________________
[ ૫૦ ]
ઐતિહાસિક પર્વની હતી એમ દર્શાવવા કલ્પનાના ઘડાઓ દેડાવે છે! અરે, કપિત પાત્રો સજી જે વસ્તુ બની નથી એવા વિષય પૂરી ચિત્રણ આલેખે છે અને ઐતિહાસિક પાત્રને, એક ઉદાર અને ઉમદા ધર્મના જબરદસ્ત ને પ્રભાવિક આચાર્યને અને તેમના અનુયાયી એવા કીર્તિશાળી પ્રધાનને મનકલ્પિત ગુંથણીઓ દ્વારા એવા મિશ્રણમાં મૂકી દે છે કે જેથી સાચા ઈતિહાસનું તો ખૂન થાય છે જ પણ એ ઉપરાંત ઊગતી પ્રજામાં ચારિત્રશથિલ્યની ખાટી છાપ પડે છે. જે યુગમાં ભિન્નભિન્ન ધમ પ્રજાઓ વચ્ચે ગાઢ સંપર્ક સાધવાની ખાસ આવશ્યકતા છે તેવા બારીક સમયે આવા પ્રખર અને પ્રતાપી પુરુષ સામે ચેડા કાઢી અંતર વધારે છે ! - કુમારપાળ રાજાને જેનધમ બનાવવામાં જાણે શ્રી હેમચંદ્રસૂરિએ કઈ મુસદ્દીગીરીના દાવ ન ફેંક્યા હોય કિવા ચાણક્ય નીતિનું અવલંબન ન ગ્રહ્યું હોય તેવો ભાસ ખડો કરે છે. કલિપત મંજરીના પ્રણેતા હજુ પિતાના મંતવ્યનું પૂર્ણ પણે પ્રમાર્જન કરી નથી રહ્યા ત્યાં તો બીજા એક સાક્ષરે મહારાજા કુમારપાલના સંબંધમાં પરમ આહંત કે પરમ માહેશ્વરનો વંટોળ ઊભો કર્યો છે. મનમાં ઘડીભર એ પ્રશ્ન ઊઠે છે કે-ઈતિહાસના નામે બડી બડી વાતો કરનારા આ સાક્ષરે સાચે જ સત્યના પક્ષપાતી છે કે કેવળ માની લીધેલા મંતવ્યના ? * પ્રાસંગિક આટલી વિચારણું પછી મૂળ વાત પર આવતાં કહેવાનું કે રાજવી અને ગુરુદેવની ચર્ચાઓમાં કંઈ કંઈ તો, કંઇ કંઇ ધર્મો અને જાતજાતના પ્રશ્નોની છુટથી દલીલપુરસ્સર છણાવટ થઈ. એને વિસ્તાર કરવાનું આ સ્થળ નથી. એ વાતની વાનગી પીરસતાં સંખ્યાબંધ પુસ્તકો ઉપલબ્ધ છે. એ પર ચઢેલા અતિશયેક્તિ કે સ્વધર્મપ્રશંસાના વધુ પડતા પડળો દૂર કરીને પણ જિજ્ઞાસુ નિતરું સત્ય શોધી શકે તેમ છે.