SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવગાથા [ ૭૫ ] શરતથી સુલેહ કરી. આ રીતે ભંડારી રતનસિંગના કારભારને ગુજરાતમાં અંત આવ્યો. સન ૧૯૪૫માં બીકાનેરનો રાજા જોરાવરસિંગ મૃત્યુ પામ્ય, ગાદી માટે બે હકદાર ઊભા થયા. એકનું નામ ગજસિંહ અને બીજાનું નામ અમરસિંહ ઠાકુર ખુશાલસિંગ અને મહેતા બન્તાવરસિંગની મદદથી ગજસિંહ ગાદીએ ચઢી બેઠે. અમરસિંહ અભયસિંગની મદદ મેળવવા દેડ્યો, અભયસિંહે અમરસિંહના હકને કબૂલ રાખી, એની કુમકે રતનસિંગ ભંડારીને સન્ય આપી ગજસિંહ સામે મોકલ્યા. કેટલાક સમય સુધી ઉભય વચ્ચે નાની નાની લડાઈઓ ચાલુ રહી. સન ૧૭૪૭માં ઉભય પક્ષનાં સૈન્ય સામસામે આખરી યુદ્ધ લડવાને એકત્ર થયાં. ઝનની લડાઈને આરંભ થયે. ઘણા પ્રયાસ ને સખ્ત લડાઈ પછી બીકાનેરનું સૈન્ય વિજયી નીવડયું. એણે ઘેરો ઘાલી બેઠેલા રતનસિંગના લશ્કરને પાછું હઠાવ્યું. રતનસિગ આ જોતાં જ આગળ વધ્યો. જાણે એકાદ ઝનન પર ચડેલે સિંહ ન ઘૂમી રહ્યો હોય તેમ શત્રુ સામે તરવાર ફેકતો ઘૂમવા લાગ્યો. જોતજોતામાં ગુમાવેલી કેટલી જગ્યા મેળવી પણ ખરી, ત્યાં તે ગજસિંહે ફેકેલા બાણથી એની આંખ ફટી. આમ છતાં એણે સૈનિકોને દોરવણ આપવી ચાલુ રાખી. પોતાને સખત ઘા લાગ્યા છતાં અને જાતે અશક્ત બન્યા છતાં તેણે નમતું ન તોળ્યું. દુશ્મન દળમાં નવી ભરતી થવા માંડી અને એનું જોર વધી પડયું. રતનસિંગને લાગ્યું કે આવા વિપુલ કટક સામે ઝૂઝવું નકામું છે એટલે એણે પાછા ફરવાનો હુકમ આપે. દરમિયાન એક બીકાનેરી ભાલાધારીએ એના પર પીઠેથી ઘા કર્યો. એ ઘા મરણાંત નિવડે અને એનાથી ભંડારી સરખો મુસદ્દી ને બહાદુર સરદાર કાયમની નિદ્રામાં પિઢયે. ધ જૈન હોવા છતાં ભંડારીના જીવનમાંથી સાહસ, પરાક્રમ અને બહાદુરીના પ્રસંગે જોઈતા પ્રમાણમાં મળે છે.
SR No.032478
Book TitleAetihasik PUrvajoni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1949
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy