________________
ગૌરવગાથા
[ ૬૩ ] કે ઉપરની સાલ સ્વીકારવામાં એક મુશીબત ઊભી થાય છે. એવી નેંધ મળે છે કે શ્રી યશોભદ્રસૂરિ વિક્રમ સં. ૧૦૩૯ માં કાળધર્મ પામ્યા, અને એમની પાટ પર ચહમાણ વંશમાં જે એક આભૂષણરૂપ ગણુતા તે શાલીસૂરિ આવ્યા. આમ જે સાલ કાળધર્મને અંગે સેળમી સદીના એક લેખક તરફથી આપવામાં આવી છે તે જોતાં દાદરાવનો જૈનધર્મપ્રવેશ શ્રી. યશોભદ્રસૂરિના હસ્તે અસંભવિત બને છે. આમ છતાં આ સંબંધમાં અન્ય કોઈ સબળ પુરાવો ન હોવાથી લોકવાયકાને કિંવા ભંડારી વર્ગની પરંપરામાં ઊતરી આવેલી વાતને ખોટી માનવાનું કારણ નથી.
એ ઉલ્લેખને જે લેખ દ્વારા પુષ્ટિ મળે છે તેનો વિચાર કરીએ તો એ ઉપરથી એટલું તો સહેજ તારવી શકાય તેમ છે કે ચાહમાન વંશના રાજ્યકાળમાં ભંડારીઓ જ મોટા ભાગે આગળ પડતા દ્ધા જોગવતા હાઈ સર્વ વિષયમાં કર્તા-કરાવતા હતા અને કોઈ કઈ તો નાના વિભાગ યા પ્રદેશમાં જાગીર પણ ભોગવતા હતા. નાડલાઈનો લેખ માગશર સુદ ૫ વિક્રમ સં. ૧૧૮૯ને છે, જેમાં ભંડારી નાગ સીવાનું નામ એક બક્ષીસમાં સાક્ષી તરીકે મૂકયું છે.
બીજે એક લેખ જે વિ. સં. ૧૨૪૧નો છે તેમાં યશવીર . ભંડારીને Palla ના માલિક તરીકે ઉલ્લેખ છે. (Palla=પાલા એ જોધપુરની પશ્ચિમે છ માઈલ પર આવેલ ગામ છે) જાલેરને એક લેખ કે જે વિ. સં. ૧૨૪૨ને છે એમાં પાસુના પુત્ર ભંડારી યશવીરે મહારાજ સમરસિંહદેવના આદેશથી જૈનમંદિરને, જીર્ણોદ્ધાર કરાવ્યો એવો ઉલ્લેખ છે. સં. ૧૩૫૨ની સાલનો મહારાજ સામંતસિંહદેવના રાજ્યકાળમાં એક લેખ દર્શાવે છે કે-ભંડારી મીગાલ( Migala)ને દસ્તાવેજ અને સંધિપત્ર આદિની દેખરેખ માટેના અધિકારી તરીકે નીમ્યા હતા. જોધ