Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 137
________________ [ ૧૩૨ ] ઐતિહાસિક પૂર્વજોની રાજ્યસેવા ન પણ કરી હોય. ગમે તેમ બન્યું હોય કણ વરધવળને આ બન્ને ભાઈને સધિયારો પ્રાપ્ત થયા પછી પોતાનું રાજ્ય વિસ્તારવામાં અને એનો વહીવટ પદ્ધતિસર ચલાવવામાં ઘણું સુગમતા થઈ પડી. મંત્રીશ્વર તરીકેની સંપૂર્ણ જવાબદારી વસ્તુપાળે ઉપાડી લીધી, અને સેનાપતિને જવાબદારીભર્યો એદ્ધો તેજપાળના ફાળે આવ્યું. In the conduct of the official affairs, they acted independently of all personal considerations and never hesitated even to overrule the chief, when. ever they doubted the wisdom of any of his proposed measures, અર્થાત–રાજકાજના વહીવટમાં તેઓ અંગત કેઈપણ સંબંધને લેશ પણ ખ્યાલ કરતાં નહીં એટલું જ નહીં પણ રાજાએ કરેલ સૂચના પણ જે ચોગ્ય ન જણાય તો તેનો પણ તેઓ વિરોધ કરતાં અચકાતાં નહીં. - ઉપરના શબ્દો તેઓ મંત્રી તરીકે કેવી રીતે કામ લેતાં તેને સ્પષ્ટ ખ્યાલ આપે છે. રાજ્ય અંગેની દરેક વિચારણા અંગત હિત બાજુએ રાખી નિષ્પક્ષ દૃષ્ટિથી કરનાર મંત્રીશ્વર વસ્તુપાળ રાજવીનું કોઈ પગલું પિતાના અંતરના નાદથી વિરુદ્ધ જતું જોતાં કે રાજયને અહિતકારી લેખતાં તે તરત જ એનો વિરોધ કરતાં. એ વેળા રાજવી વરધવળની ઇતરાજી થશે એ ભય કદી પણ સેવતાં નહીં. નિમ્ન પ્રસંગ પરથી એ વાત સમજાય તેમ છે. તે એ ક એક વાર દિલ્હીના સુલતાનના ધર્મગુરુ મક્કાની હજ કરવા જતાં ધોલકાની હદમાંથી પસાર થઈ રહ્યા હતા. રાણાએ એને પકડીને કેદમાં નાખવાને વિચાર કર્યો, પણ ઉભય બંધુઓએ

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154