SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવગાથા [ ૧૦૩ ] ચિંતાભારથી જેનું મુખ અવનત થયું છે એ કરમચંદ મંત્રી, મહારાજ સન્મુખ જોઇ બેલી ઉઠયે–આટલું બધું તે દાન હોય? એક કોડ રૂપિયા ! રાયસિંગે કહ્યું–મારું વેણ પાછું ફરે! તમને કેડ રૂપિયા બહુ જણાય છે ? તે હું બીજા પચીશ લાખને વધારે કરું છું. કોઠે નહિં પણ સવા કોડ આપ. " કરમચંદ મંત્રી તો રાજવીની વગર વિચારી વલણ જોઈ હિંગ થઈ ગયે. કહેવાય છે કે એક કોડ રૂપિયા તે તરત જ ભાટને અપાયા અને બાકીની રકમ માટે સંસ્થાનની આવકમાંથી વસુલ આપવાનું લખત કરવામાં આવ્યું ! કદાચ આ વાત અક્ષરશ: સાચી ન પણ માનીએ, છતાં એ વાત ઉપરથી રાજવીના સ્વભાવનું પ્રદર્શન થાય છે અને એ વેળાના રાજદરબારોના લખલૂટ દુર્વ્યયને ખ્યાલ આવે છે. મંત્રી કરમચંદને કેની સાથે કામ લેવાનું હતું અને કેવા કપરા સંગોમાં જીવવાનું હતું એને પણ સારો ચિતાર આ ઘટનાથી આંખ આગળ તરી આવે છે. આગળ જતાં મંત્રી અને રાજા વચ્ચે ખટરાગ ઊભો થયે એને કારણમાં ઉપરને બનાવ ઠીક પ્રકાશ પાડે છે. મંત્રીની રાજ્યસંપત્તિ સાચવવાની ચીવટ જ પોતાની પડતીના કારણરૂપ નિવડી એ આગળ ઉપર આપણે જોઈશું. ઈતિહાસના અભ્યાસી માટે આ બનાવ નવાઈરૂપ નહિં લેખાય. કાચા કાનના રાજા સાથે કે ઉડાઉ સ્વભાવી રાજા સાથે જેનું પાનું પડે એનું ભાવી જોખમી ગણાય જ. નંદરાજાના કાળમાં શકદાળ મંત્રીની એવી સ્થિતિ થયાનું કેનાથી અજાણ્યું છે? રાયસિંગનું ઉડાઉપણું દિવસેને દિવસે વધતું ચાલ્યું. તિજોરીનું તળિયું હાથવેંતમાં જણાવા લાગ્યું. રાજનું ભવિષ્ય આર્થિક ભયંકરતાના ઓળા ઉતારી રહ્યું. આ વેળા એક પ્રાજ્ઞ અને દીર્ધદષ્ટિ અમાત્ય આંખ કેમ મીંચી શકે?
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy