________________
ગૌરવગાથા છે
[ ૧૪૩ ] " તરત જ દોડતી ગાડીએ રાજમહેલમાં પહોંચે. મીઠું મરચું ભભરાવી પોતાની બહેનને ઉશ્કેરી, વિશળદેવને બોલાવરાવ્યો. વૃત્તાંત સાંભળી વિશળદેવે કહ્યું–
. | મામા, તમારી વાત સાંભળતાં તે એમજ સમજાય છે કે જાણે વસ્તુપાલે વિના કારણે આ કલહ ઊભું કર્યો છે ! મારા
અનુભવમાં એ ઉતરતું નથી. એ ભાઈઓની વફાદારી માટે શંકા ( લેવાપણું છે જ નહીં. તેઓ રાજ્યના થાંભલા છે.
ભાણેજ ! તો, હું શું જૂઠું બોલું છું? તારે મારી પ્રતિષ્ઠા રાખવી હોય તે મારા વાતમાં શંકા લાવ્યા વિના, મારા હાથની આંગળી છેદનારને મૃત્યુદંડ આપ જોઈએ. - આ રાજ્ય તારું છે. એ વાણિઆ ભાઈનો આ ગર્વ ચલાવી લે એમાં આપણું ક્ષાત્રવટને ઝાંખપ છે.
“રાજા કાનના કાચા” એ તે કાળની લોકવાયકા. મામાનાં વચન પર ઇતબાર મૂકી વીશલદેવે એકદમ હુકમ કર્યો કે-મંત્રીશ્વર વસ્તુપાલને પકડી લઈ ફાંસીએ ચઢાવી દે.
મંત્રીશ્વરના આવાસ આગળ લેક સમાતું ન હતું. જલદીથી સિંહ પાછો ફરી એકદમ રાણીવાસમાં ગયે છે એટલે જરૂર કંઈ નવાજૂની થવાની એમ સૌ કોઈ માનતું હતું. મહાજન એકદમ ભેગું થઈ ગયું અને જે કંઈ વિપરીત આજ્ઞા રાજવીની થાય તે એ ઝીલી લેવા નિરધાર કરી લીધો.
ત્યાં તે રાજમહેલમાંથી વીશલદેવની આજ્ઞા લઈ અશ્વારોહી સૈનિક બહાર પડયે, પણ જ્યાં ભરબજારમાં આવ્યો ત્યાં એનો માર્ગ અવરોધાઈ ગયે. એની સામે માત્ર મહાજનના મવડીઓ જ નહીં પણ પ્રજાજને મહાસાગર જેમ ઉભરાય તેમ ઉભરાઈ રહ્યા.
એણે રાજવીની આજ્ઞા વાંચી સંભળાવી, મંત્રીશ્વરના આવાસ તરફ જવા દેવાની માંગણી કરી. . .