુદ્ધો. ખેડવામાં કે સમરાંગણમાં ઝૂઝવામાં કાયર અન્યા તેને લીધે ગુલામી ઘર કરી બેઠી છે, તેમને ઉઘાડી આંખે જોવા મળે કે એક કાળે જે શૂરાતનની વાતા બહુમાનપૂર્વક ગવાતી ને પાના પુસ્તકે નોંધાતી કિવા જે પરાક્રમ માટે આજે પણ મહારાણા પ્રતાપ કે શૂરવીર શિવાજીનાં નામ જનતામાં માનની નજરે જોવાય છે, તેવું શૌર્ય દાખવવામાં જૈન ધર્મનું પાલન કરનાર સમૂહમાં પણ વીરા પાકયા છે. અને એમણે જે ભાગ ભજવ્યેા છે એ જૈનધર્મના સિદ્ધાંતની નજરે અવશ્ય દોષપૂર્ણ હાવા છતાં પ્રજાકલ્યાણ કે દેશસ રક્ષણની નજરે કાયરતામાં લેખાય કે ગુલામીની મેડી મજબૂત કરનારા ગણાય, એમ છે જ નહિં એ હકીકત વાંચતા જ ઢીવા જેવી દેખાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ] ઐતિહાસિક પૂર્વજોની મારવાડના રાઠોડ મુખ્ય રાયપાલના વંશમાંથી આ મહોતો ઊતરી આવ્યા છે. લોકવાયકા પ્રમાણે રાજ્યપાલને તેર સંતાન હતા, જેમાં મોટો કનકપાલ વિક્રમ સં. ૧૩૦૧ માં ગાદીએ બેઠો. બાકીના બારમા એકનું નામ મેહનજી હતું જેના ઉપરથી એને વારસો મેહનત તરીકે ઓળખાયા. મોહનજીને એક ભટ્ટી રાણી હોવા છતાં તેણે શ્રીમાલવંશની એક કન્યા સાથે લગ્ન કર્યા. એનાથી સપતસેન નામે એક પુત્ર થયા. ઉમર લાયક થતાં આ સપતસેન જૈનધર્મના ઉપદેશશ્રવણથી ચુસ્ત જેન બન્યું. અને એથી એને ઓસવાલ જ્ઞાતિમાં દાખલ કરવામાં આવ્યો. “મેહનતે ” તેથી સપત સેનને પોતાના આદિ પુરુષ તરીકે માને છે. મારવાડના ઈતિહાસમાં “મેહનતે એ ગૌરવભેર ભાગ ભજવ્યો છે. તેમનામાંથી લડવૈયા જેમ પેદા થયા છે તેમ રાજકારભાર ચલાવવામાં દક્ષતાથી કામ લઈ શકે તેવા મુસદ્દીઓ પણ પ્રગટ્યા છે. એમાંનાં કેટલાકના નામ સાથે બહાદુરી ને શયતા દાખવવાના અનેરા પ્રસંગે જોડાયા છે. ઇતિહાસના ગષકને એ બધું હસ્તામલકવત્ છે. વિક્રમ સં. ૧૯૩૫ માં, સાવરડા (Savarada) આગળની લડાઈમાં, મેગલ સાથે યુદ્ધ ખેલતાં “અચલજી” નું ખૂન થયું. “જયમલ' વડનગરના ગવર્નર કે સૂબા તરીકે વિક્રમ સં. ૧૬૭૧ માં અધિકાર ભોગવતો હતો અને મારવાડનો ઈતિહાસ રચનાર નેણસી એ સર્વ મેહનત વંશમાં જન્મેલા નામાંકિત પુરુષ છે. આ તે નામનિર્દેશ માત્ર છે. ઇતિહાસનાં અભ્યાસી માટે ઘણી સામગ્રી અણશોધાયેલી પડી છે. આ ઉલ્લેખન આશય ઉપરકહ્યું તેમ જેને પર કાયરતાની છાપ મારનાર લેખકોની આંખ ઊઘાડવાને છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ઓસવાળ જ્ઞાતિના ભંડારીઓ. ભંડારીની અટકથી ઓળખાતે વર્ગ ઓશવાળ જ્ઞાતિમાંનો એ વિભાગ છે કે જે ઘણુંખરૂં રાજ્યમાં અધિકારપદે રહ્યો હોય છે અર્થાત્ વેપારી નહિં પણ મુસદ્દી વિભાગ છે. મારવાડી સમાજમાં આ વર્ગનું સ્થાન અતિ આગળ પડતું ગણાય છે. જોધપુરમાં આ વર્ગના લગભગ ત્રણ કુટુંબ છે. ભંડારીએ પિતાને અજમેરના ચૌહાણ રાજવીઓના વંશજ જણાવે છે. જો કે વર્તમાનમાં ભંડારી કુટુંબોમાંનાં કેટલાક જયપુર અને કાનપુરમાં વસેલ હોઈ ઝવેરાતનો ધંધો કરતાં દષ્ટિગોચર થાય છે. રાવ લાખણશી ઊર્ફે લક્ષમણસિંહ કે જેને ભંડારીઓ પોતાના મૂળપુરુષ તરીકે લેખે છે, તેણે અજમેરની ગાદીથી છૂટા પડી નડાલમાં પોતાની આગવી ગાદી સ્થાપી હતી. શેધખોળખાતા તરફથી ટૂંકમાં જે વિગતે પ્રગટ કરવામાં આવી છે તે ઉપરથી ચાહમાવંશી રાજાઓએ અને તેમની રાણીઓએ જૈન દેવાલને જુદા જુદા પ્રસંગે આપેલી ભેટે અને અમુક પ્રકારની ટે યા હક્કોની સારા પ્રમાણમાં નેધ મળી આવે છે. એ ઉપરથી એક સમયે મારવાડમાં રાજ્ય કરતા વંશ પર જૈનધર્મની કેટલી બધી મહત્વની લાગવગ હતી. તેને ખ્યાલ આવે છે. ચૌહાણ યાને ચાહમાણ વંશમાં સર્વશ્રેષ્ઠ ખ્યાતિ વરેલ અગ્રણી Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨ ] ઐતિહાસિક પૂર્વજોની તરીકે અહ્વણુદેવને મૂકી શકાય કે જેણે ઇ. સન ૧૧૬૨ માં નાંડાલના જૈનમંદિરના નિભાવ અર્થે ઘણી ઉદાર સખાવત કરી હતી. એ ઉપરાંત મહિનામાં અમુક દ્વિવસેએ પ્રાણીવધ બિલકુલ કાઇપણ કરી શકે નહિ એવુ' ફરમાન બહાર પાડયું હતું. જો કે લક્ષ્મણસિંહુ તરફથી દેવામાં આવેલ દાન આદિના લેખ હજુ સુધી હાથ નથી આવ્યે, છતાં નાંડાલની સુરજપાળ ઉપર જે લખાણ કેાતરાયેલ છે એ વિક્રમ સં. ૧૨૨૩ ની સાલનુ અને કેહુણરાજના સમયનું છે, જેમાં લાખણુના નામના ઉલ્લેખ છે. અને વિક્રમ સ. ૧૦૩૯ ની સાલ તેને માટે જણાવી છે. આ ઉપરથી લક્ષ્મણસિહુના રાજ્યકાળ નિીત કરવા મુશ્કેલ નથી. અહ્વણુદેવને મહત્ત્વ આપ્યું તેથી લક્ષ્મસિંહ ઉતરતા ખમીરના હતા એમ માનવાની જરૂર નથી. એ પણ પેાતાના પૂર્વજોની માફક પરાક્રમી અને બહાદુર હતા. એણે અનહુ લવાર સુધી પહાંચી જઇ ચેાથ ઉઘરાવી હતી અને ચિતાડગઢના રાજા પાસેથી ખંડણી લીધી હતી. આજે પણ નાંડાલમાં એક કિલ્લા મુસા†ીને બતાવવામાં આવે છે, કે જે લેાકવાયકા પ્રમાણે આ ખ્યાતિ પામેલા રાજવીની કૃતિ છે ભંડારી વંશાવળી પ્રમાણે લાખાને ચાવીસ પુત્રા હતા, જેમાંનાં એકનું નામ દાદરાવ હતુ. નાડલાઇના લેખમાં જે દુદા તરીકે નાંધાયેલ છે અને ભ ડારી સમુદાય જેને પેાતાના મુખ્ય અગ્રણી તરીકે લખે છે. વિક્રમ સ. ૧૦૪૯ યાને સન ૯૯૨માં દાદરાવે સાંડેરક ગચ્છના શ્રી યશાભદ્રસૂરિના હાથે જૈનધમ સ્વીકાર્યા અને એશવાળ જ્ઞાતિમાં પ્રવેશ કર્યાં. અધિકારની ષ્ટિએ દાદરાવ ભાંડાગારિકના એદ્ધો ધરાવતા. જેના હાથમાં સારાયે ભંડારની ચાવી રહેતી એ અધિકારી ભાંડાગારિક કહેવાર્તા. આ પ્રમાણેના અધિકાર વંશપર પરામાં: ઉતરતાં એના વંશજો ભ’ડારી તરીકે વિશેષ ખ્યાતિ પામ્યા. Page #68 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૬૩ ] કે ઉપરની સાલ સ્વીકારવામાં એક મુશીબત ઊભી થાય છે. એવી નેંધ મળે છે કે શ્રી યશોભદ્રસૂરિ વિક્રમ સં. ૧૦૩૯ માં કાળધર્મ પામ્યા, અને એમની પાટ પર ચહમાણ વંશમાં જે એક આભૂષણરૂપ ગણુતા તે શાલીસૂરિ આવ્યા. આમ જે સાલ કાળધર્મને અંગે સેળમી સદીના એક લેખક તરફથી આપવામાં આવી છે તે જોતાં દાદરાવનો જૈનધર્મપ્રવેશ શ્રી. યશોભદ્રસૂરિના હસ્તે અસંભવિત બને છે. આમ છતાં આ સંબંધમાં અન્ય કોઈ સબળ પુરાવો ન હોવાથી લોકવાયકાને કિંવા ભંડારી વર્ગની પરંપરામાં ઊતરી આવેલી વાતને ખોટી માનવાનું કારણ નથી. એ ઉલ્લેખને જે લેખ દ્વારા પુષ્ટિ મળે છે તેનો વિચાર કરીએ તો એ ઉપરથી એટલું તો સહેજ તારવી શકાય તેમ છે કે ચાહમાન વંશના રાજ્યકાળમાં ભંડારીઓ જ મોટા ભાગે આગળ પડતા દ્ધા જોગવતા હાઈ સર્વ વિષયમાં કર્તા-કરાવતા હતા અને કોઈ કઈ તો નાના વિભાગ યા પ્રદેશમાં જાગીર પણ ભોગવતા હતા. નાડલાઈનો લેખ માગશર સુદ ૫ વિક્રમ સં. ૧૧૮૯ને છે, જેમાં ભંડારી નાગ સીવાનું નામ એક બક્ષીસમાં સાક્ષી તરીકે મૂકયું છે. બીજે એક લેખ જે વિ. સં. ૧૨૪૧નો છે તેમાં યશવીર . ભંડારીને Palla ના માલિક તરીકે ઉલ્લેખ છે. (Palla=પાલા એ જોધપુરની પશ્ચિમે છ માઈલ પર આવેલ ગામ છે) જાલેરને એક લેખ કે જે વિ. સં. ૧૨૪૨ને છે એમાં પાસુના પુત્ર ભંડારી યશવીરે મહારાજ સમરસિંહદેવના આદેશથી જૈનમંદિરને, જીર્ણોદ્ધાર કરાવ્યો એવો ઉલ્લેખ છે. સં. ૧૩૫૨ની સાલનો મહારાજ સામંતસિંહદેવના રાજ્યકાળમાં એક લેખ દર્શાવે છે કે-ભંડારી મીગાલ( Migala)ને દસ્તાવેજ અને સંધિપત્ર આદિની દેખરેખ માટેના અધિકારી તરીકે નીમ્યા હતા. જોધ Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] એતિહાસિક પર્વની પુરમાં ભંડારી કુટુંબને વસવાટ રાવ જોધા (સં. ૧૪૨૭ થી ૮૯)ના રાજ્યકાળથી મળી આવે છે કે જેના સમયમાં ભંડારીએએ પ્રશંસાપાત્ર સેવા બજાવ્યાને ઉલેખ છે. પોતાના નાયક નારોજી અને સમજીના હાથ નીચે જોધા તરફથી તેઓ ઝીલવારા (Jhilwara ) આગળ મેવાડના સૈન્ય સામે લડયા હતા અને એને પરાજય પમાડ હતા. જ્યારથી તેઓ જોધપુરમાં આવી વસ્યા ત્યારથી તેમની રાજદરબારે લાગવગ વધતી ગઈ અને ધીમેધીમે સંસ્થાનમાં વિશ્વસનીય અને જવાબદારીની જગ્યાઓ ઉપર તેઓની નિમણક થવા માંડી. તેઓ હમેશા જોધા રાવને અને તેમના વંશજોને નિમકહલાલ રહેતા આવ્યા છે કે જેથી તેમની ગણના હજુ પણ સ્ટેટના કીર્તિમંત અને વફાદાર સેવકોમાં થાય છે. શ્રીયુત્ ટાંક મહાશય લખે છે કે – Like the Singhvis, the Bhandaris have hand. led the sword as well as the pen” અર્થાત સંઘવીની માફક ભંડારીઓએ જેમ તલવાર પકડી જાણે છે તેમ કલમ વાપરી જાણે. એટલે કે તેઓ કુશળ લડવૈયા હતા તેમ અનુભવી મુત્સદી અને ચુનંદા ગણત્રીબાજ પણ હતા. مصرف رنک رفح رفح صفحامح وفرم، حرفح છે નાંદેલનું મહત્વ, છે આ સ્થાનમાંથી પ્રાપ્ત થતાં પ્રત્યેક પદાર્થ પરથી પ્રતીત થાય છે છે કે એક સમયે અહીંઆ જૈનધર્મનું ઘણું પ્રાબલ્ય હતું. તેમનું શિલ્પ કે કાર્ય પણ સર્જાશે ભિન્ન હતું. તેમના શિલ્પકાર્યના ચિન્હ અદ્યાપિ * દષ્ટિગોચર થાય છે. જેનોના ચોવીશ દેવમાંના અંતિમ દેવ મહાવીરનું 3 અતિ રમણીય શિલ્પકાર્ય તે આદર્શ છે. આ મંદિરના ગુંબજની 4 બાંધણુ પ્રાચદેશની અતિ પ્રાચીનકાળની બાંધણી સમાન છે.” . . ટોડ રાજસ્થાન Page #70 -------------------------------------------------------------------------- ________________ પર તi , નર કી ને વરી ૧૩. મારવાડના ભંડારીમાંનાં કેટલાક સંઘવીની માફક ભંડારીએ પણ તરવાર તેમજ કલમ વાપરવામાં પાવરધા હતા. તેઓએ કુશળ મુસદ્દીઓ કે પરાક્રમી સુભટે તરીકે જ માત્ર કીર્તિ સંપાદન નથી કરી. એ સિવાય તેઓએ ગ્રંથનિર્માતા તરીકે અને રમણીય પ્રાસાદ બંધાવનાર તરીકે પણ ચિરસ્થાયી કીતિ પ્રાપ્ત કરી છે. કાપરડા પાર્શ્વનાથનું મનહર દેવાલય ઊભું કરવાનો યશ ભંડારી કુટુંબના ભાગે જાય છે. એની રચના ઉપરથી તેઓમાં શિલ્પ અને કારીગરી માટે કે પ્રેમ હતો એ દષ્ટિગોચર થાય છે. નેમીચંદ્ર ભંડારીના નામથી ભાગ્યે જ કોઈ અજ્ઞાત હશે. તેમણે ગ્રંથરચયિતા તરીકે જે બુદ્ધિપ્રગ૯મતા દાખવી છે એ ન વિસરી શકાય તેવી છે. ઈતિહાસના પાના પર જે ભંડારી મહાશની કીતિકથા સુવર્ણાક્ષરે આલેખાઈ છે, એમાં નીચેના નામે સંબંધી ટૂંક નેંધ લઇ ભંડારી પ્રકરણ સમાસ કરીશું. ભાણ-મારવાડમાં ગજસિંહ દેવના રાજ્યકાળે એ “જેત્રણમાં રહેતા હતા. પિતાનું નામ “અમર” હતું. વિ. સં. ૧૯૭૮ માં કાપરડામાં (મારવાડ) પાર્શ્વનાથનું રમણીય મંદિર એમણે બંધાવ્યું. એની પ્રતિષ્ઠા બહતુ ખરતરગચ્છના શ્રી જિનસિંહસૂરિના હસ્તે કરવામાં આવી. મુખ્ય બિંબ પર જે લેખ છે એ ઉપરથી જાણી શકાય છે કે “ભાણ” “રાય લાખણને વંશજ હતે. Page #71 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] ઐતિહાસિક પૂર્વજોની રૂગનાથ-મહારાજા અજિતસિંહજીના (સન ૧૬૮૦–૧૭૨૫) રાજ્યકાળે એમને દીવાનપદ પ્રાપ્ત થયું હતું. એ જેમ અનુભવી વહીવટદાર હતો તેમ બહાદુર સૈનિક પણ હતો. કર્નલ વોટર કહે છે તેમ ભંડારી રૂગનાથે મહારાજ અજિતસિંહ જ્યારે દિલ્હીમાં રોકાયા હતા ત્યારે વર્ષો સુધી તેમની વતી રાજ્ય વ્યવસ્થિત રીતે ચલાવ્યું હતું. આજે દિલીરે પાતશે, રાજા તે રૂગનાથ. એમ કહેવાય છે. ભંડારી ખીમસી–રાયસિંહના આ પુત્રે અજિતસિંહના સમયમાં દીવાનપદ ભેગવ્યું હતું. વારંવાર પાદશાહ સાથે રાજકીય પ્રશ્નોના ઉકેલ સંબંધમાં એમને મોકલવામાં આવતા. વિ. સં. ૧૭૬૯ માં જ્યારે એમને મોકલવામાં આવેલ ત્યારે તે ગુજરાતના સૂબા ” તરીકેની સનંદ મેળવી પાછા ફરેલ. તેમને થાણુસિંગ અને અમરસિંગ નામે બે પુત્રો હતા. ભંડારી વિજય–સન ૧૭૧૫માં અજિતસિંહ સુડતાલીશમા સૂબા(Viceroy of Gujrat) તરીકે નિમાયા ત્યારે તેમણે પિતાના આવતાં સુધી પોતાની બદલીમાં વિજયરાજને મેકલેલા. અનોપસિંગ–ઉપરની માફક એમને પણ અજિતસિંહે ગુજરાતમાં મોકલેલા. જો કે તેની કારકીદી અમદાવાદના આગેવાન વેપારી કપુરચંદ ભણશાલી જેવાના નથી કલંકિત બની છે. સુરતરામ–મહારાજા અભયસિંગે મેડતાથી ભંડારી સુરતરામને ઠા. સુરજમલ અને રૂપનગરના શિવસિંગ સાથે અજમેર જીતવા મેકલ્યા હતા (સન ૧૭૪૩). તેઓએ ફોજદાર ખાનગ્રોટ વિનયસિંગને હરાવી અજમેર જીતી લીધું. ગંગારામ–વિજયસિંગના રાજ્યકાળે (સન ૧૭૫૨-૯૨) એમની ચઢતી થઈ. રાજનીતિજ્ઞ તેમજ સુભટ તરીકે તેમની કીર્તિ વિસ્તરી. મરાઠા અને રાઠોડ વચ્ચે મેડતાનું જે યુદ્ધ થયું ( સન ૧૭૯૦ ) તેમાં તે હાજર હતા. Page #72 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૬૭ ] લક્ષ્મીચંદ-મહારાજા માનસિંગના રાજ્યકાળે ઘણાં વર્ષો પર્યત તે દીવાન રહ્યા. (સને ૧૮૦૩-૪૩) બે હજાર રૂપિયાની આવકવાળું એક ગામ તેમને જાગીરમાં મળ્યું હતું. પૃથ્વીરાજ ભંડારી-મહારાજા માનસિંગદેવના સમયમાં જાલોરના હાકેમ તરીકે તેઓ હતા. • ઉત્તમચંદ–જોધપુરના વતની હાઈ માનસિંગદેવના દરબારમાં રાજકવિ તરીકે તેમણે ખ્યાતિ મેળવી હતી. તેમણે અલંકાર આશય, નાથચંદ્રિકા આદિ ગ્રંથ રચ્યા છે જે માટે નીચેનું કવિત પ્રચલિત છે. प्रथम हि सागरचन्द्र मुनि लियो सुपंथ लगाय । रामकरण कविराय पुनि ग्रन्थ हि दिये दिखाय ॥१॥ तिन ग्रन्थन ते पाय कछु आशय बोध अनूप । सो ही मैं विरघट कियो अलंकार के रूप ॥२॥ બહાદરમલ-જૂની ઢબના જે મુત્સદીઓ થયા છે એમાં આ ગૃહસ્થનો નંબર છેલ્લે આવે છે. ડીડવાણાના જાણીતા કુળમાં એ જમેલ. ત્યાંથી તે જોધપુર ગયેલ, જ્યાં રૂઘનાથ શાહ શરાફના મેતાજી વર્ગમાં એણે સ્થાન મેળવ્યું. પાછળથી એણે રાજ્યની નોકરી સ્વીકારી, જ્યાં પોતાનામાં રહેલા સદુગુણાવડે મહારાજા તખતસિંગજીનું ધ્યાન આકળ્યું. ( સન ૧૮૪૩-૭૩). એની લાગવગ એટલી બધી થઈ પડી કે જનતામાં એ મારવાડના રાજવીના માનીતા કરવૈયા તરીકે ઓળખાતા. એણે કદી કેઈને પણ વિશ્વાસભંગ કર્યો નથી. કીશનમલ-મહારાજા સરદારસિંગના રાજયમાં શરૂઆતના કાળે એ ટ્રેઝરી ઓફિસર યાને ખજાનચી હતા. એ માટે સેંધ મળે છે કે – He was a great financier and did his best to put the Marwar finances on sounder and firmer Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ઐતિહાસિક પૂર્વજોની footing અર્થાત્ એ જબરો નાણાશાસ્ત્રી હતો. એને માટે કહેવાય છે કેઃ બાકા ફાટ બેરીયાં પાકા જાસા હેાય, સુત બહાદર રે સીરે, કીમ જેસા ને કેય. આ રીતે ભંડારીવર્ગ પણ ઐતિહાસિક મહત્વ દાખવે છે. રીતભાત અને રસમરિવાજમાં ઓસવાળ સમાજ સાથે એ મળતાપણું ધરાવે છે. એમની કુળદેવી આશાપુરીનું મંદિર નાડેલમાં છે જ્યાં વર્ષમાં બે વાર મેળા ભરાય છે. કહેવાય છે કે-લાખાને પ્રથમ કંઈ સંતાન ન હતું એટલે એણે દેવીને પ્રાર્થના કરી. દેવીએ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે કે તને ચોવીસ સંતાન થશે. ભંડારીઓ ઘણુંખરૂં કાળા રંગની ગાય, કાળું બકરું કે કાળી ભેંશ નથી તે ખરીદતા કે નથી તો કઈ તરફથી ભેટ તરીકે અપાય તો પણ સ્વીકારતા. ભંડારીઓ ઘણુંખરૂં વેપાર કરતાં રાજ્યની નોકરી વધુ પસંદ કરે છે. તેમનામાં પણ દીપાવટ, મેનાવટ, લુણાવટ, નવાવટ નામના ભેદ છે કે જેમાં પરસ્પર પરણવાનો રિવાજ નથી. ભંડારી નારીવર્ગમાં પડદાને રિવાજ સખ્તાઈથી પળાય છે અને અન્ય ઓસવાળ જ્ઞાતિની સ્ત્રીઓ માફક “બાર” નામનું મસ્તકનું આભૂષણ તે વર્ગમાં પહેરવામાં આવતું નથી. આ સારાયે ઉલ્લેખમાંની વિવિધ વાતો જવા દઈ જે એક મુખ્ય વાત પ્રતિ લય આપીશું તે સહજ જણાશે કે એ સર્વ જેને ધર્મના અનુયાયીઓ હોવા છતાં પ્રસંગ પ્રાપ્ત થતાં પરાક્રમ દાખવવામાં પાછી પાની નથી કરતા. ' ઈતિહાસના અભ્યાસીને કે વધુ જિજ્ઞાસાધારકને નાડલાઈને વિક્રમ સંવત ૧૫૫૭ને તથા શ્રી કાપરડા તીર્થનો વિક્રમ સંવત ૧૬૭૮ને શિલાલેખ જોવાની વિનંતિ કરું છું. Page #74 -------------------------------------------------------------------------- ________________ 1 tells ૧૪. મેવાડરક્ષક ભામાશાહ. મેવાડની ભૂમિમાં પણ ધમેં જૈન હોવા છતાં શૈર્ય દાખવવાની વેળા પ્રાપ્ત થતાં જરા પણ પાછી પાની ન કરનાર વણિક વીરોનો તોટો નથી રહ્યો. ઓશવાળ જ્ઞાતિમાં અવતંસસમા ભામાશાહ વા ભામાશાના નામથી ભાગ્યે જ જનતા અજાણી હાય. રાજસ્થાનના સુપ્રસિદ્ધ લેખક કનલ ટેડ નિગ્ન શબ્દોમાં એ વીર પુરુષને પરિચય આપે છે. The name of Bhama Sha is preserved as the Saviour of Mewar. An Oswal by birth and a Jain by religion, he was the perfect model of fidelity and devotion. He was the Diwan of the illustrious Rana Partap-an office which his family had held for several generations. હિંદના ઈતિહાસનો અભ્યાસ કરનાર વિદ્યાથી ચિતોડ પર સમ્રાટ અકબરની ચઢાઈ અને મહારાણા પ્રતાપે બહાદુરીથી કરેલ બચાવ” એ એતિહાસિક બાબતથી માહિતગાર હોય છે જ. એટલે એ સંબંધમાં ઝાઝું લખવું જરૂરી નથી. તેમ ભામાશા” ના સંબંધમાં પણ જૈન-જૈનેતર લેખકે દ્વારા લખાયેલ ઘણા ખ્યાન પ્રાપ્ત થતાં હોવાથી એ સંબંધી પણ Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ]. ઐતિહાસિક પૂર્વજોની વિસ્તાર કરે જરૂરી નથી. આ લેખમાળાનો આશય એટલે જ છે કે “અહિંસા ઘરમો ધર્મ: ”થી જેનાં બીજારોપણ થાય છે એવા દયામય જૈન ધર્મને પાળનાર પણ સમય આવ્યે શરાતન દાખવવામાં રંચમાત્ર પીછેહઠ નથી કરતા. અલબત્ત, જેના ધર્મ “નિતાંત અહિંસા પાળવામાં જ આત્માન્નતિ સમાયેલી છે,' એમ કહે છે અને જીવનમાં દયા, કરુણ કિંવા સકળ સૃષ્ટિના કીડીથી માંડી કુંજર સુધીના પ્રાણુ વર્ગ પ્રત્યે અને રંગ કે જાતિનો ભેદ ગણ્યા સિવાય સર્વ માનવગણ સાથે-મૈત્રીભાવ કેળવવાની વાતને જ અગત્ય આપે છે. એ સિવાય ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત થઈ શકતી જ નથી એમ ડિડિમનાદે જાહેર પણ કરે છે; એથી વિપરીત વર્તનમાં અર્થાત્ સમરભૂમિ પર શત્રુન્યનું લોહી રેડવામાં ચોકખી ને ઊઘાડી હિંસા થાય છે અને એથી કર્મબંધ પડે છે કે જે જોગવ્યા વિના આત્માને ચાલી શકતું જ નથી એમ પણ માને છે. આમ છતાં જ્યાં સંસારસ્થ આત્માને રાજકીય કે કેટુંબિક ફરજ આવી પડે ત્યાં કાયરતાને ખંખેરી શૂરવીસ્તા દાખવવા માગે ગ્રહણ કરવાનું સૂચન કરે છે. નિબળ, ડરપોક કે હતાશ થઈ બેસી રહે એ નથી તે સાચે માનવ કે નથી તો સાચે જેન! કાયરને જેનધર્મ હેઈ જ ન શકે. જૈનસાહિત્યમાં તે બે અને સૂદ જેવું પદ વાપરવામાં આવ્યું છે તે અવશ્ય મનન કરવા જેવું છે. એટલે આજે જૈનેતર લેખકો કેટલીક વાર બેજવાબદારીથી ગુજરાતના પતન માટે અથવા તે ભારતવર્ષમાં પથરાયેલી નિર્બળતા માટે જૈન ધર્મની અહિંસાને જવાબદાર માની ત્યે છે એમાં કંઈ જ તથ્ય નથી. એ વાતના વિરોધમાં એક કરતાં વધુ ઉદાહરણો રજૂ કરી શકાય તેમ છે અને ભામાશાનું ઉદાહરણ એમાં વધુ એક ઉમેરે કરે છે. અમાપ હાડમારી ભેગવી, ગિરિકંદરાનાં આકરાં કો સહન Page #76 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૭૩ ] કરી રાણા પ્રતાપ પોતાની અણનમ વલણું જાળવી રહ્યો હતો, પણ જ્યારે ખરચી જ ખટી, પિતાનું અને પોતાના અનુયાયી વર્ગનું પોષણ કરવાનું સાધન જ ખૂટી પડયું ત્યારે એ ટેકીલે રાજવી હતાશ થઈ ગયા. સમ્રાટ સામે ભીડેલી બાથ લટકતી રાખી, મેવાડની ભૂમિ તજી જવાના નિશ્ચય પર એ આવ્યો. સાથીદારોને