________________
ગૌરવગાથા
[૩] અણુવ્રતના પાલનમાં પુષ્ટિ કરતા રહી, સંસારરક્ત જીવને જાગ્રત રાખે છે.
અહીં જે માળા અર્પણ કરવાની છે તે શ્રમણ ધર્મના સુગંધિત કુસુમોની નહીં, પણ શ્રાદ્ધધર્મના અનુયાયી એવા પ્રતિભાસંપન્ન પુષ્પોની છે. અલબત્ત, એમાં શ્રમણના ઉદાહરણ સમાવાયા છે પણ એ અપવાદરૂપે છે.
વર્તમાનકાળના કેટલાક સાક્ષાએ–અન્ય લેખકેએ-જાણે અજાણે જૈન ધર્મની, ઉપર દર્શાવી એ વિશિષ્ટતાને ન્યાય આપ્યા વગર લખી નાંખ્યું છે કે “ભારતવર્ષમાં ગુલામી આવી હોય તે એ જૈન ધર્મના દયાના અતિરેક પણાને આભારી છે અને ગુજરાતમાં એ દયાને ધવજ એટલા જોરશોરથી ઊડ્યો કે જેથી ક્ષાત્રતેજ યાને શૌર્ય ઓસરી ગયા. પરાધીનતા ઘર કરી બેઠી!”
આમ કહીને કેટલાકે તો પિતાની કલમને સ્વેચ્છાપૂર્વક દેડાવી જૈનધર્મ પાળતા રાજવીઓની અને વણિકવર્ગની ઠેકડી કરવામાં મર્યાદા પણ મૂકી દીધી છે! જેની પાછળ ઈતિહાસનું નામનિશાન પણ નથી જડતું એવી વાયકાઓ ખણેખાંચરેથી શોધી લાવી, અથવા તો કપોલ કલપનાથી સજાવી એને એતિહાસિક વૃત્તાનો તરીકે વહેતી કરી મૂકી છે ! અસૂયાને પારે એ મહાશયેના મગજમાં એટલી હદે વિકૃત સ્વરૂપ ધારણ કરે છે કે જ્યારે તેમની ચક્ષુ સામે યુતિપુરસર બનાવ આવે, અરે ! જે વાતને આજને વિજ્ઞાન યુગ પણ સ્વીકારવામાં આનાકાની ન કરે, પણ જે એ જૈનધર્મના અનુયાયીની હેય ત્યારે તેઓ ક્યાં તે એના ચિત્રણમાં તદ્દન ફિક્કાશ અને રસહીનતા દાખવશે અથવા તે આંખ આડા કાન ધરી એ પ્રસંગને જ જતે કરશે! બધાએ આમ કર્યું છે એમ કહેવાને ઈરાદે નથી. નિષ્પક્ષ રીતે કેટલાક વિદ્વાનેએ જૈન સાહિત્યના વૃત્તાન્તને ન્યાય જરૂર