Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 130
________________ ગૌરવગાથા [૧૨૫]. એ પછી તેમના સર્વનાશને પ્રસંગ કેટલાક વર્ષો પછી બન્યા છે એમ કેટલીક સાબિતીઓ અને આસપાસના બનાવો ઉપરથી નાહટા બંધુએ પુરવાર કરે છે. એ વાત માની લઈએ તોપણ એક દિવસે ત્રણ હજાર સિપાઈઓથી બછાવતનું રહેઠાણ ઘેરાયું એ તે તેઓ પણ લખે છે. એટલે સૂરસિંહની અવકૃપા ગમે તે કારણે થઈ હતી એ વાતમાં કંઈ જ ફરક નથી પડતો. છેલ્લા વંશજ સંબંધમાં પણ નાહટા બંધુઓએ લંબાણથી ઉલ્લેખ કરી ટાંક મહાશયે દર્શાવેલ વાત કરતાં જુદી જ વાત કહી છે. તેઓ કહે છે કે કર્મચન્દ્રને વંશ ગર્ભવતી સ્ત્રીથી થયેલ સંતાનથી નથી રહ્યો, પણ છેલ્લી ઘટના બની તે પૂર્વે લક્ષમીચંદ્રના પુત્ર રામચંદ્ર અને રૂગનાથ ઉદયપુરમાં જઈને વસ્યા હતા તેમનાથી ચાલુ રહ્યો છે. આ સર્વ એતિહાસિક મતફેરે હોવાથી એમાં કયા વજનદાર છે એને નિર્ણય એ વિષયના અભ્યાસીઓ માટે રાખી મારે જે કહેવાનું છે તે એટલું જ કે બછાવત વંશે જેનધર્મનું પાલન કરવા છતાં સમય આવ્યે ન તો શૂરાતન દાખવવામાં પાછી પાની કરી છે કે ન તો કદી કાયરતાને નજદીક આવવા દીધી છે. તેઓએ તે વીરેને છાજે તેવી રીતે મૃત્યુની ભેટ કરી પોતાના જીવતરને ધન્ય કર્યું છે.

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154