છૂટા કરી દઈ, પોતાના કુટુંબ સાથે ગણત્રીના માણસોને લઈ સિંધ પ્રતિ પ્રયાણ કરવાનો દિવસ પણ એણે નિયત કર્યો. આ વાતની જાણ જ્યારે ભામાશાને થઈ ત્યારે તે તરત જ દોડી આવ્યા અને અરવલીની પ્યારી પર્વતમાળાને આખરી પ્રણામ કરી રહેલા મહારાણાના ચરણમાં પોતાનો અઢળક ખજાને રજૂ કર્યો. એ ધનથી બાર વર્ષ સુધી પચીશ હજાર સૈનિકોને ગુજારો સુખેથી થઈ શકે તેમ હતું. વિનંતિ કરી કેએ સ્વીકારી આપ પુન: શત્રુને સામને કરો અને માતૃભૂમિને પાછી હાથ કરો. આ સંપત્તિ આવા સમયે કામ નહીં આવે તે પછી એનો અન્ય શો ઉપયોગ છે ? કૃપા કરી રાષ્ટ્રની આપત્તિ ટાળે. જે ધન રાષ્ટ્રના સંક્ટિ વેળા કામ ન આવે એ ધન નથી પણ પણ કાંકરા છે. દિવાનજીના હૃદયમાંથી નીકળેલા ઉદ્દગારોએ અને તેમના તરફથી મળેલી આવી અણુધારી સહાયથી રાણાજીમાં નવું જોમ આવ્યું, નવેસરથી લડાઈ આરંભાઈ અને એમણે ચિતોડ, અજમેર અને માંડલગઢ સિવાય સારોય મેવાડ પ્રાંત જીતી લીધું. આમ જેનધમી ભામાશાએ રાષ્ટ્રગૈરવ જાળવ્યું. ભામાશાનું નામ આજે પણ મેવાડમાં ગૌરવપૂર્વક લેવાય છે. ચિતોડના કારીગરીવાળા મંદિરના ખંડિયેર આજે પણ એ સ્મૃતિ તાજી કરાવે છે. આવા વીરલાઓએ રાષ્ટ્રચરણે પોતાનું સર્વસ્વ ધરી દઈ, પ્રજાધર્મ દાખવ્યો છે એટલું જ નહીં પણ સાથોસાથ જૈનધર્મને દીપાવ્યું છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૫. રતનસિંગ ભંડારી. વીરમગામના અધિકારી ભાવસિંગને રતનસિંગ જોડે મેળ ન હતા એ વાત છૂપી નહાતી, કેમ કે તે મારવાડીએને ધિક્કારતે હતે. એક તરફ તિરસ્કાર અને બીજી તરફ વેર વાળવાની વૃત્તિએ, તેને પોતાના ઉપરી અધિકારી પ્રત્યે બહુમાન રાખવાની ફરજ ભૂલાવી. તે મરાઠા નાયક સાથે મળી ગયો અને એ મરાઠા નાયકને તેણે છૂપી રીતે શહેરમાં દાખલ થવા દીધો. આ રીતે મરાઠા નાયક દામાજીએ વીરમગામનો કબજો લઈ લીધો અને મારવાડી વહીવટદાર કલ્યાણને હાંકી કાઢ્યો. એને બદલે પિતાને વિશ્વાસુ માણસ રંગજીને તેની જગ્યાએ મૂક્યો અને પોતે સોરઠ પ્રતિ આગળ વધ્યું. ઈ. સન ૧૭૩૬ની સાલમાં અર્થાત્ કબજે લીધે તે પછીના વર્ષમાં જ રાજી બાવળા સુધી આવી ગયા અને ત્યાં તેણે લૂંટ ચલાવી. રતનસિંગથી આ જોયું શી રીતે જાય? તરત જ તે સામે ગયે અને રંગેજીને વીરમગામ પાછા ફરવાની ફરજ પાડી. પૂંઠ પકડીને તેને કેટલોક સામાન પણ લઈ લીધો, છતાં તેને શહેરમાંથી કાઢી શકશે નહીં. છેવટે તેણે વીરમગામને ઘેરો નાંખે. દરમિયાન મરાઠાઓએ વીરતાભ હલે આયે. દામાજીને ભાઈ પ્રતાપરાવ દશ હજાર ઘોડેસ્વાર લઈ સીધો અમદાવાદ તરફ ધસી આવ્યા આ સમાચાર રતનસિંગના કાને પડ્યા પણ તેણે તે ખરા ન માન્યા. Page #78 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૭૩ ] શત્રુ તરફને આ એક પ્રચાર તેણે ગણી લીધે! પોતાનું મન જે વિરમગામને સર કરવામાં એકતાર બન્યું છે અને ખાઈએ ખેદાઈ માત્ર કિર્લો સર કરવાનો પ્રયાસ આદરવાને જ બાકી છે તે બીજી દિશામાં વાળવાને આ એક શત્રુપક્ષને દાવ છે એમ તેણે ક્યાંય સુધી માન્યું ! પણ છેવટે તપાસના અંતે પ્રતાપરાવવાની વાત સાચી ઠરી એટલે તે એકદમ વીરમગામને પડતું મેલી અમદાવાદ પાછો ફર્યો. ઈ. સ. ૧૭૩૭ના વર્ષમાં મહમદશાહની અભયસિંગ પ્રતિ કરડી નજર થઈ એટલે તેણે અભયસિંગની બદલીમાં મેમીનખાનને ગુજરાતને સૂબે નીમ્યા. આ ફેરફારની રતનસિંગને ખબર મળતાં જ તેણે પોતાના માલિક અભયસિંગને પિતાને કેવી રીતે આજ્ઞા બજાવવાની છે એ માટે પૂછાવ્યું, “જે રતન સિંગથી બની શકે તેમ હોય તે મામીનખાનનો સામનો કરવો” એવો જવાબ અભયસિંગ તરફથી આવ્યું. આ ઉત્તર મળતાં જ ભંડારી રતનસિંગની હિંમત બેવડી વધી ગઈ, અને એણે મામીનખાન સામે અમદાવાદનું રક્ષણ કરવાને નિરધાર કર્યો. વર્ષાકાળ પૂરો થતાં જ નવા સૂબા મોમીનખાને અમદાવાદ સર કરવાની તૈયારી શરૂ કરી અને થોડા સમયમાં તે અમદાવાદ ઉપર ચઢી આવ્યો. કર્નલ વોટર જણાવે છે તેમ ભંડારીએ જરા પણ હિંમત હાર્યા વગર શહેરને બચાવ છેવટ સુધી કરવાને દઢ નિશ્ચય જાહેર કી. દામાજી ગાયકવાડ મામીનખાન સાથે જોડાઈ ગયા. અમદાવાદથી ત્રણ માઈલ દૂર ઈસાનપુરમાં ઉભય વચ્ચે જાણે ખાસ જૂની મૈત્રી જ હેાય એ દેખાવ થયો. આ જોડાણની ખબર રતનસિંગ ભંડારીને મળતાં જ ઘડીભર તે વિચારમગ્ન બની ગયો. પછી તેણે “ર પ્રતિ વચ્ચે કુફ” એ મુસદ્દીપણુની નીતિનો આશ્રય લેવાને વિચાર કરી દામાજીને કહેવડાવ્યું કે-મામીનખાને Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] ઐતિહાસિક પૂર્વજોની રંગોજીને અમદાવાદની આસપાસને મુલક તથા ખંભાત છોડીને જે ચેથની આવક થાય છે તેને અર્ધો ભાગ તમને આપવાની કબુલાત આપી છે જ્યારે હું જે તમે મારી સાથે જોડાતા હો તે તમને એ સર્વ સાથેની એથમાંથી અર્ધો ભાગ આપવા કબૂલ થાઉં છું. આ શરતની અવેજીમાં મારા મોટા જમીનદારેને તમારા તંબુમાં મોકલવા તૈયાર છું. આ શરત દામાજીએ મીનખાનને વંચાવી અને તે શું કરવા માંગે છે એમ પૂછયું. | મેમીનખાને ભંડારીવાળી શરત કબૂલી લીધી. એમાં ખંભાતની ઉપજને બદલે વિરમગામ જિલે આપી દેવારૂપ ફેરફાર કર્યો. આ લાભ મળતાં મરાઠા નાયકે રતનસિંગ ભંડારી સાથેના સંદેશા બંધ કર્યા પિતે દુધેશ્વરની યાત્રાએ ગયે અને ત્યાંથી પાછા ફરીને સાથમાં ૨જીને રાખીને સન ૧૭૩૮માં અમદાવાદ સર કરવા ઉગ્ર પગલાં ભર્યા. તેઓએ એવી ખરાબ રીતે મારો ચલાવ્યો કે જેથી શહેરને ઘણું નુકશાન પહોંચ્યું. ખુદ મોમીનખાનને લાગ્યું કે આ રીતે હલે કરી દાખલ થતાં મરાઠા સૈન્યની પાસેથી ભવિષ્યમાં પોતે શહેરનો કબજે કેવી રીતે લઈ શકશે? એથી તેણે મીરા-તે-અહમદીના કત્તને રતનસીંગ પાસે મેક અને સુલેહભરી રીતે શહેર સેપી દેવાની માંગણી કરી. પણ ભંડારીએ જરા પણ નમતું તેવું નહીં. દરમીયાન કાઝીમ અલી ખાનની સરદારી નીચેના મુસલમાન સેન્ચે અને બાબુરાવ મરાઠાની સરદારી હેઠળના મરાઠા સૈન્ય શહેર કબજે લેવાનાં જોશભેર હુમલા કર્યા. પણ એમાં ઉભયને પાછા ફરવું પડયું. બીજે દિવસે રતનસિંગને લાગ્યું કે સંયુક્ત બળને સામનો કરી શહેરને બચાવ કરે શક્ય નથી એટલે મેમીનખાન જોડે સંધિના સંદેશા શરૂ કર્યા. અને પોતાના સૈન્યના નિભાવ માટે અમુક રકમ લેવાની, તેમજ લડાયક સમોવડીયાને છાજે તેવા મેભા સહિત શહેર છેડી જવાની Page #80 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૭૫ ] શરતથી સુલેહ કરી. આ રીતે ભંડારી રતનસિંગના કારભારને ગુજરાતમાં અંત આવ્યો. સન ૧૯૪૫માં બીકાનેરનો રાજા જોરાવરસિંગ મૃત્યુ પામ્ય, ગાદી માટે બે હકદાર ઊભા થયા. એકનું નામ ગજસિંહ અને બીજાનું નામ અમરસિંહ ઠાકુર ખુશાલસિંગ અને મહેતા બન્તાવરસિંગની મદદથી ગજસિંહ ગાદીએ ચઢી બેઠે. અમરસિંહ અભયસિંગની મદદ મેળવવા દેડ્યો, અભયસિંહે અમરસિંહના હકને કબૂલ રાખી, એની કુમકે રતનસિંગ ભંડારીને સન્ય આપી ગજસિંહ સામે મોકલ્યા. કેટલાક સમય સુધી ઉભય વચ્ચે નાની નાની લડાઈઓ ચાલુ રહી. સન ૧૭૪૭માં ઉભય પક્ષનાં સૈન્ય સામસામે આખરી યુદ્ધ લડવાને એકત્ર થયાં. ઝનની લડાઈને આરંભ થયે. ઘણા પ્રયાસ ને સખ્ત લડાઈ પછી બીકાનેરનું સૈન્ય વિજયી નીવડયું. એણે ઘેરો ઘાલી બેઠેલા રતનસિંગના લશ્કરને પાછું હઠાવ્યું. રતનસિગ આ જોતાં જ આગળ વધ્યો. જાણે એકાદ ઝનન પર ચડેલે સિંહ ન ઘૂમી રહ્યો હોય તેમ શત્રુ સામે તરવાર ફેકતો ઘૂમવા લાગ્યો. જોતજોતામાં ગુમાવેલી કેટલી જગ્યા મેળવી પણ ખરી, ત્યાં તે ગજસિંહે ફેકેલા બાણથી એની આંખ ફટી. આમ છતાં એણે સૈનિકોને દોરવણ આપવી ચાલુ રાખી. પોતાને સખત ઘા લાગ્યા છતાં અને જાતે અશક્ત બન્યા છતાં તેણે નમતું ન તોળ્યું. દુશ્મન દળમાં નવી ભરતી થવા માંડી અને એનું જોર વધી પડયું. રતનસિંગને લાગ્યું કે આવા વિપુલ કટક સામે ઝૂઝવું નકામું છે એટલે એણે પાછા ફરવાનો હુકમ આપે. દરમિયાન એક બીકાનેરી ભાલાધારીએ એના પર પીઠેથી ઘા કર્યો. એ ઘા મરણાંત નિવડે અને એનાથી ભંડારી સરખો મુસદ્દી ને બહાદુર સરદાર કાયમની નિદ્રામાં પિઢયે. ધ જૈન હોવા છતાં ભંડારીના જીવનમાંથી સાહસ, પરાક્રમ અને બહાદુરીના પ્રસંગે જોઈતા પ્રમાણમાં મળે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ - 5 - ન : ૧૬. અજમેરને સુબો ધનરાજ • આ વ્યક્તિએ જીવનની આહુતિ આપીને પણ પિતાની ટેક જાળવી છે. જયપુરની નજિક ટોંગા (Tonga) આગળ સીન્ધીયાને હરાવીને મારવાડને નામીચા સરદાર ભીમરાજ સંઘવી, અજમેર ”ઉપર ચઢાઈ લઈ ગયો. એ વેળા ત્યાં મરાઠાને સૂબેદાર અનવર બેગ અધિકારપદે હતો. એની પાસેથી અજમેર ખુંચવી લઈ ત્યાં ધનરાજ સંઘવીને સૂબેદાર તરીકે સ્થાપન કરી ભીમરાજ પાછા ફર્યા. સન ૧૭૮૭. આ સંઘવીઓ મૂળ (Nandavana Bohra Brahamans) નંદવાના બેહરા બ્રાહ્મણ હતા જેમાં પૂજ્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજના ઉપદેશથી જૈનધામ બન્યા હતા. આ કાર્ય શિરેહીમાં વિ. સં. ૧૪૬૫ માં બન્યું હતું. તેઓને વસવાટ જોધપુરમાં વિ. સં. ૧૫૩૩ ની સાલથી હતો એવી નોંધ પ્રાપ્ત થાય છે. | મરાઠાઓ આ રીતે અજમેર ગુમાવી ચૂપ ન બેઠા. તેઓએ પુન: પોતાનું બળ એકત્રિત કર્યું અને ચાર વર્ષ પછી ફરીથી મારવાડમાં પગલા પાડ્યાં. મારવાડી અને મરાઠા સૈન્ય વચ્ચે મેઇરટા ( Mainta) અને પાટણ (Patan) એ બે સ્થળે સખત યુદ્ધો ખેલાયા જેમાં મારવાડી સન્યને પરાજય મળે. આ દરમીઆન મરાઠાના સેનાનાયકડી બાઈને (De Boigne) અજમેરને ઘેરો ઘાલ્યો. અહીંના સૂબેદાર કથાનાયક ધનરાજે બહાદુરીથી શહેરને - બચાવ કર્યો અને જરા પણ નમતું તેવું નહીં. Page #82 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૭૭ ] પણ પાટણમાં હાનિકારક હાર થવાથી મારવાડી સરદાર વિજયસિંગે ધનરાજ પર મરાઠા સરદારને શરણે જવાના હુકમ પાઠવ્યેા અને અજમેર સોંપી જોધપુર ચાલ્યા આવવાની સૂચના કરી. ધનરાજ જેવા નામી અને તેજવંત લડવૈયા માટે આ જાતના હુકમ વધુ પડતા હતા. પ્રતિષ્ઠાભગ થાય એવી રીતે શરણે થવાની એની પ્રકૃતિ હતી જ નહીં તેમ પેાતાના ઉપરી હાકેમના ક્રૂરમાન પ્રત્યે બેદરકારી દાખવવામાં ચાખા શિસ્તભ ગ છે એમ એ સમજતા હતા. એની આબરૂ એક નિમકહલાલ ચેઢા તરીકેની હતી. એને કાલીમા લાગે તેવું કંઈ કરવા એ તૈયાર નહાતે. વિજયસિંગના ક્રમાનથી એની દશા સૂડી વચ્ચે સેાપારી જેવી થઇ પડી ! એમાંથી પાર ઉતરવા સારુ એણે સર્વાંગે જીવનની આહૂતિ દઇ દેવાના માર્ગ નક્કી કર્યાં. પેાતાના સૈનિકાને કિલ્લામાં એકઠા કર્યાં. એ મધાની વચમાં ઊભા રહી એ ખુલંદ અવાજે મેલ્યે!— 'Go and tell the prince, thus only I could testify my obedience; and over my dead body alone could a Maratha enter Ajmer. ' મારા શૂરા ને વહાલા સૈનિકે જઈને આપણા રાજ વરને કહેજો કે આપના ફરમાનનુ પાલન મેં મારા જીવનને યમરાજની વેદી પર હામી દઈ કર્યુ છે. મારા મૃત કલેવર પર પગ દઈ ભલે મરાઠા નાયક અજમેરમાં પ્રવેશ કરે. આ જુસ્સાદાર શબ્દો મેલી એણે તરત જ પોતાના હાથ પરની હીરાની વીંટી ચસી લીધી અને મૃત્યુના મહેમાન અન્યા. જૈનધર્મ આત્માની અમરતા માને છે અને એના સાહિત્યમાં ગુણાનું બહુમાન–ગુણી પુરુષાની પૂજા એ તેા ડગલે પગલે ષ્ટિગેાચર થાય છે. એ ઉમદા વચનેનું પાન કરનાર ધનરાજે સાચે જ પેાતાનું જીવતર ધન્ય બનાવ્યું. Page #83 -------------------------------------------------------------------------- ________________ : જs , S] دست بسم ૧૭. મંત્રીશ્વર જયમલજી. જનની જણ કાં ભક્ત જન, કાં દાતા કાં શૂર; નહીં તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ ર. ઉપરના દુહામાં કહેવામાં આવેલી વાત રાજસ્થાનના ઈતિહાસમાં ડગલે પગલે દષ્ટિગોચર થાય છે. ખરેખર એ સાચું જ છે કે અનેક આત્માઓ જમે છે તેમ મરે પણ છે; પણું જીવન તો એના સાર્થક છે કે જેઓએ પોતાના દેશ-જાતિ કિંવા ધર્મ અંગે જિંદગીને હોડમાં મૂકી દીધી છે. જોધપુરમાં મહારાજા ગજસિંહના રાજ્યકાળે, દેશના કારભારમાં જે ઓસવાળ જેને જોડાયેલા હતા એમાં પાકા અને અનુભવી મુત્સદી તરીકે મંત્રીશ્વર જયમલજીનું આસન આગળ પડતું હતું. મારવાડ રાજયના ઇતિહાસમાં તેઓશ્રીની વિવિધ પ્રકારી સેવાઓની નેંધ જળવાઈ રહેલી જવાય છે. ઓસવાળ જ્ઞાતિમાં મુંહણોત એ જાણતું ગોત્ર છે. જોધપુરના રાવ રાઠેડ સીહાથી એ પરંપરા શરૂ થયેલ ગણાય છે. સીહાના પુત્ર આસથાન, એની પછી ધુહડ, અને ધૂહડને પુત્ર રાયપાલ થયા. રાયપાલને તેર પુત્રો હતા. એમાં બીજા પુત્ર મેહનસિંહના નામથી મુંહત ગોત્રની ઉત્પત્તિ થઈ. Page #84 -------------------------------------------------------------------------- ________________ ગૌર્શ્વગાથા [ ૭૯ ] આપણા કથાનાયક મુહુર્ણેાતવશી સૂજાના પ્રપૌત્ર, અમલાના પૌત્ર અને જેસાના બીજા પુત્ર તરીકે જન્મ્યા હતા. માતાનુ નામ જયવંતદ્દે ( જસમાદે ) હતું. વિક્રમ સૌંવત ૧૬૩૮ મહા શુદ ૯ ને બુધવાર એ તેમના જન્મદિન. જેસા–જસમાદેના આ સ ́તાને રાજકીય ક્ષેત્રમાં અને ધાર્મિક ક્ષેત્રમાં પેાતાના નામે સુપ્રમાણમાં યશગાથા નાંધાવી છે. પ્રાપ્ત થયેલ લક્ષ્મીના પ્રવાહ દાનની દિશામાં પણ સારી રીતે વાળ્યેા છે. જયમલજીના પહેલે વિવાહ વેદ મહેતા લાલચંદ્રની પુત્રી સરૂપદે સાથે થયા હતા, જેનાથી તેમને નેણસી, સુન્દરસી, આશકરણુ અને નરસિંહદાસ નામના ચાર પુત્ર થયાં હતાં. આજે વિવાહ સીંઘવી બિડદ્રસિંહની પુત્રી સુહાર્દ જોડે થયા, અને એનાથી એક પુત્ર જન્મ્યા. એનું નામ જગમાલ પાડવામાં આવ્યું હતું. વિ.સં. ૧૬૭૨માં લેધીમાં મહારાજા સૂરસિંહજીની હકુમત સ્થપાણી એ વેળા જયમલજીને ત્યાંના શાસનની ધા સાંપવામાં આવી. દિલ્હીના પાદશાહ જહાંગીર તરફ્થી ગર્જસ ને જાલેારનું પરગણું પ્રાપ્ત થયું. એ નવા શહેરના શાસક તરીકેની પસંદગીના મુગટ જયમલજીના શિરે પહેરાવવામાં આવ્યે. વધારામાં રાજવી તરફથી પેાતાની હવેલી–માગ-આદિ સ્થાવર મિલકતની ભેટ પણ તેમને મળી. (વિ. સં. ૧૬૭૭) સંવત ૧૬૮૩માં મહારાણા ગજસિંહજીના પાટવી કુંવર અમરિસંહને નાગૌર પરગણું મળ્યું. એને માટે હાકિમની તપાસમાં પહેલી નજર સીધી જયમલજી ઉપર પડી. આ રીતે તદ્ન નવા અને જુદાજુદા સ્થાનમાં સુખાગીરી કરવામાં આછી આવડતુ કામ લાગતી નથી. એમાં પણ રાજા Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] ઐતિહાસિક પૂર્વજોની તથા પ્રજાને પ્રેમ સંપાદન કરે એ કપરું કામ ગણાય છે. એ સર્વ તબક્કા મંત્રીશ્વરે પોતાની કાર્યદક્ષતાથી પસાર કરી દીધા. દરમીઆન તેમને બાડમેરમાં જવું પડયું. વિ. સં. ૧૬૮૪ આસપાસની સ્થિતિ બગડી ગઈ હતી. બાગી સરદારે ભરણું મોકલવામાં દાદ દેતાં નહતા. રાજ્યની લગામ હાથમાં લઈ સૌપ્રથમ કાર્ય જયમલજીએ એ સરદારને દબાવવાનું કર્યું. પિકરણ, રાઉદડા અને મેવાસાના નાયકે પાસેથી દંડ વસુલ કર્યો અને વર્ષો જૂની દાણુ ઉઘરાવી લીધી, વિ. સંવત ૧૬૮૬માં જયમલજીની આ કાબેલીયત જોઈને. રાજ્ય પ્રત્યેની એકધારી વફાદારી અને અજોડ પ્રમાણિકતા નીરખીને મહારાજા ગજસિંહજીએ તેમને પિતાના દિવાનપદે નિયુક્ત કર્યા. આ મહત્વને અધિકાર તેઓશ્રીએ જીવનના અંત સુધી ગૌરવભરી રીતે સાચવ્યા. વિક્રમ સંવત ૧૬૮૭ માં મારવાડ અને ગુજરાતમાં અતિ ભયંકર દુકાળ પડ્યો. અન્નને અભાવે માનવગણ અતિ વિષમ દશામાં આવી પડ્યો. એ વેળા મંત્રીશ્વર જયમલજીએ પરોપકાર વૃત્તિથી અનાજ દૂર દૂરથી મંગાવી આમજન સમૂહને પહોંચાડવાને પ્રબંધ કર્યો અને કપરી દશામાં આવી પડેલ ભાઈબહેનોને એક વર્ષ પર્યત મફત અન્ન-પાણી તેમજ વસ્ત્રો પૂરા પાડ્યાં. તપાગચ્છની સમાચાર આચરનાર આ મહામાત્યે જેમ રાજ્ય ધર્મમાં શૌર્યતાના દર્શન કરાવ્યા, દાનશીલતાથી જનસમૂહમાં અગ્રણું પદ પ્રાપ્ત કર્યું તેમ ઉદાર વૃત્તિના જોરે ધાર્મિક કાર્યોમાં પણ લક્ષ્મીને વ્યય કરવામાં જરા પણ કચાશ નથી રાખી. “કીર્તિકેરા કોટડા પાડ્યા નહીં રે પડત” એ ઉક્તિ અનુસાર જાલૌર, સાંચૌર, નાડેલ, શત્રુંજય અને જોધપુર આદિ Page #86 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૧] નગરમાં જે રમણીય પ્રાસાદે આજે શેભી રહૃાાં છે એ કથાનાયકની યશગાથા મૂકપણે ગાઈ રહ્યા છે. જાલૌરમાં મહારાજા કુમારપાળે બંધાવેલ મંદિર છદશામાં આવી ગયું હતું. એ સ્થાન પર જીર્ણોદ્ધાર કરી જયમલજીએ નવું મંદિર બંધાવ્યું અને સં. ૧૬૮૧ ના પ્રથમ ચત્ર વદ પાંચમના દિને ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીની મનહર મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એ સિવાય કિલ્લામાં બીજા બે દેવાલ છે. એ ત્રણે પ્રાસાદ મંત્રીશ્વરની યશપતાકા દૂર દૂર સુધી ફેલાવી રહ્યા છે. એ સર્વમાં જે લેખો આજે દષ્ટિગોચર થાય છે એ ઉપરથી ઈતિહાસના આંકડા સહજ સાંધી શકાય છે. પ્રતિષ્ઠાવિધિ શ્રી વિજયદેવસૂરિના સમયમાં થઈ હતી. એ ઉપરાંત જાલેર શહેરમાં તપાપાડા મહોલ્લામાં એક દેવાલય તેમજ ઉપાશ્રય મેજુદ છે, તે પણ ઉક્ત મંત્રીશ્વરે કરાવેલ છે એમ જનવાયકા છે. મારવાડના પ્રસિદ્ધ એતિહાસિક નગર સચરમાં વિ. સંવત ૧૬૮૧ માં જૈન મંદિર બનાવરાવ્યું. જોધપુરમાં સં. ૧૬૮૬ માં ચૌમુખજીનું દહેરૂં બંધાવ્યું. એ જ રીતે સં. ૧૬૮૩ માં શ્રી શત્રુંજયગિરિરાજ પર અને નાડેલમાં પણ દેવસ્થાને બંધાવ્યા તેમજ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. નાડેલ એ તે મારવાડનું પ્રસિદ્ધ નગર છે. અહીં શ્રી પદ્મપ્રભુનું પ્રસિદ્ધ દેવાલય છે. મૂળનાયક શ્રી પદ્મપ્રભુની પ્રતિમા મંત્રીશ્વરે બનાવરાવી, પ્રતિષ્ઠા જાલૌરમાં કરાવી અને ત્યાંથી લાવી નાડેલના રાયવિહાર મંદિરમાં સ્થાપના કરી આ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મૂળનાયકની બાજુમાં શ્રી શાંતિનાથનું Page #87 -------------------------------------------------------------------------- ________________ [[ ૮૨ 3 ઐતિહાસિક પૂર્વજોની બિંબ છે. એના પરના શિલાલેખથી જાણવા મળે છે કે એના સર્જક પણ મંત્રીશ્વર જયમલજી છે. સં. ૧૬૮૩ માં જયમલજીએ સંઘ કાઢીને શત્રુ જય, શ્રી રૈિવતાચળ (ગિરનાર ) અને શ્રી અબુદાચળ( આબુ)ની યાત્રાએ કરી હતી. ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિપુટીની સાધનામાં જીવનને પ્રમાણપુરસ્પર વ્યતીત કરનાર આ વિભૂતિ થા મોક્ષ પુરુષાર્થની સમીપ પહોંચી જાય એમાં આશ્ચર્ય શું હોઈ શકે? ધન્ય હે એ જીવનને! سمرقحابقحقحقحقحقحقحقحقحقح નાંદેલનું મહત્ત્વ અહીંઆ મને પુષ્કળ ઐતિહાસિક સામગ્રી મળી...