________________
Jશને અંગે થોડાક શબ્દો આ નાના ધંથ “ઐતિહાસિક પૂર્વજોની ગૌરવગાથા ” ભાઈ શ્રી મોહનલાલ દીપચંદ ચેકસીના હાથથી લખાયેલ છે, અને શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ તરફથી છપાવવામાં આવ્યા છે. સદરહુ ગ્રંથની અમુક સંખ્યાની જ પ્રતો તે સંસ્થાના સભ્યોને માટે છપાવવામાં આવેલ છે. ગ્રંથમાં આવતી ગૌરવકથાઓ અને તેનું રસમય પ્રાણદાયી લખાણ જોતાં આવા પ્રકારનું સાહિત્ય આપણું જૈન સમાજમાં વિશેષ પ્રચાર પામે અને ઘણું વાંચકને લાભ મળે એવું જણાતાં, શ્રી જૈનધર્મ પ્રસારક સભાના સભ્યોને પણ ભેટ આપવાનું વિચાર ઉદભવતાં, લેખક અને પ્રકાશક સાથે લખાણ કરી આ સભાના સભ્યોને ભેટ આપવા પૂરતી આ સભાના ખર્ચે વધારે પ્રતે છપાવવાની સંમતિ માગવામાં આવી હતી, અને તે પ્રમાણેની સંમતિ તેઓએ ઘણી ખુશીથી આપવાથી વધારે કેપીઓ કઢાવી અમારા સભ્યને અત્યારના દેશકાળને અનુરૂપ પુસ્તક ભેટ તરીકે આપવા અમે ભાગ્યશાલી થયા છીએ, તે માટે લેખક અને પ્રકાશક બંનેને અમે આભાર માનીએ છીએ.
આ કથાઓના લેખક શ્રીયુત મોહનલાલ દીપચંદ શેકસી એક વિદ્વાન લેખક છે. તેઓ જૈનધર્મ અને જૈન સાહિત્યને ઊંડે અભ્યાસ ધરાવે છે, જૈન આગમ અને જૈન સાહિત્યમાં આવતી કથાઓ અને તેમાં વર્ણવેલ પ્રસંગોને અત્યારની ભાષા અને વિચારસરણીમાં રસમય વાણુંમાં મૂકવાની તેઓશ્રીમાં ઘણી સારી શક્તિ છે. શ્રી જેનધમ પ્રકાશમાં પ્રસિદ્ધ થતી તેમના હાથથી લખેલ કથાઓ રસથી અને હોંશથી વંચાય છે.