________________
૨. આસરાજ અને આબુ
વિશ્વમાં કેટલીક વાર સંતાનની કીર્તિમાં એટલી હદે વિશાળતા અને વિસ્તાર વધી પડે છે કે જે વેળા એમને જન્મ આપનાર પિતાની યશગાથા સહજ ભુલાઈ જાય છે. “બાપ કરતાં બેટે સવાયો થાય” એ સે કે વડિલોને ગમતી વાત છે. આમ છતાં એ સવાઈ પણું પ્રાપ્ત કરવામાં વડિલેને વારસો સંસ્કારરૂપે પરિણત થયેલું હોય છે ત્યારે જ એ ફળ બેઠું હોય છે, એ વાત હેજ પણ લક્ષ્ય બહાર થવા દેવી ન ઘટે. વર્તમાન કાળના, ભારતવર્ષના મહાઅમાત્ય પંડિત જવાહર લાલજીના ઘડતરમાં પંડિત મોતીલાલ નહેરૂજીને ફાળે ચક્ષુ સામે હોવાથી એના વધુ ઊંડાણમાં ન જતાં મૂળ વાતમાં આગળ વધીએ.
આસરાજ જમાઈ અને આબુ એમના સસરા થાય. વસ્તુપાલ તેજપાલના ચરિત્રમાં અવગાહન કરનારા ભાગ્યે જ આ વાતથી અજાણું હેય.
આસરાજનું ખરું નામ અધરાજ હતું. અણહિલપુર પાટણમાં ચાવડા યાને ચૌલુકય વંશના રાજાઓના સમયમાં પોરવાડ (પ્રાગવટ) વંશના માન સારા પ્રમાણમાં રાજ્યકારભારમાં ભાગ લેતા. એ વેળા વૈશ્ય માત્ર વ્યાપારી જ નહોતા. રાજકારણમાં ઊંડા ઉતરતા અને બુદ્ધિબળે મંત્રી-મહામંત્રી તરીકેની