બે તામ્રપત્રો મળ્યા. તેમને એક સં. ૧૨૧૮ માં અનળદેવની સ્તુતિમાં લખવામાં { આવ્યો હતો. આ સ્થાનેથી મને કેટલાક પ્રાચીન અમૂલ્ય હરત3 લિખિત ગ્રંથે મળ્યા. આ સવ' ગ્રંથમાં છત્રીશ રાજવંશોનું વર્ણન 3 છે. તે ઉપરાંત તેમાં અતિ પ્રાચીનકાળને ભારતવર્ષની ભૂમિનું તથા તેમાં આવેલાં નગરનું વર્ણન છે. એમાંના એકમાં વિક્રમ અને તે મહાવીરના સમયના જૈન ધર્માવલંબી રાજાઓમાં સર્વથી શ્રેષ્ઠ એવા ? શ્રેણિક તથા સમ્મતિના વંશજોને ઈતિહાસ લખેલ હતા. આ પ્રદેશ જેને ધર્મની પ્રધાન લીલાભૂમિ છે. ચૈહાણ નૃપતિ સંબંધી ? તામ્રપત્રમાં જેનધર્મ અંગે જાણવાનું મળે છે. - ટેડ રાજસ્થાન Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૮. સુરાણા ત્રિપુટી. (૧) અમર'૪જી સુરાણા રાજપુતાનાના રાજનૈતિક ક્ષેત્રમાં એસવાલ વીરાનુ સ્થાન ગૌરવસૂચક છે. ધાર્મિક, સામાજિક, વ્યાપારિક અને સૈનિક પ્રગતિમાં એવું એક પણ સ્થાન નહીં મળે જેમાં એમના હિસ્સા ન હાય અથવા તેએ પાછળ રહ્યા હાય. દરેક રાજ્યના ઈતિહાસના પાના અવલેાકનારને એસવાળ વીરલાઓના ત્યાગ, આત્મબળિદાન અને બુદ્ધિચાતુર્ય જેવાના પ્રસંગેા સહજ પ્રાપ્ત થાય તેમ છે. બીકાનેરના એસવાળામાં બચ્છાવતા, વેઢા પછી સૂરાણા ગાત્રીયેાના સિતારા ચમકી ઊઠે છે. એસવાળ એટલે જૈનધર્મી એ વાત નવેસરથી કહેવાની અગત્ય નથી જ. બીકાનેરનરેશ સૂરસિંહજીના રાજ્યકાળથી આરભી મહારાજ સરદારસિંહજીના સમય સુધી જે જે એસવાળ મુસદ્દીઓએ પેાતાની દક્ષતાના મળે મીકાનેર રાજ્યની જે સેવા કરી છે એની નોંધ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાવા ચેાગ્ય છે. રાજસ્થાનના વીરતા અને ગૈારવ ગાથા દર્શાવતા ઇતિહાસમાં વીરશિરામણી દીવાન રાવ શાહ અમરચ ંદજીનું સ્થાન ઘણું ઊંચું છે. કથાનાયક અમરચંદ્દે સુરાા શેઠ મલુકચંદજી સુરાણાના પૌત્ર અને શાહ કસ્તુરચંદજીના વડિલ પુત્ર હતા. બાળપણથી જ Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] ઐતિહાસિક પૂર્વજોની તેમનામાં રહેલી વીરતા અને ઉદારતાના દર્શન આસપાસના માણસને થવા માંડયા હતાં. માત્ર અગીઆરની વયે પહોંચ્યા હશે ત્યાં તો તલવાર અને કટાર ચલાવવામાં હશિયાર ગણુતા વર્ગમાં તેમને નંબર લાગ્યો હતો. વિ. સં. ૧૮૬૦માં બીકાનેરથી જે સેના ગુરૂ મોકલવામાં આવી અને વિજય પ્રાપ્ત કરી ચુરૂના માલિક પાસેથી એકવીશ હજાર રૂપીઆને દંડ વસુલ કર્યો એમાં શાહ મુલતાનમલ ખજાનચી અને જાલમસિંહ પડિહાર જોડે અમરચંદજી સુરાણ પણ મુખ્ય હતા. એ વેળા દાખવેલી હિંમત અને વાપરેલી દક્ષતા ધ્યાનમાં લઈ સં. ૧૮૬૧માં મહારાજ સુરસિંહજીએ ભટનેરના કિલેદાર જાપ્તારખાં ભટ્ટોને દબાવી શરણે લાવવા સારુ ચાર હજારની રાઠેડ સેના સહિત અમરચંદજીને મોકલ્યા. તારા કી તમાં ચંદ છપે નહી” એ કવિત અનુસાર ભટનેરના કિલા નજિક પહોંચતાં જ સુરાણાજીએ કિલ્લાની આસપાસ સખત ઘેરો નાંખે, અને પાણી પૂરું પાડનાર મુખ્ય સાધન સમા અનુપ સાગર પર કબજો કરી, સખત ચેકીપહેરો મૂકી દીધો. જાન્તારખાંએ શાહના ઘેરા સામે શરૂઆતમાં તે જોરથી ટકાવ કર્યો પણ જેમ જેમ દિવસ વધતાં ગયાં તેમ તેમ કિલ્લામાંની પ્રજાને ખાધાખોરાકી અને પાણીની વિપદ પડવા માંડી, મૂંઝવણ વધી પડી. ભૂખમરાથી મરણ પ્રમાણ વધી પડયું, પાંચમે મહિને થાકીને ખાને સુલેહને વાવટો ફરકાવ્યો અને શરત મુજબ કિલે સેંપી દઈ ખાન પોતાના સાથીયે સહિત પંજાબ તરફ ચાલ્યા ગયે. એ દિવસ વૈશાખ વદ ૪ ને મંગળવાર હોવાથી સં. ૧૮૬૨માં કિકલાનું નામ હનુમાનગઢ રાખવામાં આવ્યું. શાહે જે કુનેહથી કામ લીધું હતું તેના સન્માન અર્થે રાજવી તરફથી અમરચંદજીને દીવાન પદ પ્રાપ્ત થયું અને પાલખીનું બેસણું મળ્યું. Page #90 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૮૫ ] સં. ૧૮૬૫માં જોધપુરનરેશ માનસિંહજીએ દીવાન ઇદ્વરાજ સીંઘવીની સરદારી હેઠળ એંશી હજારની સેના મોકલી બીકાનેર પર ચઢાઈ કરી. આ સમાચાર મળતાં રાજવી સુરસિંહજીએ બની તેટલી સેના એકઠી કરી એને સામને કરવા દીવાન અમરચંદને મોકલ્યા. કાર્યકુશળ શાહે હોશિયારીથી કામ લીધું અને અસાધારણ વીરતા બતાવી શત્રુસેના સાથે મુકાબલો કરી, એને અસબાબ લુંટી લીધો અને બીકાનેરની દિશામાં પાછા ફરવાની આજ્ઞા પિતાના સૈન્યને કરી. સાધનસામગ્રી ગુમાવી બેઠેલી જોધપુરી સેના લગભગ બે મહિના પર્યત નાના નાના છમકલા કરતી ગજનેરમાં છાવણું નાંખી પડી રહી. દરમી આન સુરાણાજીએ તો નવી તાકાત જમાવી દીધી હતી. જ્યાં બે માસના અંતે કલ્યાણમલ લેઢા ચાર હજાર જોધપુરી સૈનિકે લઈને બીકાનેર તરફ આવી રહ્યાના સમાચાર મલ્યા કે તરત જ સુરાણા અમરચંદજી ગજનેરની દિશામાં આગળ વધ્યા. એ સાંભળતાં જ લોઢાના મેતી આ મરી ગયાં. એ પાછો ભાગવા માંડે અને શાહે પણ જલદી કૂચ કરી એને પીછો પકડયો. થોડા અંતરે ઉભયને ભેટે થયા. લેઢાને ફરજીયાત યુદ્ધમાં ઉતરવું પડયું. શુરાતન દાખવી સુરાણુજીએ એને પકડી લઈ બંદીવાન બનાવે અને બીકાનેરમાં ' લાવી મહારાજા સમક્ષ ખડે કર્યો. સૂરતસિંહજીના રાજ્યકાળમાં (સં. ૧૮૬૬૭૦) બાગી ઠાકુરો બહુ માથાભારે બન્યા હતા. વાત વાતમાં ટંટા ઊભા કરતા અને પ્રજાને હેરાનગતિ પહોંચાડતાં. એ સર્વને ઠેકાણે આણવાનું કપરું કામ અમરચંદજીના શિરે આવ્યું. અહીં પણ એમને જ વિજય મળે. એ જ રીતે વિદ્રોહી સાંડવેના ઠાકોર જેતસિંહને પણ રાજ્યના કાબૂ હેઠળ આણ્યો. ઉપર વર્ણવ્યા તેવા વિદ્રોહના સંખ્યાબંધ બનાવમાં અમર. Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] ઐતિહાસિક પૂર્વજોની ચંદજીએ શૂરવીરતા બતાવી બીકાનેર સંસ્થાનની પ્રતિષ્ઠાને જરાપણુ ઊણપ આવવા દીધી નથી. એમાં શેખાવટી, સીધમુખ અને ગુરુના ઠાકર શિવસિંહવાળા બનાવે ખાસ અગ્રપદે આવે છે. એ વેળા રાજ્યની વફાદારીના આવેગમાં સુરાણાજી વધુ પડતા ઘાતકી બની જાય છે. ગુરૂના વિજય પછી મહારાજા સુરતસિંહજી દીવાનને “રાવ ને ખિતાબ અને સ્વારી માટે હાથી આપે છે. આ રીતે અમરચંદજીને કીતિ–સિતારો મધ્યાહુને પહોંચે છે. એ સાથે જ અસ્તના ચેઘડીઆ વાગે છે. પ્રતિભા-માન-મરતબો વધતાં જ એ સામે એકાદ વિરોધી વર્ગ પેદા થાય છે. એમાં રાજ્યકારભારની આંટીઘૂંટીમાં આ જાતના વર્ગની–એના દ્વારા પથરાતી પ્રપંચજાળની કંઈ જ નવિનતા નથી. એ અંગે સંખ્યાબંધ ઉદાહરણે ઇતિહાસના પાના ફેરવતાં હાથ ચઢી જાય છે. વળી પરાક્રમથી નવાજી જનારા ઘણાખરા રાજવીઓ કાચા કાનના જ હોય છે એટલે જે નીતિકારોએ કહ્યું છે કે-“ રાજા કેઈના મિત્ર ન હોય એ સાચું જ છે. બીકાનેરના કેટલાક કર્મચારીની બનાવટનો ભંગ સુરતસિંહજી થયા. ચેન પડિહાર, રામકર્ણ અને આસકર્ણરૂપ ત્રિપુટીએ અમરચંદજીને ઉતારી પાડવા એક બનાવટી ખત તૈયાર કર્યું. એમાં લખવામાં આવ્યું હતું કે-નવાબ મીરખાંની સાથે અમર ચંદજી મળી જઈ બીકાનેરની ગાદી પરથી મહારાજને ઉખેડી નાંખવાના કાવત્રામાં સામેલ છે. આ ઉપજાવી કાઢેલ ખત સુરતસિંહજીને બતાવવામાં આવ્યું અને વિશેષમાં ગોઠવી રાખેલા સાક્ષીઓ દ્વારા એની સત્યતા પુરવાર કરી આપવામાં આવી. પિતાની સામે આ પ્રકારનું પયંત્ર રચાય અને એમાં દીવાન અમરચંદ આગેવાન બને એ વિચારે રાજવી ભાન ગુમાવી બેઠે. એકદમ રાવ અમરચંદને પકડી આણવાને હૂકમ છેડો. Page #92 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૮૭ ] પોતે આમાં નિર્દોષ છે એટલું જ નહીં પણ એ સાબિત કરી આપવા તૈયાર છે અને જ્યાં સુધી એમ સાબિત ન કરી આપું ત્યાં સુધી મારીવતી ખેતડીના મહારાજ ત્રણ લાખ રૂપીઆ ભરી જમાન થવા તૈયાર છે. દીવાનનું આ કહેણ બહેરા કાન પર અથડાયું. નિશામાં ચકચૂર બનેલ આદમી ખરા ટાને વિવેક ન કરી શકે તેમ સુરતસિંહ એ પાછળ ભાવ સમજી ન શક્યા અને કતલ કરવાનો આદેશ આપી અંતઃપુરમાં ચાલયે ગયે. એ વેળા વરધર્મના ઉપાસક અમરચંદજીને મરણનું દુઃખ , ખાસ સાલ્યું નહીં, પણ પિતે રાજવીને તાપ બેસાડવા વધુ પડતું દાખવેલ ઘાતકીપણું યાદ આવ્યું. એ માટે અતિશય પસ્તાવો થયો. એ વેળા જ જીવનમાં સત્તા, વૈભવ કે અધિકાર કેવા અસ્થિર છે તેનું ભાન થયું અને માનવજીવન પામ્યાની સફળતા પોપકાર અને ભલમનસાઈમાં રહેલી છે એનું સ્પષ્ટ દર્શન થયું. સમતાપૂર્વક, સર્વ જીવોને ખમાવી, મૃત્યુની ભેટ એક વીર દ્ધાને છાજે તેવી રીતે કરી. (સં. ૧૮૭૨) સમયનું ચક્ર અખલિત ગતિએ વહ્યું જાય છે. સુરાણાજીની કરપીણ મૃત્યુઘટના જૂની બની. અચાનક જયંત્ર પર પડદો ઉચકાયે. બીજી તરફ ગુરૂના ઠાકોર પૃથ્વીસિંહે ઉત્પાત જમાવ્યે. સેના મોકલવા છતાં કેમે કરી એ વિદ્રોહ દબાવી ન શકા. એ વેળા સુરતસિંહને અમરચંદજીની યાદ આવી. પતે રસવૃત્તિઓ કરી નાંખેલી ભૂલ માટે અતિશય દુ:ખ થયું. ભારી પચાત્તાપ થયે પણ દૂધ ઢળાઈ ચૂકયું હોવાથી એને અર્થ કંઈ જ નહોતે. અમરચંદને આત્મા પોતાની પાછળ અમર સુવાસ મૂકી ચાલ્યો ગયો હતો એ કંઈ પાછો આવે તેમ હતું જ નહીં. એની ખોટ મહારાજને જીવનના અંત સુધી ખટક્યા કરી અને તે અન્યથી ન પૂરાઈ. Page #93 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] ઐતિહાસિક જેની _રાવ અમરચંદજીનું આખું જીવન રાજ્યની સેવા અને સમરભૂમિ પર શસ્ત્રોના ખેલ ખેલવામાં વ્યતીત થયું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. તે એક દૂરદર્શી અમાત્ય અને વીદ્ધા હતા. તેમને ત્રણ પુત્રો હતા. માણિકચંદ, લાલચંદ અને કેશરીચંદ. તેઓ સર્વ પોતાના બાપની માફક રાજ સેવામાં અને રણભૂમિ પર પરાક્રમ દાખવવામાં જાણીતા થયેલા છે. અમરચંદજી ખરતર ગચ્છના અનુયાયી હતા. દાદાજી શ્રી જિનકુશલ સૂરિના ભકત હતા. ધાર્મિક કાર્યોમાં ધન વ્યય કરવામાં તેઓ પાછા નથી પડયા. દીનહીન જનની સેવા પાછળ લક્ષમી ખરચવાનું તેમનું ખાસ લક્ષ્ય હતું. દાદાજીની છત્રી તેમજ કુલસાગર નામને કૂ રતનગઢમાં આજે પણ તેમની યાદ આપે છે (૨) માણિકચંદજી સુરાણ બાપ જેવા બેટા અને વડ તેવા ટેટા” એ કહેવત મુજબ રાવ શાહ અમરચંદજીના આ મોટા પુત્રે પણ વીરતા અને ધીરતામાં, ધર્મપ્રેમમાં અને રાજ્યસેવામાં કચાશ નથી દાખવી. ગુરુના ઠાકર પૃથ્વીસિંહે જ્યારે રતનગઢનો કબજો લીધો હતા ત્યારે બીકાનેરનરેશ સૂરતસિંહજીએ હુકમચંદજીની સાથે કથાનાયક માણિકચંદને મેકલેલા. એ વેળા બાહુબળને સુપ્રમાણમાં પરિચય કરાવવાની તેમને તક મળી. એ પરાક્રમના સન્માનમાં ગામ કાણની જાગીર મહારાજે તેમને આપી. વિક્રમ સંવત ૧૮૭૪ થી સં. ૧૮૮૭ સુધીના સમયમાં સુરાણું માણિકચંદજી સેનાનાયકના પદથી વિભૂષિત રહ્યા. એ વેળા એમણે જે કાર્યદક્ષતા દાખવી, જે બુદ્ધિમત્તાનો પ્રભાવ બતાવ્યા એ સંબંધે જૂદા જૂદા પ્રસંગે ખાસ રૂક્કા બિકાનેર Page #94 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૮૯ ] નરેશ તરફથી પ્રાપ્ત થયા જેમાંના ત્રણ આજ સુધી તેમના વંશજ શાહ સેસકરણજી પાસે મોજુદ છે. સંવત ૧૮૯૪ માં સેખાવત જુહારસિંહ આદિ સીકરની ખાનાખરાબી કરી તળ બીકાનેર સંસ્થાનમાં દાખલ થઈ જુલમ ગુજારવા લાગ્યા ત્યારે સુરાણું માણિકચંદજીની આગેવાની હેઠળ સેના મોકલવામાં આવી. શાહે એવી યુક્તિથી કામ લીધું કે જુહારસિંહને પલાયન થઈ જવું પડયું. કુંવર સરદારસિંહજીના નામથી વસાવેલ સરદાર શહેર આબાદ કરવામાં જે કોઈની પ્રજ્ઞાએ વધુ ભાગ ભજવ્યે હેય તો એ માણિકચંદજી સુરાણાની હતી. એ કારણે તેમને ગામ કાંગડ બક્ષીસ મળ્યું અને ત્યારપછી ટૂંક સમયમાં જ સુરસરા, વૈજાસર, મલસીસર, કીતાસર અને ચરકડો વિગેરે ગામોની ભેટ પ્રાપ્ત થઈ. કેપ્ટન વિલિયમ ફેસ્ટર જેવાએ આ માણિકચંદજી સુરાણાની આવડતની પ્રશંસા કરેલી છે. પાછળથી દીવાન પદથી સુરાણાજીને વિભૂષિત કરવામાં આવ્યા. એમને એક પુત્ર હતું જેનું નામ ફિતેહચંદજી હતું. એ પણ પિતાની માફક શૂરવીર અને કુશળ રાજનીતિજ્ઞ હતે. એને પણ દીવાનપદવી પ્રાપ્ત થઈ હતી. (૩) શાહ કેશરીચંદજી. ઉપર અમરચંદજીના મોટા પુત્ર સંબંધે ટૂંકમાં જોઈ ગયા. અહીં હવે એમના નાના પુત્ર અંગે થોડું જાણી લઈએ. કેશરીચંદજીને ઉલ્લેખ એક રણકુશલ સેનાપતિ તરીકે મળે છે. મહારાજા રત્નસિંહજીના રાજ્યકાળમાં કરેલી સેવાઓ સંસ્થાનના ઈતિહાસમાં નેધાયેલી દષ્ટિગોચર થાય છે. “શેરાં કે શેર હી પૈદા હેતે હૈ ” એ કહેવત શાહના જીવનચરિત્રથી સાચી ઠરે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦] ઐતિહાસિક પૂવ જેની વિક્રમ સંવત ૧૮૯૪ માં ચરલાને સરદાર કાનસિંહ જોધપુર અને જયપુર સરકારની મદદ લઈ બીકાનેર સંસ્થાનના પ્રદેશમાં લૂંટફાટ કરવા લાગ્યો અને પ્રજાને કષ્ટ આપવા માંડ્યો ત્યારે એને કેઈપણ રીતે પકડી લાવવાને સારુ રાજવીની નજર સેનાપતિ શાહ કેશરીચંદજી પર ઠરી. આદેશ થતાં જ આ વણિક વીર નિડરતાથી ચાલે અને અલપકાળમાં એ વિદ્રોહી સરદારને સુજાણગઢમાં જબરી હાર આપી પકડી લીધો. ત્યાંથી તરત જ એને બીકાનેર મોકલી દીધે. માંડ કાનસિંહનું પતાવ્યું ત્યાં ખુમાણસિંહ, કરણસિંહ આદિ ઠાકરેએ બીકાનેરના સાધાસર-જસરાસર ગામે લૂંટ્યાના સમાચાર આવ્યા. “સૂર છુપે નહીં બાદલ છાયો ” કવિતની માફક કેશરીચંદ એ સાંભળી બેસી ન રહ્યા. તરતજ એ લૂંટારાને પીછો પકડ્યો અને એવા તે ભગાડી મૂક્યા કે ફરીથી એ આ તરફ પાછા ફરવા ન પામ્યા. સીવા તરફ છૂ થઈ ગયા. આ વેળા જવારસિંહ, ડુંગજી આદિ લૂંટારાની ભારે હાક વાગતી હતી. પ્રજા એથી ત્રાસી ગઈ હતી. ખુદ અંગ્રેજ સરકાર તરફથી કેપ્ટન વિલિયમ ફેસ્ટર એની શેધમાં ભ્રમણ કરી રહ્યો હતો અને એ માટે બીકાનેર આવ્યો હતો. પેલાઓ એક કરતાં વધુ વાર ફેસ્ટરને હાથતાળી આપી અદ્રશ્ય થઈ ગયા હતા. ફેસ્ટર સાહેબની માંગણથી એ લૂંટારાઓને પકડવામાં મદદ કરવા માટે મહારાજા રતનસિંહે શાહ કેશરીચંદજીને નિયુક્ત કર્યા. થોડા સમયમાં જ શાહે પોતાની તેજસ્વિતાના સાહેબને દર્શન કરાવ્યા અને લૂંટારાઓની પૂંઠ પકડી, એમાંનાં કેટલાકને ગીરફતાર કર્યો. ફેસ્ટર સાહેબ તે આ વણિક સરદારનું પરાક્રમ જોઈ આભે બની ગયા એટલું જ નહીં પણ એ દિવસથી ચુસ્ત પ્રશંસક બન્યો. કેપ્ટન વિલિયમ ફેસ્ટરે ભારતવર્ષના સન્માનનીય ગૃહસ્થામાં કેશરીચંદજી શાહનું નામ દાખલ કર્યું અને જાતે Page #96 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૯] તેમની સાથે માનપૂર્વક પત્રવ્યવહાર કરવા લાગ્યા. સાહેબના અંગ્રેજી અક્ષરમાં લખાયેલ આ એક પત્ર, ચૈત્ર સુદી ૧૫ સં. ૧૯૦૪ ની નીતિને, શાહ શ્રી સેસકરણજી જતનલાલજી સુરાણા પાસે સુરક્ષિત છે. જેની પરાક્રમગાથા તરફ વિસ્તરી રહી છે એવા કેશરીચંદજી શાહની, લૂંટારાઓને પકડવારૂપ કાર્યથી ખુશી થઈ, બીકાનેરનરેશ રત્નસિંહજીએ વિ. સં. ૧૯૦૨ માં રતનગઢના હાકિમ તરીકે નિમણુંક કરી. આ સંબંધે સ્ટેટ તરફથી જે રૂક્કો લખવામાં આવ્યા છે તે જોતાં સહજ સમજાય છે કે રાજવીની શાહ ઉપર અસીમ પ્રીતિ હતી. રાવ અમરચંદજી સુરાણુનું વંશવૃક્ષ. મલુકચંદ કસ્તુરચંદજી કુલ છ તારાય છે, અમરચંદજી હકમચંદજી લક્ષ્મીચંદજી હરિચંદજી માણેકચંદજી લાલચંદજી કેસરીચંદજી કીસનચંદજી ફક્તચંદજી ઉદેચંદજી ઉત્તમચંદજી પૂનમચંદજી જયચંદલાલજી સેસકરણજી (વિદ્યમાન) જતનલાલજી (વિલમાન) ( શ્રીયુત હજારીમલજી બાંઠિયાના “શ્રી જૈન સત્યપ્રકાશમાંના લેખમાંથી ઉધૃત.) Page #97 -------------------------------------------------------------------------- ________________ - K ૧૯. રામસિંહ મહેતા. ગૂજરાતમાં જેમ ચાવડા વંશની સ્થાપનાથી, વંશઉતાર જેનધમી મંત્રીઓ ચાલ્યા આવ્યા છે અને એ ક્રમ સોલંકીવંશમાં ચાલુ રહ્યો છે તેમ મેવાડમાં પણ જૈનધમી ગૃહસ્થાએ રાજકારણમાં છૂટથી ભાગ લીધો છે એટલું જ નહીં પણ પૂર્વે જોયું તેમ આશાશાહ અને ભામાશાહ જેવા મહાશયેએ મેવાડના ગૌરવને ટકાવી રાખવા સારુ પિતાના જીવન અને વારસાગત સંપત્તિને પણ હોડમાં મૂકવામાં પાછી પાની નથી કરી. મંત્રી દયાલશાહને વૃત્તાન્ત તે હરકોઈના રૂંવાડા ખડા કરે તે હાઈ, એ ઉપર ઈતિહાસવેત્તાઓની “મહેરછાપ લાગેલી છે. અહીં આજે એવા જ એક પરાક્રમી ગૃહસ્થને સંભારવાના છે. એમનું નામ રામસિંહ મહેતા. મેવાડના રાજમંત્રીના જમણા હાથ તરીકેની ખ્યાતિને વર્યા હતા. આ વણિક ગૃહસ્થ અત્યંત વ્યવહારકુશળ હતા. મંત્રીશ્વર ભાગ્યે જ તેમની સાથે મસલત કર્યા વિના કોઈ કાર્ય કરતા. રામસિંહ મહેતાએ મેવાડની સીમા બહાર પગ મૂક્યો નથી, છતાં તેમનું અનુભવજ્ઞાન ઓછું નહોતું. તેમના સરખા મિતભાષી અને ભદ્ર પ્રકૃતિના પુરુષ આખાયે દેશમાં તે કાળે બીજા કોઈ નહોતા. તેમનું શરીર દીર્ઘ, અંગ પ્રત્યંગ સુગઠિત અને મનોહર, તથા વર્ણ ગૌર Page #98 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૯૩ ] અને વાળ કાળા ગુચ્છાવાળા હતા. તેમના મુખમંડળ પર મોટી મૂછ ભી રહેતી. પ્રકૃતિદેવીની પ્રસન્નતા તેમના પર સંપૂર્ણપણે હતી. માત્ર રાજમંત્રીનું હૃદય જીતી લીધું એટલું જ નહીં પણ પ્રજાના હદય પણ પોતાની આવડતના જેરે તેમણે જીતી લીધાં હતાં. આમજન સમૂહના રોજબરોજ ઊભા થતાં સંખ્યાબંધ કેયડા ઉકેલવામાં તેમની સલાહ અગ્રભાગ ભજવતી. જૈન ધર્માવલંબી હોઈ અહર્નિશ સુંદર વસ્ત્રોમાં સજજ થઈ, માર્ગે દાન દેતાં તે પ્રભુપૂજન અર્થે મંદિરે જતાં. આમ છતાં તેમનું માનસ સંકુચિત નહતું. બીજા ધર્મો પર સમભાવ ધરતા. જાતે એસવાળ હોવા છતાં ન તો કોઈ જાતનું અભિમાન દાખવતાં કે ન તો અન્ય જાતને ઉતરતી ગણતા. ટૂંકમાં કહીયે તે સદગૃહસ્થને છાજે તેવું પવિત્ર જીવન જીવતા હતા. રાજસ્થાનમાં સવાલોની સંખ્યા પ્રાય: લાખ ઉપરની હશે અને તે સર્વ એક કાળે અગ્નિકુલના રાજપૂતો હતા એવા ઐતિહાસિક પુરાવા પ્રાપ્ત થાય છે. આમ રાજપૂત વંશના વારસદાર છતાં મહેતામાં તામસી વૃત્તિનું નામનિશાન પણ હતું નહીં. આ અગ્નિકુલના રાજપૂતોએ વર્ષો પૂર્વે સંતની વાણું શ્રવણ કરી હિંદુધર્મ (વેદધર્મ) છોડી જેનધર્મ સ્વીકાર્યો હતાં. સૌ પ્રથમ તે સર્વેએ મારવાડની અંતર્ગત આવેલ ઓસિયા નામના સ્થાનમાં વાસ કર્યો હતો. આ સ્થાનના નામથી તેઓ ઓસવાલ તરીકે ઓળખાયા. પ્રાચીન શિલાલેખોથી અને ઉપલબ્ધ સામગ્રીથી એમ પુરવાર થયું છે કે અગ્નિકુળના પરમાર અને સોલંકી રાજપૂતોએ સૌથી પ્રથમ જૈનધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. આસિયા નગરીની સ્થાપના સંબંધમાં કોંધ મળે છે કેભિન્નમાલના શ્રીકુમાર રાજાના ઊહડ અને ઉદ્ધરણ નામના બે Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] ઐતિહાસિક પૂર્વજોની ભાઇએ મંત્રી હતા. ઉદ્ધરણ પાસે વિપુળ ધન હાવાથી ત્યાંના નિયમ મુજબ, કરોડપતિ કિલ્લામાં વસતા હતા તે પદ્ધતિ પ્રમાણે, તે કિલ્લામાં વસતા હતા, જ્યારે માટા ભાઇ ઊડ પાસે લાખ સાનામહારા કમી હાવાથી એને કિલ્લા બહાર રહેવું પડતું. એક વાર મેાટા ભાઇએ નાના ભાઇ પાસે લાખ સેાનામહેારની માંગણી કરી, પેાતાના વસવાટ કિલ્લામાં કરવા સારુ યત્ન સેવ્યેા. એ વેળા નાના ભાઇ એ માંગ પૂરી કરવાને બદલે ઉદ્ધતાઇથી વત્સેર્યાં. આ અપમાન ન સહી શકવાથી ઉડ્ડડ ત્યાંથી નીકળી ચાલ્યે અને પેાતાના બાહુમળથી નવું નગર વસાવવાની પ્રતિજ્ઞા કરી. થાડા વર્ષમાં જ પોતાની કુશળતાથી દિલ્હીપતિને પ્રસન્ન કરી, ઉવએસા ગામ મેળવ્યું. આ સ્થાનની ઉત્તરાત્તર વૃદ્ધિ થતી જોઇ, ભિન્નમાળથી અઢાર હજાર કુટુ ત્યાં આવી વસ્યા. નાનકડું ગામ વિશાલ નગરીના રૂપમાં ફેરવાઇ ગયુ. ઉવકેશા નગરી તરીકે એની ખ્યાતિ વિસ્તાર પામી. એક સમય પુરુષાદાની પાર્શ્વનાથ પ્રભુની પાટપરંપરામાં ઉતરી આવેલ શ્રી રત્નપ્રભસૂરિ પરિવાર સહિત ત્યાં પધાર્યા. ગોચરી અર્થે નગરમાં ફરતાં સાધુઓને ઉચિત આહાર મળ્યે નહીં. સૂરિજી આ ક્ષેત્રને અનુકૂળ ન ધારી વિહાર કરવાના વિચારમાં હતા ત્યાં શાસનદેવીની પ્રેરણા પ્રાપ્ત થઇ, ચાતુર્માસ કરવાથી લાભ થવાની આશા બતાવાઇ, પ્રારંભમાં આ તપસ્વીઆને આકરી કસેાટીમાંથી પસાર થવુ પડયુ. લગભગ મહિનાના ઉપવાસ થયા. પછી જ ઉચિત ગોચરી મળવા લાગી. એકદા ઉડ્ડડના કુંવરને અચાનક સર્પ ડંશ થયે અને એ વાત આચાયશ્રીના કાને આવતાં, સૌ જેને મરી ગયેલ માનતા હતા એ કુવરને, સૂરિએ મંત્રિત જળથી ઝેર ઉતારી જીવિતદાન આપ્યું. આ મનાવથી જૈનધમ ની યશગાથા અને સૂરિજીની પ્રભાવિકતા સત્ર ગવાવા લાગી. ઉહુડના અંતરમાં ભક્તિના ઉભરી આવ્યે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૯૫ ] આચાર્યશ્રી પાસે આવી એણે સપરિવાર જૈનધર્મ અંગીકાર કર્યાં. યથા રાજા તથા પ્રજા' એ વાકય અનુસાર કિવા ‘ચમકાર ત્યાં નમસ્કાર’ એ લેાકેાક્તિ મુજબ સંખ્યાબંધ કુટુ એ જૈનધર્મ સ્વીકાર્યાં. આ સર્વ આસવાળ તરીકે પ્રસિદ્ધ થયા. દિવસે જતાં ઉવકેશા નગરી ૮ આસિયા ’ના રૂપમાં એળખાવા માંડી. ઉહુડે આ નગરીમાં શ્રી મહાવીર પ્રભુના પ્રાસાદ મંધાવી સૂરિજીના હસ્તે પ્રતિષ્ઠા કરાવ્યાની નોંધ ઉપલબ્ધ થાય છે. રામસિંહ મહેતા આ પ્રતિષ્ઠાસંપન્ન આસવાલ જ્ઞાતિમાં ઉત્પન્ન થયેલ છે. અઢાઇ દિન કા ઝાંપડા. · અજમેરના પશ્ચિમ ભાગમાં એક અતિ પ્રાચીન જૈન મંદિર છે. કાઇ કારણથી આ મદિર યવાના અત્યાચારથી મુક્ત રહ્યું છે. આ મંદિરનું નામ અઢાઇ દિન કા ઝોપડા' છે. આ મંદિરના સબંધમાં એક એવી જનશ્રુતિ પ્રચલિત છે કે જૈન શિલ્પીઓએ કાઇ અદ્ભૂત મંત્રની શક્તિથી માત્ર અઢી દિવસમાં આ મંદિર બાંધી દીધું' હતું, અને એ જ કારણથી તેને ઉપર મુજબ નામ આપવામાં આવ્યું છે. ભારતના ત્રણ પ્રધાન પવિત્ર સ્થાના પર જૈન લેાકેાએ જે ચિત્તાકર્ષક મંદિરે બાંધ્યા છે તે પરથી જૈન શિલ્પીએની યાગ્યતા ઉત્તમ રીતે પ્રકટ થાય છે. એમ જણાય છે કે યથેચ્છ સામગ્રી મળવાથી ‘અઢા’ દિન કા ઝૌ’પદ્મા નું બાંધકામ અતિશીઘ્ર પરિસમાપ્ત થયું હશે. આ મંદિરની ચારે તરફ ક્રાટ છે. આ કાટની પ્રાચીનતા અને શિલ્પકાય તપાસતાં મને શ્રદ્ધાપૂર્વક લાગે છે કે ભારતવર્ષ પર યવનાની સાથી પ્રથમ સત્તા સ્થાપનાર ધારીવશના પાદશાહેાના શાસનકાળમાં જ આ મંદિર બંધાયું હશે. મંદિરના ઉત્તર તરફના ભાગમાં સિંહદ્વાર અને પગથિયાં વિદ્યમાન છે...... –ટાડે રાજસ્થાન, ભા. ૧, પા. ૪૭. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૦. મંત્રીશ્વર કચદ્ર અચ્છાવત. બીકાનેરના એ જૈન ઉપાશ્રય જોતાં ચક્ષુ સમીપ અચ્છાવત ( Bachchhavats ) વંશના ઉદય-અસ્ત તરવરે છે. રાંગરી–કા– ચાક ( Rangri-ka-ohowk ) નામના લતામાં આવેલ આ પ્રાચીન સ્થાન એક સમયે અચ્છાવત અટકથી ઓળખાતા પ્રખ્યાત જૈન વંશનું વસતીસ્થાન હતું. ઉમરાવસિંગ ટાંક B. A, LL. B. Pleader લખે છે કે— My good guide related to me a pathetic story of the rise and fall of the Bachhavats as we went round the place. A feeling of awe and reverence came over me as he described the closing scene of the drama of the Bachchhavats' activity which was enacted some three centuries ago on the very spot where we then found ourselves stand. ing. It was a tragedy pure and simple. The Bachchhavats had doubtless a glorious rise and a still more glorious fall and every son of the Jaina mother may justly be proud of it. ટાંક મહાશયના ઉપરાક્ત ઈંગ્લીશ કરાના ભાવ એ છે કેજે ઉપાશ્રયવાળી જગ્યાએ અમે ઊભા હતા એનાસ મધમાં Page #102 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૯૭ ] અમારા મિયાએ બછાવત વંશની ત્રણ સૈકા પૂર્વે થયેલી કીર્તિવંત ચડતી અને એ કરતાં વધુ કીર્તિભરી પડતીને જે ઇતિહાસ કહી સંભળાવ્યો તે એક કરુણ કથારૂપ હોવા છતાં આજે પણ એ માટે જેનધમી માતાની કૂખે જન્મેલ દરેક પુત્ર મગરૂર થઈ શકે. બીકાનેર રાજ્યના ઇતિહાસમાં બછાવત કુટુંબે નાનોસૂનો ભાગ નથી ભજવ્યું, એ ઉપરની વાત પરથી સહેજ પુરવાર થાય છે. ધર્મ જૈન હોવા છતાં અને અહિંસાના અણમૂલા સિદ્ધાંતનું પાન ગળથુથીમાં કરવા છતાં, સમય પ્રાપ્ત થયે આ કુટુંબના નબીરાએ એ જે શૂરાતન ને ટેક દાખવ્યાં છે તે જૈન ધર્મનું ગૌરવ વધારે તેવાં તો છે જ, એ ઉપરાંત જેઓ વારંવાર અહિંસાધમ જેના શિરે નમાલાપણાને ટોપલે ઓઢાડવા સારુ કલમ ચલાવવાનો ધંધો લઈ બેઠા છે તેમને સચોટ લપડાક લગાવે તેવે પણ છે જ. એ સારાએ બનાવનું નિષ્પક્ષપણે અવલોકન કરવાથી સહજ જણાઈ આવે તેમ છે કે અહિંસા એક અદભૂત વસ્તુ છે અને એનું પાન કરનારા બાયલા કે નમાલા નથી બનતા, જેમ દયાનો ઉપદેશ આત્મિક શ્રેય અર્થે મહત્વનો છે તેમ સંસારમાં પણ એની અગત્ય ઓછી નથી જ. યથાર્થ પણે જેના હદયમાં એ પરિણમે છે એને શસ્ત્ર કે અસ્ત્રની જરૂર રહેતી જ નથી. એટલે અંશે જે આત્મા રંગાયેલા નથી હોતા, છતાં એના પાન સાથે સ્વમાન અને સ્વફરજના બધપાઠ કે ત્યાગ અને પરમાર્થનાં શિક્ષાપાઠ શ્રવણ કરવાનાં અને ઉચિતપણે પચાવવાના પ્રસંગે જેમને પ્રાપ્ત થયેલા હોય છે તેઓ કદાચ નિ:શસ્ત્રપણે ઊઘાડી છાતીએ લડતા ન જોઈ શકાય, પણ ઉક્ત ગુણેના સંરક્ષણ નિમિત્તે શસ્ત્ર પકડી ઝૂઝતા જેવાનાં દો તે સંખ્યાબંધ ટાંકી શકાય. બીકણ કે કાયર બની ભાગી જનારા કે ઘર પકડી બેસી રહેનારામાં એમનાં નામે હરગીજ નથી. Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૯૮] ઐતિહાસિક પૂર્વજોની આ બહાદૂરીનાં અનેક પ્રસંગે જતાં કરી, કઈ રડ્યાખડ્યો પ્રસંગ ખૂણે-ખાંચરેથી શોધી લાવી પુનઃ પુન: એના પર રંગના છાંટણાં છાંટ્યા કરવા અને સત્યને અપલાપ કરવો એ સમજીનું કર્તવ્ય ન જ ગણાય. એ જાતનું કાર્ય કેટલું ખાટું અને નિંદ્ય છે એ વાત બચ્છાવત વંશનો અહેવાલ સ્વયંસેવ ઉચ્ચારે છે. બછાવતવંશની મહત્તા જે મૂળપુરુષને આભારી છે તેમનું નામ બરછરાજ. મારવાડની બેથરા જાતિનું લેહી એની નસમાં વહેતું હતું કે જે જાતિ જાલેરના રાજા સામખ્તસિંગ ચેહાણના વંશમાંથી ઉતરી આવેલી હતી. મન્ડોરના રાવ રીધમલની નેકરી સ્વીકારી એણે રાજકારણમાં પ્રવેશ કરવાના શ્રીગણેશ કર્યા. પોતાની ચતુરાઈથી અને ભાગ્યદેવીની અનુકૂળતાથી જોતજોતામાં તે દીવાનના અધિકારે પહોંચી ગયે. જ્યારે રીધમલનું તેના એક સગાદ્વારા ખૂન થયું ત્યારે એની ગાદી કોને આપવી એ સત્તા બચ્છરાજના હાથમાં હતી અને તેણે તરતજ રીધમલના વડિલ પુત્ર “ધ અને મન્ડોર બોલાવી રાજા તરીકે જાહેર કર્યો. થોડો સમય જતાં “ધ”ના પુત્ર “બીકા ને પોતાની શકિતના બળે નવું રાજ્ય સ્થાપવાને કેડ થયો અને તે મન્ડરની ઉત્તર બાજુએ નિકળી પડ્યો. બછરાજે એની ઉક્ત અભિલાષામાં સાથ પૂ. આ જાતના સાહસમાં બીકાની શૂરવીરતાનાં જેમ દર્શન થાય છે તેમ બછરાજની દીર્ઘદશિતાનાં પણ દર્શન થાય છે. આ પગલાથી જ બીછાવતવંશની ઉન્નતિ અને પ્રખ્યાતિનો આરંભ થયે. બીકાના નસીબે યારી આપી. જહુના સાંકલાસને હરાવી આરંભમાં જ કેટલાક મુલક એણે મેળવ્યું અને એની પશ્ચિમ દિશામાં કૂચ ચાલુ રાખી. ભટ્ટીઓ પાસેથી ભાગર (Bhagore ) જીતી લીધું. પોતાનું બાપીકું સ્થાન મઑાર છોડ્યા પછી લગભગ ત્રીશ વર્ષના પરિશ્રમે સન ૧૮૮૮માં એણે પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું અને મુખ્ય શહેર તરીકેને કળશ પોતાના નામ ઉપરથી Page #104 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૯૯ ] સ્થાપન કરેલ બીકાનેર શહેર ઉપર ઢળે. રાજધાનીના આ શહેરમાં બછરાજે પણ પોતાના કુટુંબ સહિત ધામા નાખ્યા. પિતાના માલિકનું અનુકરણ કરી એણે પણ બછાસર નામનું એક ગામ વસાવ્યું. પ્રેમ અને ભક્તિથી જેનું હૃદય સદા નિતરતું હતું એવા તે સરદારે જેનધર્મની કીતિ વધારે તેવાં કામ કર્યા અને પવિત્ર ગિરિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરી માનભરી રીતે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. એ પ્રખ્યાત પુરુષની વંશાવલી આ પ્રમાણે છે. જેસલજી મછરાજ કરમસિંગ વરસિંગ વરસિંગ નારસિંગ નારસિંગ મેઘરાજ નાગરાજ અમર ભેજ હું ગર હર સંગ્રામ કરમચંદ ભાગચંદ લક્ષ્મીચંદ સમયના વહેવા સાથે બછાવત વંશીઓએ લાગવગ, સંગીનતા અને સત્તામાં વધારો કરવા માંડ્યો. બીકાથી જે રાજકર્તાએની પરંપરા ઊતરી આવી એના તેઓ મિત્રો અને સલાહકાર બની રહ્યા. રાયસિંગના રાજ્યકાળે પતનને ઢેલ વાગ્યે ત્યાં સુધી એ સ્થિતિ ચાલુ રહી. દીવાન તરીકેની પદવી વંશઉતાર Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] ઐતિહાસિક પૂર્વજોની ચાલી આવી, બછરાજના વંશમાં પુરુષો પણ એવા પાક્યા કે જેમણે માત્ર બાપીકે વારસે ન સાચવી રાખતાં “બાપ કરતાં બેટા સવાયા ની ઉક્તિ સાચી કરી બતાવી. પિતાના વિશાળ અનુભવ અને વિસ્તૃત સંસકારથી રાજ્યના વહીવટી પ્રશ્નો ઉકેલી સંતોષ ન માનતાં પોતામાં રહેલી ચતુરાઈ અને મુસદ્દીપણાની શક્તિથી સંગ્રામ ખેડવામાં પણ ભાગ લીધો અને રણમેદાનમાં અપૂર્વ કૌશલ્ય દાખવ્યું. લેખકના શબ્દોમાં કહીએ તો “They handled the sword as well as the pen,” અર્થાત્ તેમણે કલમ પકડી જાણી અને તલવાર પણ ફેરવી જાણી. સીવીલ અને મીલીટરીરૂપ રાજ્યની મુખ્ય લાઈનમાં નિષ્ણાત ગણાયા. વહીવટી તંત્રની માફક જ યુદ્ધતંત્રની લગામ પણ પકડી જાણી. વરસીંગ અને નાગરાજ એ વંશમાં મહારથીઓ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. વરસીંગે પિતાને જાન હાજીખાન લેદી સાથેની લડાઈ વેળા ગુમાવ્યું અને નાગરાજે લુણકરણના રાજ્યકાળે જે બંડ ઊઠયું હતું તે દાબી દેવામાં અને પુનઃ શાંતિ સ્થાપવામાં પોતાનું પાણી બતાવ્યું. આ પ્રકારનાં રાજકારણમાં જેમને સમય ખરચાતો હતો એવા આ બછાવતાએ ધર્મનાં કાર્યો કરવામાં કે પ્રજાકલ્યાણનાં જાહેર કામો આરંભવામાં રજ માત્ર પ્રમાદ ન કર્યો. તેઓએ જૈન ધર્મના કાર્યોમાં ઉલટ અને શ્રદ્ધા દાખવવામાં કચાશ નથી રાખી. આચાર્યપદે આવનાર મહાત્માઓનાં સૂરિ. મહોત્સવમાં શું કે જુદાં જુદાં તીર્થોના સંઘ લઈ જવામાં શું ? કોઈ પણ કાર્ય માટે તેઓ લક્ષમીને વ્યય ઉદાર હાથે કરવામાં ખડે પગે રહ્યા છે - પૂજન નિમિત્તે રમણુય દેવાલનાં સર્જન કરવામાં પણ તેમણે ન્યૂનતા નથી દાખવી. વિદ્વાનોને આશ્રય આપી જ્ઞાનને Page #106 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૧૦૧ ] મહિમા ફેલાવ્યું અને સાથોસાથ કળમોબાત પણ કર્યા. કર્મવશાત જેઓ તંગદશામાં આવી પડ્યા હતા તેમને ગુપ્ત રીતે સહાય પહોંચાડવામાં પાછી પાની નથી કરી. ટૂંકમાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે-અછાવતવંશની ચડતી એ આસપાસના માણસ માટે કે સાથે રહેલાં પડોશીઓ માટે કિવા સમાજના સ્વામીભાઈઓ સારુ મહાન આશીર્વાદ સમાન નિવડી. બછાવત વંશને અંતિમ પરાક્રમી પુરુષ કરમચંદ એ રાવ કલ્યાણસિંગજીના મંત્રી સંગ્રામનો પુત્ર થાય. જ્યારે (ઈ. સ. ૧૫૭૩ માં ) રાયસિંગ ગાદીએ આવ્યું ત્યારે એણે કરમચંદને પિતાનો દીવાન નીપે. કરમચંદમાં જેવી કાર્યદક્ષતા હતી તેવી જ દીર્ધદર્શિતા અને વિશાળ અનુભવ પણ હતાં. દેખાવમાં તે એટલે બધો સુંદર કે સામાન ઉપર છાપ પાડે તે નહોતો લાગતો. કુદરતે શારીરિક સૌન્દર્ય અર્પવામાં સાચે જ ઊણપ દાખવી હતી, પણ એને બદલે તે જે માનસિક શક્તિ ધરાવતો હતો તેમાં બરાબર વળી જતું હતું. મજબૂત મનના આ માનવીમાં રાજ્ય ચલાવવામાં જોઈતાં ડહાપણ અને બુદ્ધિભવ ભારોભાર ભર્યા હતાં. એ માટે કહેવાતું કે જે એ Prudent Statesman sal aai a Wise Administrator પણ હતા. રાયસિંગના ગાદીનશીન થયા પછી અલ્પ સમયમાં જયપુરના રાજા અભયસિંગે બીકાનેર પર ચઢાઈ કરી. સમય ને સંયોગે એવાં હતાં કે એની સામે લડાઈનું જોખમ ખેડી શકાય નહિં. આ કપરી મુશ્કેલીમાં સલાહ લેવા ગ્ય સ્થાન રાજવી માટે મંત્રીશ્વર કરમચંદનું હતું. તરતજ. એને બોલાવી સારીયે પરિસ્થિતિને વિચાર કરવામાં આવ્યા. ગણત્રીબાજ ને ચાલાક મંત્રીની સલાહ સંધિ કરવાની મળી. રાજાને ગળે એ વાત Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨ ] ઐતિહાસિક પૂર્વજોની ઉતરી અને મત્રીશ્વરની દીગ્દર્શિતાથી ખીકાનેર સસ્થાનનાં શાંતિ અને વૈભવ જોખમાયાં વિનાના રહ્યાં. · રાજા રાયસ ગ ઉતાવળી પ્રકૃતિના અને વહેમી વૃત્તિને હતા. એનામાં સૌથી ખરાબ અવગુણુ એ હતા કે પરિણામને વિચાર કર્યા વિના એ કાયમાં ઝંપલાવતા. વળી બીજી પણ એક ખાડ હતી. અને તે આપખડાઇની! અને પેાતાની જાતનું સારું ખેલાવવાની અને સાંભળવાની ટેવ પડી હતી એમ કહી શકાય. કેટલીય વાર પેાતાના ઉત્કર્ષના વનમાં અથવા તેા પેાત પ્રાપ્ત કરેલ સિદ્ધિ-સમૃદ્ધિના ગુણગાનમાં પેાતાના પૂર્વજોનુ કઇંક ઘસાતું પણ મેલી દેતા, જાણે કે પોતાના જેટલી આવડત કે પેાતાના સરખું' ડહાપણ તેમનામાં નહેાતાં ! આથી રાજયની આવક એ ઉપયાગ વિનાના-કેવળ નામના થાય એવા કિલ્લા કિવા મહેલે ચણાવવામાં ઉડાડી નાંખતા. ભાટ-ચારણાનાં પ્રશંસાભર્યાં કવિતા સાંભળવાં એને બહુ ગમતાં, એ વેળા એ છૂટે હાથે દાન દેતેા. એક સમયની વાત સંભળાય છે કે જ્યારે તે દિલ્હીથી પાછે ફર્યો ત્યારે શંકર નામના ભાટે એની ભારાભાર પ્રશસાથી ભરેલું નવુ' કવિત રચી રાજસભામાં કહી સંભળાવ્યુ. એ સાંભળીને તે એટલી હદે ગેલમાં આવી ગયા કે આગળ પાછળના જરાપણ વિચાર વિના મંત્રીને હુકમ કર્યાં કે શ ંકરને એક કરોડ રૂપિયા અને એક ખીલાત (Khilat) દાનમાં આપવાં, આ જાહેરાત સાંભળીને મંત્રી તા આભા જ બની ગયા! ઘડીભર એને થઈ આવ્યુ કે પોતે રાજા ભેાજના યુગના માનવી તેા નથી ને ! એ કાળે પ્રશંસાના ઉદ્ગારામાં આ રીતે લક્ષ્મીના વ્યય થતા, પણ જ્યાં દેશ–કાળ મદલાઈ ચૂકયા હતા ત્યાં એ રીત ચલાવવી શી રીતે? ‘ ઘરના છેકરા ઘટી ચાટે ને ઉપાધ્યાયને આટા ' એ કહેતી જેવી દશા વતી ાય ત્યાં શું થાય ? " Page #108 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૦૩ ] ચિંતાભારથી જેનું મુખ અવનત થયું છે એ કરમચંદ મંત્રી, મહારાજ સન્મુખ જોઇ બેલી ઉઠયે–આટલું બધું તે દાન હોય? એક કોડ રૂપિયા ! રાયસિંગે કહ્યું–મારું વેણ પાછું ફરે! તમને કેડ રૂપિયા બહુ જણાય છે ? તે હું બીજા પચીશ લાખને વધારે કરું છું. કોઠે નહિં પણ સવા કોડ આપ. " કરમચંદ મંત્રી તો રાજવીની વગર વિચારી વલણ જોઈ હિંગ થઈ ગયે. કહેવાય છે કે એક કોડ રૂપિયા તે તરત જ ભાટને અપાયા અને બાકીની રકમ માટે સંસ્થાનની આવકમાંથી વસુલ આપવાનું લખત કરવામાં આવ્યું ! કદાચ આ વાત અક્ષરશ: સાચી ન પણ માનીએ, છતાં એ વાત ઉપરથી રાજવીના સ્વભાવનું પ્રદર્શન થાય છે અને એ વેળાના રાજદરબારોના લખલૂટ દુર્વ્યયને ખ્યાલ આવે છે. મંત્રી કરમચંદને કેની સાથે કામ લેવાનું હતું અને કેવા કપરા સંગોમાં જીવવાનું હતું એને પણ સારો ચિતાર આ ઘટનાથી આંખ આગળ તરી આવે છે. આગળ જતાં મંત્રી અને રાજા વચ્ચે ખટરાગ ઊભો થયે એને કારણમાં ઉપરને બનાવ ઠીક પ્રકાશ પાડે છે. મંત્રીની રાજ્યસંપત્તિ સાચવવાની ચીવટ જ પોતાની પડતીના કારણરૂપ નિવડી એ આગળ ઉપર આપણે જોઈશું. ઈતિહાસના અભ્યાસી માટે આ બનાવ નવાઈરૂપ નહિં લેખાય. કાચા કાનના રાજા સાથે કે ઉડાઉ સ્વભાવી રાજા સાથે જેનું પાનું પડે એનું ભાવી જોખમી ગણાય જ. નંદરાજાના કાળમાં શકદાળ મંત્રીની એવી સ્થિતિ થયાનું કેનાથી અજાણ્યું છે? રાયસિંગનું ઉડાઉપણું દિવસેને દિવસે વધતું ચાલ્યું. તિજોરીનું તળિયું હાથવેંતમાં જણાવા લાગ્યું. રાજનું ભવિષ્ય આર્થિક ભયંકરતાના ઓળા ઉતારી રહ્યું. આ વેળા એક પ્રાજ્ઞ અને દીર્ધદષ્ટિ અમાત્ય આંખ કેમ મીંચી શકે? Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ] ઐતિહાસિક પૂર્વજોની બીકાના વંશજ પ્રત્યેની ભક્તિ અને સંસ્થાન તરફના ગાઢ પ્રેમથી આકર્ષાઈ મંત્રીશ્વર કર્મચંદ્ર રાજવીને એની આ આદતમાંથી ઠેકાણે આણવા સારુ નિશ્ચય કર્યો. એ પાછળ એને આશય શુદ્ધ હતા, છતાં એનું પરિણામ ધાર્યા કરતાં જુદું આવ્યું. પિતાના માટે એ ભયંકર નિવડયું. જો કે આ સંબંધમાં ઇતિહાસકારમાં તેમજ તે વિષયના અભ્યાસીઓમાં ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. એતિહાસિક બાબતના અભ્યાસી એક મુનિશ્રી તરફ થી આ સંબંધમાં મારું લફય ખેંચવામાં આવ્યું. મારે અહીં કહેવું જોઈએ કે આ સંબંધમાં મેં વધારે કંઈ વાંચ્યું નથી, છતાં કર્મચંદ્ર મંત્રીનો રાસ અને આ સંબંધને લગતાં જે કાંઈ બે, ત્રણ ગ્રંથો જોયા છે એ ઉપરથી મંત્રીશ્વર કર્મચંદ્રનું કાર્ય તદ્દન ઊલટી દિશામાં હતું કિંવા કઈ કઈ માને છે તેમ જૈન કહેવાતા અમીચંદ જેવું હતું એમ મને લાગતું નથી. અમીચંદ જૈન હતો એ વાત એક કાળે જોરશોરથી પકારાતી હતી, પણ મને યાદ છે ત્યાં સુધી રા. સુશીલે એ મંતવ્ય કેવું ગલત છે એમ દર્શાવવા ગ્ય સાબિતીઓ એક સ્થળે (આત્માનંદ પ્રકાશ માસિકમાં) દર્શાવેલ છે. આ વિષયમાં પણ પૂર્ણ શોધખોળને અંતે એવું કેમ ન પરિણમે? જે ઇંગ્લીશ પુસ્તકને દષ્ટિ સમુખ રાખી હું આ પરાક્રમ ગાથાઓ આલેખી રહ્યો છું એના લેખક શ્રીયુત યુ. એસ. ટાંક જેમ આવે તેમ લખે તેવા લેખક નથી. વસ્તુનું તેલન કરીને તેમજ પ્રસંગની આસપાસની બાબતની વ્યાજબી છણાવટ કરીને જેટલું ચોગ્ય જણાય તેટલું આલેખે તેવી પ્રકૃતિને છે. આ સંબંધમાં તેમના અભિપ્રાય પર વજન મૂકી તેઓશ્રીએ જે રીતે આ બનાવની નોંધ લીધી છે તે તેમના જ શબ્દોમાં ટાંકવી ઉચિત માની છે– It has been alleged that in A. D. 1595 Rai Singh learnt that Karanıc hand had formed a Page #110 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [904] conspiracy with the object of supplanting him either by Dalpat Singh or by Ram Singh. It has been further asserted that Karamchand thereby wanted to make himself all powerful in the State. We may mention here once for all that we are not prepared to give credence to these allegations which are neither supported by evidence nor seen probable under the circumstances we fail to perceive any motive in Karamchand for this alleged act of treason against his master. Even those who lay this charge at his door are not agreed among themselves as to the name of the person in whose favour the alleged conspiracy was formed; viz; whether it was Dalpat Singh or Ram Singh. Besides the fact that Akbar, who was on the most friendly ternis with Rai Singh and was also connected with him through the marrige of his son, extended a hearty open and ready welcome to Karamchand when he fled to Delhi strongly militates against the theory that he had any hand in the crime imputed to him. We all know how inveterate Rai Singh had