________________
આ ગ્રંથમાં તે ખાસ વિશિષ્ટતા છે. તેમાં આવતી કથાઓ ફક્ત કથાઓ નથી, પણ ઐતિહાસિક ચરિત્રો છે. આપણા પૂર્વાચાર્યોના ગ્રંથમાંથી ઘણે ભાગે ઉધૃત કરવામાં આવેલ છે અને લખાણમાં પણ ઐતિહાસિક હકીકતો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. હિંદુસ્તાનને થોડા સમય પહેલાં જ આઝાદી પ્રાપ્ત થયેલ છે. હજારેક વર્ષની પરતંત્રતામાંથી દેશ સ્વતંત્ર થયો છે. આપણું રાજ્ય આપણે જ ચલાવી શકીએ એ રાજકીય અધિ. કાર આપણને મળે છે. આ સ્વતંત્ર થતા દેશમાં આપણે સૌએ વ્યક્તિગત અને સમૂહગત ફાળો આપવાને છે. રાષ્ટ્રની આબાદી સમાજશક્તિ ઉપર રહે છે, અને સમાજશક્તિ સમાજના એકમોની શક્તિ ઉપર રહે છે. આપણું જૈન સમાજે પણ રાષ્ટ્રની આબાદીમાં સમૃદ્ધ ફાળો આપવાનું રહે છે. જેને સમાજે ભૂતકાળમાં કાળે કાળે પલટાતા રાજકીય ક્ષેત્રમાં અને રાજ્યના સંક્રાંતિના કપરા વખતમાં પણ પોતાનું વ્યક્તિત્વ અને ધર્મભાવના સાચવી રાજ્યની આબાદીમાં કિંમતી ફાળો આપે છે. તે ફળ તન, મન અને ધનથી આપે છે. પ્રસંગ પડ્યે રાજ્ય અને ધર્મના રક્ષણ માટે હથિયાર હાથ ધરવાની પણ આપણા વિશિષ્ટ પૂર્વજોએ આનાકાની કરી નથી. તે માટે તેટલું અંગબળ પણ કેળવ્યું જોવામાં આવે છે.
આ ગ્રંથમાં આપણુ આવા મહાન શક્તિશાલી પૂર્વજોની ગૌરવકથાઓ સાદી પણ સચોટ ભાષામાં આલેખવામાં આવી છે. વાચકો યથાશક્તિ પ્રેરણા મેળવશે એવી અમારી સહૃદય ઊર્મિ છે.
૨૦૦૫ શ્રાવણુ શુકલ પંચમી પર જીવરાજ ઓધવજી શનિવાર-ભાવનગર. ( પ્રમુખ, શ્રી જૈનધર્મ પ્રસારક સભા,