________________
[૨]
એતિહાસિક પૂર્વજોની શ્રી જિનેશ્વરદેવને સિદ્ધાન્ત કહે છે કે સંસાર અસાર છે અને સસાર પણ છે. માનવભવની પ્રાપ્તિ મહામુશ્કેલી થાય છે, અને એ વાત ધ્યાનમાં રાખી જેઓ સાચે જીવન, વિલાસ અને આરંભ-સમારંભમાં વ્યતીત કરે છે તેઓ માટે આત્મિક નજરે જોતાં અહીંનો ફેરે ફેગટ ગયા જે હોઈ, તેઓ માને કે નહીં પણ સંસાર અસાર જ છે. એથી ઊલટું જેઓ જન્મ લઈને, પિતાના વ્યવસાયમાંથી અવકાશ મેળવી, જાગ્રત રહી, સ્વાર્થ સાથે પરમાર્થ સાધવા ઉઘુક્ત રહે છે, તેઓ કંઈ ને કંઈ પ્રગતિ સાધે જ છે એ નજરે સંસાર અસાર છે. અલબત્ત, સાધનામાં ઘણું ઘણું તરતમતાઓ રહેલી છે. એટલે જ શ્રમણ અને ગૃહસ્થરૂપ બે વિભાગ દષ્ટિગોચર થાય છે. ઉભયમાં મૂળ તત્ત્વોની વિચારણા સરખી હોવા છતાં, આચરણમાં મૂકવાની બાબતમાં ભિન્નતા ઓછા પ્રકારની નથી જ.
જ્ઞાનપૂર્વક આંતરિક ઉલ્લાસથી જે આત્મા માનવજીવન પામી સંસારના પ્રલોભનોને ત્યજી દઈ અનગારત્વ યાને સાધુપણું વીકારે છે, તેને માટે પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મિથુનવિરમણ અને પરિગ્રહવિરમણરૂપ પાંચ મહાવ્રતનું પાલન કાયમી બને છે અને આમરણાંત ઉપસર્ગોને સામનો કરી એ પાલનમાં અડગતા ધરવાની શિક્ષા અરિહંત દેવે આપેલી છે. આ વાતમાં જ શ્રમણ ધર્મની વિશિષ્ટતા છે.
શ્રાવક ધર્મમાં આવી કડકાઈ નથી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ કે જે ઉપર દર્શાવેલા મહાવ્રતના શબ્દાર્થો જ છે એ કહેવાયા તે છે પણ પાલનમાં ઘણા ઘણા પ્રકારની છૂટછાટ મૂકવામાં આવી છે અને એ કારણે એ દરેકની આગળ સ્થળ શબ્દ જોડવામાં આવ્યા છે. એ સાથે ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાત્રત પણ દર્શાવાયા છે કે જે ઉપરના પાંચ