been in his enmity towards him and presumably he must have done his best to undermine the position and damage the status of Karamchand at the court of the Emperor ! He might have gone so far as to ask the Emperor to hand over Karamchand to him Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] એતિહાસિક પૂર્વજોની or at least to turn him out. That Akbar, whose reputation for justice and fair dealing has been unimpeachable, never doubted even for a moment the innocence of the minister is a complete ans. wer to all the charges 80 maliciously levelled against him. On the other hand, Akbar treated him with great honour and consideration. ભાવાર્થ-ઈ. સ. ૧૫૯૫ માં રાયસિંગના જાણવામાં આવ્યું કે કરમચંદે પિતાને ગાદી ઉપરથી ઉઠાડી મેલી. બદલીમાં દલપતસિંગ અથવા રામસિંગને બેસાડી રાજ્યમાં સર્વ સત્તાધીશ બનવાનું કાવતરું કર્યું હતું. આ સમાચાર ઉપરથી રાયસિંગે કરમચંદ સામે સખત હાથે કામ લેવાનો નિશ્ચય કર્યો અને એ વાતની જાણ થતાં મંત્રીશ્વર દિલ્હી નાસી ગયે.” (આ વાત ઉપરના ઈંગ્લીશ લખાણમાં નથી છતાં વાર્તાને સંબંધ સાંધવા મેં મૂકી છે.) આ બનાવને ઉદ્દેશીને ટાંક મહાશય હિંમતભેર લખે છે કે-આ આપને સ્વીકારવા હું તૈયાર નથી, કેમકે એની પાછળ નથી તો પુરાવાનું જોર કે નથી તે સંગને તાળ મેળવતાં સરચાઈની છાંટ ! પોતાના માલિક સામે એવું કાવતરું રચવાને કરમચંદને કંઈ કારણ ન હતું. એના સ્વભાવમાં એ જાતની લાલચને અંશ દેખાતા પણ નથી. જેઓ આ જાતનું દષારોપણ તેને શિરે કરી રહ્યા છે તેઓ પોતે પણ એકમત નથી! દલપતસિંગની તરફેણમાં કે રામસિંગની તરફેણમાં આ કાવતરું કરવામાં આવ્યું હતું તે કઈ ચોક્કસ જણાવી શકતું નથી! ઉપરાંત જે એક મહત્વની વાત છે તે એ છે કે–બાદશાહ અકબર રાયસિંગ જોડે મિત્રતાના અને પોતાના પુત્રના લગ્નના સંબંધથી જોડાયેલું હતું, તે બીકાનેરથી નાશી આવેલા કરમચંદને દિલજાનીભર્યો આવકાર આપે છે. જે કર Page #112 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૦૦], મચંદ ગુન્હેગાર હોત તે આમ બનવું શકય ન હતું જ. રાયસિંગની વૈરવૃત્તિ બાદશાહનું આ વર્તન મૂકપણે ન સાંખી શકત. ન્યાયપ્રિયતા અને પ્રામાણિક્તા માટે જેની કીર્તિ જગમશહૂર છે એવા અકબર શાહને, પિતાના રાજય અંગે અણછાજતું કાર્ય કરવાના આરોપી કરમચંદને કયાં તે પોતાને સેંપી દેવાની કિંવા રાજ્યમાંથી હાંકી કાઢવાની રાયસિંગ હઠ પકડત એવું કંઈ જ બન્યું નથી અને એથી ઊલટું બાદશાહ અકબરે મંત્રીશ્વર કર્મચંદ ઉપર જે આરોપ મૂકવામાં આવ્યો હતો એમાં એની નિદેષતા જોઈ એને પોતાના શહેરમાં માનમરતબા સહિત રાખે. ટૂંકમાં એટલું કહી શકાય કે જેનેતર લેખકો તરફથી સાહિત્યક્ષેત્રમાં જૈન સમાજની ઉપેક્ષાભરી વલણને લઈ ઘણું અન્યાયે જાણતા-અજાણતાં થયા છે. અલબત્ત, એ પ્રશ્ન કરવામાં આવે કે-જે કરમચંદનું પોતાનું હૃદય શુદ્ધ હતું તે તે શા માટે નાસી ગયે?—એણે બીકાનેરમાં જ રહેવું હતું પણ આ વાત કથનમાં જેટલી સુલભ છે એટલી વર્તનમાં મૂકવી સુલભ નથી. મનુષ્યને જિંદગી વહાલી હોય છે અને એ નિયમ એકાદા શુદ્ધ કીટકથી માંડી ઊંચ કક્ષાના માનવી પર્યત એકધારો વતી રહેલો દષ્ટિગોચર થાય છે. જેમણે રાજસ્થાનનો ઇતિહાસ કાળજીપૂર્વક જે છે તેમની નજર સામે ઇંદ્રરાજ સીંગવી અને અમરચંદ સુરાણ સરખા નિમકહલાલ અને વફાદાર સેવકોનાં જીવન, માત્ર એકાદા સંશયને આગળ ધરી, કેવી રીતે હતાં ન હતાં કરી નાખવામાં આવ્યાં હતાં એ વાત દીવા જેવી રમતી હશે, એ બનાવે ઉપરથી હરકોઈ પ્રાજ્ઞ મનુષ્ય બધ મેળવે તે એટલે જ કે “રાજા, વાજા ને વાંદરા, વિફરે ત્યારે નહીં કામના” જ્યાં એવું બને ત્યાં પળ માટે પણુ ઊભા ન રહેવું એ ડરપોકતાનું લક્ષણ નથી પણ બુદ્ધિમત્તા યાને દીર્ધદર્શિતાનું છે. એ માપે માપતાં Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ઐતિહાસિક પૂર્વજોની કરમચંદે લીધેલું પગલું યોગ્ય દિશામાં હતું એમ કહ્યા સિવાય ચાલે તેમ નથી જ. એ જમાનામાં વર્તમાન કાળની માફક સ્વતંત્ર રીતે ન્યાય તોળવાની પદ્ધતિ પગભર નહોતી બની. દેશી રાજ્યમાં રાજ્યકર્તાને શબ્દ એ આખરી નિર્ણય લેખાતે. એટલે જેની સામે પ્રપંચ ખેલવાને આરેપ ખડો થાય એણે પોતાની પાસેની સાબિતીઓને ચીંથરા સમજી લઈ, ન્યાય મેળવવાની આશા ઉપર ખંભાતી તાળું લગાવી, રાજ્યકર્તાના ચરણે જીવનનું કયાં તે બલિદાન દેવું અથવા તો કોઈ પણ રીતે એના પંજામાંથી નાશી છૂટવું જ રહ્યું. ટૂંકમાં કહેવાનું એટલું જ કે ઉપરના મુદ્દાની વિચારણા નિપક્ષપણે કરતાં તારણ એક જ નિકળે છે કે મંત્રી કરમચંદ નિદોષ હતો, એની સામે ઊભું કરવામાં આવેલ આરોપ પાયા વિનાને હતો. કેવળ દેશના લાભની દષ્ટિયે જોવાની સાચી નજરના કારણે જ એ રાજવીને શિકાર બન્યો હતો! એ કઈ કાવત્રાને રચનાર નહોતો, પણ સંજોગવશાત્ એનું નામ એમાં સંડેવાયું હતું. રાજ્યની સુવ્યવસ્થા મરી આવડત એને વિનાશ નોતર્યો હતો! એણે રાજવીને સાચા રાહે આણવાની તમન્ના સેવી અને એ હેતુ બર લાવવા અર્થે લીધેલા ઉપાયમાં નિમકહલાલીથી મચી રહ્યો ! પણ જેમને મંત્રીના આ કાર્યથી ગુમાવવાનું હતું તે મૂકપણે આ બધું કેમ જોઈ રહે? જે રાજવી પિતાની પૂર્વની ટેવ ચાલુ રાખે, વાહવાહથી રાજી થઈ છુટથી પૈસા ખરચે તો જ પોતાના ખીસા તર થાય એવું જેઓ માનતા તેઓ આમ સરળતાથી સોનાના ઇંડા મૂકનાર હંસને એકદમ છટકવા દે તેટલા ભેળા નહોતા. તેઓએ કવિપત કાવત્રાની હવા સજી એનું ઝેર રાજવીના કાનમાં એવા જોરથી ભર્યું કે જેથી તે પિતાની સાન–સમજ સાવ ભૂલી ગયો ! અરે, એટલું પણ ન જોઈ શકો કે જેના Page #114 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૦૯ ] વડવાઓ આજે પેઢી ઉતાર સંસ્થાનના કલ્યાણમાં અને ઉત્કર્ષ માં ફાળો આપતા મંત્રીપદે ચાલ્યા આવે છે એને આ વંશજ એકાએક કાવત્રાધાજ શા સારુ નીવડે ? મંત્રીપદમાં કંઈ ઊણપ હતી કે જેથી રાજપલટો આણવા તૈયાર થાય? નીતિકારે સાચું જ કહ્યું છે કે રાગાંધની દશા તે ઘુવડ અને કાગડા કરતાં પણ અતિ ખરાબ હોય છે, કેમકે ઘુવડ તો માત્ર દિવસે જઈ શકતું નથી, જ્યારે કાગડે માત્ર રાતે નથી જોઈ શકતે. પણ રાગથી અંધ બનેલ આદમી નથી દિવસે જોઈ શકત કે નથી તો રાત્રે દેખી શકતો. પાસે બેસનારા હાજીઆઓ પર જે સ્નેહ રાજાને બંધાઈ ચૂક્યો હતો એના પર મુસ્તાક રહી, વાત ખરી માની એકદમ તેણે કરમચંદને પકડવાને હુકમ કર્યો, એટલું જ નહિં પણ પકડીને મારી નાખવાની આજ્ઞા પણ સાથે જ આપી દીધી ! મેગલાઈ જમાનાની જહાંગીરી એ કાળે મેગલ દરબારમાં શરૂ થઈ નહોતી, કેમકે એ વેળા મહાન અકબર ગાદી પર હતો. પણ દેશી રાજ્યમાં તો ઘણી જગ્યાએ રાજા બોલ્યા એટલે ભગવાન બેલ્યા એમ મનાતું : “શેઠ કહે સાગરનું પાણી મીઠું છે તો હાજી હા ને યુગ હતો ! સાચું કહેનારને મરણ મુઠ્ઠીમાં રાખીને ફરવું પડતું! ઉપર જોયું તેમ રાયસિંગે જે કડક ફરમાન કહાડયું એની ગંધ કરમચંદ ગાઢ મિત્રો દ્વારા આવી. મુસદ્દી કરમચંદ એ જાણ્યા પછી બીકાનેરમાં પાણી પીવા પણ થેભ્યો નહીં. ટૂંક સમયમાં એ પિતાના કુટુંબ સહિત, જે કંઈ લઈ શકાય તેવું હતું તે લઈ છુપી રીતે દિલ્હી તરફ સિધાવી ગયે. અકબર પાદશાહ બીજા રાજાઓની જેમ કાચા કાનને નહોતા. એને માણસની પિછાન હતી. મંત્રીશ્વરની વાત સાંભળ્યા પછી તરત જ એને લાગ્યું કે આવા દક્ષ અને અનુભવી માણસને હાથમાંથી જવા ન દેવો. એ જ્યારે ચાલી-ચલાવીને પોતામાં વિશ્વાસ રાખી આવ્યું છે Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] ઐતિહાસિક પૂર્વજોની ત્યારે એને શૈાલે એવા માન-આરામ સહિત આશ્રય આપવા. બાદશાહે કરમચંદ તરફ સ`પૂર્ણ માયા દાખવી, એટલું જ નહિ પણ એને છાજે તેવા માન સહિત પેાતાના દરબારમાં રાખ્યું. અકબરની નજરમાં દિવસ જતાં કરમચ ંદનું સ્થાન ઊંચું ને ઊંચુ થવા લાગ્યું—અને થાડા સમયમાં તે એ ખાદશાહના માનીતા સલાહકારક થઈ પડ્યો. જ્યારે રાયસિ ંગના જાણવામાં આવ્યું કે-કરમચંદ મંત્રી તેને હાથતાળી આપી દિલ્હી પહોંચી પણ ગયા ત્યારે એને ઘણું જ ખાટું લાગ્યું! પેાતાની સત્તા માટીમાં મળતી જણાઇ! ઉતાવળ ને આવેગમાં દાઝયા પર ડામ દેવા જેવું કર્યું. તેણે કાઇપણ રીતે એના પર વેર લેવાનાં શપથ લીધાં ! એક કવિએ ગાયું છે કેઆપત્તિ આવે છે ત્યારે એકલી નથી આવતી, પણ સાથે પેાતાની સાહેલીઓને પણ લેતી આવે છે! રાયસિંગની માખતમાં પણ એવા જ એક બનાવ બન્યા એથી એણે કરમચંદ સામે જે વેર બાંધ્યું હતું એમાં વધારા થયા. સન ૧૫૯૭ માં રાયસિંગ પેાતાની ભાટનેર ( Bhatner) રિયાસતમાં રાકાયા હતા એવામાં અકબરશાહના સસરા નાશીરખાનની ત્યાં પધરામણી થઇ. આ માનવતા પરાણાની ખરદાસ્ત સારુ રાયસિંગે પેાતાના સરદાર તેજ-ખાગાર( Teja Bagor )ને નિચ્ચેા. કાણુ જાણે કેવાએ મુદ્દાથી બન્યું તે કલ્પવું મુશ્કેલ છે, પણ બન્યું એવુ કે તેજ-માગેારે નાશીરખાનની ખીજમત કિવા આગતાસ્વાગતા એના અધિકારને છાજે તેવા સ્વરૂપમાં ન કરી. એકાદ એ પ્રસંગ એવા બન્યા કે જેમાં ખાને પેાતાને મેટું અપમાન પહોંચાડ્યાનુ` માન્યું અને એકાએક તે દિલ્હી ચાલી ગયા. એ બધી વાત અકમરશાહના કાને પહેાંચી. વાતમાં તથ્ય જણાતાં પાદશાહના ગુસ્સા વધી પડ્યો. એણે સર Page #116 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૧૧૧] દાર તેજને પિતાને સ્વાધીન કરવાનું ફરમાન રાયસિંગ પર મે કહ્યું અને બીકાનેરનરેશ તરફથી એ માટે આંખ આડા કાન થયાં. તરત જ અકબર શાહે ભાટનેરની જાગીર રાયસિંગ પાસેથી ખુંચવી લઈ તેના છોકરા દલપતસિંગને આપી. આ બનાવમાં શાહના દરબારમાં વસેલા માજી મંત્રી કરમચંદે કે ભાગ ભજવ્યો તે સ્પષ્ટ તારવી શકાતું નથી, પણ રાયસિંગે તો માની જ લીધું કે-આ સવ એની શીખવણીથી જ શાહે કર્યું. આ રીતે એક સમયના રાજા-મંત્રી વચ્ચે પડેલી વૈમનસ્વરૂપી ફાટ વધુ વિસ્તાર પામી. સમયનું ચક્ર અખલિત ગતિએ ફર્યા કરે છે. ઘડી પૂર્વે જ્યાં ભરતીનાં મેજ ઉછળતાં દષ્ટિગોચર થાય છે ત્યાં થોડી ઘડીયે વીતતાં ઓટના વાયુ વાય છે. કાળદેવતાને અસ્તેદયરૂપી કાંટે સદા કોઈની પણ શેમાં તણાયા વિના તેલનનું કાર્ય કયે જ જાય છે. ભાવીના ગર્ભમાં છુપાયેલ વાતને એના ઉદયકાળ પર મુલતવી રાખી મંત્રી કરમચંદે જૈન ધર્મ અને જેન સમાજ માટે શું કર્યું હતું એ ટૂંકમાં જોઈ જઈએ– આજે પણ રાજપૂતાનામાં સંઘના એક મહાન આગેવાન તરીકે કરમચંદ મંત્રીની સ્મૃતિ કરાય છે. એના દ્વારા થયેલાં કાર્યો જ એ મહાન વ્યક્તિનો યશ આજે મૂકપણે દાખવી રહ્યા છે. સન ૧૫૫૫ માં તેમણે બૃહત્ ખરતરગચ્છના શ્રી જિનચંદ્રસૂરિને પ્રવેશ મહોત્સવ બીકાનેરમાં મોટા દબદબાપૂર્વક કર્યો હતો. એ સમયે જે કવિએ પ્રસંગોચિત વર્ણન કરી સારાય બનાવનું દિગ્દર્શન કવિતામાં ગાયું હતું તેને સારો સરપાવ અપાયો હતો. સન ૧૫૭૮ ના દુષ્કાળમાં તેણે જુદા જુદા ભાગોમાં અન્ન પૂરું પાડવાનાં મથકો સ્થાપી ભૂખે મરતી પ્રજાને જબરું આશ્વાસન આપ્યું હતું. મુસ્લીમ રાજ્યકર્તાઓના તાબામાં ગયેલી સંખ્યાબંધ મૂર્તિઓ એણે પાછી મેળવી બીકાનેરના Page #117 -------------------------------------------------------------------------- ________________ * 1. [ ૧૧૨ ] ઐતિહાસિક પૂર્વજોની શ્રી ચિંતામણી પાર્શ્વનાથના દેવાલયમાં એકઠી કરી હતી. એસવાળ જ્ઞાતિમાં તેણે દેશ-કાળને અનુરૂપ કેટલાક સુધારા દાખલ કર્યા હતા. અને ભેજક યાને યાચક માટેના લાગા નકકી કર્યા હતા. - આ મંત્રીશ્વર કર્મચંદ્ર પિતાના અધિકારકાળે, માથા પર રાજ્યચિંતાને મેટે બેજે હોવા છતાં, શક્તિ અનુસાર ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ફાળો આપે હિતે. એ સંબંધી વધુ જાણવાની ઈચ્છાવાળાએ મંત્રીશ્વરને લગતો પ્રબંધ અને રાસ જોઈ લેવા. કેટલીક અતિશક્તિ કવિ કિવા લેખકદ્વારા થઈ હોય છે, પણ એ બાદ કરી સત્ય તારવવું હોય તો મુશ્કેલી નથી પડતી; ઈતિહાસને ગવેષક એ કાર્ય અવશ્ય સાધી શકે છે. અકબર શાહ સંપૂર્ણપણે જેનધમી નહોતો બન્ય, છતાં એના જીવનના પાછળના વર્ષોમાં, એના આચરણમાં જૈનધર્મના ઉપદેશની અસર વિશેષ પ્રમાણમાં દષ્ટિગોચર થતી હતી. જેધર્મને એ ચુસ્ત પ્રશંસક બન્યો હતો. જેનધર્મના સિદ્ધાતો સમજાવવાનું સૌ પ્રથમ માન પૂજ્ય શ્રી હીરવિજયસૂરિજીના ફાળે જાય છે. એ કાર્ય સન ૧૫૮૨માં બન્યું હતું. સૂરિમહારાજની ઉપદેશ પદ્ધતિએ પાદશાહના હૃદયમાં જૈનધર્મ માટે ઉમદા સ્થાનનું બીજારોપણ કર્યુ. જે ઉત્તરોત્તર શ્રી વિજયસેનસૂરિ, શાંતિચંદ્ર ઉપાધ્યાય, ભાનુચંદ્ર ઉપાધ્યાય, સિદ્ધિચંદ્ર અને પદ્મસુન્દર આદિ તપગચ્છની શાખાના મુનિપુંગવાથી વૃદ્ધિગત થયું. આંગ્લ ઇતિહાસકાર વિન્સેન્ટ સિમથ લખે છે કે સન ૧૫૮૨ પછીથી પાદશાહના હાથે જે કાર્યો થયાં છે એમાં જૈનધર્મના સિદ્ધાંતોની સ્પષ્ટ છાપ તરવરે છે. અબુલફઝલ પોતાના આઈને અકબરી ગ્રંથમાં શ્રી હીરવિજયસૂરિ અને તેમના શિખે સંબંધમાં, સુંદર શબ્દમાં નોંધ લે છે. જહાંગીરનામામાં પણ એ વાતને ઉલેખ છે કે Page #118 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૧૩ } પિતાના પિતા પાદશાહ અકબરને વેતાંબર જેનો સાથે સારો સંબંધ હતે. Akbar loved, and admired and respected his Jain Gurus. સન ૧૫૯૨માં કરમચંદ બછાવતની સૂચનાથી થંભતીર્થમાં રહેલા શ્રી જિનચંદ્રસૂરિને અકબરશાહે પિતાની સભામાં પધારવાનું આમંત્રણ મોકલ્યું અને જ્યારે તેઓ પધાર્યા ત્યારે લાહોર મુકામે ઉચિત માનમરતબા સહિત તેમનું સ્વાગત કર્યું. પાદશાહ જહાંગીરે પિતાના આત્મવૃત્તાન્તમાં લખ્યું છે તે પ્રમાણે શ્રી જિનચંદ્રસૂરિની સાથે એ વેળા માનસિંહ, શહર્ષ, પરમાનંદ અને સમયસુંદર નામના મુનિઓ હતા. અકબરશાહના આગ્રહથી શ્રી જિનચંદ્રસૂરિએ પિતાની પાટે માનસિંહને સ્થાપ્યા. એ વેળા તેમનું શ્રી જિનસિંહસૂરિ એવું નામ સ્થાપન કર્યું અને એ અંગેનો વિધિ મોટા સમારોહથી ઉજવવામાં આવ્યું. ખુદ પાદશાહ અકબર એ ટાણે હાજર રહ્યો હતો અને એના પરચો બજે કરમચંદે ઉઠાવ્યા હતા. જ્યારે શ્રી જિનચંદ્રસૂરિ અકબરશાહને સમજાવી પિતાના મુનિ ધર્મના આચાર પ્રમાણે વિહાર માટે તૈયાર થયા ત્યારે બાદશાહે તેમને “ યુગપ્રધાનના બિરુદથી નવાજ્યા અને તેઓશ્રીના સમાગમની સ્મૃતિમાં બે ફરમાન બહાર પાડયા– (૧) થંભતીર્થ ઊર્ફે ખંભાતના અખાતમાં માછલા મારવાનું સદંતર બંધ કરવામાં આવ્યું. (૨) અષાઢ માસના આઠ દિવસ (અષાઢ ચૌમાસી તરીકે ઓળખાતી અઠ્ઠાઈમાં) જીવવધ ન થઈ શકે. સૂરિજી સાથેની બાદશાહની મુલાકાતને ઉલેખ કરતો એક Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪] ઐતિહાસિક પૂર્વજોની શિલાલેખ સન ૧૫૯૪-૯૫ અને વિ. સં. ૧૬૫૧-૫૨ સાલસૂચક પાટણના શ્રી પાર્શ્વનાથ ભગવંતના દેવાલયની ભીંત પર છે. સન ૧૯૦૫માં અકબરશાહનું અવસાન થયું. કરમચંદજી પણ એ પછી ઝાઝું જીવ્યા નથી. નવા બાદશાહને સલામી ભરવા જ્યારે રાયસિંગે દિલ્હીની મુલાકાત લીધી ત્યારે કરમચંદજી પિતાના આવાસમાં મરણપથારીએ હતા. રાયસિંગે આ સમાચાર સાંભળી માજી મંત્રીશ્વરની મુલાકાત લીધી અને લાગણીનું પ્રદર્શન બહુ જ સુંદર રીતે અને સારા શબ્દોમાં કરી બતાવ્યું. વાણીના પ્રભાવમાં મંત્રીશ્વરની સારવારમાં રોકાયેલા સર્વ જનને આંજી નાખ્યા. ખુદ કરમચંદજીના પુત્રો ભાગચંદ અને લક્ષ્મીચંદ પણ મુક્ત ન રહ્યા. રાયસિંગના ગયા પછી તેઓ બાલ્યા– પિતાશ્રી ! આપણું રાજવી–બકાનેરનરેશ રાયસિંગ કેવા નમ્ર અને લાગણીવાળા છે. અહીં પડી રહેવા કરતાં સ્વદેશમાં જવાનો વિચાર કરવો જરૂરી છે. રાઈના પહાડ રાતે વહી ગયા. ભૂતકાળમાં ભલે એ વહેમાયા હોય પણ હવે તો આપણા તરફ અતિશય માયા ધરાવે છે. તે વિના ચાલી ચલાવી અહીં આવે ખરા! આ સાંભળતાં કર્મચંદ્રના ચહેરા પર જબરું પરિવર્તન થઈ ગયું. કંઈક ગુસ્સાની નજર કરતા તે બોલ્યા કે પુત્ર! તમે હજુ નાદાન છે. એ તો મગરના આંસુ છે. જે, જે, ભૂલેચૂકે રાયસિંગના આ ઉપરછલા વર્તનથી લોભાઈ જતા. બીકાનેર પાછા ફરવાની ઈચ્છા હરગીજ કરશે નહીં. તમે એના હાવભાવથી મુગ્ધ બન્યા, જ્યારે મેં એની આંખમાં જુદું જ ભાળ્યું. મને આ રીતે ગૌરવપૂર્ણ સ્થિતિમાં મૃત્યુને ભેટતો નિરખી Page #120 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૧૧૫ ] એને દુઃખ થયું છે, પણ એ લાચાર છે કે આ સ્થાનમાં મને તે કંઈ જ કરી શકતો નથી. એ તે ડંશીલે નાગ છે “મg તિતિ વિહ્યા, દૃશે દૃા ” જેવું એનું વર્તન છે. સુખી થવું હોય તે મારા આ વચને ભૂલશે નહીં. સમયનું ચક્ર અખ્ખલિત ગતિએ વહે છે. બછાવત વંશના આભૂષણ સમા કર્મચંદ્રજી સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. આ સમાચાર મળતાં રાયસિંગે શોક દર્શાવવામાં મણા ન રાખી, મંત્રીશ્વરના કુટુંબ પ્રત્યે–ખાસ કરી ઉભય બંધુઓ પ્રત્યે લાગણું દર્શાવવામાં તે મર્યાદા વટાવી ગયેથોડા માસ પસાર થઈ ગયા પછી એ કુટુંબ સ્વદેશ પાછું ફરે એ માટેના ચક્રો ગતિમાન પણ કરી દીધા. મૃત્યુશાના શિક્ષાવચને હજુ કાનમાં તાજા ગુંજતા હેવાથી ભાગચંદ અને લક્ષ્મીચંદ શરૂઆતમાં તે નિશ્ચયમાં અડગ રહ્યા અને બીકાનેર પાછા ફરવા સંબંધમાં ચોકખી ના પાડી. આમ છતાં રાયસિંગે પ્રયાસ ચાલુ જ રાખ્યા. એના હદયના ઊંડાણમાં બછાવત વંશ સામે જે વૈર લેવાની ચીરાગ પ્રવલિત થઈ ચૂકી હતી તે કોઈપણ પ્રકારે હાલવાય તેમ નહોતું. પિતાની આંખમાં ગુનેગાર ઠરેલ કર્મચંદ્ર મંત્રી, થાપ આપી ચાલ્યા જાય, અને પાદશાહના હાથે ગૌરવ પામે, અને ટેકપૂર્વક એક વીરને છાજે તેવું મરણ મેળવે એ એને ગમતું જ ન હતું. એ સર્વ લાચારીથી એ સાંખી રહ્યો હતે. સોગટી મારવાના દાવ શોધતો હતો જ. ભલે મંત્રીશ્વર બચી ગયા પણ એના વારસો જરૂર પિતાની જાળમાં ફસાશે એવી આશા હતી એટલે જ એ સાણસા ગોઠવવામાં મશગૂલ હતો. પણ યમરાજના દરબારને ડંકો પડ્યો. સન ૧૯૧૧માં એ મહાસત્તાનું તેડું આવ્યું. રાયસિંગ એકાએક ગંભીર માંદગીમાં Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] ઐતિહાસિક પૂર્વજોની પટકાઇ પડ્યો અને એ માંદગી જીવલેણ નીવડી. શ્વાનપૂંછડી જેમ વાંક ન છેડે કિવા વીંછીની ડંખીલી વૃત્તિ મરતાં પણ ન છૂટે તેમ રાયસિંગે પોતાના અવસાન સમયે પ્રિય પુત્ર સુરસિગને આલાન્યા અને કહ્યું કે મ્હારા વ્હાલા માલુડા! હું મારું વૈર ન લઇ શકયા એથી નિરાશ હૃદયે મરું છું, છતાં મારી મરતીવેળાની સૂચના તને એ જ છે કે—કરમચંદ ખચ્છાવતના છેાકરાએને બીકાનેરમાં કોઇપણ રીતે સમજાવી-પટાવી તેડી લાવજો અને તેમના પિતાએ મારી સત્તા સામે જે મળવા પાકાર્યો છે એને ઉચિત શિક્ષા કરી,–કપરી નશિયત દઇ, વેર વાળજો. આ શબ્દોના ઉચ્ચાર સાથે રાયસિંગના જીવનદીપ બુઝાઇગયા. રાયસિંહના મૃત્યુ પછી બીકાનેરની ગાદી પર દલપતસિંહ આબ્યા, પણ એનેા રાજ્યકાળ લગભગ બે વર્ષ સુધી જ ચાલ્યેા. રાજખટપટના આંદોલના ચાલુ રહ્યાં અને સન ૧૬૧૩ માં સુરસિંગ રાજગાદી પર ચઢી બેઠે. મરણકાળે પિતાએ જે અભિલાષા અણુપૂરી બતાવી હતી એ એના મનમાં રમતી જ હતી, એ માટે કેવળ તક મળે એટલી જ ઢીલ હતી. લાગ મળતાં જ ઘેાડા દખાવે એવી તૈયારી અંદરખાનેથી ચાલુ હતી. રાજા તરીકે જાહેર થયા પછી એ સૌ પ્રથમ દિલ્હી ગયા. એ પાછળ તેના મનમાં ‘ એક કાંકરે બે પક્ષી મારવા ના ઇરાદેા હતેા. એક તે બાદશાહને નવા રાજવી તરીકે સલામી ભરવાના અને બીજો અચ્છાવતાના વારસેાને સમજાવી ખીકાનેરમાં પાછા લાવવાના. " આ વેળા કાળે યારી આપી અને સુરસિંહ પેાતાના ઇરાદામાં ફાવ્યા. · વિધિની ગતિ ન્યારી છે’ એ નીતિકારનુ અનુભવસિદ્ધ વચન છે. દગલબાજ દુના નમે' એ ઉકિત અનુસાર રાજા પેાતાનુ પ્રથમ કાર્ય પતાવી અચ્છાવતના રહેઠાણે પહોંચ્યા मधु तिष्ठति Page #122 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૧૧૭] કિાહારે દુ તુ દૃઢામ્” જેવી વૃત્તિ ધારણ કરી એણે ભાગચંદ અને લક્ષ્મીચંદ સમક્ષ એક ચુનંદા બાજીગર તરીકે એવો તે ભાગ ભજવ્યો કે, ભેળું માછલું જાળમાં ફસાય તેમ, તે ઉભય રાજાના આવા વર્તનથી મહાઈ ગયા અને મરણપથારી પરથી પિતાએ આપેલ શિક્ષા વિસરી ગયા. ઉભય બંધુઓને પિતાની શતરંજના ખ્યાદા બનતાં જોઈ, સુરસિંગ મનમાં મલકાવા લાગ્યો અને તેઓએ જે જાતનાં વચન માંગ્યાં તે આપવામાં પાછી પાની ન કરી. એ ઉભયના દિલમાં વસવસાનું ટીપું પણ રહેવા ન પામે તેવી દરેક ખાતરી આપી, પોતાની સાથે બીકાનેર પાછા ફરવાનું ચેકડું ગોઠવી દીધું. આ ઉપરથી જ ભવિતવ્યતાનું બળવાનપણું પુરવાર થાય છે. તેમ ન હોય તે કરમચંદ્ર મંત્રીની સૂચના આટલી જલદી ભૂલી જવાત ખરી ? પોતાના વંશને માન-મરતબે પૂર્વવત્ જળવાશે એવા ભરોસાથી લેભાયેલા, અને પ્રધાન તરીકે અધિકાર પહેલાંની માફક પોતાના હાથમાં સેંપવામાં આવશે એવા ઉજજવળ ભાવિથી આકર્ષાયેલા, ઉભય બંધુઓ પિતાના વિશાળ કુટુંબને અને સર્વ અસબાબને લઈ માતૃભૂમિના પંથે વળ્યા. એ વેળા તેમને જેમ પોતાના માદરેવતનને વર્ષો પછી નિરખવાના કોડ હતા તેમ વંશની પ્રતિષ્ઠા જાળવી માનપુરસ્સર પુનઃ ઠરીઠામ થવાની ઊંડી અભિલાષા હતી. લાંબા કાળના પરદેશ વસવાટને આ રીતે અંત આવવાથી તેમને આનંદ સમાતો નહોતો. પોતાના નેહીજન વચ્ચે પાછા ફરવાથી થનારા આનંદનાં તેઓ સેણલાં સેવી રહ્યાં હતાં. તેઓના હૃદયમાં આ રીતે પોતાના તરફ નેહભાવ દર્શાવનાર અને પિતાનું ભલું કરનાર રાજવી પ્રતિ આભારની લાગણુઓ સાગરનાં મોજાં સમી ઉછળી રહી હતી ! Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ] ઐતિહાસિક પૂજોની અનુભવીઓનુ એ વચન સાચું જ છે કે ખિલાડી દૂધને દેખે છે, પાછળ ઉભેલા માનવીના હાથમાં રહેલી ડાંગને દેખી શકતી નથી. રાજ્ય ખટપટના વાયરા જેમણે જોયા નથી, દેશી રાજવીએના પલટાતા સ્વભાવાની જેમને પરીક્ષા નથી એવા આ લેાળા ભલા નવયુવાનેાને સ્વપ્ને પણ એવા ખ્યાલ કયાંથી હાય કે તેમની સાથે આ રીતે ઇરાદાપૂર્વક પ્રપંચ રમાઇ રહ્યો છે ! અલ્પકાળમાં જ અપાયેલા વચનેાની કિમત કેાડીની છે! અને રાજવીના હાવભાવ એકાદ કુશળ નટના વેષ-અદલામાં પરિણમવાના છે! તે સ્વદેશમાં સુખ સેગવવા સારુ કે વીસરાયેલ સ્નેહબીજને જળસિંચન કરવા સારું પાછા નથી ફરતાં પણુ કેવળ યમરાજના ભક્ષ્ય બનવા સારું પાછા ફરે છે, એવી શંકા પણ તેમને ક્યાંથી જન્મે ? સુરસિંગે જાળ બિછાવવામાં સંપૂર્ણ પણે ચતુરાઇ વાપરી હતી. પેાતાના મિલન હેતુ જરા પણ પ્રગટ થવા દીધા ન હતા. પ્રથમ પગલુ એણે પેાતાના ચાલુ દિવાનને હાદ્દા પરથી ખસેડવાનુ ભર્યું અને પછી એ અધિકાર ખચ્છાવતના વંશજને સાંપવાની જાહેરાત કરી. આમ બીકાનેરવાસી જનતાના અંતરમાં પેાતાના શુદ્ધ આશયની સુ ંદર છાપ બેસાડી. દરમિયાન ભાગચંદ અને લક્ષ્મીચ'દ પેાતાના રસાલા સાથે માતૃભૂમિની ભાગાળે આવી પહોંચ્યા. રાજવી તરફથી તેમના દરજ્જાને છાજે તેવું સ્વાગત કરવામાં આવ્યું. જનસમૂહમાં એની સચાટ છાપ બેઠી. કરમચંદ મત્રીના સમયમાં બનેલ બનાવ આ રીતે વિસ્મૃતિના વિષય બન્યા. માત્ર જનતા જ નહિં, પણ ખુદ મત્રીશ્વરના વારસાને ઘડીભર લાગ્યું' કે પિતાશ્રીની હઠ અસ્થાને હતી. પણ એમને આ ભ્રમ ઊઘાડા પડતાં વિલંબ ન થયા. ગમે Page #124 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૧૧૯ ] તેટલો દેખાવ કરવા છતાં કિન્નાખોરી છુપી રહી શકતી નથી. સુવર્ણ અને પિત્તળ વરચે ભલે વર્ણની સમાનતા હોય, છતાં જ્યાં કસેટીએ ચઢાવાય કે તરતજ ઉભય વચ્ચે રહેલી ભિન્નતા ખુલ્લી પડે છે. સાણસામાં સાપ પકડાય છે અને હવે છટકવાની એક પણ બારી ઊઘાડી નથી રહી એ જોતાં જ બીકાનેરનરેશે પિત પ્રકાર્યું. અને પિતાને આપેલ કેલ પૂર્ણ કરવા કમર કસી. માંડ બે મહિના સુખમાં વ્યતીત થયા ત્યાં તે એક સવારે ઊઠતાં જ બછાવત વંશના આ અંતિમ વારસોને ખબર પડી કે રાજાના મીઠા વચનથી આકર્ષાઈ, મૃત્યુપથારીએથી ભાર મૂકી કાઢેલ પિતાના જે અંતિમ ઉદ્દગાર પ્રતિ દુર્લક્ષ્ય દાખવ્યું હતું, તે સાચા પડતાં હતાં. એટલે કે એ રાજાના ત્રણ હજાર સિનિકેથી પિતાનો આવાસ ઘેરાયેલે દષ્ટિગોચર થયે. ટાંક મહાશયના શબ્દોમાં કહીએ તો Now truth dawned on them in all its terrible reality. They instinctively realised the situation and preferred a glorius death to an ignominious surrender. આ જોતાં જ તેમની આંખ પરના પડદા હટી ગયા, પિતાશ્રીની દીર્ધદષ્ટિનો ખ્યાલ આવ્યું. પણ આગ લાગી ચૂકી હતી એટલે હવે કૂવો ખોદવાને યત્ન નિરર્થક હતા. દૂધ ઢળાઈ ગયા પછી એ પર વિચારણા કરવી જેમ નકામી ગણાય તેમ થયેલ ભૂલ પર હવે વિમર્શ–પરામર્શ કરવા બેસવું એ ફેગટ હતું. કાળા અને ડંસીલા નાગની ચૂડમાં તેઓ બરાબર ફસાઈ ગયા હતા. તરત જ તેઓએ નિરધાર કરી લીધો અને વીરાના મતે મરવાને સાંપડેલ પેગ વધાવી લીધું. પોતાના રાજપૂત અંગરક્ષકેના નાના સમૂહને લઈ તેઓ સામનો કરવા ખડા થયા. Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ] ઐતિહાસિક પૂર્વજોની જો કે સંખ્યામાં તો કેવળ પાંચસે જ હતા છતાં દરેકના ચહેરા ઉપર મરણ જંગ ખેલવાની અને એ રીતે ખપી જવાની અડગ વૃત્તિ ઝબકી રહી હતી. બછાવત બંધુએ અને તેમના અંગરક્ષક રાજાના સૈનિકે સામે બહાદુરીપૂર્વક ખૂઝયા; પણ ત્રણ હજારના વિશાળ સમુદાયમાં તેમનું પ્રમાણ શી ગણનામાં લેખાય? બચ્છાવતોને અંધારામાં રાખીને એકાએક આ જાતનો ઘેરો ઘાલવામાં આવ્યો હતો. અહીં સમેવડિયાના સમરાંગણ જેવું હતું જ નહીં. જ્યારે મુક્તિ મેળવવાની સર્વ આશા અદશ્ય થઈ ત્યારે સવાલ વંશના આ વીર નબીરાઓએ સહકુટુંબ ખપી જવાને નિરધાર કર્યો. તેઓએ ભયંકર છતાં પુરાતન કાળના ‘જોહરને માર્ગ લીધો. મકાનના એક ગામમાં ચિતા ખડકવામાં આવી. પુરુષોએ પોતપોતાના નારીવશે તેમજ બાળબચ્ચાઓની છેલ્લી વિદાય લીધી! સ્ત્રીઓ, બાળક અને મરદેશમાં જેઓ વૃદ્ધ કે અશક્ત હતાં એમાંના કેટલાકે તલવારથી પિતાની જીવાદોરી કાપી નાંખી, જ્યારે ઘણું બળતી આગમાં કૂદી પડ્યા. લેહીની સરિતા વહી રહી ! ભીરુતાની હાય એકાદના મુખમાંથી પણ ન સંભળાઈ ! જે કંઈ કીંમતી અને પ્રાચીનકાળની સ્મૃતિરૂપ અસબાબ હતો તે એક કૂવામાં નાંખી દેવામાં આવ્યો ! (આજે પણ એ સ્થળની મુલાકાત લેનારને એ કૂવો બતાવવામાં આવે છે.) બાકીના ફરનીચરને તોડીક્રેડી નકામું બનાવી દેવામાં આવ્યું. આ રીતે સંસારજન્ય બંધનથી મૂક્ત બની ઉભય બંધુઓએ ગૃહમંદિરમાં આવેલ શ્રી અરિહંત દેવની કેશરથી પૂજા કરી તેમજ સ્તુતિ કરી છેલ્લી વાર માટે પરસ્પર ભેટી લીધું. ત્યારપછી પોતાના પિશાક પર કેસરના છાંટણા કરી, હાથમાં તલવાર લઈ ઉભય બહાર પડ્યા. હવેલીના દરવાજા ઉઘાડા મૂકી દીધા. તેઓ શૂરવીરતાપૂર્વક જીવનના અંત સુધી ઝઝયા અને વિચિત મૃત્યુને વર્યા. એક તરફ રાજવીએ પિતાના કેલને પાળવા સારુ બિછાવત વંશને જડમૂળથી ઉખેડી Page #126 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૨૧ ] નાંખવાનો નિશ્ચય કર્યો હતો અને એમ કરવામાં સુરસિંગે નહોતે જે ન્યાય કે અન્યાય ! અથવા તો નહાતાં ગયાં પિતે આપેલા વચને! સૈનિકોને એ વંશનું એકાદ બાળક પણ જીવતું રહેવા ન પામે એવી સખ્ત આજ્ઞા આપી હતી. બીજી બાજુ આ વીર બંધુઓએ પણ આત્માની અમરતા પિછાની લઈ, એક ડંસિલા નૃપના હાથમાં બછાવત વંશનું એકાદ બાળક પણ શરણાગત તરીકે જવા ન પામે તેવી તકેદારી રાખી હતી. આમ છતાં કુદરતને એ વંશ લુપ્ત થાય એ મંજૂર ન હોવાથી કંઈ ત્રીજું જ બન્યું. જ્યારે આ કરપીણ બનાવ બન્યા ત્યારે એ વંશની એક સ્ત્રી પોતાના પિતાને ત્યાં કિસનગઢમાં સુવાવડે ગઈ હતી. એની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયે. આ રીતે બછાવત વંશ પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યો અને જગત સમુખ અમર ગાથા ગાઈ રહ્યો. આમ બછાવતેની ચડતી પડતીનો છેલે પડદો પડ્યો. આ સંબંધમાં જે કંઈ અતિશકિત જેવું હોય તેને બાજુ પર મૂકી માત્ર મુદ્દાની વાતને વિચાર કરીએ તે પણ એટલું તે સહજ પુરવાર થાય તેમ છે કે જેને અહિંસાના ઉપાસક હોવા છતાં માત્ર નમાલા જેવું જીવન ગાળતા નહોતા. જરૂર પડયે પિતાની ટેક માટે તેમજ રાષ્ટ્ર માટે પ્રાણ પણ પાથરી જાણતા હતા. ભૂતકાળની એ ગૌરવ ગાથાના સ્મૃતિચિન્હ સમો “રાંગરી કા ચોક” આજે બીકાનેરમાં મોજુદ છે. ટાંક મહાશયના આધારે આલેખાયેલ એ હેવાલ ઉપર શોધખોળ દ્વારા પ્રાપ્ત થયેલ લખાણ દ્વારા જે પ્રકાશ પડ્યો છે એ ઉપરથી જે તારવણી કરવામાં આવી છે એ સંબંધમાં છેડે ઉલ્લેખ કરે અસ્થાને નહીં ગણાય. ઉપરોક્ત લેખમાળાનો મારે હતુ એ છે કે-જૈનેતર લેખકે Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] ઐતિહાસિક પૂર્વજોની તરફથી જેને ઉપર દયાપાલનની ઠેકડી કરતો કાયરતાને જે આક્ષેપ કરવામાં આવે છે તે કેટલો નિમૂળ અને સાથોસાથ ઈતિહાસની અનભિજ્ઞતાને સૂચક છે એ બતાવવું. અહિંસા કે દયા એ સાચે જ અણમૂલો સદ્દગુણ છે. જ્યાં લગી એનું રહસ્ય યથાર્થ સ્વરૂપે સમજાય નહીં કે એમાં કેટલી બધી અદ્ભુત શક્તિ સમાયેલી છે એને સાચે ખ્યાલ પ્રાપ્ત થાય નહીં ત્યાં લગી એને આગળ ધરી ગુજરાત કે ભારતવર્ષના પતનમાં અથવા તો માથે ઠેકાયેલી પરાધીનતામાં એ સદગુણને દુર્ગુણરૂપે સધિયારો લેનારા કિવા એને જ પ્રધાનપદ આપી, ધર્મમાગે પ્રયાણ કરનારા જૈનેના શિરે જવાબદારી ઓઢાડી તેઓની દયાને નિમિત્તભૂત બનાવવાના પ્રયાસ કરનારા લેખકે કેવા ઊંધે માર્ગે જઈ રહ્યા છે એ ઉદાહરણ ટાંકી બતાવવું. જેનધર્મ એ ખરેખર, અહિંસા ધર્મને જ અગ્રસ્થાન આપે છે અને જ્યાં લગી એ અહિંસાને અમલ યથાર્થ સ્વરૂપે થાય નહીં ત્યાં લગી જનતામાં સાચી શાંતિ સ્થપાવાની પણ નથી એવું એનું દ4 મંતવ્ય પણ છે. આમ છતાં એ જ ધર્મના અનુયાયીઓએ દેશની પરિસ્થિતિ અને સંચાગે નજરમાં રાખી, પરાક્રમ દાખવવામાં કચાશ નથી રાખી કે કાયરતાને ઓળે પણ પડવા દીધો નથી. હિંસા એ દેષયુક્ત છે, એમાં ઉઘાડું પાપ દેખાય છે. એ જાણ્યા છતાં દેશ પ્રત્યેના પ્રેમને લઈ કે સ્વફરજને ખ્યાલ કરી તેમણે શસ્ત્રો ધારણ કર્યા છે અને અમાપ બહાદુરી દાખવી છે એમ પણ બતાવવું. આમ લેખમાળા પાછળ જે વિવિધ દષ્ટિબિન્દુઓ રખાયેલાં હતાં એ કેટલે અંશે ફળિભૂત થયાં છે એ તે વાચકો જ કહી શકે, છતાં એટલું તે જરૂર કહી શકાય કે જુદી જુદી પરાક્રમ ગાથાઓ સંગ્રહિત કરવામાં આવી છે એ ઉપરથી જેને તટસ્થ દષ્ટિ રાખી જશે તો સહજ જણાશે કે દેશ કે પ્રાંતની પરતંત્રતા નથી તે જૈન ધર્મના ઉમદા Page #128 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૨૩] સિદ્ધાન્ત અહિંસાને આભારી કે નથી તો એ ધર્મના અનુયાયીઓએ અમલમાં મૂકેલી દયાને આભારી; પરાધીનતાનો ઈતિહાસ તે જુદા જ કારણે પર અવલંબે છે જેની ચર્ચા અહીં અપ્રસ્તુત છે. આ મુદ્દા પર દષ્ટિ ઠેરવી જેનારને મંત્રીશ્વર કરમચન્દ્રના વૃત્તાન્ત અંગે જે મતફેરો હવે પછી આલેખવાના છે તે જોતાં તેમાં ખાસ મતભેદ જેવું નહીં લાગે. બછાવતોની પડતી રાજ્યકર્તાઓના ખેફને લઈને થઈ છે અને એ વેળા એ વંશના છેલ્લા નબીરાઓએ શૂરવીરતા દાખવી પ્રાણાર્પણ કરેલ છે, તેમ ગમે તે કારણને લઈ મંત્રીશ્વર કરમચંદ્ર બીકાનેર છોડી અમુક સમય પર્યત સમ્રા અકબર પાસે રહ્યા છે એ જે મુદ્દાના ઉલ્લેખ છે તેમાં માત્ર ફરક પડતો નથી. જે કંઈ મતભેદ પ્રવર્તે છે તે કારણોમાં અને તારીખોમાં પ્રવર્તે છે. “યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિએ નામના નાહટા બંધુઓ ”કૃત પુસ્તકમાં મંત્રીશ્વર કરમચંદ્ર અંગે નીચે મુજબ નેંધ છે. ओसवाल जातिके पुनीत इतिहासमें बच्छावत वंशकी गरिमा गौरवान्वित है, इस वंशकी उज्जवल कीर्ति-कौमुदीका कर्मचंद्र मन्त्रि वंशप्रबंध में विस्तृत वर्णन है। बीकानेर राज्यसे इस वंशके महापुरुषोंका राज्यस्थापनासे लगाकर लगभग १५० वर्षातक घनिष्ट सम्बन्ध रहा है। संक्षिप्तमें इतना ही कहना पर्याप्त होगा की बीकानेर राज्यकी सीमाकी वृद्धि और रक्षा करने में उनका बहुत कुछ हाथ था। राजनैतिक क्षेत्रके साथ साथ धार्मिक क्षेत्रमें भी इस वंशके पुरुषोंकी सेवा विशेष उल्लेखनीय है। એ હિંદી પુસ્તકની “મંત્રીશ્વર કર્મચન્દ્ર’નામાં મથાળા હેઠલ આપેલ ઉપર મુજબની શરૂઆતની કંડિકા વાંચતાં જ બરછાવત વંશની મહત્તાને અને એ વંશના નબીરાઓએ રાજ્યકારણમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪ ] ઐતિહાસિક પૂર્વજોની ભજવેલ ભાગના સહજ ખ્યાલ આવે છે. પુસ્તકની નાંધ દર્શાવે છે તે પ્રમાણે મંત્રીશ્વરના વડવાઓએ રાજ્યની તેમજ જૈનધર્મની સેવા બજાવી છે એટલું જ નહિં પણ એ વંશઉતાર ચાલી આવી છે. તે વંશને ધમ માર્ગે વાળવામાં ખરતર ગચ્છના મુનિરાજોની દેશના ખાસ નિમિત્તભૂત છે. કરમચંદ્ર મત્રીશ્વરે સુનિઉપદેશથી ધર્મમાગે ખર્ચે લ દ્રવ્યની વિસ્તૃત નોંધ હાવા ઉપરાંત તેમને ત્રણ સ્ત્રીએ હતી અને એમાં જીવાદે તથા અજાયમદે નામા પત્નીએથી ભાગ્યચંદ્ર તથા લક્ષ્મીચંદ્ર નામા પુત્રરત્ન ઉત્પન્ન થયા એવા સ્પષ્ટ ઉલ્લેખ છે. આ સર્વ જોતાં ટાંક મહાશયના પુસ્તક ઉપરથી જે સારરૂપ ચિત્ર અગાઉ દોરવામાં આવેલ છે એમાં મહત્ત્વના ફરક નથી પડતા એટલે એ વિંતચણ ન કરતાં ટૂંકમાં મતભેદને મુદ્દો જણાવી દેવા ઉચિત સમજાય છે. રાયિસંહની ખઙ્ગીથી ખચવા મત્રીશ્વર પેાતાના પરિવાર સહિત મીકાનેર છેાડી ગયા અર્થાત્ પલાયન. કરી ગયા એવા મત ટાંક મહાશયના છે. એ માટે નાહટા બંધુએ લખે છે કેઃ अन्यदा किसी कारणसे रायसिंहजीका चित्त-कालुष्य जानकर भाविके शुभ संकेतसे उनका आदेश लेकर विचक्षण और बुद्धिमान मंत्रीश्वर दीर्घदर्शिता से अपने स्वजन परिवार के साथ मेडते में आकर निवास करने लगे । આવા જ ફરક મ ંત્રીશ્વર કરમચ ંદ્રના મૃત્યુસ્થળ સબંધમાં છે, છતાં મત્રીશ્વર બીકાનેર છેાડી ગયા પછી જીવનપર્યંત પાછા ફર્યાં નથી, એ વાતથી ઉભય ( રાયસિંહું અને મંત્રી કર્મ ચંદ્ર ) વચ્ચે જખરા મતફેર હાવાની વાત વધુ સંભવિત અને છે. રાયસિંહની ગાદી પર સુરસિ ંહ આવ્યા અને એ કર્મ ચંદ્રના પુત્રાને સન્માનપૂર્વક તેડી લાવ્યેા, મંત્રીપદ આપ્યું, અને તેમને Page #130 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [૧૨૫]. એ પછી તેમના સર્વનાશને પ્રસંગ કેટલાક વર્ષો પછી બન્યા છે એમ કેટલીક સાબિતીઓ અને આસપાસના બનાવો ઉપરથી નાહટા બંધુએ પુરવાર કરે છે. એ વાત માની લઈએ તોપણ એક દિવસે ત્રણ હજાર સિપાઈઓથી બછાવતનું રહેઠાણ ઘેરાયું એ તે તેઓ પણ લખે છે. એટલે સૂરસિંહની અવકૃપા ગમે તે કારણે થઈ હતી એ વાતમાં કંઈ જ ફરક નથી પડતો. છેલ્લા વંશજ સંબંધમાં પણ નાહટા બંધુઓએ લંબાણથી ઉલ્લેખ કરી ટાંક મહાશયે દર્શાવેલ વાત કરતાં જુદી જ વાત કહી છે. તેઓ કહે છે કે કર્મચન્દ્રને વંશ ગર્ભવતી સ્ત્રીથી થયેલ સંતાનથી નથી રહ્યો, પણ છેલ્લી ઘટના બની તે પૂર્વે લક્ષમીચંદ્રના પુત્ર રામચંદ્ર અને રૂગનાથ ઉદયપુરમાં જઈને વસ્યા હતા તેમનાથી ચાલુ રહ્યો છે. આ સર્વ એતિહાસિક મતફેરે હોવાથી એમાં કયા વજનદાર છે એને નિર્ણય એ વિષયના અભ્યાસીઓ માટે રાખી મારે જે કહેવાનું છે તે એટલું જ કે બછાવત વંશે જેનધર્મનું પાલન કરવા છતાં સમય આવ્યે ન તો શૂરાતન દાખવવામાં પાછી પાની કરી છે કે ન તો કદી કાયરતાને નજદીક આવવા દીધી છે. તેઓએ તે વીરેને છાજે તેવી રીતે મૃત્યુની ભેટ કરી પોતાના જીવતરને ધન્ય કર્યું છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ETA કઈ?