Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 150
________________ ગૌરવગાથા [ ૧૪૫ ] પણ જુવાન રાજવી હવે દોરી ઢીલી મૂકે તે આબરૂ જાય એટલે દાઝયા પર ડામ દેવા માફક તરત જ સેનાપતિને સન્ય તૈયાર કરવાના હૂકમ સાથે બીજા પહેરેગીરને દેડાવ્યો. ત્યાં તો રાજ્ય પુરેહિત પંડિતમાન્ય સોમેશ્વર આવી ઉપસ્થિત થયા અને હસ્ત જેડી કહેવા લાગ્યા મહારાજ! આપ આ શું કરી રહ્યા છે? રાજ્ય સ્થાપનામાં જેમણે ધરમૂળથી અગ્ર ભાગ ભજવ્યો છે, અરે ! દાદા લવણુપ્રસાદે જેમને કહીનૂર હીરાની ઉપમા આપી છે અને રાજવી વીરધવલે કેઈપણુ વાર જેમની સલાહ પાછી ઠેલી નથી; અરે! તલમાત્ર અણવિશ્વાસ નથી કર્યો એમની સામે આપના મામાની મૂર્ખાઈનો ન્યાય તોળવાને બદલે ચઢામણીથી આપ વગર તપાસે ફાંસીને હકમ આપે છે? આ તે ભૂલની પરંપરા થાય છે અને ન્યાયદેવીનું અપમાન કરાય છે. આપની જામતી પ્રતિષ્ઠાને કલંક લાગે છે. દુઃખ ન માનતા પણ મહારે સ્પષ્ટ કહેવું પડે છે કે–આવું ઉછાંછળું પગલું ભરી, આપશ્રીએ રાજ્યની ઘેર દી છે. પિતાના હાથે જ એની પ્રસરેલી કીર્તિમાં કાળાશ ચોપડી છે. જૈનધમી શ્રમણ એ નાના સરખા જ તુની દયા પાળે, કોઈનું પણ બરું ચિંતવે નહીં, કોઈને કડવો શબ્દ સરખો પણ ન કહે. એ શું જાણી જોઈને રાજમામા સામે ધૂળ ઉરાડે ખરા? કદાચ પ્રમાર્જન કરતાં રજ ઊડી તો એમાં શું બગડી ગયું? એવા સંતના હાથે ઊડેલી રજ તે પવિત્ર ગણાય, ગંગા અને સરસ્વતી જેવી સરિતાના જળ તીર્થરૂપે જે પવિત્ર ગણાય અને પીવાય કિંવા શીરે ચઢાવાય તે આ તો જંગમ તીર્થ જેવા સાધુપુરુષ. એમના ચરણમાં દંડવત પ્રણામ જ શોભે એને સ્થાને તમારો ચઢનાર માનવી સમજુ કે મૂરખનો સરદાર કહેવાય? આપ જ વિચાર કરો ને ! ૧૦.

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154