________________
[ ૧૦૨ ]
ઐતિહાસિક પૂર્વજોની
ઉતરી અને મત્રીશ્વરની દીગ્દર્શિતાથી ખીકાનેર સસ્થાનનાં શાંતિ અને વૈભવ જોખમાયાં વિનાના રહ્યાં.
·
રાજા રાયસ ગ ઉતાવળી પ્રકૃતિના અને વહેમી વૃત્તિને હતા. એનામાં સૌથી ખરાબ અવગુણુ એ હતા કે પરિણામને વિચાર કર્યા વિના એ કાયમાં ઝંપલાવતા. વળી બીજી પણ એક ખાડ હતી. અને તે આપખડાઇની! અને પેાતાની જાતનું સારું ખેલાવવાની અને સાંભળવાની ટેવ પડી હતી એમ કહી શકાય. કેટલીય વાર પેાતાના ઉત્કર્ષના વનમાં અથવા તેા પેાત પ્રાપ્ત કરેલ સિદ્ધિ-સમૃદ્ધિના ગુણગાનમાં પેાતાના પૂર્વજોનુ કઇંક ઘસાતું પણ મેલી દેતા, જાણે કે પોતાના જેટલી આવડત કે પેાતાના સરખું' ડહાપણ તેમનામાં નહેાતાં ! આથી રાજયની આવક એ ઉપયાગ વિનાના-કેવળ નામના થાય એવા કિલ્લા કિવા મહેલે ચણાવવામાં ઉડાડી નાંખતા. ભાટ-ચારણાનાં પ્રશંસાભર્યાં કવિતા સાંભળવાં એને બહુ ગમતાં, એ વેળા એ છૂટે હાથે દાન દેતેા.
એક સમયની વાત સંભળાય છે કે જ્યારે તે દિલ્હીથી પાછે ફર્યો ત્યારે શંકર નામના ભાટે એની ભારાભાર પ્રશસાથી ભરેલું નવુ' કવિત રચી રાજસભામાં કહી સંભળાવ્યુ. એ સાંભળીને તે એટલી હદે ગેલમાં આવી ગયા કે આગળ પાછળના જરાપણ વિચાર વિના મંત્રીને હુકમ કર્યાં કે શ ંકરને એક કરોડ રૂપિયા અને એક ખીલાત (Khilat) દાનમાં આપવાં, આ જાહેરાત સાંભળીને મંત્રી તા આભા જ બની ગયા! ઘડીભર એને થઈ આવ્યુ કે પોતે રાજા ભેાજના યુગના માનવી તેા નથી ને ! એ કાળે પ્રશંસાના ઉદ્ગારામાં આ રીતે લક્ષ્મીના વ્યય થતા, પણ જ્યાં દેશ–કાળ મદલાઈ ચૂકયા હતા ત્યાં એ રીત ચલાવવી શી રીતે? ‘ ઘરના છેકરા ઘટી ચાટે ને ઉપાધ્યાયને આટા ' એ કહેતી જેવી દશા વતી ાય ત્યાં શું થાય ?
"