% ર૧. બંધવબેલડી ઊર્યું કેહીનૂર હીરા. માળવા-મેવાડના ઈતિહાસમાં જેમ જૈનધમી વીરોની પરાક્રમગાથા નોંધાયેલી છે તેમ ગુજરાતના ઈતિહાસમાં પણ છે. ગુજરાતનો ઈતિહાસ અવલોકીશું તો સહજ જણાશે કે અણહિલપુર પાટણમાં જ્યારથી ગાદીની સ્થાપના કરવામાં આવી ત્યારથી મંત્રીપદે જેનધમી વણિકો વંશઉતાર ચાલ્યા આવ્યા છે. ચાં મંત્રી એના મૂળ પુરુષ તરીકે છે. વનરાજનાં વિજયમાં તેમજ જીતેલ પ્રદેશની વ્યવસ્થામાં મંત્રીશ્વર ચાંપાનાં શૌર્ય અને બુદ્ધિમત્તાનાં દર્શન થાય છે. વણિક વંશે દુભવ ચાંપા એ આમ તે ઘીને વેપારી હતો, પણ સાથોસાથ બાણ ફેંકવાની કળામાં પૂરો નિષ્ણાત હતા. પોતાની સામે કેવળ ત્રણ વ્યક્તિ નિહાળી વધારાનાં બાણ એણે ફેકી દીધાં અને હાથમાં ત્રણ બાણ જ રાખ્યાં, એ ઘટના એના ધનુષ્યવિદ્યા પરના કાબૂને સૂચવે છે, એટલું જ નહીં પણ એ કળાની અમોઘતા પણ દર્શાવે છે. સ્વબળ પર સંપૂર્ણ મુસ્તાક રહેવાની દઢ ઈચછાના એમાં દર્શન થાય છે. ટૂંકમાં કહેવાનું એટલું જ કે વ્યવસાયે વણિક અને દયા ધર્મને હિમાયતી હોવા છતાં એ શુરાતનથી ભરેલો હતો. એક તરફ વનરાજને વંશ ગાદી પર આવતે ગયો અને બીજી તરફ મંત્રી ચાંપાને વંશ મંત્રી પદ સંભાળતો રહ્યો. આવનાર Page #132 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૨૭ ] મહાશયેએ રાજ્યને વહીવટ પણ સાચા અને જરૂર પડે હાથમાં તલવાર પણ પકડી. રાજ્ય ખટપટની આંટીઘૂંટી ઉકેલી કિંવા વહી-ખાતાવહીના પાનાં ફેરવ્યાં અને સમયની હાકલ થતાં શસ્ત્રથી સજજ બની ઘોડા પર પણ ચલ્યાને રણમેદાને પણ ગજાવ્યાં. વિમલ મંત્રીશ્વરે ગુજરાતની કીતિ વિસ્તારવામાં કંઈ જ કચાશ રાખી નથી. જાતે વણિક હોવા છતાં ક્ષત્રિયને છાજે તેવાં કાર્યો તેણે કર્યા છે. અહિંસા ધર્મના અનુયાયીને છાજે એવું જીવન જીવી, દેશને નથી તે પરાધીન થવા દીધે તેમ નથી તે ધર્મવૃત્તિને ઊણપ આવવા દીધી. અંતકાળે આત્મકલ્યાણ પણ સાધ્યું છે. કળાના ધામમાં જિનાલ ઊભા કરાવ્યાં અને એમાં પૈસે પાણી માફક વાપર્યો. એ વાતની સાક્ષી ચંદ્રાવતીના ખંડિયેરો પૂરે છે, અને જીવંત ઉદાહરણરૂપ આજે પણ આબૂની વિમળવણીની ટૂંક ઉભી છે. આભૂમંત્રી, મહામાત્ય મુંજાલ, શાંતુ મહેતા અને ઉદયન મહેતા, એ દરેક જન્મથી ક્ષત્રિય નહોતા. સંતાન તો વણિક કુળના જ હતા, છતાં શસ્ત્રો નહોતા વાપરી જાણતાં એમ પણ નહોતું. એ દરેક જેટલી સરળતાથી કલમ ચલાવી શકતા તેટલી સુલભતાથી જરૂર પડયે તલવાર પણ ફેરવી જાણતા. જ્યાં માતૃભૂમિ ગુજરાતની આબરૂનો પ્રશ્ન ખડો થતો ત્યાં તેઓ સ્વફરજ અદા કરવામાં જરા પણ ન્યૂનતા દાખવતા નહીં. એમના કાર્યોને બાજુ પર રાખીએ તો ગુજરાતનો ઈતિહાસ લુણવિહુણ ભોજન સમ નિરસ લાગે ! એમની નસમાં દેશપ્રેમનું રક્ત જવલંત ગતિએ દેડી રહ્યું હતું. તેઓ અહિંસાના ઉપાસક હતા. વિના કારણની હિંસા પ્રત્યે સખત અણગમે ને તિરસ્કાર દાખવતા, આમ છતાં પોતે શ્રાવક ધર્મના અનુયાયી હાઈ પિતાની દયા અને પૂજ્ય એવા સાધુની દયા વચ્ચે કેટલે ફરક છે એનું બરાબર તોલન કરતાં એટલે જ એમનાં જીવનમાં વિસંવાદ જોવા નથી Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૮ } ઐતિહાસિક પૂર્વજોની મળત. વ્યવહારમાં અહિંસાની મર્યાદા કયાં સુધી છે એ જેમ જાણતા તેમ આત્મયમાં એ કેટલો મહત્વને ભાગ ભજવે છે એ પણ સારી રીતે સમજતાં. તેઓ યુધે ચડ્યા છે અને સમરક્ષેત્રે પર ઘૂમ્યા છે. એ આજે પણ ઈતિહાસના પાના ઉપર આલેખાયેલ છે. અને અગાઉ આ પુસ્તકમાં ટૂંકાણમાં જણાવેલ છે. એ સંબંધી જૂદાં જુદાં રાસ, ચરિત્ર અને કથાનક પ્રગટઅપ્રગટ મેજૂદ છે. આમ છતાં અહિંસાની શક્તિ અજોડ છે. સાચી શ્રેષ્ઠતા તે એ ઉમદા વસ્તુમાં જ સમાયેલી છે, એ નિતરું સત્ય યથાર્થ પણે પિછાનતા હેવાથી જીવનના શેષ કાળે એ વિર આત્માઓ શરણે તો શ્રી વીતરાગના જ ગયા, અહિંસાના મૂર્તિમંત સ્વરૂપ સમા અરિહંત દેવને જ સધિયારો શોધ્યા, જૈનધર્મનું જ અવલંબન રહ્યું. લેખમાળાના આછા પાતળા આલેખને જોતાં સહજ જણાશે કે વર્તમાનકાળે જે સ્થાનમાં જૈનધર્મના અનુયાયીઓ મોટા પ્રમાણમાં મોજુદ છે, એવા ગુજરાત-મારવાડ કે મેવાડમાં પૂર્વે જેને વિશેષ સંખ્યામાં હતા એટલું જ નહિં પણ તેઓ પોતાના પ્રાંતની સ્વતંત્ર સ્થિતિ ટકાવવામાં અન્ય કે મો માફક છૂટથી ભાગ લેતા. કાંટો પકડી જાણતા તેમ કટાર પણ વાપરી શકતા. અહિંસાના ઉપાસક છતાં કાયરતાના તેઓ ઉઘાડા શત્રુઓ હતા. નિષ્પક્ષ દૃષ્ટિથી જોનાર કે વિચારનાર આ ઊડીને આંખે વળગે તેવું સત્ય અત્યારે પૂર્વેના આલેખને માંથી જોઈ શકે છે અને તારવી શકે છે. વસ્તુપાલનું અને તેજપાલનું જીવન જોતાં એની રહીસહી શંકા પણ નાશ પામી જાય તેમ છે. તાજેતરમાં શ્રીયુત મેઘાણીએ “ગુજરાતને જય: ખંડ ૧ તથા ૨” નામક પુસ્તકમાં જૂના પ્રબંધો પરથી ઇતિહાસના કાંટે તોલન કરી એ સંબંધી વિસ્તારથી ચિત્ર દેર્યું છે. આમ સામગ્રીના આટલા વિપુલ રાશિને નિહાળ્યા પછી પણ જૈન ધર્મની Page #134 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૨૯ ] અહિંસાને કાઇ નિ ધ્રુવા નીકળે તે એમ કહેવું જ પડે કે તે Fools' Paradise ચાને મૂર્ખાઓના સ્વગમાં વિચરે છે. ટાંક મહાશય વસ્તુપાલ સમધમાં જે કહે છે તે ટૂંકમાં જોઈ જઈએ. જૈનધમી મત્રીઓની અને સેનાપતિઓની જે લાંબી હાર ચાલી છે એમાં વસ્તુપાલનું ચરિત્ર વિસ્તૃતપણે મળે છે અને એનું જીવન વધુ રસદાયી છે. એ મહામાત્યનું વ્યક્તિત્વ અજોડ છે. એની કીર્તિ અને માટાઇની પ્રશ ંસા એના જીવનમાં ઉડ્ડયન કરતાં દરેકને કરવી પડે. વસ્તુપાલ મત્રીશ્વર એટલે એક ડાહ્યો મુત્સદ્દી, એક બહાદુર ચેાદ્ધો, કળાનેા ખાસ ચાહક અને સાહિત્ય પૂજક એની દાનશક્તિને મર્યાદાનું બંધન નહાતું, તેમ એની ઉદારતામાં ભેદભાવ નહાતા. એ પેાતે જૈનધર્મના ઉપાસક હાવા છતાં એણે કાઇ પણ ધર્મ પ્રત્યે ભૂરી હૃષ્ટિ દાખવી નથી. મ્લેચ્છા તરીકે એ સમયમાં તિરસ્કૃત થયેલ મુસલમાનાની મસીદે પણ એણે બંધાવી આપી છે. એણે જીવનમાં સ્વધર્મ પ્રત્યે અડતા અને પરધર્મા પ્રત્યે સમભાવ ખરાખર ઉતાર્યા હતા. પ્રાવટ યાને પારવાડ તરીકે પ્રસિદ્ધ થયેલ શાખામાં ઉત્પન્ન થયેલ વસ્તુપાલ મંત્રીશ્વર સંબંધમાં ઐતિહાસિક શોષખાળે ઘણા પ્રકાશ પાડ્યો છે. એ આધારે તેએ એ ભાઇ કરતાં વધારે ભાઇએ હતા અને તેમને šના પણ હતી. ટાંક મહાશયના લખાણુ પ્રમાણે એ વૃત્તાન્તના સાર નીચે મુજખ છે. શ્રી મેરુવિજયજીના પ્રબંધ મુજખ વસ્તુપાલ અને તેજપાલ એ બન્ને ભાઇએ સન ૧૨૦૫ ( વિક્રમ સ. ૧૨૬૨ ) માં જન્મ્યા હતા. તેઓની માતાનું નામ કુમારદેવી હતું, જ્યારે પિતાનુ નામ આસરાજ હતું. એ આસરાજ વાઘેલા રાજપુતાની સરદારી Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦] ઐતિહાસિક પૂર્વજોની કરતે હતો. એ સંબંધમાં પૂર્વે ટૂંકમાં ઉલ્લેખ કરાયેલ છે. કુમારદેવીએ ગિરનારની તળેટીમાં કુમારદેવી સરેવર બંધાવ્યું, જ્યારે આસરાજે પહાડ પર દેવાલય બંધાવ્યું. આસરાજને કુમારદેવીથી ચાર પુત્રો અને સાત પુત્રીઓ થઈ. લુણિગ, મલદેવ, વસ્તુપાલ અને તેજપાલ એ અનુક્રમે પુત્રનાં નામ છે. એમાંનાં લુણિગ અને મલદેવ નાની વયમાં મરણ પામવાથી મોટે ભાગે વસ્તુપાલ અને તેજપાલની નેધ વધુ મળે છે. કુમારદેવી પોતાના પુત્ર વસ્તુપાળ તથા તેજપાળના લગ્નસંબંધ જેવા ભાગ્યશાળી થઈ હતી એવી નોંધ પ્રાપ્ત થાય છે, જ્યારે બીજી બેંધના આધારે તેણે પિતાના પતિના મૃત્યુથી અગિયારમા દિન પૂર્વે પંચત્વ પામી હતી. શ્રી મેઘાણના છેલ્લા પુસ્તક “ ગુજરાતની જય” ખંડ ૧ તથા ૨ પ્રમાણે લગ્નકાળે અને પછીથી ઉભય બંધુની થઇ રહેલી ચડતી વેળા કુમારદેવી જીવતી હતી એમ જણાય છે. છે કે આ વસ્તુપાલના લગ્ન લલિતાદેવી સાથે અને તેજપાળના લગ્ન અનુપમાદેવી સાથે થયાં હતાં. અનુપમાદેવી ખાસ સૌંદર્ય સુંદરી ન લેખાય છતાં તેણીમાં જે પ્રજ્ઞા પ્રચુરતા અને બુદ્ધિવૈભવ ભરેલાં - હતાં તે ઉત્કૃષ્ટ પ્રકારનાં હતાં, અને એને લઈને ખુદ મંત્રી વસ્તુપાલ પણ તેણની સલાહ લેવાનું પસંદ કરતા હતા. વાઘેલાવંશની રાજ્યગાદી ચૌલુક્ય વંશના અસ્તકાળે ઉન્નત થવા માંડી. બીજા ભીમદેવના રાજ્યકાળમાં અણહિલપુરને સૂર્ય - આથમવા શરૂ થઈ ચૂક્યા હતા, એની અશક્તિને લાભ લઈ ખંડીઆ રાજાઓ સ્વતંત્ર થવા લાગ્યા હતા. ચૌલુક્યરાજ મહારાજા તરીકે ઓળખાતાં છતાં એ માત્ર નામના જ મહારાજા - હતા. ખરી સત્તા તેમના હાથમાંથી પૂર્ણ પણે સરી ગઈ હતી. જ્યારે ભીમદેવે ઉત્તરમાં પિતાની સત્તા પુનઃ મજબૂત કરવાને Page #136 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૩૧} પ્રયાસ આરંભે ત્યારે વાઘેલા લવષ્ણુપ્રસાદે ધૂળકામાં પિતાની સ્વતંત્ર ગાદી સ્થાપી; અને જે પ્રદેશ સાબરમતી અને નર્મદા વચ્ચે આવેલ હતું એ સર્વે ઉપર તેમજ ધોળકા-ધંધુકાના જીલ્લાઓ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. આમ છતાં અણહિલપુરનાં મહારાજ્ય પ્રત્યેની ભક્તિમાં જરા પણ ન્યૂનતા આવવા ન દીધી. લવણુપ્રસાદ ઘણે ડાહ્યો અને દીર્ઘદશ સરદાર હતો અને સાથોસાથ પાકો મુસદ્દી પણ હતો. રાજવી ભીમ સાથેને એને વર્તાવ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના-બ્રીટીશ દિવાનને મોગલ પાદશાહ શાહ આલમ સાથે હતા તેવા પ્રકારને કહી શકાય, અંગ્રેજીમાં ટાંક મહાશયે કહ્યું છે કે-He cared more for the substance than for the shadow. ( axeiice ડાળાં-પાંદડાં કરતાં મૂળની જ વધારે ચિંતા કરતું હતું ) એ અક્ષરશ: સાચું છે. લવણપ્રસાદે પૂર્ણ શક્તિ વાપરી વાઘેલા રાજ્યની સ્થાપના કરી, છતાં પિતે તે આખર સુધી પાટણની ગાદીને વફાદાર ખંડીઓ રાજા રહ્યો. ધોળકાના રાજ્યની સ્થાપનામાં પોતે અગ્ર ભાગ ભજવ્યા છતાં એ પર પોતે ન બેસતાં પોતાના પુત્ર વિરધવલને બેસાડ્યો. આ રાજવી વિરધવલના પ્રખ્યાત મંત્રીઓ એ આપણુ વાર્તાનાયક વસ્તુપાળ અને તેજપાળ. એ ઉભય બંધુઓએ શરૂઆતમાં અણહિલવાડની સેવા સ્વીકારી હતી અને પિતામાં રહેલ શૌર્ય અને બુદ્ધિમત્તાનું જવાહિર એક કરતાં વધુ પ્રસંગેમાં બતાવ્યું હતું. રાણુ લવણપ્રસાદ એમને પારખવામાં પ્રથમ હતો અને તરત જ એણે એ ઉભયને ત્યાંથી ખેંચી લઈ વિરધવલના પાટનગર ધોળકામાં મૂકયા હતા. પણ એક અભિપ્રાય એ પણ પ્રાપ્ત થાય છે કે–જ્યારે એ બે ભાઈઓએ વિરધવળની સેવા સ્વીકારી ત્યારે એમની વય પૂરી પચીસની પણ ન હતી; એટલે આ ઉપરથી એમ લાગે છે કે પાટણમાં તેઓએ Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૨ ] ઐતિહાસિક પૂર્વજોની રાજ્યસેવા ન પણ કરી હોય. ગમે તેમ બન્યું હોય કણ વરધવળને આ બન્ને ભાઈને સધિયારો પ્રાપ્ત થયા પછી પોતાનું રાજ્ય વિસ્તારવામાં અને એનો વહીવટ પદ્ધતિસર ચલાવવામાં ઘણું સુગમતા થઈ પડી. મંત્રીશ્વર તરીકેની સંપૂર્ણ જવાબદારી વસ્તુપાળે ઉપાડી લીધી, અને સેનાપતિને જવાબદારીભર્યો એદ્ધો તેજપાળના ફાળે આવ્યું. In the conduct of the official affairs, they acted independently of all personal considerations and never hesitated even to overrule the chief, when. ever they doubted the wisdom of any of his proposed measures, અર્થાત–રાજકાજના વહીવટમાં તેઓ અંગત કેઈપણ સંબંધને લેશ પણ ખ્યાલ કરતાં નહીં એટલું જ નહીં પણ રાજાએ કરેલ સૂચના પણ જે ચોગ્ય ન જણાય તો તેનો પણ તેઓ વિરોધ કરતાં અચકાતાં નહીં. - ઉપરના શબ્દો તેઓ મંત્રી તરીકે કેવી રીતે કામ લેતાં તેને સ્પષ્ટ ખ્યાલ આપે છે. રાજ્ય અંગેની દરેક વિચારણા અંગત હિત બાજુએ રાખી નિષ્પક્ષ દૃષ્ટિથી કરનાર મંત્રીશ્વર વસ્તુપાળ રાજવીનું કોઈ પગલું પિતાના અંતરના નાદથી વિરુદ્ધ જતું જોતાં કે રાજયને અહિતકારી લેખતાં તે તરત જ એનો વિરોધ કરતાં. એ વેળા રાજવી વરધવળની ઇતરાજી થશે એ ભય કદી પણ સેવતાં નહીં. નિમ્ન પ્રસંગ પરથી એ વાત સમજાય તેમ છે. તે એ ક એક વાર દિલ્હીના સુલતાનના ધર્મગુરુ મક્કાની હજ કરવા જતાં ધોલકાની હદમાંથી પસાર થઈ રહ્યા હતા. રાણાએ એને પકડીને કેદમાં નાખવાને વિચાર કર્યો, પણ ઉભય બંધુઓએ Page #138 -------------------------------------------------------------------------- ________________ ગૌશ્વગાથા. [ ૧૩૩ ] એમ કરવાની ઘસીને ના પાડી. વિરધવળ ઘડીભર તે વિચારમાં પડ્યો પણ વસ્તુપાળ દઢતાપૂર્વક જણાવ્યું કે પાત્રાએ નીકળેલા દુશમનના માણસનું પણ આતિથ્ય કરવું એ રાજ્યધર્મ છે અને એમાં જ આપણું શોભા છે, અને પરિણામે એથી લાભ જ થશે. ઉભય બંધુઓની એ વાત પર અડંગતા જોઈ વિરધવલે પિતાને વિચાર પડતું મૂક્યું, અને એગ્ય લાગે તેવું આતિથ્ય કરવાની મંત્રીશ્વરને છૂટ આપી. વસ્તુપાળે મુલ્લાજીને માન અકરામ આપી એવી તો આગતા-સ્વાગતા કરી કે જ્યારે એ પાછો ફરી દિલ્હી પહોંચે ત્યારે સુલતાનને ધોળકાના રાજવી તથા મંત્રીના પિતા પ્રત્યેના વર્તાવના ભારેભાર વખાણ કર્યા અને એની લાગવગથી ઉભય રાજ્ય વચ્ચે મિત્રતાને સંબંધ બંધાયે. બીજા પુસ્તકેમાં આ પ્રસંગને ઉલેખ છે પણ જુદા રૂપે નેંધાયા છે. એમાં બાદશાહના ધર્મગુરુને સ્થાને સુલતાનની માતા હજે નિકળ્યાની વાત છે અને એ બનાવ ખંભાત સમીપ બન્યાનું જણાવેલ છે. આમ છતાં મૂળ મુદ્દામાં જરા પણ ફેર પડતો નથી. એ પ્રસંગમાં બંધુયુગલની દીર્ઘદર્શિતા અને મુત્સદ્દીગીરીનાં સ્પષ્ટ દર્શન થાય છે. એમાં માનવ જીવનની સૌરભ જેમ દષ્ટિગોચર થાય છે તેમ રાજ્યધર્મ અને રાજ્યહિત પણ સ્પષ્ટ દેખાય છે. ટાંક મહાશયના નીચેના શબ્દ વસ્તુપાળ-તેજપાળના કારભાર માટે સંપૂર્ણ પ્રશસ્તિરૂપ હોવાથી મૂળ ભાષામાં ઉતાર્યા છે. *Under Vastupal' says an eye-witness,' low poople ceased to earn money by base-means; the wicked turned pale; the righteous prospered. All honestly and securely piled their calling...He repaired old buildings, planted trees, sank wells, laid out parks and rebuilt the city. All castes and creeds he treated alike. (Bom. Gáz. 1 1. 1994 Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] એતિહાસિક પૂજા • The activities of the brothers did not stop here. Thøy shared the perils of battle-fields with their master and won victories for him. Their deeds of valour have been sung by the poets and extolled by the bards. Their suppression of the overpowered Said (સૈયદ) of Cambay, their victory over Mahammed Ghori Sultan, Muizzuddin Bahram. Shah of Delhi and their smart capture of the Godha chief Ghughula are achievements, gallant and glorious, enough to win them a high place among the great warriors of India.' ઉપરના લાંબા અવતરણને ભાવાર્થ એ છે કે-વસ્તુપાલના કારભારમાં હલકા અને ખટપટી મનુષ્યના ધંધા પડી ભાંગ્યા, પ્રામાણિકતા મોખરે આવી, એણે જીર્ણતાને વરેલા છતાં પ્રાચીન નતાનો પુરાવો આપતાં મકાને સુધરાવ્યાં, વૃક્ષો રોપાવ્યાં, કુવાઓ ખણાવ્યા, બાગબગીચા વિસ્તાર્યા અને પાટનગરનો દેખાવ ફેરવી નાંખે. જ્ઞાતિ કે ધર્મના ભેદભાવને મચક આપ્યા સિવાય. તે બધા સાથે સરખી રીતે વર્યો. વિશેષમાં માત્ર વસ્તુપાલ જ નહિં પણ સાથે તેજપાલ પણ ખરો જ. ઉભય બંધુઓએ જેમ વહીવટી તંત્ર નમૂનેદાર બનાવ્યું તેમ સમરાંગણ પણ ખેડયું. એમનાં શૂરાતનનાં વર્ણન કવિઓએ ગાયા અને બારોટોએ કવિતામાં અવતાર્યા. ખંભાતમાં કર્તાહત થઈ પડેલ શૈઈદ સીદીક ]ને, દિલ્હીના સુલતાનને અને ગેધ સરદાર ઘુઘુળને તાબે કરી પોતાનામાં જેટલી સરળતાથી કલમ ચલાવાની શક્તિ છે તેટલી સરળતાથી ભાલે ફેરવવાની તાકાત પણ છે એ વાત પૂરવાર કરી આપી. Page #140 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૩૫ ] એ ચિરસ્મરણીય કૃત્યાદ્વારા એ 'બેલડોનાં નામેા શૂરવીર ચેાદ્ધાઓની યાદીમાં ચુનંદા સેનાપતિ તરીકે આજે પણ માખરે ગણાય છે. અ'યુગલનાં ધાર્મિક કાર્યાં પ્રતિ મીટ માંડીએ તે પૂર્વે ઉપર જે વાત જોઇ ગયા અને જેને ઇતિહાસના સબળ ટેકા છે એ ઉપરથી હરકેાઇને લાગ્યા વિના ન રહે કે ધર્મ જૈન હાવા છતાં અને અહિંસાના પૂજારી હાવાના દાવા કરવા છતાં વસ્તુપાળ અને તેજપાળ સ્વક્જમાંથી જરાપણ વિચલિત થયા નથી. રાજ્યના ગોરવ ટાણે કે દેશના રક્ષણ પ્રસંગે તેઓએ નથી તેા નમાલી વૃત્તિ દાખવી કે નથી તેા ક્રયાના નામે કાયરતાને ૫ પાળી, સાહિત્યના પાને આવી અમરગાથાઆ ઝળકતી હાવા છતાં કેટલાક લેખકો શા કારણે એ પ્રતિ આંખમીંચામણા કરી જૈનેાની અહિંસાને વગેાવવા ઉદ્યુક્ત થતા હશે ? ઉપર રાજકીય દ્રષ્ટિએ મંત્રીશ્વર વસ્તુપાલ અને સેનાપતિ તેજપાલના કાર્યનું અવલેાકન કર્યાં પછી ધાર્મિક નજરે એ 'બેલડીએ કેવા ભાગ ભજા છે તે પણ ટૂંકમાં જોઈએ. ઇ. સ. ૧૨૨૦માં તેઓએ તીર્થાધિરાજ શત્રુંજય અને ગિરનારના સળ કાઢયા અને સંઘપતિ તરીકેનું માનવંતુ પદ વસ્તુપાલને પ્રાપ્ત થયું. સંઘ નીકળવા સંબંધી આમત્રણ છૂંદા જૂદા દેશાવરમાં પહાંચતાં જ સ્રીપુરુષા માટી સખ્યામાં ધેાલકામાં એકઠા થવા લાગ્યા. સઘપતિ તરીકે આવનાર યાત્રાળુઓને વાહન તથા ખારાકની દરેક જાતની સગવડ આપવાના ધ સારી રીતે એમણે જાળબ્યા એટલું જ નહીં પણ વિશાળ સમુદાયમાં કેટલાકની તખિયત બગડતાં કુશળ વૈદ્યોની સારવાર પણ પૂરી પાડી. સંઘમાં મંત્રીશ્વરની સાથે જે સાધુ મહારાજો હતા, એમાં વિવેકવિલાસના કર્તા પ્રસિદ્ધ આચાર્ય શ્રી જિનદત્તસૂરિ પણ હતા. Page #141 -------------------------------------------------------------------------- ________________ { ૧૩૬ ] ઐતિહાસિક પૂર્વજોની * મેગસૂરિના લખવા પ્રમાણે સંઘમાં એકવીશ હજાર વેતાંબર અને ત્રણ દિગંબરો હતા. તેમના રક્ષણ સારુ એક હજારનું અવારોહી સૈન્ય તથા સાતસો સાંઢણી પરના સૈનિકે અને ચાર મેટા અધિકારના સેનાનાયકો હતા. - શ્રી શત્રુંજય ગિરિની તળેટીમાં સંઘ આવ્યા પછી સંઘપતિનો આદેશથી ડેરા તંબુ નાંખવામાં આવ્યા. બીજે દિને પ્રભાતે ગિરિરાજ પર ચઢવાને આરંભ થયે. ઉપર પહોંચ્યા પછી પ્રથમ પર્વતના રક્ષક એવા કપદીયક્ષની પૂજા કરી. ત્યાંથી આગળ વધી મંત્રીશ્વર સહિત યાત્રાળુઓ મૂળનાયક શ્રી આદિદેવના મંદિરમાં પહોંચ્યા. તીર્થપતિ શ્રી ઋષભદેવની વિશાળ ને રમ્ય મૂર્તિ સામે સૌ કરજેડી ઊભા અને સંઘપતિએ પોતે રચેલી સ્તુતિ પ્રભુમૂર્તિ સામે ઊભા રહી મધુર આલાપથી ગાવા માંડી. નરનારાયorriટ્ર-કાવ્ય જે મંત્રીધર વસ્તુપાલની કૃતિ છે એના પરિશિષ્ટ તરીકે એ સ્તુતિને જોડવામાં આવી છે. સમી પવતી બીજા ચૈત્યમાં દર્શન-વંદનાદિક કાર્યો થયા બાદ યાત્રાળુઓ નાન કરવામાં રોકાયા અને પૂજાના પવિત્ર વસ્ત્રો પહેરી અરિ. હંતની અષ્ટપ્રકારી પૂજામાં એકચિત્ત બન્યા. કેસમિશ્રિત ચંદન તેમજ કસ્તુરી-બરાસની સુવાસ તરફ વિસ્તરી રહી, વિવિધ જાતિનાં સુગંધીદાર પુપોની માળાઓ પ્રભુમૂર્તિના કંઠમાં શોભવા લાગી, અને દશાંગ ધૂપની ધૂમ્રશિખા તે એટલા પ્રમાણમાં વિસ્તરી કે સારું યે દેવાલય અંધકારમાં ડૂબી ગયું. ઘંટાનાદના ગરવ સાથે અને જય જય શબ્દોના મેટેથી બેલાતા હર્ષારવ સાથે આરતિના કાર્યને આરંભ થયે. એ વેળાનું દશ્ય રોમાંચ ખડા કરે તેવું થઈ પડયું. નાનકડા દીવડાઓની હારમાળા જાણે પ્રત્યેક હૃદયના કર્મમળને જલાવીને સાફ કરવા લાગી ન હોય અને એમાંથી શિખારૂપે આત્માની Page #142 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૭ ]; ઊર્ધ્વ ગતિ સૂચવતી આકાશ તરફ આગળ વધી રહી હોય એવો ભાવ સૌ કોઈના અંતરને થઈ રહ્યો હતો. . પહાડ પરનાં નાનાં મોટાં પ્રત્યેક દેવાલયમાં દર્શન કરતાં વીતરાગમૂર્તિનાં શાંત ને મને હર ચહેરાનું વારંવાર ધ્યાન ધરતાં, એમાંથી ઝરતાં અદ્દભુત શાંતરસનું પાન કરતાં કરતાં યાત્રાળુઓ પર્વત પરથી ઉતરી પોતાના મુકામે આવ્યા ત્યારપછી સંઘે ગિરનાર પ્રતિ પ્રયાણ કર્યું. ત્યાં પણ તળટીમાં ડેરા-તંબુ તાણુ ઉતારે કરવામાં આવે અને બીજે દિને સવારે પર્વત પર ચઢી યાત્રાળુઓના વિશાળ સમુદાય સહિત સંઘપતિ વસ્તુપાલે રમણીય એવી શ્રી નેમિનાથની મૂર્તિના દર્શન કર્યા તેમજ બીજા દેવાલયે પણ હાર્યા'. સંઘને પડાવ ત્રણ દિન પર્યત રહ્યો અને પછી પ્રભાસપાટણ તરફ પ્રયાણ કર્યું. પ્રભાસપાટણના મનહર ચૈત્યની યાત્રા પછી સંઘ ધોળકા પાછો ફર્યો. સહીસલામત યાત્રાળુઓ પોતપોતાના ઘર તરફ સિધાવ્યા. દરેકના મુખમાં મંત્રીશ્વરની ભક્તિ અને ઉદારતાના શબ્દો રમી રહ્યા હતા. ઈ. સ. ૧૨૨૮ માં પટ્ટધર શ્રી જગચંદ્રસૂરિની અનુપમ તપશ્ચર્યા નિમિત્ત પ્રભુ શ્રી મહાવીરદેવના પાંચમાં ગણધર સુધર્માસ્વામી દ્વારા સ્થાપન થયેલ નિર્ગથ ગચ્છનું તપાગચ્છ એવું નામ પાડ્યું. મંત્રીશ્વર વસ્તુપાલે એની સુવાસ વિસ્તારવામાં આચાર્યશ્રીને સબળ ટેકે આપે. જૈનધર્મના ચુસ્ત અનુયાયી તરીકે વસ્તુપાળે અને તેમના ભાઈ તેજપાલે મંદિરો, પાઠશાળાઓ, ઉપાશ્રયે તેમજ ધર્મશાળાઓ બંધાવવામાં પ્રાપ્ત કરેલ લક્ષમીને વ્યય કર્યો. આ સ્થળના નિર્માણમાં તેઓએ શિલ્પશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત કારીગરોને રોક્યા. એમાં શોભનદેવ નામા મશહૂર શિલ્પીને વેગ તેમને સાંપડ્યો કે જેણે આબૂ પરનું જગપ્રસિદ્ધ દેવાલય તૈિયાર કરી મંત્રીશ્વરની Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ]. ઐતિહાસિક પૂજા કીર્તિને ચિરંજીવ બનાવી. આબુ પહાડ પરનું બંધુબેલડીના દ્રવ્યથી તૈયાર થયેલું અને તેજપાલની દક્ષ પત્ની