________________
ગૌરવગાથા
[ ૧૨૯ ]
અહિંસાને કાઇ નિ ધ્રુવા નીકળે તે એમ કહેવું જ પડે કે તે Fools' Paradise ચાને મૂર્ખાઓના સ્વગમાં વિચરે છે.
ટાંક મહાશય વસ્તુપાલ સમધમાં જે કહે છે તે ટૂંકમાં જોઈ જઈએ.
જૈનધમી મત્રીઓની અને સેનાપતિઓની જે લાંબી હાર ચાલી છે એમાં વસ્તુપાલનું ચરિત્ર વિસ્તૃતપણે મળે છે અને એનું જીવન વધુ રસદાયી છે. એ મહામાત્યનું વ્યક્તિત્વ અજોડ છે. એની કીર્તિ અને માટાઇની પ્રશ ંસા એના જીવનમાં ઉડ્ડયન કરતાં દરેકને કરવી પડે. વસ્તુપાલ મત્રીશ્વર એટલે એક ડાહ્યો મુત્સદ્દી, એક બહાદુર ચેાદ્ધો, કળાનેા ખાસ ચાહક અને સાહિત્ય પૂજક એની દાનશક્તિને મર્યાદાનું બંધન નહાતું, તેમ એની ઉદારતામાં ભેદભાવ નહાતા. એ પેાતે જૈનધર્મના ઉપાસક હાવા છતાં એણે કાઇ પણ ધર્મ પ્રત્યે ભૂરી હૃષ્ટિ દાખવી નથી. મ્લેચ્છા તરીકે એ સમયમાં તિરસ્કૃત થયેલ મુસલમાનાની મસીદે પણ એણે બંધાવી આપી છે. એણે જીવનમાં સ્વધર્મ પ્રત્યે અડતા અને પરધર્મા પ્રત્યે સમભાવ ખરાખર ઉતાર્યા હતા.
પ્રાવટ યાને પારવાડ તરીકે પ્રસિદ્ધ થયેલ શાખામાં ઉત્પન્ન થયેલ વસ્તુપાલ મંત્રીશ્વર સંબંધમાં ઐતિહાસિક શોષખાળે ઘણા પ્રકાશ પાડ્યો છે. એ આધારે તેએ એ ભાઇ કરતાં વધારે ભાઇએ હતા અને તેમને šના પણ હતી. ટાંક મહાશયના લખાણુ પ્રમાણે એ વૃત્તાન્તના સાર નીચે મુજખ છે.
શ્રી મેરુવિજયજીના પ્રબંધ મુજખ વસ્તુપાલ અને તેજપાલ એ બન્ને ભાઇએ સન ૧૨૦૫ ( વિક્રમ સ. ૧૨૬૨ ) માં જન્મ્યા હતા. તેઓની માતાનું નામ કુમારદેવી હતું, જ્યારે પિતાનુ નામ આસરાજ હતું. એ આસરાજ વાઘેલા રાજપુતાની સરદારી