________________
ગૌરવગાથા
[ ૧૩૫ ]
એ ચિરસ્મરણીય કૃત્યાદ્વારા એ 'બેલડોનાં નામેા શૂરવીર ચેાદ્ધાઓની યાદીમાં ચુનંદા સેનાપતિ તરીકે આજે પણ માખરે ગણાય છે.
અ'યુગલનાં ધાર્મિક કાર્યાં પ્રતિ મીટ માંડીએ તે પૂર્વે ઉપર જે વાત જોઇ ગયા અને જેને ઇતિહાસના સબળ ટેકા છે એ ઉપરથી હરકેાઇને લાગ્યા વિના ન રહે કે ધર્મ જૈન હાવા છતાં અને અહિંસાના પૂજારી હાવાના દાવા કરવા છતાં વસ્તુપાળ અને તેજપાળ સ્વક્જમાંથી જરાપણ વિચલિત થયા નથી. રાજ્યના ગોરવ ટાણે કે દેશના રક્ષણ પ્રસંગે તેઓએ નથી તેા નમાલી વૃત્તિ દાખવી કે નથી તેા ક્રયાના નામે કાયરતાને ૫ પાળી, સાહિત્યના પાને આવી અમરગાથાઆ ઝળકતી હાવા છતાં કેટલાક લેખકો શા કારણે એ પ્રતિ આંખમીંચામણા કરી જૈનેાની અહિંસાને વગેાવવા ઉદ્યુક્ત થતા હશે ?
ઉપર રાજકીય દ્રષ્ટિએ મંત્રીશ્વર વસ્તુપાલ અને સેનાપતિ તેજપાલના કાર્યનું અવલેાકન કર્યાં પછી ધાર્મિક નજરે એ 'બેલડીએ કેવા ભાગ ભજા છે તે પણ ટૂંકમાં જોઈએ.
ઇ. સ. ૧૨૨૦માં તેઓએ તીર્થાધિરાજ શત્રુંજય અને ગિરનારના સળ કાઢયા અને સંઘપતિ તરીકેનું માનવંતુ પદ વસ્તુપાલને પ્રાપ્ત થયું. સંઘ નીકળવા સંબંધી આમત્રણ છૂંદા જૂદા દેશાવરમાં પહાંચતાં જ સ્રીપુરુષા માટી સખ્યામાં ધેાલકામાં એકઠા થવા લાગ્યા. સઘપતિ તરીકે આવનાર યાત્રાળુઓને વાહન તથા ખારાકની દરેક જાતની સગવડ આપવાના ધ સારી રીતે એમણે જાળબ્યા એટલું જ નહીં પણ વિશાળ સમુદાયમાં કેટલાકની તખિયત બગડતાં કુશળ વૈદ્યોની સારવાર પણ પૂરી પાડી. સંઘમાં મંત્રીશ્વરની સાથે જે સાધુ મહારાજો હતા, એમાં વિવેકવિલાસના કર્તા પ્રસિદ્ધ આચાર્ય શ્રી જિનદત્તસૂરિ પણ હતા.