અનુપમાદેવીની વારંવાર સૂચનાઓ પામેલ એ દેવાલય આજે પણ કારીગરીના અજોડ નમૂનારૂપે દષ્ટિગોચર થાય છે, અને હજારોનું આકર્ષણ કરે છે. વિમલશાહના શ્રી આદિનાથના દેરાસરની બાજુમાં આવેલ આ રમણીય દેવાલય શ્રી નેમિનાથની ટૂંક તરીકે ઓળખાય છે. જો કે શત્રુંજય, ગિરનાર ઉપર આ બંધુબેલડીએ દેરાસરે બંધાવ્યાં છે, છતાં આબુ પરના આ દેવાલયમાં જે અદ્દભુત કેરણી છત તેમજ રંગમંડપના તારામાં અને સ્થભે પર કરવામાં આવી છે તે હરકેઈની પ્રશંસા માગી લે તેવી છે. બંધુ લુણિગના સ્મરણાર્થે આ ટૂંક ઊભી કરવામાં આવી છે અને એમાં તેજપાલ તથા તેમની ભાયી અનુપમાદેવીએ સવિશેષ રસ લીધો છે. એ સંબંધમાં નિમ્ન નેંધ ખાસ ધ્યાન ખેંચે છે– It stands close to that of Vimalshah and was completed in A. D. 1230. It is a fine example of what is known as the Jaina style of architecture and in the words of Ferguson for minute delicacy of carving and beauty of detail stands almost unrivalled even in the land of patient and lavish labour. વસ્તુપાળ પિતે કવિ પણ હતા. વસંતપાલના તખલ્લુસથી એમણે કાવ્યરચના કરી છે. સોમેશ્વર એમના સંબંધમાં લખે છે કે–સરસ્વતી દેવીને એ લાડીલે પુત્ર હતો અને આચાર્ય મહારાજ મેરૂતુંગસૂરિ વસ્તુપાળને મહાન કવિ તરીકે વર્ણવે છે. તેમની સુપ્રસિદ્ધ કૃતિ નામે નરનારાયuri, જેમાં અર્જુન શ્રી કૃષ્ણની મૈત્રી, તેઓનું ગિરનાર પર્વત પર ભ્રમણ અને Page #144 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા . [ ૧૩૯ ] અર્જુન દ્વારા સુભદ્રા સાથેના પ્રસંગની રચના સાહિત્યની નજરે ઉત્તમ કક્ષાની લેખાય છે. એ કાવ્યમાં કવિની પ્રજ્ઞા પૂરબહારમાં ખીલી ઊઠી છે. એમાં કુદરત અને કળાને જે રીતે વિકસાવ્યા છે એ ઉપરથી કવિમાં રહેલી ચતુરાઈ અને કુપનાશકિત પુરવાર થાય છે. જુદાં જુદાં પાત્રોની જે ખાસિયત વર્ણવી છે એ ઉપરથી કવિહૃદયમાં રમણ કરતા ભાવને ખ્યાલ આવે છે. આ કાવ્ય એ કાળની કવિ દુનિયામાં આશ્ચર્યકારક મનાયું એટલું જ નહીં પણ એ દ્વારા કવિ તરીકેની વ્યાજબી પ્રશંસાના ઉદ્ગાર ખુદ પ્રતિસ્પધીઓના મુખમાંથી પણ બહાર પડ્યા. મહાકવિ તરીકે ખ્યાતિ વિસ્તાર પામી અને સર્વત્ર આનંદની ઊર્મિએ ઊઠી. રાજકાર્યપટુતા મંત્રીશ્વરમાં હોય એ કલપી શકાય તેવી બાબત છે. એ સાથે રાજ્યસંચાલનને બેજે પણ સંભવે જ. એમાં સાક્ષરતા સાંપડવી એ કઈ ભાગ્યશાળીને જ સંભવે. તેથી જ કહેવત છે કે – A poet is born and not made એ સાચી વાત છે. સોમેશ્વર, અરિસિંહ અને બીજા કેટલાક મંત્રીશ્વરને મુરબ્બી માનીને પોતાની કૃતિઓ તેમને અર્પણ કરી ગયા છે. કીર્તિકૌમુદી” અને “સુકૃતસંકીર્તન” એ વાતની સાક્ષી પૂરે છે. મંત્રીશ્વર જાતે કવિ હોવાથી કવિતાના ગુણદોષ સમજી શક્તા અને અન્ય કવિઓની કદર પણ કરી શકતા. એમની એ શક્તિવિશેષથી જ ધૂળકાના દરબારમાં કર્તાહર્તા સોમેશ્વર હોવા છતાં હરિહરને સન્માન પ્રાપ્ત થયું હતું. જાતે એ વિષયમાં રસ લેતાં અને બીજાને પ્રેરણા દેતાં. મંત્રીશ્વરની પ્રાર્થનાથી નારચંદ્રસૂરિએ કથારત્નસાગર” અને તેઓના શિષ્ય શ્રી નરેન્દ્રપ્રભે અલંકારમહોદધિ ”ની રચના કરી હતી. ઉદયપ્રભ નામના બીજા મુનિ મહારાજે “ધર્માસ્યુદય” મહાકાવ્યની રચના કરી હતી, જેની તાડપત્ર પર લખાયેલ પ્રત કે જેમાં ખુદ મંત્રીશ્વરના પોતાના હસ્તાક્ષર છે એ ખંભાતના શ્રી શાન્તિનાથ જૈન તાડપત્રીય ભંડારમાં છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ [૧૪] ઐતિહાસિક પૂર્વજોની મંત્રીશ્વરે ત્રણ મોટા જ્ઞાનભંડાર બનાવરાવ્યા અને પાણીની માફક દ્રવ્ય ખરચીને એમાં પ્રાચીન અને સારા પ્રમાણમાં સંગ્રહ કર્યો. સાહિત્યની સેવામાં જરા માત્ર ન્યૂનતા નથી દાખવી. - વરધવળનું મૃત્યુ સન ૧૨૩૮ માં થયું. એના મરણથી પ્રજાના દરેક જનને આઘાત પહોંચે. એના પ્રત્યેની અસીમ ભક્તિથી ખેંચાઈ ૧૨૦ મનુષ્ય એની ચેહમાં બળી મરવા તૈયાર થયા, પણ તેજપાળે દીર્ધદષ્ટિ વાપરી, સખત ચેકી પહેરે ગોઠવી એ બધાને મરતાં બચાવ્યા. એના પુત્ર વીરમ અને વીસલ વચ્ચે રાજગાદી માટે ઝઘડો ઉદ્દભવ્યા. વસ્તુપાલે લાંબી નજર દોડાવી વીસલને ટેકે આપે. આથી વરમ જાહેર નાસી ગયે, જ્યાં તેના સસરા ઉદેસિંગદ્વારા પાછળથી ઘાતકી રીતે તેનું ખૂન કરવામાં આવ્યું. વિશળદેવના રાજ્યકાળે મંત્રીશ્વર વસ્તુપાલે પોતાના અધિકારનો ત્યાગ કર્યો. એક બનાવ એવો બન્યા કે જેના ઉપરથી મંત્રીશ્વરનું દિલ રાજકાજથી સહજ ઉઠી ગયું. . રાજમાર્ગ પર આવેલ એક શમણાની વસતીના મેડા પરથી એક સાધુજી રજોહરણદ્વારા ભૂમિનું પ્રમાર્જન કરી રહ્યા હતા. એ માગેથી રાજવી વીશલદેવના મામા સિહની ગાડી જઈ રહી હતી. મુનિને રજોહરણથી શુદ્ધિ કરતાં જોતાં જ સિંહને પીત્તો ખસ્યો, ગાડી ઉભી રખાવી, ઝટપટ એમાંથી ઉતરી, વસતીને દાદર ચઢી, કંઈપણ પૂછડ્યા વિના મુનિને થપાટ લગાવી! ગુસ્સામાં ભભડી ઉઠ્યો. રાજમાર્ગો પર એક અધિકારી સામે આવી રીતે ધૂળ ખંખેરાય! મંત્રીશ્વર શ્રાવક છે તેથી શું થયું? આ રાજ્યમાં હવે ઘડીભર પણ શ્રમણની આવી તુમાખી નહીં ચલાવી લેવાય ! તે તરત જ દાદર ઉતરી, ગાડીમાં બેસી નગર બહાર ચાલી ગયે. Page #146 -------------------------------------------------------------------------- ________________ સૌરવગાથા [ ૧૪૧ ] સાધુમંડળી અચાનક અનેલા આ બનાવથી મંત્રમુગ્ધ બની ગઇ. પ્રમાન કરનાર મુનિના ગાલ પર રતાશ પથરાઇ ગઇ, અને ચક્ષુમાં સહજ ઝળઝળીયાં આવ્યાં. ત્યાં રાજના નિયમ મુજબ મંત્રીશ્વર વસ્તુપાલનું ગુરુ-વંદનાથે આગમન થયું. વસતીમાં આવેલ સ્વધી અધુના મુખથી સિંહદ્વારા ઉપસ્થિત થયેલ વ્યતિકર જાણ્યા. વન્દ્વના કરી મંત્રીશ્વર નીચે આવ્યા. વાતને વા લઇ જાય ” એ ઉકિત અનુસાર વસતી આંગળ સહજ માનવગણુ એકત્ર થઇ ગયા. મત્રીશ્વર એ અંગે શુ પગલા ભરે છે એ જાણવા સૌ આતુર બન્યા. મંત્રીશ્વર વસ્તુપાલે તેજસ્વી વાણીમાં કહ્યું કે અહીં ઉભેલા જે કોઈ માણસ મુનિશ્રીને લપડાક મારનાર વ્યકિતની આંગળી કાપી લાવશે તેને હુ` સે। સેાનામહેારાનું ઇનામ આપીશ. એ ગુન્હેગાર નહીં ગણાય પણ માનને ચેાગ્ય લેખાશે. સંસાર ત્યક્ત શ્રમણને કારણ પૂછ્યા વિના, ક્રિયાના હેતુ જાણ્યા વિના, કેવલ તમાચા ચાડી દેનાર અને સાથેાસાથ ગમે તેવી વાણી ઉચ્ચારનાર રાજ્યના ગુન્હેગાર છે. એવા અન્યાયીની આવી તુંડમિજાજી આ રાજ્યમાં હું જ્યાંસુધી અધિકારીપદે હું ત્યાંસુધી ઘડીભર પણ નહીં ચાલી શકે. એ આચરનાર કાઇ સામાન્ય માનવી હાય કે ખુદ રાજવીના મામેા હાય. અહીં તેા એ કરતાં પણ આવું નીચ કૃત્ય કરનાર મારા સામે જે આહ્વાન ફૈકી ગયા છે એ વધુ હલકટ ડાઇ એને પડકાર મારે જીલવેા જ રહ્યો. હું અહિંસા ધર્મના ઉપાસક છું. કીડી જેવા જ તુની દયા પાળનારા છું છતાં શ્રાવક ધર્મની મર્યાદામાં છું એ વાત હરગીજ ન ભુલાય. મારા જેવાના હાથમાં રાજ્યની ધૂરા હાય, અને એ વેળા મારા ગુરુનું આ રીતે Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૨ ]. ઐતિહાસિક પૂર્વજોની અપમાન થાય એ ચલાવી લઉં એટલી કાયરતા મારામાં આવી નિથી. મેં કંઈ હાથે ચડી પહેરી નથી. હજુ આ કાંડામાં શુરતાનું શેણિત વહી રહ્યું છું. એટલે જ હું જાહેર રીતે આ પડકાર કરી રહ્યો છું. જાવ જલદી જઈ પહોંચે અને ફરજ અિદા કરો. ' ' .' એ યુગ માયકાંગલાને નહોતે. ધર્મ માટે, ન્યાય માટે જીવનની આહુતિ આપનારા, સાચી રીતે કહીએ તો ધર્મનું સાચું રહસ્ય સમજનારા-મૌજુદ હતા. રાજવીના મામા સિંહ પિતાની બહાદુરીના ઘેનમાં બગિચાના વિરામાસનમાં માંડ કાયા લંબાવી રહ્યા હતા, ત્યાં એક ટોળકી આવી પહોંચી અને કટારના એક ઘાથી સિંહની પાંચ આંગળીમાંથી એકને છૂટી કરી, એને ઉપાડી લઈ પાછી ફરી. આ કાર્ય એટલી ઝડપથી બની ગયું કે નજિકમાં ઉભેલા બે પહેરેગીર પણ આભા બની ગયા. પાછી ફરેલી ટેળકીના મુખીના મુખમાંથી મેટેથી ઉશ્ચરાયેલા એટલા જ શબ્દો કાને પડયા. - પાપીને પાપનું ફળ મળ્યું નિર્દોષ મુનિને તમાચો મારનાર સમજી રાખ કે આ ધોળકા છે, આ કંઇ પિપાબાઈનું રાજ્ય નથી. રાણીજીને ભાઈ થઈ આવ્યા છે તો ભલે, પણ અંતરમાં કતરી રાખજે કે તારી તુમાખી અહીં ન ચાલે. અહીં તે સૂર્યચંદ્ર જેવા તેજવંત વસ્તુપાલ-તેજપાલ જેવા વીરલાઓ જીવતા બેઠેલા છે. - સિંહને બધી વાત સમજાઈ ગઈ. તે ધુંઆકુંઆ થઈ ગયે. એકાએક બબડી ઊઠશે. : અરે ! રાજ્યમાં આ શ્રાવક મંત્રીનું આવું પ્રાબલ્ય. મારા મોઢા પર પ્રજાજન આવા વેણ કહી જાય? અરે ! ધોળે દિવસે આંગળી કાપી જાય ? Page #148 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા છે [ ૧૪૩ ] " તરત જ દોડતી ગાડીએ રાજમહેલમાં પહોંચે. મીઠું મરચું ભભરાવી પોતાની બહેનને ઉશ્કેરી, વિશળદેવને બોલાવરાવ્યો. વૃત્તાંત સાંભળી વિશળદેવે કહ્યું– . | મામા, તમારી વાત સાંભળતાં તે એમજ સમજાય છે કે જાણે વસ્તુપાલે વિના કારણે આ કલહ ઊભું કર્યો છે ! મારા અનુભવમાં એ ઉતરતું નથી. એ ભાઈઓની વફાદારી માટે શંકા ( લેવાપણું છે જ નહીં. તેઓ રાજ્યના થાંભલા છે. ભાણેજ ! તો, હું શું જૂઠું બોલું છું? તારે મારી પ્રતિષ્ઠા રાખવી હોય તે મારા વાતમાં શંકા લાવ્યા વિના, મારા હાથની આંગળી છેદનારને મૃત્યુદંડ આપ જોઈએ. - આ રાજ્ય તારું છે. એ વાણિઆ ભાઈનો આ ગર્વ ચલાવી લે એમાં આપણું ક્ષાત્રવટને ઝાંખપ છે. “રાજા કાનના કાચા” એ તે કાળની લોકવાયકા. મામાનાં વચન પર ઇતબાર મૂકી વીશલદેવે એકદમ હુકમ કર્યો કે-મંત્રીશ્વર વસ્તુપાલને પકડી લઈ ફાંસીએ ચઢાવી દે. મંત્રીશ્વરના આવાસ આગળ લેક સમાતું ન હતું. જલદીથી સિંહ પાછો ફરી એકદમ રાણીવાસમાં ગયે છે એટલે જરૂર કંઈ નવાજૂની થવાની એમ સૌ કોઈ માનતું હતું. મહાજન એકદમ ભેગું થઈ ગયું અને જે કંઈ વિપરીત આજ્ઞા રાજવીની થાય તે એ ઝીલી લેવા નિરધાર કરી લીધો. ત્યાં તે રાજમહેલમાંથી વીશલદેવની આજ્ઞા લઈ અશ્વારોહી સૈનિક બહાર પડયે, પણ જ્યાં ભરબજારમાં આવ્યો ત્યાં એનો માર્ગ અવરોધાઈ ગયે. એની સામે માત્ર મહાજનના મવડીઓ જ નહીં પણ પ્રજાજને મહાસાગર જેમ ઉભરાય તેમ ઉભરાઈ રહ્યા. એણે રાજવીની આજ્ઞા વાંચી સંભળાવી, મંત્રીશ્વરના આવાસ તરફ જવા દેવાની માંગણી કરી. . . Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪] ઐતિહાસિક પૂર્વજોની છે ત્યાં તે પ્રજાજનોમાંથી એક વૃદ્ધ ગૃહસ્થ આગળ આવી બાલ્યા. ભાઈ, ગાદીએ આવેલ આ નવા રાજાને ભાન નથી કે ધોળકાની સમૃદ્ધિ આ બંધવ-એલડીના કૌશલ્ય-પરાક્રમને આભારી છે પણ અમે પ્રજાજને તે સારી રીતે એ વાત જાણીએ છીએ. એ કાઠીયાવાડીના ભરોસે ચાલનાર રાજવીને મારે આ સંદેશે જઈને કહે કે: - આવા વગરવિચાર્યા હૂકમ કાઢતાં અટકે—કાઈ શાણપુરુષની સલાહ લ્ય. મંત્રીવરને આવાસ તો દૂર છે. ત્યાં પહોંચતાં પહેલાં તે કંઈકના લેહી રેડાશે. મહામંત્રી વસ્તુપાલને પકડનાર કોઈ જગ્યા જ નથી. એમ થતાં અગાઉ તો અમે બધા કંઈ હાથે ચૂડીઓ પહેરી નથી ઊભા. દેવી અનુપમાએ જેમનામાં ચેતના પ્રગટાવી છે એ પેલી શક્તિના અવતાર સમી નારીઓ પણ સામનો કરવા આતુર છે. એ બધાને જીતીને માર્ગ કહાડ પડશે. જા, જા, હારા એકલાનું કામ નથી. એ રાજાને સૈન્ય લઈ મોકલ. અશ્વારોહી સૈનિક જાતનો કાઠી હતો. એ તે મહાજન અગ્રેસરના આવા તીખા-તમતમતા શબ્દો સાંભળી આભે બની ગયો! સત્વર ઘેડો પાછો વાળે અને બનેલી વાત કહી સંભળાવી અંતમાં ઉમેર્યું કે-મંત્રીશ્વરને પકડવા એ બચ્ચાના ખેલ નથી મહારાજ. એ તો લોખંડના ચણા ચાવવા જેવું કપરું કાર્ય છે. આખી પ્રજા આપની સામે ઉટી છે અને મારા માલિક (સિંહઠાકર) સામે તે એટલી હદે રોષે ભરાયેલી છે કે એ જે હાથમાં આવશે તે એમના સો એ વર્ષ પૂરાં થઈ જશે. વિશલદેવે આ જાતને સામને અને તે પણ પ્રજાજન તરફથી સ્વપને પણ કપેલે નહીં. રાણીમાતા અને એને ભાઈ તો જાણે પાષાણના પૂતળાવત્ સ્થિર બની ગયા! Page #150 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૪૫ ] પણ જુવાન રાજવી હવે દોરી ઢીલી મૂકે તે આબરૂ જાય એટલે દાઝયા પર ડામ દેવા માફક તરત જ સેનાપતિને સન્ય તૈયાર કરવાના હૂકમ સાથે બીજા પહેરેગીરને દેડાવ્યો. ત્યાં તો રાજ્ય પુરેહિત પંડિતમાન્ય સોમેશ્વર આવી ઉપસ્થિત થયા અને હસ્ત જેડી કહેવા લાગ્યા મહારાજ! આપ આ શું કરી રહ્યા છે? રાજ્ય સ્થાપનામાં જેમણે ધરમૂળથી અગ્ર ભાગ ભજવ્યો છે, અરે ! દાદા લવણુપ્રસાદે જેમને કહીનૂર હીરાની ઉપમા આપી છે અને રાજવી વીરધવલે કેઈપણુ વાર જેમની સલાહ પાછી ઠેલી નથી; અરે! તલમાત્ર અણવિશ્વાસ નથી કર્યો એમની સામે આપના મામાની મૂર્ખાઈનો ન્યાય તોળવાને બદલે ચઢામણીથી આપ વગર તપાસે ફાંસીને હકમ આપે છે? આ તે ભૂલની પરંપરા થાય છે અને ન્યાયદેવીનું અપમાન કરાય છે. આપની જામતી પ્રતિષ્ઠાને કલંક લાગે છે. દુઃખ ન માનતા પણ મહારે સ્પષ્ટ કહેવું પડે છે કે–આવું ઉછાંછળું પગલું ભરી, આપશ્રીએ રાજ્યની ઘેર દી છે. પિતાના હાથે જ એની પ્રસરેલી કીર્તિમાં કાળાશ ચોપડી છે. જૈનધમી શ્રમણ એ નાના સરખા જ તુની દયા પાળે, કોઈનું પણ બરું ચિંતવે નહીં, કોઈને કડવો શબ્દ સરખો પણ ન કહે. એ શું જાણી જોઈને રાજમામા સામે ધૂળ ઉરાડે ખરા? કદાચ પ્રમાર્જન કરતાં રજ ઊડી તો એમાં શું બગડી ગયું? એવા સંતના હાથે ઊડેલી રજ તે પવિત્ર ગણાય, ગંગા અને સરસ્વતી જેવી સરિતાના જળ તીર્થરૂપે જે પવિત્ર ગણાય અને પીવાય કિંવા શીરે ચઢાવાય તે આ તો જંગમ તીર્થ જેવા સાધુપુરુષ. એમના ચરણમાં દંડવત પ્રણામ જ શોભે એને સ્થાને તમારો ચઢનાર માનવી સમજુ કે મૂરખનો સરદાર કહેવાય? આપ જ વિચાર કરો ને ! ૧૦. Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] ઐતિહાસિક પૂર્વજોની સાધુ મહારાજથી ભૂલ થઈ જ નથી, પણ ધારી લઈએ કે એકાદ ક્ષુલ્લક સાધુએ ભૂલ કરી દીધી, તેા એ અંગે પૂછપરછ કર્યાં વિના એકદમ શિક્ષા કરવી એ વ્યાજબી ગણાય ખરૂ ? તમાચા મારવારૂપ ઉતાવળીયું પગલું ભરી મામાએ એક વફાદાર સેવકને-રાજ્યના સાચા હિતચિ ંતકને વિના કારણે રાષે ભરાજ્યેા છે. સામાન્ય કક્ષાના માનવી પણ પેાતાના દેવ-ગુરુધર્મનું અપમાન ન સહી શકે તે! આ તે મહામંત્રી વસ્તુપાલ, તેજસ્વી સેનાનાયક તેજપાલ એ મુંગા રહી સહન કરે એવા ડરપેાક વિષ્ણુકા છે કે ? સમરાંગણમાં આ જોડીએ કેવા કાર્યો કર્યાં છે એ ‘કાઠીમામા’ કદાચ ન જાણતા હોય પણ આ રાણીમાતા અને આપના કે મ્હારાથી શું સાવ અજાણ્યા છે? શું આપ ધારા છે તેમ સેનાપતિ, દંડનાયક એવા તેજપાલના હૂકમ વિના આપની આજ્ઞાથી સૈન્ય તૈયાર કરશે ? ખૂદ દડ નાયકના સામના કરશે? હું ખાતરીપૂર્વક કહું છું, મહારાજ! એ કદી બનનાર નથી. સેનાપતિ સૈનિકા સહિત હથિયાર હેઠા મૂકશે પણ તેજપાલ સામે હરગીજ જશે નહીં. એના સૈન્ય પરના પ્રેમ અને પ્રભાવ જગજાહેર છે. માંદા, આજારી અને ઘાયલ થયેલા સૈનિકેાની સ ંભાળ લેનાર દંડનાયક અને પાટા પીંડી કરવામાં કે આશ્વાસન આપવામાં, અરે! તેમના ઘર સંસારમાં પેાતાની અનુભવી સેવાથી સુખ પાથરનાર તેજપાલભાર્યાં દેવી અનુપમાને તેા દરેક સૈનિક પેાતાના પિતા અને માતા સમ માને છે. એમના સારું પ્રાણ પાથરવા તૈયાર છે. તેઓ જાતે સામે શસ્ત્ર તેા નહીં ઉગામે પણ પેાતાના જીવતાં સુધી વાંકા વાળ પણ નહીં થવા દે. મહારાજ ! હું મારી સગી આંખે આ બધુએ માટે પ્રજાને કેવુ બહુમાન છે તે જોઇને આવું છું. તેજપાળ એક હુંકારા Page #152 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા [ ૧૭ ] કરે તે એ સૈનિકે અહીં દાડતા આવે તેમ છે અને આ મામા સિંહુ જોતજોતામાં શિયાળ બની જાય તેમ છે.” ત્યાં તે અનુચર આવ્યેા અને નમસ્કાર કરી મેલ્યા. મહારાજ ! આપની આજ્ઞા મેં સેનાપતિને કહી સંભળાવી. જવામમાં તેમણે જણાવ્યું કે–દ ડનાયક સામે સૈન્ય તૈયાર કરવાનું અને એ રીતે આ રાજ્યને પાયમાલ કરવાનું કાર્ય તેમનાથી નહીં અને. આજ્ઞાનુ' ઉલ્લ’ઘન કરવાની ઇચ્છા નથી છતાં એનુ પાલન કરવામાં માતૃભૂમિના દ્રોહ હોવાથી તે કાર્ય નહીં કરતાં આ તલવાર પાછી મેકલી છે.” વીશળદેવના હાથ હેઠા પડ્યા. એણે તરત જ દ્વિજપડિત સેામદેવ મારફત પેાતાના પ્રથમ હુકમ રદ કર્યાંની જાહેરાત રાજમાગે એકત્ર થયેલ પ્રજાજનમાં કરાવી; એટલું જ નહીં પણ હવેથી રાજયની કાઇ પણ વ્યક્તિ સાધુ-સ ંત કે સ ંન્યાસીનું આ રીતે અપમાન ન કરી શકે એવા ઢંઢેરા બહાર પાડ્યો. સામેશ્વર કવિની દીર્ઘદ્રષ્ટિથી વાઘેલા વશ પર આવેલ આ આકસ્મિક સંકટ દૂર તા થઇ ગયું પણ ત્યાર પછીથી મંત્રીશ્વર વસ્તુપાલનું દિલ રાજકાજથી ઊઠી ગયું. સંપૂર્ણ પ્રમાણિકતાથી કરેલ રાજ્યસેવાના ફાંસીને હૂકમ એ જો નતીજો હાય તેા શા સારુ જીવનના પ્રાંત ભાગે એ ભાર વેઢારતા રહેવું ? એ પ્રશ્ન મંત્રીને વારંવાર સુઝવી રહ્યો. એમાં તમિઅત પણ લથડી. પેાતાના શિરેથી લગભગ બધી જવામદારી અન્યના હાથમાં ધીમેધીમે સાંપી દઇ, હવાફેર જવાનુ` અને બિઅત સુધરે યાત્રા નીકળવાનુ નક્કી કર્યું. આમાં ઘેાડાક વર્ષો વીત્યા. પૂર્વી કરતાં તંદુરસ્તી સુધરતી જણાઇ અને યાત્રાના વિચાર ખર લાવવા શ્રી શત્રુ ંજય જવા મંત્રીશ્વર ધેાલકેથી નીકળ્યા. પણ મામાં જ રાગે ઉથલા માર્યાં અને કેવાલીયા ગામમાં તેએ Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૧ ઐતિહાસિક પૂર્વજોની સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. તેમની સરભરામાં તેમને પુત્ર ક્ષેત્રપાલ, ભાઈ તેજપાલ તથા કુટુંબીજન હાજર હતા. મુનિશ્રીની હાજરીમાં આરાધના કરી, પાપ ખમાવી અહંતને નામે ચાર કરતાં તેઓ સ્વર્ગે ગયા. સન ૧૨૪૧માં આ બન્યું. ધોળકામાં સમાચાર પ્રાપ્ત થતાં રાજવીએ શાક જાહેર કર્યો. તે પૂર્વે પ્રજાના નાના મોટા દરેકે સ્વયમેવ શેકના ચિહ્નો ધારણ કરી, બજારમાં પાખી પાળી. તેમની સ્મૃતિમાં શ્રી કષભદેવનું દેવાલય તૈયાર કરાવવામાં આવ્યું. આ પછી તેજપાલ લગભગ દશ વર્ષ જીવ્યા અને રાજ્યની સેવા પૂર્ણ વફાદારીથી બજાવતા રહ્યા, છતાં મોટાભાઈના મરણ થી જમણી બાંહ્ય તૂટી ગઈ તેનું દુ:ખ તે ન જ ભૂલાયું. ઘણુંખરૂં તેઓ પોતાને મળેલ ગામ ચંદ્રાણામાં જ રહેતા. રાજ્ય પરના ખાસ સંકટ કે જરૂરી કારણે તેઓ છેલકામાં હાજરી આપતા. પોતાનું પાછળનું જીવન દેવી અનુપમાની સલાહથી લગભગ આમસાધનમાં જ ગાળ્યું અને સાદા શ્રાવક તરીકે સમાધિપૂર્વક મરણને વધાવી લીધું. આભૂ-દેલવાડાના દેવાલય શિલ્પકળા અને અભુત કેરણીમાં મંત્રીશ્વર વિમલશાનું શ્રી આદિજિનનું અને વસ્તુપાળ-તેજપાળે પવિત્રશીલા બુદ્ધિમતી અમદા અનુપમાની સલાહથી બંધાવેલું શ્રી નેમિજિનનું દહેરૂં અદ્વિતીય છે. અને અજોડ છે. દેશદેશાંતરથી હજારો યાત્રિકો એના આકર્ષણે 3. ખેંચાઈ આવે છે. કારણમાં કેવળ કમળ કે પશુ-પંખીના ચિત્રો # નથી પણ એમાં જૈન સાહિત્યનો ઈતિહાસ આલેખાયે છે. – મુંબઈ જેને સ્વયંસેવક મંડળને રજત મહે ત્સવ અંક. Page #154 -------------------------------------------------------------------------- _